અનુક્રમણિકા
કપડાંની પસંદગી કરતી વેળાએ કપડાં પરની વેલ-બુટ્ટી (કોતરણી) અર્થપૂર્ણ હોવી જોઈએ. કાબરચીતરી આકૃતિઓ ધરાવતાં કપડાં માનવી માટે જોખમી પુરવાર થાય છે. આ વિશેનો ઊહાપોહ સદર લેખમાં કરવામાં આવ્યો છે.
૧. કળિયુગમાં વેલ-બુટ્ટી (કોતરણી) તરીકે
ચિત્રવિચિત્ર આકૃતિઓનો થનારો ઉપયોગ માનવી જીવ માટે જોખમી
‘આજકાલ કળિયુગમાં વિવિધ પ્રાણીઓની આકૃતિઓ ધરાવતાં કપડાં, ભયાનક ભૂતોના ચહેરા ધરાવતાં કપડાં, વિવિધ ઠેકાણે ફાટી ગયા જેવા વેલ-બુટ્ટી ધરાવતા કપડાં ઇત્યાદિ પ્રત્યેક ઠેકાણે જોવા મળે છે. આવા કપડાંની આકૃતિઓમાં ઘનીભૂત થયેલી ત્રાસદાયક લહેરો કાળાંતરે જીવની વૃત્તિ પર પરિણામ કરે છે. આવા ચિત્રવિચિત્ર કપડાં પરિધાન કરનારો જીવ કાળાંતરે તમોગુણી બને છે.’ – એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ સૌ. અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, અષાઢ સુદ પક્ષ ચતુર્થી, કળિયુગ વર્ષ ૫૧૧૦ ૬.૭.૨૦૦૮, સાંજે ૭.૦૯)
૨. કપડાં પરની વેલ-બુટ્ટી સાત્ત્વિકતાની દૃષ્ટિએ કેવી હોવી જોઈએ ?
૨ અ. વેલ-બુટ્ટી અર્થહીન ન હોવી જોઈએ
કપડાં પરની કોતરણી પસંદ કરતી વેળાએ તે અર્થપૂર્ણ હોવી જોઈએ, ઉદા. ટપકાં, પાન, ફૂલ અને વેલ.
૨ આ. વેલ-બુટ્ટીનો આકાર વેલ
-બુટ્ટીનો આકાર બહુ મોટો ન હોવો જોઈએ.
૨ ઇ. અણીદાર વેલ-બુટ્ટી ન હોવી જોઈએ
તેના એક ઉદાહરણ તરીકે પાન-ફૂલોની કોતરણી પસંદ કરતી વેળાએ બાજુમાં આપેલાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે અણીદાર પાન-ફૂલો ન હોવા જોઈએ. કોતરણી કોમલ (નાજુક) અને આકર્ષક હોવી જોઈએ.
૨ ઈ. કોતરણી પુષ્કળ પાસે-પાસે ન હોવી જોઈએ
કોતરણી જો પુષ્કળ પાસે-પાસે હોય તો તેમાંથી ત્રાસદાયક સ્પંદનો પ્રક્ષેપિત થાય છે. આકારમાં સારી કોતરણી પણ એકબીજાની પુષ્કળ પાસે હોય, તો ત્રાસદાયક સ્પંદનો નિર્માણ કરે છે. વેલ-બુટ્ટી જેટલી છૂટીછવાયી હોય, તેટલી તે નિર્ગુણ તત્ત્વ ભણી જનારી હોય છે અને તેમાંથી સારાં સ્પંદનો આવે છે.
૩. કપડાં પર રેખાઓ હોય
તો તે ઊભી, આડી કે ત્રાંસી હોવી જોઈએ ?
૩ અ. રેખાઓના સંદર્ભમાં કરેલા સૂક્ષ્મમાંના પ્રયોગ
૧. સૂક્ષ્મમાંના પ્રયોગનો અર્થ
સૌથી પહેલાં સૂક્ષ્મમાંનો પ્રયોગ એટલે શું, એ સમજી લઈએ. સ્થૂળ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપાર, તે ‘સૂક્ષ્મ’. એકાદ બાબત ભણી જોઈને સારાં કે ત્રાસદાયક સ્પંદનો જણાય છે, અથવા એકાદ અનુભૂતિ થાય છે, તેનો સૂક્ષ્મમાંથી અભ્યાસ કરવો એટલે ‘સૂક્ષ્મમાંના પ્રયોગ’ કરવા. તેમાં સૂક્ષ્મ-મનના આધાર પર એકાદ બાબત વિશે સારું-માઠું જણાય છે અને સૂક્ષ્મ-બુદ્ધિ દ્વારા તે સારું છે કે માઠું, તેનું કારણ સમજાય છે.
સર્વસામાન્ય વ્યક્તિનો આધ્યાત્મિક સ્તર ૨૦ ટકા હોય છે, જ્યારે મોક્ષ પામેલી વ્યક્તિનો સ્તર ૧૦૦ ટકા હોય છે. સૂક્ષ્મમાંનું સમજાય તેવી ક્ષમતા સર્વસામાન્ય વ્યક્તિની હોતી નથી. સાધના કરવાથી ૩૫ ટકા કરતાં વધારે સ્તર થયા પછી સૂક્ષ્મમાંનું થોડું-ઘણું જણાવા લાગે છે અને આગળ જેમ જેમ સ્તર વધતો જાય છે, તેમ તેમ આ ક્ષમતા વધતી જાય છે. ગુરુકૃપા હોય, તો સ્તર ઓછો હોવા છતાં પણ સૂક્ષ્મમાંનું સમજાય છે.
૨. પ્રત્યક્ષ પ્રયોગ
આકૃતિ ‘અ’, ‘આ’ અને ‘ઇ’ આ પ્રમાણે ૩ આકૃતિઓ પ્રત્યક્ષ પ્રયોગ માટે નિવડવામાં આવી. આકૃતિ ‘અ’માં ઊભી રેખાઓ દોરેલી હતી, જ્યારે આકૃતિ ‘આ’માં આડી રેખાઓ અને આકૃતિ ‘ઇ’માં ત્રાંસી રેખાઓ દોરેલી હતી.
આકૃતિ ‘અ’, ‘આ’ અને ‘ઇ’ એમ પ્રત્યેક આકૃતિ ભણી ૨ મિનિટ જોઈને શું જણાય છે, તે અનુભવીને નીચે પ્રમાણેના સ્પંદનો જણાયા.
આકૃતિ ‘અ’ સામે જોઈને સૌથી સારું લાગ્યું, આકૃતિ ‘આ’ ભણી જોઈને થોડું સારું લાગ્યું, જ્યારે આકૃતિ ‘ઇ’ ભણી જોઈને ત્રાસદાયક લાગ્યું. આડી રેખાઓ કરતાં ઊભી રેખાઓમાંથી સારાં સ્પંદનો આવે છે; કારણકે આડી રેખાઓ પૃથ્વીતત્ત્વ સાથે સંકળાયેલી હોય છે, જ્યારે ઊભી રેખાઓ આકાશતત્ત્વ સાથે સંકળાયેલી હોય છે. ત્રાંસી રેખાઓમાંથી બે દિશાઓનાં મિશ્ર સ્પંદનો આવતા હોવાથી તેમાંથી ત્રાસદાયક સ્પંદનો નિર્માણ થાય છે.
આના પરથી ઊભી રેખાઓ રહેલા કપડાં પસંદ કરવા વધારે યોગ્ય છે, આ વાત ધ્યાનમાં આવે છે.’
– સનાતનનાં સાધિકા ચિત્રકાર સૌ. જાન્હવી શિંદે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
રેખા | રંગ | તત્ત્વ |
---|---|---|
૧. ઊભી | સર્વ તારક રંગ | તારક |
૨. આડી | રતુંબડો | મારક |
સર્વસામાન્ય માનવીની પ્રકૃતિ તારક હોવાથી તેને મારક તત્ત્વનો ત્રાસ થવાની શક્યતા હોય છે. કપડાં પરની આડી રેખાઓમાંથી મારક તત્ત્વ પ્રક્ષેપિત થતું હોવાથી તેના દ્વારા ત્રાસ થવાની સંભાવના હોવાથી આડી રેખા ધરાવતાં કપડાં પહેરવા નહીં.
૪. શું કોતરણી ધરાવતા કપડાં કરતાં
કોતરણી ન ધરાવતા કપડાં વધારે યોગ્ય છે ?
‘વસ્ત્ર કોતરણીવિહોણું હોય, તો તે વધારે સાત્ત્વિક સમજવામાં આવે છે; કારણકે આવું વસ્ત્ર આકૃતિવિરહિત હોવાથી તેને બ્રહ્માંડ દ્વારા આવનારી નિર્ગુણ ચૈતન્ય લહેરોનો પ્રવાહ આકર્ષિત કરવામાં, તેમજ કાર્યની આવશ્યકતા પ્રમાણે તે વાયુમંડળમાં અધિકતમ (વધારેમાં વધારે) સ્તર પર પ્રક્ષેપિત કરવામાં આકાર સદૃશતાની એવી કોઈપણ અડચણ આવતી નથી.’
– એક વિદ્વાન (શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, અષાઢ સુદ ચતુર્થી, કળિયુગ વર્ષ ૫૧૧૦ (૬.૭.૨૦૦૮), સાંજે ૭.૦૯)
(કોતરણી પસંદ કરતી વેળાએ ‘કોતરણી સાત્ત્વિક છે કે નહીં’, તે સરખું પારખી લેવું પડે છે. કોતરણીવિહોણાં કપડાંના સંદર્ભમાં આ સમસ્યા ઉદ્દભવવાનો પ્રશ્ન જ આવતો નથી. આવી દૃષ્ટિએ પણ કોતરણીવિહોણાં કપડાં પહેરવા, ગમે ત્યારે હિતમાં જ છે.)