શાકાહાર પર ટીકા-ટિપ્‍પણી અને તેનું ખંડન

Article also available in :

શાકાહારને કારણે વ્‍યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે મહત્ત્વનો છે, એ જેમને જ્ઞાત નથી અને જે લોકો ભોગવિલાસી છે, એવા લોકો શાકાહારની ટીકા કરે છે. આ લેખમાં શાકાહારમાં ગણવામાં આવતા કેટલાક અન્‍નપદાર્થો વિશે માહિતી કરી લઈએ.

 

૧. શાકાહાર પર ટીકા અને તેનું ખંડન

ટીકા : ‘અપ્‍પાને (ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજીના સાહિત્‍યમાં રહેલી વ્‍યક્તિરેખા) તેના અમેરિકન મિત્રો કહેતા, ‘‘તારામાં શું જોર છે ? તારી સ્‍થિતિ આવી શા માટે છે ? સો-સો વર્ષો તમારું રાષ્‍ટ્ર દાસ (ગુલામ) રહ્યું ને ? માંસાહાર ટાળવાથી માણસ નબળો બને છે. દાસ બને છે. તમારું સરાસરી આયુષ્‍ય કેટલું છે ? તમે સેંકડો રોગોથી ગ્રસ્‍ત થાવ છો જ ને ? માંસાહારી દેશના લોકોનું સરાસરી આયુષ્‍ય ૮૦ (વર્ષો) સુધી પહોંચ્‍યું છે. વહેલી તકે ૯૫-૧૦૦ સુધી પહોંચી જશે. અહીં ભારતમાં સરાસરી આયુષ્‍ય ૩૫ની આસપાસ છે. તમે અહીં જ અટવાઈ ગયા છો. માંસાહાર ન કરનારાની શક્તિ અને બુદ્ધિ પણ નબળી બને છે; કારણકે તેમને યોગ્‍ય એવા પ્રથિનો અને જીવનસત્ત્વો ક્યાં મળે છે ? શક્તિ અને ઊર્જા ક્યાં મળે છે ? શરીર નબળું એટલે આયુર્માન ઓછું થાય છે. શક્તિ ઘટે છે.

શુદ્ધ શાકાહારથી બુદ્ધિ શુદ્ધ થાય છે ને ? તો પછી બધા જ નોબેલ પારિતોષિકો ભારતીઓને જ શા માટે ન મળ્‍યા ? બુદ્ધિમાં કાંઈ વૃદ્ધિ થઈ હોવાનું જણાતું નથી. રવિંદ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક ભલે મળ્‍યું હોય; પણ તેઓ શાકાહારી નહોતા. તેઓ માંસાહાર કરતા હતા. ભારત બે સહસ્રો વર્ષોથી શાકાહારી છે. બે સહસ્રો વર્ષોમાં બુદ્ધિ કાંઈ શુદ્ધ થઈ હોય, એમ લાગતું તો નથી. અરે અપ્‍પા, નોબેલ પારિતોષિકો મળ્‍યા નથી ને ? ઑલિંપિકના સુવર્ણપદકો મળ્‍યા નથી ને ?

ખંડન : અપ્‍પા જુસ્‍સાથી કહે છે, ‘‘સુવર્ણપદકોનું શું કરવાનું અને નોબેલ પારિતોષિકોને શું ચાટવાના છે ? તે છોકરાઓને રમવા માટે આપ. અરે, અમને ભારતીઓને અલગ જ પુરસ્‍કાર જોઈએ છે. તે પુરસ્‍કાર તો પરમાત્‍મા જ આપે છે. બીજો કોઈ જ આપી શકતો નથી. તે પુરસ્‍કાર બ્રહ્માનંદનો છે, અદ્વૈતનો છે. દ્રષ્‍ટાની નિર્લિપ્‍તતાનો, સાક્ષીનો, પરમશાંતિનો છે. નોબેલ પારિતોષિકોને તમે જ સંભાળો. તે રમકડાં છોકરાઓને રમવા માટે આપો. માંસાહાર કરનારાનું સરાસરી આયુષ્‍ય પણ અન્‍ય કરતાં વધારે છે ને ! ૮૦-૮૫ વર્ષો તો તે સહજતાથી જીવે છે ને ? તેના કરતાં અમે ૪-૬ વર્ષો ઓછા જીવીશું. તેનાથી શું મોટો ફેર પડવાનો છે ? વધારે જીવીને શું લાભ થવાનો છે ? દીર્ઘ આયુષ્‍ય મેળવીને તમે શું કરશો ? હજી થોડા વધારે જનાવરોને જ ખાશો ને ? વધારે તો શું કરવાના છો ? પશુ-પક્ષીઓને મારવા માટે થઈને શા માટે જીવવું જોઈએ ? માંસાહારી શક્તિમાન, જ્‍યારે શાકાહારી દુબળા, ઠીક છે; પણ તમારે આ શક્તિનું કરવું છે શું ? તમારે કોની હિંસા કરવાની છે, કે પછી કોને મારી નાખવાના છે ? યુદ્ધ કરવાનું છે, કે પછી હિંસક બનવાનું છે ? આવા બે દિવસોની જ તો માત્ર અહીં વસ્‍તી છે. જો પુરસ્‍કાર જ પ્રાપ્‍ત કરી લેવો હોય, તો પછી તે પરમાત્‍માનો જ પ્રાપ્‍ત કરવો. તેના માટે થઈને જ જીવન હોવું જોઈએ. શરીર ભલે જાય; જીવન ભલે જાય; ધન, આપ્‍ત અને સ્‍વકીય ભલે જાય; બધા જ ભલે જતા રહે. માત્ર અંતરનો પરમાત્‍મા, અદ્વૈતની અનુભૂતિ અને અંતરના પરમાત્‍માનો રસ ભલે શેષ રહેતો. તો પછી બધું જ બચી જશે. જેઓ અંતરના પરમાત્‍માના રસને ગુમાવી બેઠા છે, તેમણે સઘળું જ ગુમાવ્‍યું છે. પછી બહારથી ભલે ગમે તેટલું ઐશ્‍વર્ય કેમ ન હોય ! જેમણે અંતરના રસને બચાવ્‍યો, તેણે બધું જ બચાવ્‍યું. પછી ભલે તે દ્રરિદ્ર રહેતો.

– ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

 

૨. શાકાહાર તરીકે ગણવામાં આવતાં અન્‍ન પ્રકારોના કેટલાંક ઉદાહરણો અને તે પાછળનાં કારણો

૨ અ. વનસ્‍પતિ

૨ અ ૧. વનસ્‍પતિને ભાવનાઓ હોય છે, તેમ છતાં તેમને શાકાહારી તરીકે ગણવાનું કારણ ‘સદર ભાવનાઓ તમોગુણી ઇચ્‍છાદર્શક ક્રિયા સાથે સંબંધિત હોતી નથી; એટલા માટે તેમને સ્‍થિરત્‍વના રૂપમાં, એટલે જ શાંત પ્રકૃતિ દર્શાવનારા શાકાહારરૂપી પવિત્રતાના રૂપ તરીકે ગણવામાં આવે છે. તેમ જ વનસ્‍પતિઓની ભાવનાઓ તેમનામાં રહેલાં તેજની સહાયતાથી તેમના કાષ્‍ઠમાં સ્‍થિર થયેલી હોવાથી તેમને અગ્‍નિસ્‍વરૂપનું અધિષ્‍ઠાન આપેલું હોવાથી તેમને પવિત્ર માનવામાં આવે છે.

૨ અ ૨. વનસ્‍પતિ દ્વારા ભલે સજીવનો જન્‍મ થઈ શકતો હોય, તેમ છતાં તેમને શાકાહારી માનવાનું કારણ વનસ્‍પતિમાંથી અંકુર પામનારા સજીવની ઉત્‍પત્તિ પાછળ શુદ્ધ તેજ-પૃથ્‍વીસ્‍વરૂપ ભૂમિલહેરોનું અધિષ્‍ઠાન હોય છે. આ અધિષ્‍ઠાન પોતાના સંપર્કમાં આવનારી રજ-તમયુક્ત લહેરોને પ્રભાવહીન કરવાનું કાર્ય કરતું હોય છે, તેમ જ આ ઉત્‍પત્તિ પ્રાણીઓ જેવા તમોગુણી કામવાસનાયુક્ત સંબંધોમાંથી નિર્માણ થયેલી કનિષ્‍ઠ ઇચ્‍છા સાથે સંબંધિત નથી હોતી; એટલા માટે તેમને પવિત્ર, એટલે જ શાકાહારી માનવામાં આવે છે.

૨ આ. દૂધ

આ સત્ત્વગુણી ગાયના ઉદરપોલાણમાંથી નિર્માણ થયેલું હોવાથી તે સત્ત્વગુણી શાકાહાર તરીકે ગણાય છે. દૂધ, પાણી, વાયુ (હવા) ઇત્‍યાદિમાં સૂક્ષ્મ જીવ હોવા છતાં પણ, તેની ગણતરી શાકાહાર તરીકે કરવાનું કારણ શાકાહારમાં પવિત્રતા, એટલે જ, સત્ત્વ-રજગુણની પ્રબળતા હોવાથી આ ગુણ તેમના સંપર્કમાં આવનારા સૂક્ષ્મ જીવરૂપી રજ-તમયુક્ત ઘટકોનો સમાવેશ કરી લઈને તેમને સંબંધિત ગુણોના માધ્‍યમ દ્વારા કાર્ય કરવાના સ્‍તર પર નિષ્‍ક્રિય કરે છે, એટલે જ, શાકાહારમાં રહેલાં સૂક્ષ્મ-જીવ આહારમાંના સત્ત્વ-રજગુણની કાર્યકારી પ્રબળતાને કારણે વધારે પ્રમાણમાં પ્રભાવહીન થયેલાં હોવાથી તેમના તે તે આહારના સ્‍તર પરની ઉપસ્‍થિતિને નગણ્‍ય મહત્ત્વ આપવામાં આવે છે. દૂધ, પાણી અને વાયુ (હવા) આ સર્વેમાં પંચતત્ત્વોના સ્‍તર પર કાર્ય કરનારા અને સર્વેને તેમનાં રજ-તમ સાથે પોતાનામાં સમાવી લેનારા તેજ અને વાયુસ્‍વરૂપ ઉચ્‍ચ તત્ત્વો હોવાથી આ તત્ત્વોના પ્રભાવથી તેમનામાં રહેલાં સૂક્ષ્મ જીવ પ્રભાવહીન બને છે.’ – એક વિદ્વાન (સૌ.) અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ફાગણ સુદ ૧૪, કળિયુગ વર્ષ ૫૧૧૦, ૧૦.૩.૨૦૦૯, રાત્રે ૯.૧૭)

 

૩. અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ શાકાહારી બનવા કરતાં ‘નામ’ધારી થવાને, એટલે નામજપ કરવાને મહત્ત્વ હોવું

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવા માટે શાકાહારી બનવું જ જોઈએ, એવું અત્‍યાવશ્‍યક નથી; પણ શાકાહારને કારણે વ્‍યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ એ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે મહત્ત્વનો હોય છે. તેમ જ આપણે ક્યા માર્ગથી સાધના કરીએ છીએ, તેના પર પણ શાકાહારનું મહત્ત્વ આધારિત હોય છે, ઉદા. હઠયોગમાં દેહશુદ્ધિને અત્‍યંત મહત્ત્વ હોય છે. તેને કારણે હઠયોગ અનુસાર સાધના કરનારાને શાકાહારી હોવું આવશ્‍યક બને છે. અધ્‍યાત્‍મશાસ્‍ત્ર અનુસાર શાકાહારથી વ્‍યક્તિમાં રહેલાં ૦.૦૦૦૧ ટકા જેટલો સત્ત્વગુણ વધે છે, જ્‍યારે ભાવપૂર્ણ નામજપથી તે ૫ ટકા જેટલો વધે છે. તેને કારણે ભાવપૂર્ણ નામજપ કરવો, તે વધારે મહત્ત્વનું છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘સાત્ત્વિક આહારનું મહત્ત્વ’

Leave a Comment