અનુક્રમણિકા
વાસ્તુ આપણા જીવનની પ્રત્યેક બાબત સાથે સંકરાયેલું હોવાથી બાંધકામ કરવા પહેલાં અનેક બાબતો ધ્યાનમાં લેવી પડે છે. સમૃદ્ધિ, યશ, શાંતિ, ચૈતન્યનો પ્રત્યક્ષ સંબંધ વાસ્તુ સાથે જોડાઈ જતો હોવાથી વાસ્તુ ચૂંટતી વેળાએ અને બાંધકામ કરતી વેળાએ નિયોજન અને વાસ્તુશાસ્ત્રમાંના મૂળભૂત નિયમોનો આગ્રહ ધરાવનારા મોટાભાગના લોકો જોવા મળે છે. તેની પાછળ અંધશ્રદ્ધા હોતી નથી. ઘર બાંધી જ રહ્યા છીએ, તો વાસ્તુના કેટલાક નિયમો પાળીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બાંધવા ભણી મોટાભાગના લોકોનું વલણ હોય છે.
૧. ઘર માટે પ્લૉટ કઈ દિશામાં હોવો ?
* ઘર બાંધવા પહેલાં સૌથી મહત્ત્વનું કામ એટલે પ્લૉટની ચૂંટણી. પ્લૉટની ઉત્તર દિશામાં અથવા પૂર્વ ભણી મોટું વૃક્ષ નથી ને, તેની નિશ્ચિતી કરવી. તે જ પ્રમાણે દક્ષિણમાં ખાડો અથવા કૂવો ન હોય તેની કાળજી લેવી.
* પ્લૉટનો આકાર ત્રિકોણી ન હોવો જોઈએ. ચોરસ કે સમભુજ ચતુષ્કોણ આકાર ઘર બાંધવા માટે આદર્શ માનવામાં આવે છે.
* વાંકાચૂંકા અને અનિયમિત આકારના પ્લૉટ પર બાંધકામ કરવાથી આર્થિક હાનિ અથવા મતભેદમાં વૃદ્ધિ થવાની સંભાવના હોય છે.
* વચ્ચેના ભાગમાં પ્લૉટ દબાઈ ગયેલો હોય, તો અનેક ક્ષેત્રોમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. પૂર્વ દિશા ભણી મુખ રહેલું ઘર શુભ માનવામાં આવે છે.
* ઉત્તર દિશા ભણીનો પ્લૉટ પણ ઉત્તમ.
* નદી, તળાવ, કૂવો, ઝરણું પ્લૉટની પૂર્વમાં અથવા ઉત્તર દિશામાં હોવા જોઈએ.
૨. ઘરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ ?
ઘરનો મુખ્ય દરવાજો અથવા પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ તેના પર ઘરનું સૌંદર્ય વર્ધન સાથે જ અન્ય બાબતો પણ સંકળાયેલી હોય છે. ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. રસોડું ખુલ્લું, હવા-ઉજાસ ધરાવતું તે સાથે જ દિશા પણ ધ્યાનમાં લેવી. ગૃહિણી રસોઈ બનાવતી વેળાએ મોઢું દક્ષિણ ભણી ન હોય, એટલે થયું. દક્ષિણ અથવા પશ્ચિમ દિશા ભણી શૌચાલય રાખવું યોગ્ય જ છે. જો અન્ય પર્યાય જ ન હોય, તો પશ્ચિમ ભણી બારણું રાખવામાં વાંધો નથી. ઘર બાંધીને થોડી જગ્યા શેષ રહે, એમ જોવું. ઉત્તર અથવા પશ્ચિમ ભણીનો ભાગ ખુલ્લો રાખવાથી ચૈતન્યમાં વૃદ્ધિ જ થશે.
સંદર્ભ : http://marathi.webdunia.com/
૩. ઘરને કયો રંગ આપવો ?
નવું ઘર લેતી વેળાએ આપણને લાગે છે કે સાંજે થાક્યા-પાક્યા કાર્યાલયમાંથી ઘરે આવ્યા પછી મનને પ્રસન્નતા આપનારું, શાંતિ દેનારું હોવું જોઈએ. ઘરને રંગ દેતી વેળાએ ઘરમાં આવ્યા પછી પ્રસન્ન લાગવું જોઈએ, એવા રંગ ચૂંટવા. ઘરને સાત્ત્વિક તેમજ ઉત્સાહવર્ધક રંગ દેવો. આછો પીળો, ગુલાબી, આકાશી, બદામી આ રંગો સાત્ત્વિક છે. ધોળો રંગ પણ સાત્ત્વિકતાની દૃષ્ટિએ સારો છે. ધોળા રંગની વાસ્તુ ભણી જોયા પછી પુષ્કળ શાંત અને સારું લાગે છે. એમ ભલે હોય, તો પણ અન્ય રંગોનો જો ઉપયોગ કરવાનો થાય, તો કઈ દિશામાં કયો રંગ દઈ શકાય, તે વિશે આગળ જણાવેલી માહિતી ઉપયુક્ત થશે.
૪. ઘર માટે રંગોની દિશાને અનુસરીને ચૂંટણી
રંગની ચૂંટણી ઘરની દિશા અને ઘરમાલિકનો જન્મદિનાંક આ બે નિકષો પર આધારિત હોવી જોઈએ. પ્રત્યેક દિશા માટે એક રંગ નક્કી હોય છે; પરંતુ ક્યારેક તે ઘરમાલિકની દૃષ્ટિએ યોગ્ય હોતો નથી. તેથી જ ઘરમાલિકોએ વાસ્તુશાસ્ત્રમાં આપેલા માર્ગદર્શક તત્ત્વો અનુસાર રંગની ચૂંટણી કરવી. તેમાં આગળ જણાવેલાં સૂત્રો મહત્ત્વના હોય છે.
ઈશાન – આછો વાદળી
પૂર્વ – ધોળો અથવા આછો વાદળી
આગ્નેય – આ દિશાનો સંબંધ અગ્નિ સાથે હોય છે. તેથી ભગવો, ગુલાબી અથવા ચંદેરી (રૂપેરી) રંગનો ઉપયોગ કરીને ત્યાંની ઊર્જા વધારી શકાય છે.
ઉત્તર – લીલો અથવા પિસ્તા
વાયવ્ય – આ દિશામાંથી પવન વહે છે. તેથી આ દિશામાંની ઓરડીઓનો રંગ રાખોડી અને આછો પીળો (ક્રીમ) હોય, તો સારું.
પશ્ચિમ – આ વરુણની એટલે જ પાણીની દિશા. તેથી આ દિશામાં સૌથી સારા રંગ એટલે વાદળી અને ધોળો.
નૈઋત્ય – પીચ, ગેરુઓ, ‘બિસ્કીટ’ અથવા આછો કથ્થાઈ
દક્ષિણ – લાલ અને પીળો
લાલ અથવા ગુલાબી રંગ ચૂંટતી વેળાએ કાળજી લેવી જોઈએ કારણકે આ રંગ પ્રત્યેક વ્યક્તિ માટે પોષક હોતા નથી.