અનુક્રમણિકા
- ૧. શરદી (Common Cold)
- ૧. શરદી થાય નહીં, તે માટે લેવાની કાળજી
- ૨. ઔષધિઓ
- ૨ આ. યુફ્રેશિયા ઑફિસિનૅલિસ (Euphrasia Officinalis)
- ૨ ઇ. ઍકોનાઈટ નૅપેલસ (Aconite Napellus)
- ૨ ઈ. નક્સ વ્હૉમિકા (Nux Vomica)
- ૨ ઉ. ‘આર્સેનિકમ્ આલ્બમ્ (Arsenicum Album)
- ૨ ઊ. મર્ક્યુરિયસ સૉલ્યુબિલિસ (Mercurius Solubilis)
- ૨ એ. હેપાર સલ્ફુરિસ (Hepar Sulphuris)
- ૨ ઐ. પલ્સેટિલા નિગ્રિકન્સ (Pulsatilla Nigricans)
- ૨ ઓ. જલ્સેમિયમ સેમ્પર્વિરેન્સ (Gelsemium Sempervirens)
- ૨ ઔ. સૅન્ગ્વિનેરિયા કૅનાડેન્સિસ (Sanguinaria Canadensis)
- ૨ અં. સલ્ફર (Sulphur)
- ૨. ઉધરસ (Cough)
‘ઘરગથ્થુ હોમિયોપથી ઉપચાર !’
વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્યારે ચેપી રોગોનો અથવા કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્ધ થઈ શકશે જ, એમ કાંઈ કહેવાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, અતિસાર (ઝાડા), બદ્ધકોષ્ઠતા, અમ્લપિત્ત જેવી વિવિધ બીમારીઓ પર ઘરગથ્થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્ટિએ હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ? હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી અહીં આપી રહ્યા છીએ.
પ્રત્યક્ષ બીમારી પર સ્વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપથી સ્વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવી ?’, (સંદર્ભ : https://www.sanatan.org/gujarati/13142.html) આ વિશેની જાણકારી વાચકોએ પહેલા સમજી લેવી અને તે અનુસાર ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !
સંકલક : ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે અને ડૉ. અજિત ભરમગુડે
૧. શરદી (Common Cold)
શરદી આ નાક અને ગળાની સર્વસામાન્ય બીમારી છે. શરદીમાં નાક વહેવું, છીંકો આવવી, નાક બંધ થવું, આંખોમાંથી પાણી વહેવું, ગળામાં વળવળવું અને ક્યારેક તાવ આવવો, આ લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે. આ લક્ષણો ઉપરાંત કોઈપણ વિશિષ્ટતાપૂર્ણ લક્ષણ હોય, તો તે ઔષધ લેવું, આ ઔષધિઓના નામની આગળ આપ્યું છે.
૧. શરદી થાય નહીં, તે માટે લેવાની કાળજી
૧ અ. શરદી થયેલી વ્યક્તિના હાથનો સ્પર્શ કરવો, તેમણે હાથમાં લીધેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું, અન્યોના એેઠાં પવાલાથી આપણે કાંઈ પણ ગ્રહણ ન કરવું.
૧ આ. હાથ ચોખ્ખા ધોવા, હાથ ધોયા વિના આંખો, નાક, મોઢાને સ્પર્શ કરવો નહીં.
૧ ઇ. મોઢા અને નાક પર રૂમાલ રાખવો
૨. ઔષધિઓ
૨ અ. એલિયમ સેપા (Allium Cepa)
૨ અ ૧. નાકમાંથી પુષ્કળ પ્રમાણમાં બળતરા કરનારો સ્રાવ વહેવો, તેને કારણે નાક, તેમજ ઉપરના હોઠની ત્વચા છોલાઈ જવી
૨ અ ૨. સતત છીંકો આવવી
૨ અ ૩. આંખોમાંથી સામાન્ય (બળતરા ન થનારું) પાણી વહેવું
૨ આ. યુફ્રેશિયા ઑફિસિનૅલિસ (Euphrasia Officinalis)
૨ આ ૧. નાકમાંથી સામાન્ય (બળતરા ન થનારું) પાણી, તેમજ શેડા વેગે વહેવા
૨ આ ૨. આંખોમાંથી બળતરા થનારું પાણી વહેવું
૨ ઇ. ઍકોનાઈટ નૅપેલસ (Aconite Napellus)
૨ ઇ ૧. સૂકી, ઠંડી હવામાં ગયા પછી અથવા પરસેવો આવતો હોય, ત્યારે ઠંડી હવા લાગ્યા પછી શરદી થવી
૨ ઇ ૨. સતત છીંકો આવવી અને નાકમાંથી પારદર્શક, ગરમ પાણી વહેવું
૨ ઇ ૩. એકંદરે ખુલ્લી હવામાં સારું લાગવું
૨ ઇ ૪. દુર્ગંધ સહન ન થવી
૨ ઈ. નક્સ વ્હૉમિકા (Nux Vomica)
૨ ઈ ૧. ઠંડી અને ભેજવાળી હવામાં જવાથી શરદી થવી
૨ ઈ ૨. નાક શરદીથી ઘટ્ટ થવું; પરંતુ શરદી ઓછા પ્રમાણમાં બહાર પડવી, છાતીના ઠેકાણે ઘટ્ટતા જણાવવી
૨ ઈ ૩. રાત્રે અને ખુલ્લી હવામાં નાક બંધ થવું, દિવસે અને હૂંફાળી ઓરડીમાં નાક વહેવું
૨ ઈ ૪. તીવ્ર વાસ સહન ન થવી
૨ ઈ ૫. અતિશય ઠંડી લાગવી, તેમજ જીભ ચોખ્ખી હોવી (જીભ પર થર ન હોવો)
૨ ઉ. ‘આર્સેનિકમ્ આલ્બમ્ (Arsenicum Album)
૨ ઉ ૧. શિયાળામાં અને ખુલ્લી હવામાં જવાથી શરદી થવી
૨ ઉ ૨. છીંકો આવવી, નાકમાંથી પાણી જેવું પાતળું અને બળતરા કરનારું, છોલી નાખનારું પાણી અને શેડા વહેવા
૨ ઉ ૩. નસકોરાં પુષ્કળ સૂકાઈ જઈને તે ઠેકાણે બળતરા થવી
૨ ઉ ૪. અતિશય થાક લાગવો
૨ ઉ ૫. નિરંતર થોડું થોડું સામાન્ય તાપમાન ધરાવતું પાણી પીવું
૨ ઊ. મર્ક્યુરિયસ સૉલ્યુબિલિસ (Mercurius Solubilis)
૨ ઊ ૧. નાકમાંથી ઘાટો, દુર્ગંધયુક્ત, બળતરા કરનારો લીલો સ્રાવ વહેવો
૨ ઊ ૨. નાકમાં પુષ્કળ દુર્ગંધયુક્ત શેડા હોવા
૨ ઊ ૩. નાકમાં પોપડાં બાઝવાં, તે કાઢવાથી લોહી આવવું
૨ એ. હેપાર સલ્ફુરિસ (Hepar Sulphuris)
૨ એ ૧. નાક વહેવું અને તે સાથે નાકમાં અંદરથી સોજો આવીને વેદના થવી
૨ એ ૨. કોઈપણ એક બાજુથી નાક વહેવું, તે સાથે ગળામાં વળવળવું અને તાવ આવવો
૨ એ ૩. પુષ્કળ ઠંડી લાગવી, ઠંડીને કારણે શરીર પરના કપડાં કાઢવાનું મન ન થવું
૨ એ ૪. ગળામાં કાંટો ખૂંચી રહ્યો છે, એમ લાગવું
૨ ઐ. પલ્સેટિલા નિગ્રિકન્સ (Pulsatilla Nigricans)
૨ ઐ ૧. હૂંફાળી ઓરડીમાં શ્વાસોચ્છવાસ કરવો ત્રાસદાયક થવો; ખુલ્લી હવામાં એકદમ સારું લાગવું
૨ ઐ ૨. નાકમાંથી ઘાટો, પીળાશ-લીલાશ પડતો સ્રાવ વહેવો
૨ ઐ ૩. શરદી હોય, ત્યારે મોઢામાં સ્વાદ ન હોવો
૨ ઓ. જલ્સેમિયમ સેમ્પર્વિરેન્સ (Gelsemium Sempervirens)
૨ ઓ ૧. ઠંડી હવામાં જવાથી શરદી થવી, તાવ આવવો, પરંતુ તરસ ન લાગવી
૨ ઓ ૨. નાકમાંથી બળતરા કરનારો સ્રાવ વહેવો, માથું ભારે થવું
૨ ઓ ૩. નસકોરાંમાં સળવળ થવી અને તેમને સોજો ચઢવો
૨ ઓ ૪. સવારે ફરી ફરીને છીંકો આવવી
૨ ઓ ૫. અતિશય થાક લાગીને સૂઈ રહીએ એમ લાગવું
૨ ઔ. સૅન્ગ્વિનેરિયા કૅનાડેન્સિસ (Sanguinaria Canadensis)
૨ ઔ ૧. નાક વહેવું, સતત છીંકો આવવી, જમણી બાજુએ અધિક ત્રાસ થવો
૨ ઔ ૨. નાકમાં ઝણઝણી થઈને પાણી જેવો, બળતરા કરનારો સ્રાવ વહેવો
૨ ઔ ૩. ફૂલોની સુગંધ સહન ન થવી, ગંધને કારણે ચક્કર આવવા
૨ ઔ ૪. નાકમાં માંસ (Polyp) વધવું
૨ અં. સલ્ફર (Sulphur)
૨ અં ૧. નાકના મૂળિયે સણકો આવવો
૨ અં ૨. નાકમાં બળતરા થવી
૨ અં ૩. નાકની ટોચ લાલ અને ચમકદાર થવી
૨ અં ૪. શરદી થયા પછી વાસ ન આવવી
૨. ઉધરસ (Cough)
‘ઉધરસ’એ ગળું અથવા શ્વાસનલિકામાં અટકાયેલો ઘટક જોરથી બહાર ફેંકીને શ્વાસનલિકા ખુલ્લી કરવા માટે રહેલી એક નૈસર્ગિક પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex action) છે. ઉધરસ કોરી અથવા કફ ધરાવતી હોઈ શકે છે.
૧. ઉધરસના સંદર્ભમાં લેવાની સર્વસામાન્ય કાળજી
૧ અ. ઉધરસ આવતી હોય, ત્યારે પુષ્કળ પાણી પીવું, કડકડતા પાણીથી સ્નાન કરવું, નાકથી વરાળ લેવી.
૧ .આ જેને કારણે ઉધરસનો ઠાંસો આવી શકે, ઉદા. ધૂળ, ધુમાડો ઇત્યાદિથી દૂર રહેવું.
૧ ઇ. ઉધરસ થયેલી વ્યક્તિથી દૂર રહેવું અથવા તેની ઉધરસ દ્વારા બહાર પડનારા જીવાણુઓનો સંસર્ગ આપણને થાય નહીં તે માટે આવશ્યક તે સાવચેતી લેવી. ધૂમ્રપાન કરનારા, તીવ્ર ગંધ, ધૂળ, પાળેલા પ્રાણીથી દૂર રહેવું.
૧ ઈ. ઉધરસ આવતી વેળાએ જો શ્વાસ લેવામાં અડચણ આવતી હોય અથવા ઉધરસ આવી ગયા પછી પડનારા કફના લબકામાં લોહી પડતું હોય, તો તેના ભણી દુર્લક્ષ કરવાને બદલે તુરંત તજ્જ્ઞોની સલાહ લેવી.
ઉધરસ આ લક્ષણ સિવાયના અન્ય કયા વિશિષ્ટતાપૂર્ણ લક્ષણો હોય, તો તે ઔષધ લેવું, આ ઔષધિઓના નામની આગળ આપ્યું છે.
૨. હોમિયોપથી ઔષધિઓ
૨ અ. ઍકોનાઈટ નૅપેલસ (Aconite Napellus)
૨ અ ૧. કોરી ઠંડી હવામાં જવું અથવા ઠંડો પવન લાગવો, ત્યાર પછી ઉધરસ આવવી
૨ અ ૨. કોરી અને મોટેથી અવાજ કરનારી ઉધરસ
૨ અ ૩. શ્વાસ બહાર છોડતી વેળાએ ઉધરસ આવવી
૨ આ. બેલાડોના (Belladona)
૨ આ ૧. વાળ કાપવા અથવા પલળવા ત્યાર પછી ઉધરસ આવવી
૨ આ ૨. ત્રાસદાયક, મોટેથી અવાજ કરનારી ઉધરસ; સાંજે તેમજ રાત્રિના આરંભમાં ઉધરસ વધવી
૨ આ ૩. ચહેરો લાલ અને ગરમ થવો
૨ ઇ. બ્રાયોનિયા અલ્બા (Bryonia Alba)
૨ ઇ ૧. સવારે હિલચાલ કરીએ અથવા ચાલવાથી ઉધરસ આવવી અને હૂંફાળી ઓરડીમાં ગયા પછી તે વધવી
૨ ઇ ૨. આરંભમાં ઉધરસ સાથે ઘણો ઓછો કફ પડવો અને ત્યાર પછી સૂકી ઉધરસ આવવી
૨ ઇ ૩. ઉધરસનો ઠાંસો આવ્યા પછી છાતી હાથથી કઠ્ઠણ પકડી રાખવી
૨ ઇ ૪. તરસ પુષ્કળ લાગવી; પરંતુ ઘણા સમય પછી પુષ્કળ પાણી પીવું
૨ ઈ. ડ્રૉસેરા રોટંડિફોલિયા (Drosera Rotundifolia)
૨ ઈ ૧. રાત્રે ઓશિકા પર માથું રાખતાં જ, જે રીતે કૂતરું ભસી રહ્યું હોય તેવો મોટો અવાજ આવે છે, તે પ્રમાણે ઊંડાણથી અવાજ કરનારી ઉધરસ આવવી
૨ ઈ ૨. ગળામાં પીંછાથી ગલગલિયા કર્યા હોય, તે પ્રમાણે સંવેદના થઈને ઉધરસ આવવી
૨ ઈ ૩. ઉધરસનો ઠાંસો ઉપરા-ઉપરી આવવો, તેને કારણે શ્વાસ લેવામાં અને છોડવામાં ત્રાસ થવો
૨ ઈ ૪. ઉટાંટિયો (મોટી ઉધરસ) થવી (આ એક શ્વસનસંસ્થાને થનારી તીવ્ર ચેપી બીમારી છે. આ બીમારીનો આરંભ નાક વહેવું, છીંકો આવવી જેવા લક્ષણોથી થાય છે. આગળ ન રોકાનારી અને તીવ્ર ઉધરસ આવે છે અને રોગીને શ્વાસ લેવામાં અડચણ નિર્માણ થાય છે. આ રોગનું મુખ્ય લક્ષણ એટલે જ્યારે રોગી શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ગળામાં ‘હુપ’ એવો વિશિષ્ટ અવાજ આવે છે. કોઈપણ વયની વ્યક્તિને આ રોગ થઈ શકે છે. ઉધરસ એકવાર ચાલુ થાય કે, તેનો ઠાંસો ૧૦ થી ૧૫ મિનિટ સુધી ટકી રહે છે. ઉધરસ પછી ઊલટી થવી, આ પણ એક મહત્ત્વનું લક્ષણ છે.)
૨ ઉ. કૉક્કસ કૅક્ટાય (Coccus Cacti)
૨ ઉ ૧. ચોક્કસ સમયે ગળામાં વળવળવા જેવું થઈને ઉધરસનો ઠાંસો આવવો અને અંતે ઊલટી થઈને તેમાંથી પુષ્કળ પ્રમાણમાં ચીકણો, લીસો, લપસણો એવો પારદર્શક કફ બહાર પડવો
૨ ઉ ૨. સવારે ૬ કલાકે ઉધરસ ચાલુ થવી
૨ ઊ. અર્સેનિકમ્ આલ્બમ્ (Arsenicum Album)
૨ ઊ ૧. કોરી ઉધરસ, અસ્વસ્થતા અને સર્વ શરીરની બળતરા થવી
૨ ઊ ૨. મધ્યરાત્રિ પછી, તેમજ પીઠ પર સૂતા પછી ઉધરસ વધવી
૨ ઊ ૩. પુષ્કળ ચિંતા, થાક હોવો
૨ ઊ ૪. પ્રત્યેક સમયે થોડું થોડું પાણી પીવું
૨ એ. ફૉસ્ફોરસ (Phosphorus)
૨ એ ૧. ગળાની નીચેની બાજુએે ગલગલિયાં કર્યા પ્રમાણે સંવેદના જણાઈને ઉધરસ ચાલુ થવી
૨ એ ૨. ઉધરસ દિવસ-રાત્રિ આવવી, સૂકી હોવી અથવા ઉધરસમાંથી અતિશય કફ પડવો
૨ એ ૩. ઠંડું પાણી પીવાનું મન થવું, પાણી પીધા પછી તાત્પૂરતું સારું પણ લાગવું; પરંતુ થોડી વાર પછી તેની ઊલટી થવી
૨ ઐ. કૉસ્ટિકમ્ (Causticum)
૨ ઐ ૧. વધારે પડતું બોલવાને કારણે સાંજે સૂકી ઉધરસ આવવી
૨ ઐ ૨. ઉધરસ ખાઈ ખાઈને અવાજ બેસી જવો
૨ ઐ ૩. ઉધરસ ખાતી વેળાએ અજાણતાં જ કપડાંમાં મૂત્ર થવું
૨ ઓ. રૂમેક્સ ક્રિસ્પસ્ (Rumex Crispus)
૨ ઓ ૧. ખુલ્લી હવા જરાય સહન ન થવી
૨ ઓ ૨. નિરંતર સૂકી ઉધરસ આવીને તેને કારણે થાક લાગવો
૨ ઓ ૩. ઓરડી અથવા હવામાનમાં પલટો થવાથી થોડીક પણ ઠંડી હવા નાકમાં જવાથી ઉધરસ વધવી
૨ ઓ ૪. ઉધરસ આવતી હોય ત્યારે માથાને અને ચહેરાને ઠંડી હવા લાગે નહીં, તે માટે માથા પર કપડું વીટીંને બેસવું
૨ ઓ ૫. ઉધરસ કેવળ દિવસે આવવી અને રાત્રે ન આવવી
૨ અં. સ્પૉન્જિયા ટોસ્ટા (Spongia Tosta)
૨ અં ૧. સૂઈને ઊઠ્યા પછી, માનસિક શ્રમ થયા પછી ઉધરસનો ઠાંસો આવવો
૨ અં ૨. ગૂંગળામણ થવી, લાકડું કરવતથી કાપતી વેળાએ અવાજ થાય, તે પ્રમાણે ઉધરસ આવવી
૨ અં ૩. ગરમ પીણું પીધા પછી તાત્પૂરતું સારું લાગવું
૨ ક. એંટિમોનિયમ ટાર્ટારિકમ્ (Antimonium Tartaricum)
૨ ક ૧. છાતી કફથી ભરાયેલી રહેવી, તો પણ કફ બહાર ન પડવો, તેમજ કફ ઘટ્ટ હોવો અને બહાર પડવા માટે કઠિન હોવો
૨ ક ૨. ઉધરસ ખાતી વેળાએ છાતીમાં બળતરા થવી
૨ ક ૩. ઠંડી, ભેજવાળી હવામાં રાત્રે ઉધરસ વધવી; બેસી રહેવાથી સારું લાગવું
૨ ખ. સૅમ્બુકસ નાયગ્રા (Sambucus Nigra)
૨ ખ ૧. નાક બંધ થવાથી શ્વાસ લેવાનું કઠિન થવું
૨ ખ ૨. મધ્યરાત્રિએ ઉધરસ ખાવાથી છોકરું ગૂંગળાઈને ઊંઘમાંથી ઊઠી જવું
૨ ગ. કૅલિયમ કાર્બોનિકમ્ (Kalium Carbonicum) : હંમેશાં પરોઢિયે ૩ કલાકે ઉધરસ આવવી
૩. બારાક્ષાર ઔષધી
૩ અ. ફેરમ્ ફૉસ્ફોરિકમ્ (Ferrum Phosphoricum) : હમણા જ ચાલુ થયેલી (acute) કોરી ઉધરસ, તે સાથે તાવ આવવો
૩ આ. નેટ્રમ્ સલ્ફ્યુરિકમ્ (Natrum Sulphuricum) : પીળાશ-લીલાશ પડતો ગળફો પડવો, તેમજ ભેજવાળી હવામાં છાતી ભરાઈ જવી