આયુર્વેદિક ઔષધિઓમાં ‘સુવર્ણયુક્ત ઔષધિઓ (સુવર્ણકલ્પ)’ ઉત્તમ ‘રસાયણ’ તરીકે માનવામાં આવે છે. ‘સુવર્ણ’ અર્થાત્ ‘સોનું’. સુવર્ણયુક્ત આયુર્વેદિક ઔષધિઓમાં સોનાનું ભસ્મ હોય છે. તેને કારણે આ ઔષધિઓ મોંઘી હોય છે. એમ ભલે હોય, તો પણ આ ઐષધિઓ પુષ્કળ પ્રભાવશાળી હોય છે અને ખાસ કરીને આત્યયિક અવસ્થામાં (ઇમર્જન્સીમાં) જીવનરક્ષક (લાઈફ સેવિંગ) તરીકે ઉપયોગી પડનારી હોય છે. આયુર્વેદમાં ‘રસાયણ’ અર્થાત્ ‘શરીરમાંના સર્વ ઉપયુક્ત ઘટકોને ઉત્તમ બળ દેનારી ઔષધી.’ આ શરીરની ક્ષમતા વધારનારી ઔષધિઓ હોવાથી તેના ગંભીર દુષ્પરિણામ હોતા નથી. કેટલાક મહત્ત્વના સુવર્ણકલ્પોનો ઉપયોગ અહીં આપ્યો છે.
૧. વસંત માલતી રસ (સ્વર્ણ)
આને જ ‘સુવર્ણ માલિની વસંત’ એવું પણ નામ છે. (સાભાર : ‘ભારત ભૈષજ્ય રત્નાકર’, ભાગ ૪; ગોળીનો આકાર : આશરે ૧૦૦ મિલિગ્રામ) તેના ઉપયોગનું વર્ણન આયુર્વેદમાં ‘સર્વરોગે વસન્તઃ ।’ અર્થાત્ ‘સર્વ રોગોમાં વસંતકલ્પ ઉપયુક્ત છે’, એમ કર્યું છે. (‘વસંતકલ્પ’ એટલે ‘જે ઔષધિઓના નામમાં ‘વસંત’ છે, તે ઔષધિઓ, ઉદા. સુવર્ણ માલિની વસંત, લઘુ માલિની વસંત’. આયુર્વેદનું ‘રસશાસ્ત્ર’ આ એક ઉપશાસ્ત્ર છે. આમાં રહેલી ઔષધિઓને ‘રસ’ કહે છે. આ ઔષધિઓ મોટાભાગે ગોળીના સ્વરૂપમાં હોય છે.)
૧ અ. રોગને કારણે અથવા અન્ય કારણોસર આવેલી નબળાઈ દૂર થવા માટે ઉપયુક્ત
તાવ ઇત્યાદિ રોગોમાં રોગ મટી ગયા પછી જે નબળાઈ લાગે છે, તે દૂર કરવા માટે આ ઔષધીનો ઉત્તમ ઉપયોગ થાય છે. આ ઔષધ શરીરને ચા અથવા કૉફી પ્રમાણે તાત્પુરતી ઉત્તેજના આપવાને બદલે શરીરમાંના હૃદય ઇત્યાદિ અવયવોને બળ આપનારું છે. ૧૫ દિવસથી ૧ માસ સવારે નયણા કોઠે એક ગોળીનું ચૂર્ણ થોડા મધમાં ભેળવીને ચાટીને ખાવું. (એક નાની થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દબાવવાથી ગોળીનું ચૂર્ણ થશે.) ઔષધ લીધા પછી ૧૫ મિ. કાંઈ ખાવું-પીવું નહીં. કોરોના મહામારીના કાળમાં કોરોના મટી ગયા પછી પણ ‘શરીરમાંની શક્તિ નીકળી ગઈ છે’, એમ લાગવું’ આ લક્ષણ આ ઔષધના સેવનથી ઓછું થયા હોવાનાં અસંખ્ય ઉદાહરણો છે.
૧ આ. શરીર ક્ષીણ થવાના કોઈપણ વિકારમાં શરીરની શક્તિ વધારવા માટે ઉપયુક્ત
ક્ષયરોગ, શુક્રધાતુની ક્ષીણતા (વારંવાર ઉંઘમાં વીર્યસ્રાવ થઈને થાક લાગવો), જૂનો અપચનનો વિકાર (ગ્રહણી), ગળાની ગાંઠો વધવી (ગંડમાળા), પાંડુરોગ, જૂનો તાવ ઇત્યાદિ વિકારોમાં ૧૫ દિવસથી ૧ માસ પ્રતિદિન એક ગોળીનું ચૂર્ણ સવારે નયણે કોઠે મધ સાથે ચાંટીને ખાવું.
૧ ઇ. અતિસાર (ઝાડા)
પુષ્કળ દિવસથી ચાલી રહેલા ઝાડામાં આનો સારો ઉપયોગ થાય છે. દિવસમાં ઘણીવાર શૌચ માટે જવું પડતું નથી; પણ જ્યારે જવું પડે, ત્યારે કૂંડીનો દાટો કાઢી નાખીએ ત્યારે જોરથી પાણી વહે છે તે રીતે શૌચ માટે બેઠા પછી એકદમ તરત જ શૌચ થઈ જાય છે, આ પ્રકારના અતિસારમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. આંતરડાની નિયંત્રણ રાખવાની શક્તિ તેને કારણે વધવા લાગે છે. ૧૫ દિવસથી ૧ માસ પ્રતિદિન સવારે એક ગોળીનું ચૂર્ણ થોડા મધ સાથે લેવું. (થોડું થોડું; પણ ઘણીવાર શૌચ માટે જવું પડતું હોય તો આ ઔષધ કરતાં ‘મહાલક્ષ્મીવિલાસ રસ’ ઔષધનો સારો ઉપયોગ થાય છે.)
૧ ઈ. ‘સલાઈન’ મળે ત્યાંસુધી પ્રાથમિક ઉપાય
કેટલીક વાર વારંવાર ઉલટીઓ અને અતિસાર (ઝાડા) થઈને શરીરમાંનો અબ્ધાતુ (પાણી)નો ક્ષય થાય છે. આવા સમયે નાડીના ધબકારા ક્ષીણ (ઓછા) થઈ જાય છે. અબ્ધાતુનો ક્ષય સમતોલ કરવા માટે ‘સલાઈન’ લગાડવું પડે છે. ‘સલાઈન’ ઉપલબ્ધ થાય, ત્યાંસુધી તુરંત એક ગોળીનું ચૂર્ણ મધ સાથે લેવાથી નાડીના ધબકારાની ક્ષીણતા ઓછી થાય છે’, એવો અનુભવ છે. વૈદ્યની સલાહથી અન્ય ઉપચાર અવશ્ય કરવા.
૧ ઉ. આત્યયિક અવસ્થાઓમાં ઉપયુક્ત
કોઈપણ આત્યયિક અવસ્થામાં (ઇમર્જન્સીમાં) તે ક્ષણે એક ગોળીનું ચૂર્ણ થોડા મધમાં ભેળવીને ચાટીને ખાવું. મધ જો ઉપલબ્ધ ન હોય, તો અડધી ચમચી ઘીમાં ભેળવીને લેવું. ઘી પણ ન મળે, તો થોડા પાણીમાં ચૂર્ણ ભેળવીને ચગળીને ખાવું અથવા ગોળી દાંતથી ચાવીને ચગળીને ખાવી.
૧ ઊ. બેશુદ્ધ પડી જવું
બેશુદ્ધ પડેલા અથવા કોમામાં ગયેલી વ્યક્તિને તે જ ક્ષણે અથવા વધારેમાં વધારે ૧ માસ સુધી દિવસમાં એક ગોળીનું ચૂર્ણ મધમાં ભેળવીને હોઠની અંદરના ભાગમાં અથવા પેઢાં પર (અવાળા પર) લગાડવું. આનાથી તે લોહીમાં શોષાઈ જઈને તેનું કાર્ય કરવા લાગે છે.
૧ એ. ઔષધનો ઉપયોગ ક્યારે ન કરવો ?
સુવર્ણ માલિની વસંતના ઉપયોગથી કેટલીક વાર કેટલાક લોકોનો રક્તદાબ (બ્લડ પ્રેશર) વધીને નાક અથવા ગુદદ્વારમાંથી લોહી પડવા લાગે છે. તેને કારણે જેમને નસ્કોરાં ફૂટવા (નાકમાંથી લોહી વહેવું), રક્તાર્શ (હરસમાંથી લોહી પડવું) અથવા અનિયંત્રિત રક્તદાબ આ ત્રાસ હોય, તેમણે આ ઔષધનો ઉપયોગ સાવચેતીથી કરવો. આવા ત્રાસ જો થવા લાગે, તો ઔષધ તરત જ બંદ કરવું. અન્ય ઔષધથી રક્તદાબ નિયંત્રિત હોય, તો આ ઔષધનો ઉપયોગ કરવામાં વાંધો નથી.
૨. મહાલક્ષ્મીવિલાસ રસ
આમાં સુવર્ણભસ્મ સહિત અબરક ભસ્મ, બંગ ભસ્મ (સીસાનું ભસ્મ), શુદ્ધ હરતાળ (હળદર), તામ્ર (તાંબાનું) ભસ્મ ઇત્યાદિ અન્ય ઔષધિઓ હોય છે. (સાભાર : ‘ભારત ભૈષજ્ય રત્નાકર’, ભાગ ૪; ગોળીનો આકાર આશરે ૧૦૦ મિલિગ્રામ) સુવર્ણ માલિની વસંતના વર્ણનમાં આપેલા સર્વ વિકારોમાં આ ઔષધનો ઉપયોગ કરી શકાય છે. તે સાથે જ આગળ જણાવેલા અન્ય વિશેષ ઠેકાણે પણ આ ઔષધીનો ઉપયોગ કરી શકાય છે.
૨ અ. શ્વસનસંસ્થાના વિકારમાં શ્વસનસંસ્થાને બળ મળવા માટે ઉપયોગી
જૂની શરદી, દમ (અસ્થમા), ક્ષયરોગ જેવા શ્વસનસંસ્થાના કોઈપણ વિકારોમાં આ ઔષધીના સેવનથી શ્વસનસંસ્થા બળશાળી બનવામાં સહાયતા થાય છે. ૧૫ દિવસથી ૧ મહિનો સવારે નયણે કોઠે એક ગોળીનું ચૂર્ણ થોડા મધમાં ભેળવીને ચાંટીને ખાવું.
૨ આ. માથાનો તીવ્ર દુઃખાવો
જો માથાનો તીવ્ર દુઃખાવો હોય, તો ૭ દિવસ સવારે નયણે કોઠે એક ગોળીનું ચૂર્ણ મધ સાથે લેવું.
૨ ઇ. અતિસાર (ઝાડા)
થોડું થોડું; પણ ઘણીવાર શૌચ માટે જવું પડતું હોય, તો આ ઔષધનો સારો ઉપયોગ થાય છે. ૧૫ દિવસથી ૧ માસ સવારે નયણે કોઠે એક ગોળીનું ચૂર્ણ થોડા મધમાં ભેળવીને ચાટીને ખાવું.
૨ ઈ. જનનેંદ્રિયોને બળ આપવા માટે ઉપયુક્ત
શુક્રધાતુની ક્ષીણતા (પ્રતિદિન ઊંઘમાં વીર્યસ્રાવ થઈને થાક જણાવવો), સ્ત્રીઓને યોનિમાર્ગમાંથી શ્વેતસ્રાવ થવા જેવા વિકારોમાં જનનેંદ્રિયોને બળ આપવા માટે ૧૫ દિવસથી ૧ મહિનો સવારે નયણે કોઠે એક ગોળીનું ચૂર્ણ થોડા મધ સાથે ભેળવીને ચાટીને ખાવું.’
ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી સ્થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ, ત્યાંસુધી તરત જ ઔષધ મળવું આવશ્યક હોય છે, જ્યારે ઘણીવાર થોડા ઘણાં ઔષધોપચાર કરવાથી વૈદ્ય પાસે જવાનો વારો જ આવતો નથી. તેથી ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે અહીં કેટલીક આયુર્વેદિક ઔષધિઓ આપી છે. ઔષધિઓ લેવા છતાં પણ જો સારું ન લાગે, તો સહન કરવાને બદલે સ્થાનિક વૈદ્યને બતાવવું.
– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૪.૭.૨૦૨૨)