ભગવાન સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે તેમણે જ નિર્માણ કરેલી વિવિધ કલાઓમાંથી સંગીત આ એક કલા હોવી

Article also available in :

અનુક્રમણિકા

પશ્‍ચિમી સંગીતથી કેવળ શરીર ડોલે છે, જ્‍યારે શાસ્‍ત્રીય સંગીતમાં અંતઃકરણનો શોધ લેવાની શક્તિ છે. – એક પ્રસિદ્ધ સંગીતકાર

 

૧. ભગવાન સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે તેમના દ્વારા જ નિર્મિત વિવિધ કલાઓમાંથી સંગીત આ એક કલા હોવી

કુ. તેજલ પાત્રીકર

નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને ‘એકોડહમ્ । બહુસ્‍યામ્ ।’ અર્થાત્ હું એક છું અને અનેક રૂપોમાં રૂપાંતરિત થઈશ, એવા રૂપમાં પોતાને જોવાની ઇચ્‍છા થઈ. તેની જ પરિણતિ એટલે તેમણે કરેલી સૃષ્‍ટિની ઉત્‍પત્તિ. આ સૃષ્‍ટિમાંનો પ્રત્‍યેક જીવ તે સમયે સોડહમ્ એટલે તે હું જ છું, એ ભાવમાં હતો, અર્થાત્ પ્રત્‍યેક જીવને પોતે ભગવાનનો અંશ છે, આ વાતનું પૂર્ણ ભાન હતું. સૃષ્‍ટિની રચના સમયે જ ભગવાને તેમની સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્‍યાનયોગ અને ભક્તિયોગ ઇત્‍યાદિ વિવિધ યોગમાર્ગોની નિર્મિતિ કરી. આ સાથે જ વિવિધ દૈવી કલાઓની ઉત્‍પત્તિ કરીને તે યોગ દ્વારા પણ જીવે સાધના કરીને ભગવાનની પ્રાપ્‍તિ કરી લેવી, એ તેની પાછળનો ઉદ્દેશ હતો. સંગીત એ તેમાંની જ એક કલા છે. ગાયન, વાદન અને નૃત્‍ય આ ત્રણેય કલાઓનો સમાવેશ જેમાં થાય છે, તેને સંગીત કહે છે.

 

૨. પ્રાચીન ભારતીય સંગીતની સમૃદ્ધિનાં ઉદાહરણો

૨ અ. સંગીતનો ઉપયોગ કરીને ગાયકે નાદબ્રહ્મની અનુભૂતિ લેવી

શિવજીના ડમરૂમાંથી નિર્મિત ૐકાર એ સૃષ્‍ટિમાંનો પ્રથમ નાદ છે. ત્‍યાર પછી કાળને અનુસરીને આ નાદ સાથે જોડાઈને વિવિધ શબ્‍દોનું પ્રચલન (મૂળ નિર્ગુણ ૐકાર સગુણ રૂપમાં આવતી વેળાએ નાદને વિવિધ શબ્‍દો જોડવામાં આવ્‍યા. તે પ્રક્રિયા એટલે પ્રચલન છે.) ચાલુ થયું. આ રીતે સંગીત વિવિધ શબ્‍દો દ્વારા વ્‍યક્ત થવા લાગ્‍યું. આપણા પ્રાચીન કાળમાં ગાયકો સંગીતનો ઉપયોગ સાધના કરવા માટે કરતા હતા અને તેમાંથી જ તેઓ નાદબ્રહ્મની અનુભૂતિ લેતા હતા.

૨ આ. એકેક સ્‍વર સિદ્ધ કરીને ગાયકે સાધના તરીકે ગાવું

પ્રાચીન કાળમાં ભારતીય સંગીત અતિશય સમૃદ્ધ હતું. સંગીતમાંના એકેક સ્‍વરને સિદ્ધ કરીને ગાયક સાધના તરીકે ગાતા હતા. રાગોના સ્‍વર સમૂહ પર પ્રભુત્‍વ મેળવીને દીપ પ્રગટાવવો, તેમજ ચોખ્‍ખું (સ્‍વચ્‍છ) આકાશ વાદળાંથી આચ્‍છાદિત કરવું, એ તેમને સહેજે સંભવ હતું.

૨ ઇ. સંગીતના ઉપયોગથી રોગ મટાડવા

આયુર્વેદમાં પણ સંગીતનો ઉપયોગ કરીને રુગ્‍ણોના વિવિધ રોગ મટાડ્યા હોવાનાં ઉદાહરણો પ્રાચીન ઇતિહાસમાં જોવા મળે છે.

 

૩. સંગીતકલાની પાયમાલી થવાનાં કરણો

સાધનાસમૃદ્ધ સંગીતકલાની કાળને અનુસરીને પાયમાલી થતી ગઈ હોવાનું આપણને દેખાય છે. માનવીનો આધ્‍યાત્‍મિક સ્‍તર જેમ જેમ ઓછો થતો ગયો, તેમ તેમ સંગીત ભણી ઈશ્‍વરપ્રાપ્‍તિના માધ્‍યમ તરીકે જોવાની દૃષ્‍ટિ લોપ પામીને મનોરંજન માટે સંગીત એવો દૃષ્‍ટિકોણ વધારે ને વધારે દૃઢ થતો ગયો. તેના માટે તેવાં જ વિવિધ કારણો પણ છે.

૩ અ. યવની આક્રમણો

સંગીતકળાની પાયમાલી થવા માટે મોટાભાગે કારણીભૂત છે તે યવની આક્રમણો ! તેમણે ભારતમાં આવીને કેવળ રાજ્‍ય કરવાને બદલે આપણી સંસ્‍કૃતિ નષ્‍ટ કરવાના પૂર્ણ પ્રયત્નો કર્યા.

૩ આ. ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે નહીં, જ્‍યારે લોકેષણા મળે, આ સંગીતનો ઉદ્દેશ હોવાનું જનમાનસમાં દૃઢ કરવું

ઈશ્‍વરપ્રાપ્‍તિ આ સંગીતનો ઉદ્દેશ હોવાને બદલે મનોરંજન, રાજાઓની (સ્‍વાર્થ માટે) હદ બહાર પ્રશંસા કરવી, રાજદરબારમાં વાહવાહ મેળવવી, ઇનામ મેળવવા ઇત્‍યાદિ માટે જ તે હોવાનું જનમાનસમાં દૃઢ કરવાથી સંગીતની અપરિમિત હાનિ થઈ. તેમાંથી જ કવ્‍વાલી, ઠૂમરી ઇત્‍યાદિ ગીતપ્રકારોની બોલબાલા થવા લાગી.

૩ ઇ. પ્રસિદ્ધ હિંદુ ગાયક-વાદકોનું ધર્માંતર કરવું

યવની (મ્‍લેચ્‍છ) આક્રમણકારીઓ આટલું જ કરીને થોભ્‍યા નહીં, જ્‍યારે તે કાળના ઘણા પ્રસિદ્ધ હિંદુ ગાયકો અને વાદકોને ઇસ્‍લામ પંથમાં ધર્માંતરિત કરી લીધા. આજે તેને કારણે જ તાનસેન જેવા ઘણા હિંદુ ગાયકોનો ગાયન વારસો તેમની ઇસ્‍લામી પેઢી જ ચલાવી રહી છે.

૩ ઇ ૧. સંગીતનો ઉપયોગ જો સાધના તરીકે કરીએ, તો તે ગાયનમાં કેટલું સામર્થ્‍ય આવે છે, તે સ્‍પષ્‍ટ કરનારી કથા

૩ ઇ ૧ અ. અકબરને તાનસેનના ગુરુનું ગાયન સાંભળવાની ઇચ્‍છા થવી અને તેણે વેશપલટો કરીને તાનસેન સાથે ગુરુનું ગાયન સાંભળવા જવું

એકવાર રાજા અકબરે ગાનસમ્રાટ તાનસેનને પૂછ્યું, તું ઘણું સુંદર ગાય છે. જેમણે તને આ સંગીત શીખવ્‍યું, તે તારા ગુરુનું સંગીત મારે એકવાર સાંભળવું છે. ત્‍યારે તાનસેને કહ્યું, મહારાજ, મારા ગુરુનું ગાયન તમારે જો સાંભળવું જ હોય, તો ચોરીથી સાંભળવું પડશે; કારણકે તેઓ કોઈના માટે ગાતા નથી. ત્‍યારે અકબર બાદશાહે તાનસેન સાથે જવાની સિદ્ધતા દર્શાવી. તે પ્રમાણે અકબર અને તાનસેન વેશપલટો કરીને હરિદાસ પાસે બ્રાહ્મમુહૂર્ત પર પહોંચ્‍યા.

૩ ઇ ૧ આ. સ્‍વામી હરિદાસનું ગાયન સાંભળીને અકબરે સમાધિ અવસ્‍થા અનુભવવી

સ્‍વામી હરિદાસે તેમની પ્રાતઃવિધિમાંથી પરવારીને સૂર્યને અર્ઘ્‍ય આપ્‍યું અને ઝૂંપડીમાં આવીને ગાયનનો આરંભ કર્યો. તેમનું ગાયન સાંભળીને અકબર બાદશાહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્‍યા અને તે એક વિલક્ષણ સમાધિ અવસ્‍થામાં ગયો. કેટલાક સમય પછી તે સ્‍થિતિમાંથી બહાર પડ્યા પછી તાનસેન અને અકબર પાછા ફર્યા.

૩ ઇ ૧ ઇ. પોતાનું ગાયન લોકેષણા માટે હોવું અને ગુરુનું ગાયન કેવળ જગન્‍નિયંતા પરમેશ્‍વર માટે હોવાથી તેમના ગાયનમાં સામર્થ્‍ય હોવાનું તાનસેને કહેવું

પાછા ફરતી વેળાએ અકબરે તાનસેનને પૂછ્યું, તારા ગીતને તો તારા ગુરુના ગાયનનો જરાપણ અણસાર નથી. એમ શા માટે ? ત્‍યારે તાનસેન ઉત્તર આપે છે, તમારું કહેવું સાચું છે, મહારાજ. મારું ગાયન મારા ગુરુદેવના ગાયનની તુલનામાં કોડીના મૂલ્‍યનું પણ નથી. અમારા ગીતમાં આ ફેર હોવાનું કારણ એટલે મારું ગીત લોકેષણા માટે, તમને ખુશ કરવા માટે છે, જ્‍યારે મારા ગુરુ કેવળ જગન્‍નિયંતા પરમેશ્‍વર માટે જ ગાય છે.

સંગીતનો ઉપયોગ સાધના તરીકે કરવાથી તે ગાયનમાં કેટલું સામર્થ્‍ય આવે છે, તે આના પરથી ધ્‍યાનમાં આવે છે. સંગીતનું ક્રમણ અધોગતિ ભણી કેવી રીતે થવા લાગ્‍યું, તે તાનસેને આપેલા ઉત્તરમાંથી ધ્‍યાનમાં આવે છે.

૩ ઈ. સંગીતને શૃંગારરસ (વિલાસ) ભણી વાળવું

આ ઇસ્‍લામી રાજવટોએ રાજદરબારમાં સંગીતને વિશેષ સ્‍થાન આપીને ધીમે ધીમે તે સંગીતને શૃંગાર ભણી વાળ્યું. તેથી સંગીતમાં કામુક ભાવ વધુ દેખાવાનો આરંભ થયો. આ રીતે ઈશભક્તિથી કામવાસના ભણી લઈ જનારા સંગીતનો આરંભ થયો.

ઉત્તર ભારતીય સંગીતની આ સ્‍થિતિ હોવા છતાં અહીં અગત્‍યતાપૂર્વક ઉલ્‍લેખ કરવાનું મન થાય છે કે, મોગલોના આટલા આક્રમણો પછી પણ દાક્ષિણાત્‍ય સંગીતે હજીસુધી પોતાની પારંપારિક સંગીતસાધના જાળવી રાખી છે.

૩ ઉ. ભારતીય સંગીતમાં વિદેશી પૉપ ગાયનનો અંતર્ભાવ થવો

ત્‍યાર પછી વર્તમાનના સરવાળે ભારતીય સંગીતમાં વિદેશી પૉપ ગાયનનો અંતર્ભાવ થવા લાગ્‍યો છે. તેને કારણે સંગીતનું સ્‍વરૂપ હવે પશ્‍ચિમી ગાયનમાં થવા લાગ્‍યું છે. કર્ણકર્કશ અવાજ, અનેક વાદ્યોનું મિશ્રણ અને કામુક હાવભાવ તેમજ બોલને કારણે આપણે આજના સંગીતનું અધઃપતન જોઈ રહ્યા છીએ. વર્તમાન ગાયન માટે એક પ્રસિદ્ધ સંગીતકારે કહ્યું છે, પશ્‍ચિમી સંગીતથી કેવળ શરીર ડોલે છે, જ્‍યારે શાસ્‍ત્રીય સંગીતમાં અંતઃકરણનો શોધ લેવાની શક્તિ છે.

આવી આ જીવનોદ્ધારક સંગીતકલાના માધ્‍યમ દ્વારા અમે કલાપ્રેમી જીવોને સાધનાના પ્રગતિપથ પર તમે જ લઈ જશો, એવી ભગવાન શિવ અને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનાં શ્રીચરણોમાં પ્રાર્થના કરું છું.

– કુ. તેજલ પાત્રીકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment