ગુરુ (બૃહસ્‍પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !

Article also available in :

બુધવાર, ૧૩.૪.૨૦૨૨ના દિવસે, અર્થાત્ ચૈત્ર સુદ બારસે બપોરે ૩.૪૫ કલાકે ગુરુ ગ્રહએ મીન રાશિમાં પ્રવેશ કર્યો. ગુરુ ગ્રહ એક રાશિમાં સામાન્‍ય રીતે ૧૩ માસ રહે છે. આ ૧૩ માસના વચમાં રહેલા ૨ માસમાં ગુરુ ગ્રહનું વધારે પરિણામકારી ફળ મળે છે. ૨૨.૪.૨૦૨૩ના દિવસે ગુરુ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

 

૧. ગુરુ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને
ગુરુ ગ્રહ પરિવર્તનનું જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર મહત્વ

બુધવાર, ૧૩.૪.૨૦૨૨ના દિવસે, અર્થાત્ ચૈત્ર સુદ બારસે બપોરે ૩.૪૫ કલાકે ગુરુ ગ્રહએ મીન રાશિમાં પ્રવેશ કર્યો. તેનો પુણ્‍યકાળ બુધવારે બપોરે ૧.૫૪ થી સાંજે ૫.૩૬ સુધી રહ્યો. પુણ્‍યકાળમાં જપ, દાન, પૂજા કરવી ઇત્‍યાદિ પુણ્‍યકારક અને પીડાપરિહારક છે. ગુરુ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવાનો આ સંધિકાળ છે. સંધિકાળમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે. ગુરુ ગ્રહ સત્‍સ્‍વરૂપનો કારક છે. આ સંપૂર્ણ પુણ્‍યકાળમાં જેટલો શક્ય હોય એટલો નામજપ કરવો.

 

૨. ગુરુ ગ્રહનું મહત્વ !

ગુરુ ગ્રહ શુભ છે અને લૌકિક દૃષ્‍ટિએ આ ગ્રહનું સર્વ ગ્રહોમાં અનન્‍યસાધારણ મહત્વ છે. હિંદુ ધર્મમાં ઉપનયન, વિવાહ ઇત્‍યાદિ જેવા કોઈપણ શુભ કાર્યોમાં ગુરુબળ જોવામાં આવે છે. ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ગુરુ અસ્‍ત હોય ત્‍યારે કોઈપણ શુભકાર્ય કરવામાં આવતું નથી. ગુરુ ગ્રહ સત્‍સ્‍વરૂપનો કારક ગ્રહ છે. આ ગ્રહ આકાશતત્વનો છે અને આકાશતત્વ પંચતત્વો માંથી સૌથી શ્રેષ્‍ઠ તત્વ છે. આ ગ્રહ સત્વગુણી, વ્‍યાસંગી, ન્‍યાયી, દયાળુ, પરોપકારી, મહત્વવાકાંક્ષી અને આધ્‍યાત્‍મિક પ્રવૃત્તિનો છે. સાધના માટે ગુરુબળ ઉત્તમ હોવું આવશ્‍યક હોય છે.

 

૩. મીન રાશિના ગુરુના થનારાં પરિણામ

ગુરુ ગ્રહ સૂર્યમાળામાંનો આકારમાં સૌથી મોટો ગ્રહ છે. મીન રાશિનો રાશિસ્‍વામી ગુરુ ગ્રહ છે. નિસર્ગકુંડળીમાંની મીન રાશિ વ્‍યયસ્‍થાનમાં (કુંડળીના બારમા સ્‍થાનમાં) આવે છે. વ્‍યયસ્‍થાન કુંડળીના મોક્ષત્રિકોણ દર્શાવનારા ૩ સ્‍થાનોમાંથી એક સ્‍થાન છે. જ્‍યોતિષશાસ્‍ત્રમાં ગ્રહોના ‘મિત્ર’ અને ‘શત્રુ’ રાશિ નક્કી કરેલા હોય છે. ‘ગ્રહ જ્‍યારે મિત્ર રાશિમાં હોય, ત્‍યારે તે જે વાતોનો કારક છે અને કુંડળીમાંના જે સ્‍થાનનો સ્‍વામી છે, તે સંબંધી શુભ ફળદાયી નિવડે છે’, એવો નિયમ છે. ગુરુ ગ્રહ શુભ હોવાથી પ્રત્‍યેક કાર્યમાં ગુરુબળ જોવામાં આવે છે. કુંડળીનો ગુરુ ગ્રહ શુભ હોવો એ મહત્વનું છે. શુભ ગુરુ ગ્રહને કારણે ઉચ્‍ચ શિક્ષણ, પરદેશગમન, પ્રસિદ્ધિ, તત્વજ્ઞાન, ધર્મ, કીર્તિ, તેમજ આર્થિક, ધાર્મિક અને આધ્‍યાત્‍મિક આ સર્વ ક્ષેત્રોમાં યશ મળે છે.

 

૪. રાશિ પ્રમાણે ગુરુ ગ્રહનાં સ્‍થાન

મીન રાશિમાં પ્રવેશ કરનારો ગુરુ મીન રાશિમાં પ્રથમ, કુંભ રાશિમાં બીજો, મકર રાશિમાં ત્રીજો, ધન રાશિમાં ચોથો, વૃશ્‍ચિક રાશિમાં પાંચમો, તુલા રાશિમાં છઠ્ઠો, કન્‍યા રાશિમાં સાતમો, સિંહ રાશિમાં આઠમો, કર્ક રાશિમાં નવમો, મિથુન રાશિમાં દસમો, વૃષભ રાશિમાં અગિયારમો અને મેષ રાશિમાં બારમો છે.

 

૫. મીન રાશિમાંના ગુરુભ્રમણના રાશિ અનુસાર પરિણામ

અ. ‘ગુરુ ગ્રહ ધન, સિંહ અને મેષ આ રાશિઓ માટે ક્રમવાર ચોથો, આઠમો અને બારમો આવતો હોવાથી આ રાશિની વ્‍યક્તિઓએ, તેમજ જે રાશિની વ્‍યક્તિઓ માટે લોહ પાદથી ગુરુ આવે છે, તેમણે પીડાપરિહાર માટે ગુરુ ગ્રહના ઉદ્દેશથી જપ, દાન, પૂજા ઇત્‍યાદિ અવશ્‍ય કરવા.

આ. મીન, મકર, તુલા અને મિથુન રાશિઓ માટે ગુરુ ગ્રહ ક્રમવાર પ્રથમ, ત્રીજો, છઠ્ઠો અને દસમો આવતો હોવાથી તેમણે પુણ્‍યકાળમાં જપ, દાન અને પૂજા કરવી પુણ્‍યકારક તેમજ પીડાપરિહારક છે.

ઇ. સિંહ, તુલા અને મીન રાશિઓ માટે ગુરુ ગ્રહ સુવર્ણ પાદથી (સોનાના પગલે) આવ્‍યો છે. તેનું ફળ ચિંતા છે. સુવર્ણ પાદથી આવેલા ગુરુનું ફળ ચિંતા છે.

ઈ. મેષ, કર્ક અને ધન રાશિઓ માટે ગુરુ ગ્રહ રૌપ્‍ય પાદથી (ચાંદીના પગલે) આવ્‍યો છે અને તેનું ફળ શુભ છે.

ઉ. મિથુન, વૃશ્‍ચિક અને કુંભ રાશિઓ માટે ગુરુ ગ્રહ તામ્ર પાદથી (તાંબાના પગલે) આવ્‍યો છે અને તેનું ફળ શ્રીપ્રાપ્‍તિ, અર્થાત્ લક્ષ્મીપ્રાપ્‍તિ (પૈસો, ધનની પ્રાપ્‍તિ) ઇત્‍યાદિ છે.

ઊ. વૃષભ, કન્‍યા અને મકર આ રાશિઓ માટે ગુરુ ગ્રહ લોહ પાદથી (લોઢાના પગલે) આવ્‍યો છે અને તેનું ફળ કષ્‍ટ છે.’

(સાભાર : દાતે પંચાંગ)

 

૬. ગુરુ ગ્રહ પરિવર્તનના સમયગાળામાં કરવાની સાધના

૬ અ. ગુરુ ગ્રહના પીડાપરિહારક દાન : સુવર્ણ, કાંસુ, પુષ્‍કરાજ, ચણાની દાળ, ઘોડો, સાકર, પીળું વસ્‍ત્ર અને પીળા ફૂલ.

૬ આ. જપસંખ્‍યા : ૧૯ સહસ્ર

૬ ઇ. પૂજા માટે ગુરુની સુવર્ણ પ્રતિમા વાપરવી.

૬ ઈ. ગુરુ ગ્રહનો પૌરાણિક મંત્ર

देवानां च ऋषीणां च, गुरुं काञ्चनसंनिभम् ।

बुद्धिभूतं त्रिलोकेशं, तं नमामि बृहस्पतिम् ॥ – નવગ્રહસ્‍તોત્ર, શ્‍લોક ૫

અર્થ : દેવોના અને ઋષિઓના ગુરુ, સોના જેવી અંગકાંતિ ધરાવનારા, અતિશય બુદ્ધિશાળી, ત્રિલોકમાં શ્રેષ્‍ઠ, એવા તે બૃહસ્‍પતિને (ગુરુને) હું નમસ્‍કાર કરું છું.

૬ ઉ. ગુરુની સુવર્ણ પ્રતિમાનું પૂજન અને દાનનો સંકલ્‍પ

૬ ઉ ૧. દાનનો સંકલ્‍પ

‘मम जन्मराशेः सकाशात् अनिष्टस्थान-स्थित-गुरोः पीडापरिहारार्थम् एकादश-स्थानवत् शुभफलप्राप्त्यर्थं सुवर्ण-प्रतिमायां बृहस्पतिपूजनं तत्प्रीतिकरं  (અમુક ) (શબ્દ )  दानं च करिष्ये ।

અર્થ : ‘હું મારી જન્‍મકુંડળીમાં અનિષ્‍ટ સ્થાનમાં રહેલા ગુરુની પીડા દૂર થાય અને તે કુંડળીમાંના અગિયારમાં, અર્થાત્ ‘લાભ’ સ્‍થાનમાં હોવા પ્રમાણે શુભ ફળ આપનારો બને’, એ માટે સુવર્ણ ગુરુમૂર્તિની પૂજા અને ‘ગુરુ મહારાજ પ્રસન્‍ન થાય’, એ માટે ‘અમુક’ વસ્‍તુનું દાન કરું છું.

નોંધ – ‘અમુક’ આ શબ્‍દના સ્‍થાન પર જે વસ્‍તુનું દાન કરવું હોય, તે વસ્‍તુનું નામ લેવું.

૬ ઉ ૨. ધ્‍યાન

अहो वाचस्पते जीव सिन्धुमण्डलसम्भव

एह्यङि्गरससम्भूत हयारूढ चतुर्भुज ।

दण्डाक्षसूत्रवरद कमण्डलुधर प्रभो

महान् इन्द्रेति सम्पूज्यो विधिवन्नाकिनां गुरुः ॥

અર્થ : હે વાચસ્‍પતિ, તમારો જન્‍મ આકાશગંગામાંથી થયો છે. તમે ચિરંજીવી થાવ. હે અંગિરસપુત્ર, તમે અશ્‍વ પર આરૂઢ થયા છો. તમે તમારા ત્રણ હાથમાં દંડ, જપમાળા અને કમંડલુ ધારણ કર્યા છે. તમારો ચોથો હાથ વરદાન આપનારી મુદ્રામાં છે. તમે મહાન છો. તમે જ્ઞાનના સ્‍વામી છો. તમે દેવોના ગુરુ છો. અમે તમારું વિધિવત પૂજન કરીએ છીએ.

૬ ઉ ૩. દાનનું મહત્વ

बृहस्पतिप्रीतिकरं दानं पीडानिवारकम् ।

सर्वापत्तिविनाशाय द्विजाग्याय ददाम्यहम् ॥

અર્થ : ગુરુ મહારાજને પ્રિય એવું દાન આપ્‍યા પછી પિંડનું, તેમજ સર્વ આપત્તિઓનું નિવારણ થાય છે. એવું આ દાન હું શ્રેષ્‍ઠ એવા બ્રાહ્મણને આપું છે.

 

૭. ગ્રહોની અશુભ સ્‍થિતિમાં સાધનાનું મહત્વ !

ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્‍થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્‍યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે. આનાથી ઊલટું સાધના કરનારી વ્‍યક્તિને સાત્વિકતાને કારણે ગ્રહોના થનારા અશુભ પરિણામોનો વધારે કાંઈ ત્રાસ થતો નથી. આ સમયગાળામાં જો વધારે ત્રાસ થતો હોય, તો ‘શ્રી ગુરુદેવ દત્ત ।’, આ નામજપ કરવો. ઉપર જણાવ્‍યા પ્રમાણે ગુરુનો પૌરાણિક મંત્ર પણ બોલી શકાય.

અધ્‍યાત્‍મમાંની એક વિશિષ્‍ટતા એટલે, અનુકૂળ કાળ કરતાં પ્રતિકૂળ કાળમાં કરેલી સાધનાને કારણે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ શીઘ્ર ગતિથી થાય છે. તેને કારણે સાધકોએ અશુભ ગ્રહસ્‍થિતિનું મન પર પરિણામ કરી લેવાને બદલે સાધનાના પ્રયત્ન વધારેમાં વધારે વૃદ્ધિંગત કરવા પર ધ્યાન આપવું.

– સૌ. પ્રાજક્તા જોશી (જ્‍યોતિષ ફલિત વિશારદ, વાસ્‍તુ વિશારદ, અંક જ્‍યોતિષ વિશારદ, રત્નશાસ્‍ત્ર વિશારદ, અષ્‍ટકવર્ગ વિશારદ, સર્ટિફાઇડ ડાઊસર, રમલ શાસ્‍ત્રી, હસ્‍તાક્ષર મનોવિશ્‍લેષણ શાસ્‍ત્ર વિશારદ અને હસ્‍તસામુદ્રિક પ્રબોધ), મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૨૦.૩.૨૦૨૨)

 

જનોઈ (વ્રતબંધ, ઉપનયન) કરવાનો લાભ થવો અને ગુરુબળ

‘૧૩.૪.૨૦૨૨ થી આવતા વર્ષે ૨૧.૪.૨૦૨૩ સુધી ગુરુ ગ્રહ મીન રાશિમાં, અર્થાત્ સ્‍વગૃહે (નોંધ) હોવાથી સર્વ રાશિઓ માટે ગુરુબળ ઉત્તમ છે. તેથી આ સમયગાળામાં જનોઈ કરવાની થાય, તો ગુરુબળ ઉત્તમ હોવાથી જનોઈ લાભદાયી છે.

નોંધ – ધન અને મીન આ ૨ રાશિઓ ગુરુતત્વની રાશિઓ છે. તેથી ધન અને મીન રાશિઓમાંનો ગુરુ ‘સ્‍વગૃહ’નો બને છે.’

સાભાર : દાતે પંચાંગ

Leave a Comment