સંત તુકારામ મહારાજ

Article also available in :

સંત તુકારામ મહારાજ

સંત તુકારામ મહારાજ (તુકોબા) સત્તરમા શતકમાંના એક વારકરી સંત હતા. તેમનું મૂળ નામ તુકારામ બોલ્‍હોબા અંબિલે (મોરે) હતું. તુકારામના પિતાજીનું નામ બોલ્‍હોબા અને માતાનું નામ કનકાઈ હતું. તેમનો જન્‍મ વસંત પંચમીના દિવસે (મહા સુદ પંચમીના દિવસે) મહારાષ્‍ટ્રના દેહૂ ગામમાં થયો હતો. ફાગણ વદ બીજ (તુકારામ બીજ)ના દિવસે સંત તુકારામ મહારાજે સદેહ વૈકુંઠ ગમન કર્યું.

પંઢરપૂરના વિઠ્ઠલ અથવા વિઠોબા સંત તુકારામ મહારાજના આરાધ્‍ય દૈવત હતા.

जे का रंजले गांजले ! त्यासी म्हणे जो आपुले तोचि साधू ओळखावा ! देव तेथेची जाणावा !

અર્થ : જે લોકો દુઃખી-કષ્‍ટી છે, તેમને જે પોતાના કહે, તેને જ સાધુ તરીકે ઓળખવો, એ ભગવાન છે, એમ જ જાણવું !

આ રીતના અભંગ સંત તુકારામ મહારાજે જનસામાન્‍યોને કહીને ઈશ્‍વર ભક્તિનો સુગમ એવો માર્ગ બતાવ્‍યો.

તુકારામ મહારાજના સદ્‌ગુરુ બાબાજી ચૈતન્‍યએ તેમને બીજમંત્ર આપ્‍યો. તેમના કૃપાશીર્વાદથી મહારાજને જ્ઞાન પ્રાપ્‍ત થયું. સંત તુકારામ અભંગ વાણી કીર્તનના માધ્‍યમ દ્વારા રાષ્‍ટ્ર ધર્મની શિખામણ આપનારા તે સમયના મહત્ત્વના સંત પુરવાર થયા.

તુકારામ મહારાજ ઉપદેશ કરતી વેળાએ કહે છે કે, લોકો, પ્રપંચ (સંસાર) અને પરમાર્થ આ બન્‍ને જીવન જીવવા માટે અત્‍યાવશ્‍યક છે. પ્રપંચ જો ન હોય, તો પરમાર્થ થઈ શકે નહીં અને જો પરમાર્થ ન હોય તો પ્રપંચ સરખો કરવાનું ફાવે નહીં, તેથી મહારાજ આ ઠેકાણે કહે છે,

प्रपंच करोनी परमार्थ साधावा।। वाचे आळवावा पांडुरंग।

અર્થ : સંસાર કરતા કરતા પરમાર્થ કરવો. વાણીથી (જીભેથી) નિરંતર નામસ્‍મરણ કરવું.

તુકારામ મહારાજ કહે છે, જે વ્‍યક્તિના લેખે સંસાર નગણ્‍ય છે અને જે હરિભક્તિ માટે તાલાવેલી ધરાવે છે. તેના સંસારમાં ક્યારેય દુઃખ આવશે નહીં.

। संसाराच्या नावे घालुनिया शून्य। वाढता हा पुण्य धर्म।
। हरिभजनें हे धवळिले जग। चुकविला लाग कळिकाळाचा।
। तुका म्हणे सुख समाधि हरिकथा। नेणे भवव्यथा गाईल तो।

તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્‍યસન જ છે. વ્‍યસનાધીન લોકોને હરિની વ્‍યાપ્‍તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી. જે લોકો સંસારમાં રમમાણ રહે છે તેમને નામ સમજાતું પણ નથી અને ગળે ઉતરતું પણ નથી, એવો ઉદ્દેશ પ્રસ્‍તુત કરનારો અભંગ

। संसाराच्या अंगी अवघीच व्यसने। आम्ही या कीर्तने शुद्ध झालो।
। आता हे सोवळे झाले त्रिभुवन। विषम धोऊन सांडियेले।
। ब्रह्मपुरी वास करणे अखंड। न देखिजे तोंड विटाळाचे।
। तुका म्हणे आम्हा एकांताचा वास। ब्रह्मी ब्रह्मरस सेवू सदा।

 

ઇંદ્રાયણીના જળમાં મહારાજના અભંગ
તેર  દિવસ તરતા રહ્યા, ત્‍યારે મહારાજે ભગવાનની કરેલી સ્‍તુતિ

તુકારામ મહારાજના અભંગ કેટલાક લોકોના ષડયંત્રને કારણે ઇંદ્રાયણી નદીમાં ડૂબાડી દેવામાં આવ્‍યા. તે સમયે મહારાજે પંઢરીનાથની પ્રાર્થના કરીને માનતા માની. તેર દિવસ અન્‍ન-પાણીનો ત્‍યાગ કર્યો. મહારાજે ભગવાનને કહ્યું, ‘હે ભગવાન, હવે આ તમારી પરીક્ષા છે’, એવો ઉદ્દેશ સ્‍પષ્‍ટ કરનારો અભંગ.

। थोर अन्याय केला। तुझा अंत म्या पाहिला।
। जनाचिया बोला। साठी चित्त क्षोभिवले।
। भागविलासी केला सीण। अधम मी यातीहीन।
। झाकूनि लोचन। तेरा दिवस राहिलो।
। अवघे घालूनिया कोडे। तहानभुकेचे साकडे।
। योगक्षेम पुढे। करणे लागले।
। उदकी राखिले कागद। चुकविला जनवाद।
। तुका म्हणे ब्रीद। साच केले आपुले।

મહારાજ કહે છે, ‘હે ભગવાન, મારી વહીઓ તમે ઇંદ્રાયણીમાંથી બહાર કાઢીને તમારું બ્રીદવાક્ય સત્‍ય કર્યું અને લોકોને ભોઠાં પાડ્યા.’

તુકારામ મહારાજના  અભંગ પાણી પર તરતા રહ્યા પછી રામેશ્‍વર ભટે તેનું વર્ણન કરેલો અભંગ..

। जळी दगडासहित वह्या। तारियल्या जैशा लाह्या।
। म्हणे रामेश्वर भट्ट द्विजा। तुका विष्णू नाही दुजा।

અર્થ : પાણીમાં પથ્‍થર સાથે વહીઓ, તરતી રાખી જેવી કે ધાણી,

રામેશ્‍વર ભટ  કહે છે, તુકારામ મહારાજ અને શ્રીવિષ્‍ણુ એકરૂપ જ છે.

 

છત્રપતિ શિવાજી મહારાજ અને તુકારામ મહારાજ

તુકારામ મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને રાજાએ રાજ્‍યનો જ ત્‍યાગ કરી દીધો અને તુકારામ મહારાજના ભજન-કીર્તનનું શ્રવણ કરવા લાગ્‍યા, ત્‍યારે તુકારામ મહારાજે તેમને અને તેમના સેવકોને ક્ષાત્રધર્મ કથન કર્યો :

आम्ही जगाला उपदेश करावा । आपण क्षात्रधर्म सांभाळावा ॥

અર્થ : અમે જગત્‌ના લોકો માટે ઉપદેશ કરીએ છીએ. તમને ક્ષાત્રધર્મનું પાલન કરવાનું છે.

તુકોબાએ શિવાજી રાજાને આશીર્વાદ આપીને વિદાય કર્યા. રાજા અને સૈનિકોએ તુકારામ મહારાજનો ઉપદેશ ચિત્તમાં સમાવી લીધો, પ્રત્‍યક્ષ કૃતિ કરી. તુકારામ મહારાજના આશીર્વાદથી તેઓ સામર્થ્‍ય સંપન્‍ન મહારાજા બન્‍યા.

Leave a Comment