સહચર (મિત્ર) ફાલનું વાવેતર

Article also available in :

 

૧. વૃક્ષો એકબીજાને ત્રાસદાયક થનારા ન હોવા જોઈએ !

સામાન્‍ય રીતે જ્‍યારે એકજ જગ્‍યામાં અથવા એકબીજા પાસે બે ફાલ એક સાથે જ લેવામાં આવે છે, ત્‍યારે તે એકબીજાને ત્રાસદાયક થવાને બદલે સહાયતા કરનારા હોવા જોઈએ. બન્‍ને ફાલ એકજ દિશામાં વૃદ્ધિ પામે તેવા પણ ન હોવા જોઈએ, ઉદા. કૂંડું નાનું હોય અને ફાલ ભલે એકબીજાને પૂરક હોય, તો પણ મૂળો અને ગાજર અથવા બટાકા એકત્રિત લઈને ચાલશે નહીં. તેમજ રીંગણાં અને ટમેટાં પણ સાથે લઈને લાભ થશે નહીં.

શ્રી. રાજન લોહગાંવકર

 

૨. એકબીજાની સહાયતા કરનારા વૃક્ષોનાં ઉદાહરણો

વૃક્ષોમાં કેટલાક એવા પ્રકાર છે કે, જે કોઈપણ શાકભાજી સાથે લઈએ, તો પણ ચાલે. તેઓ કેવળ ફૂલો અથવા ફળો આપવાને બદલે વાવેતરની જીવાતને પણ નિયંત્રિત રાખે છે તેમજ માટી પણ ફળદ્રૂપ કરે છે. આવા ફાલ એટલે ગલગોટા અને ચોળા. ગલગોટા જીવાતને પોતાના ભણી આકર્ષિત કરી લે છે, તેમજ પોતાના મૂળિયા દ્વારા સૂત્રકૃમિ પર (રોપોના મૂળમાંથી રસ શોષી લેનારી ઝીણી જીવાત પર) નિયંત્રણ રાખે છે. ચોળાનો રોપ, શીંગો અથવા દાણા આપવાની સાથે જ માટીમાં નેત્રવાયુ (નાયટ્રોજન)નો સ્‍તર વધારીને નેત્રવાયુ-પ્રિય વૃક્ષોની વૃદ્ધિ માટે સહાયતા કરે છે. વૃક્ષો લગાડતી વેળાએ માટી, પાણીનું પ્રમાણ, એકબીજાને વૃદ્ધિ માટે લાગતી જગ્‍યા, એકબીજાને તેઓ સહાયતા કરી રહ્યા છે કે પછી સ્‍પર્ધા, તે જોવું પણ આવશ્‍યક હોય છે.

 

૩. કયા ફાલનું વાવેતર કોની સાથે કરવું, તેમજ કોની સાથે ન કરવું ?

 

શાકનું નામ કોની સાથે વાવવા ? કોની સાથે ટાળવા ?
૧. ટમેટાં ગલગોટા, લસણ, ડુંગળી, તુલસી, કોથમીર અને ગાજર બટાકા, બીટ, વરિયાળી, રીંગણાં અને મકાઈ
૨. રીંગણાં ભીંડો, ભોલર મરચાં, બટાકા, પાલક અને બધા પ્રકારની શીંગો ટમેટાં
૩. ભીંડો રીંગણાં, તરબૂચ, કાકડી, શક્‍કરિયાં અને ભોલર મરચાં
૪. મરચાં તુલસી, ગાજર, ડુંગળી, પાલક, ભીંડો, મૂળા, બીટ, મકાઈ, ટમેટાં, લસણ, કાકડી, રીંગણાં અને લેટ્યુસ (કોબી જેવું એક વિદેશી શાક)
૫. બટાકા ગલગોટા, વટાણા, મકાઈ, કોબી, રીંગણાં, ગાજર, ડુંગળી અને સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ) કાકડી, પતકાળાં, ટમેટાં અને સૂરજ ફૂલ
૬. કારેલા વટાણા, લાલ પતકાળું અને સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ) બટાકા અને ફુદીનો
૭. ગુવાર કોબી, ફ્‍લાવર, ગાજર, વટાણા અને બ્રોકોલી (એક પ્રકારનું વિદેશી શાક)
૮. ભોલર મરચાં ગલગોટા, ડુંગળી, લસણ, તુલસી, ગાજર, રીંગણાં અને કાકડી કોબી, ફ્‍લાવર, રાઈ, વરિયાળી અને બ્રોકોલી
૯. ગાજર ગલગોટા, ભોલર મરચાં, મૂળો, ડુંગળી, સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ) અને લેટ્યુસ
૧૦. કાકડી લગોટા, વટાણા, ગાજર, મૂળા, ડુંગળી, સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ) અને લેટ્યુસ બટાકા અને સૂરજફૂલ (સૂરજમુખી)
૧૧. પાલક મકાઈ, મૂળો અને સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ)
૧૨. ગુલાબ લસણ (આના કારણે ગુલાબ પરની જીવાત પણ નિયંત્રિત થાય છે.)
૧૩. કોબી ફુદીનો અને પાલક
૧૪. કોબી અને ફ્‍લાવર ઝિનિયા (શેવંતી પ્રમાણે એક ફૂલઝાડ. આના પર મિત્રજીવાત આકર્ષિત થાય છે અને કોબી-ફ્‍લાવર પરની જીવાત ખાઈ જાય છે.), ડુંગળી બટાકા અને ગલગોટા ટમેટાં અને સ્‍ટ્રૉબેરી
૧૫. ડુંગળી વટાણા અને સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ) છોડતાં બધા શાકભાજી વટાણા અને સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ)
૧૬. સ્‍ટ્રૉબેરી પાલક, ડુંગળી, સર્વ પ્રકારના વાલ, વાલપાપડી, વાલોળ (બીન્‍સ) અને લેટ્યુસ કોબી, ફ્‍લાવર અને બ્રોકોલી
૧૭. કલિંગડ અને  તરબૂચ મકાઈ અને મૂળો બટાકા
૧૮. બીટ ડુંગળી, કોબી જેવા શાક અને લેટ્યુસ વાલ
૧૯. વાલ મકાઈ, મૂળો, કાકડી અને સ્‍ટ્રૉબેરી
૨૦. કાકડી, દુધી, પંડોળો, લાલ પતકાળું, કોળું અને કલિંગડ મકાઈ, બીટ, મૂળો અને સર્વ પ્રકારના વાલ (બીન્સ) બટાકા
૨૧. મેથી કોબી, ફ્‍લાવર, મકાઈ અને બ્રોકોલી
૨૨. કોથમીર કોબી, ફ્‍લાવર, પાલક, વટાણા, સર્વ પ્રકારના વાલ (બીન્સ) અને લેટ્યુસ
૨૩. શક્‍કરિયાં ભીંડો, બીટ અને વાલ લાલ પતકાળું
૨૪. આદું જાસૂદ, લીલી ચા અને મરચાં
૨૫. હળદર મરચાં, લીલી ચા અને કોથમીર
શ્રી. રાજન લોહગાંવકર, ટિટવાળા, કલ્‍યાણ, જિલ્‍લો થાણા (સાભાર : http://vaanaspatya.blogspot.com)

Leave a Comment