શ્રી ગણેશજીનાં વિશેષ સ્‍થાનો અને તેમનું માહાત્‍મ્‍ય !

Article also available in :

૧. કસબા ગણપતિ, પુણે

મહારાષ્‍ટ્રની સાંસ્‍કૃતિક રાજધાની એવા પુણે શહેરના પરંપરાનું અનન્‍યસાધારણ મહત્ત્વ ધરાવતા ગણેશોત્‍સવમાં અગ્રપૂજાનું માન ‘કસબા ગણપતિ’ને મળ્યું છે.

મહત્ત્વ : જાગૃત દેવસ્‍થાન હોવાને કારણે કોઈપણ માનતા ફળદ્રુપ થાય છે. કોઈપણ અડચણો / સંકટો પર માત કરવાનું સામર્થ્ય પ્રદાન કરે છે. વિશેષ એટલે આ મંદિરમાંના બારણાની સાંકળ કોઈપણ દુઃખનારા ભાગ પર લગાડીએ, તો દુઃખતો ભાગ સાજો થઈ જાય છે. અહીંના ભક્તો બારણાની સાંકળ માથું, હાથ, પગને લગાડ્યા વિના દર્શન લઈને બહાર જતા નથી. સંકટનાશક તરીકે તેમની પ્રતીતિ આવે છે.

 

૨. શ્રી ચિંતામણિ (થેઊર)  (તા. હવેલી, જિ. પુણે)

આ પેશવાઓનું શ્રદ્ધાસ્‍થાન !

મહત્ત્વ : અહીં માનતા માની હોય, તો સંતાનપ્રાપ્‍તિ થાય છે, એવી ભક્તોની માન્‍યતા છે. અહીં અનુષ્‍ઠાન કરનારાઓના ચિત્તને શાંતિ અને સ્‍થિરતા પ્રાપ્‍ત થાય છે. માનસિક સંતુલન બગડેલા લોકો અહીં આવીને રહે છે. સાત્ત્વિક લહેરોની પ્રતીતિ થતી હોવાથી મોટી આશા સાથે, આત્‍મવિશ્‍વાસથી ઘેર પાછા ફરે છે. અહીં આવીને પાછલા જન્‍મમાંની શાપમુક્તિ મળે છે. અહીં ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્‍યાને ભ્રષ્‍ટ કર્યા હતાં); તેથી ગતજન્‍મના શાપ તપશ્‍ચર્યાથી નષ્‍ટ થાય છે.

 

૩. મંગલમૂર્તિ (ચિંચવડ)

ચિંચવડ એ મોરયા ગોસાવી આ મહાન ગણેશભક્તે સ્‍થાપન કરેલું અત્‍યંત જાગૃત એવું ગણપતિ ક્ષેત્ર છે.

મહત્ત્વ : આ અત્‍યંત જાગૃત સ્‍થાન છે અને ભક્તોને અહીં દૃષ્‍ટાંત થાય છે. તેમજ મંગલમૂર્તિ મોરયાની ઉપાસનાને કારણે અનેક લોકોના સંકટ-નિવારણ થયા છે.

 

૪. શ્રી મહાગણપતિ (ટિટવાળા)

માધવરાવ પેશવાને દૃષ્‍ટાંત થઈને આ મૂર્તિએ દર્શન આપ્‍યા અને તેમણે મંદિર બાંધ્‍યું.

વિશેષ : આ મૂર્તિને ‘વરવિનાયક’ અથવા ‘વિવાહ વિનાયક’ પણ કહે છે. ‘મેળ ન પડનારા વિવાહ તેમજ વિખરાયેલા સંસાર આ ગણેશજીની ભક્તિ અને દર્શનથી ફરીપાછા સંધાય છે’, એવી તેમની ખ્‍યાતિ છે.

 

૫. સિદ્ધિવિનાયક (પ્રભાદેવી-મુંબઈ)

મહત્ત્વ : આ દેવસ્‍થાન પણ અતિશય જાગૃત છે. કોઈપણ માનતા અથવા મનોકામના સફળ થવાનું સામર્થ્‍ય આ સિદ્ધિવિનાયકમાં છે. સિદ્ધિ પ્રાપ્‍ત થાય છે. સંપત્તિ, સંસારસુખ, શિક્ષણ, આરોગ્‍ય આ બાબતો પર તેમની સત્તા છે અને ભક્તોની શ્રદ્ધા પ્રમાણે અનુભવ થાય છે. બધા જ પ્રકારના લોકો આવે છે અને માનસિક સમાધાન લઈને પાછા ફરે છે. સંસારથી મુક્તિ મળે છે, એવી તેમની પ્રતીતિ છે.

 

૬. મહાગણપતિ (રાજૂર) (છત્રપતિ સંભાજીનગર)

આ ગણેશમૂર્તિ અતિપ્રાચીન છે અને સ્‍વયંભૂ માનવામાં આવે છે. આ ગણેશ મંદિરમાં મૂર્તિ સામે ૧૦૮ દીવાઓ નિરંતર પ્રજળતા હોય છે.

વિશેષ : આ સ્‍થાન અત્‍યંત જાગૃત છે. કોઈપણ માનેલી માનતા સાચી પડે છે. કોર્ટકચેરી, રાજકારણ, કૌટુંબિક વિવાદમાં યશપ્રાપ્‍તિ થાય છે.

 

૭. વિજ્ઞાન ગણેશ : રાક્ષસભુવન (મરાઠવાડા)

દત્તાત્રેય ભગવાને શ્રી ગણેશને પ્રસન્‍ન કરી લીધા અને શ્રી ગણેશજીની ‘વિજ્ઞાન ગણેશ’ નામથી સ્‍થાપના કરી અને ગણેશ વિજ્ઞાનનો પ્રચાર કર્યો.

વિશેષ : અહીં શાપમુક્તિ મળે છે, એવી પ્રતીતિ આવે છે. પત્ની શાપમાંથી મુક્ત થવા માટે ‘શનિ’એ અહીં જ ગણેશ-ઉપાસના કરી હતી. શ્રી શનિનું સ્‍થાન એટલા માટે જ અહીં છે અને આ ક્ષેત્ર ‘શનિનું રાક્ષસભુવન’ આ નામથી ઓળખાય છે. આ સ્‍થાન પુષ્‍કળ જાગૃત છે અને મનોકામનાઓ પૂર્ણ કરનારું છે.

 

૮. શ્રીક્ષેત્ર પદ્માલય (જળગાવ)

કૃતવીર્ય રાજાનો દીકરો કાર્તવીર્યને જન્‍મતઃ જ હાથ-પગ નહોતા; પણ તેણે તપશ્‍ચર્યા કરીને શ્રીગણેશને પ્રસન્‍ન કરી લીધા. ગણેશની કૃપાથી તેને હાથ-પગ આવીને સહસ્ર હાથોનો લાભ થયો; એટલા માટે તેણે પ્રવાળ (પરવાળાં)ની મૂર્તિની સ્‍થાપના કરીને દેવાલય બાંધ્‍યું.

વિશેષ : અપંગ વ્‍યક્તિનું અપંગત્‍વ મટી જાય છે. આ અત્‍યંત જાગૃત સ્‍થાન છે અને આ ગણપતિનો અનેક જણને અનુભવ થયો છે. કેટલાક લોકોના સંકટ નિવારણ થયા છે, કેટલાકને સંતાનપ્રાપ્‍તિ થઈ છે, તો કેટલાકને ઇષ્‍ટ ફળ મળ્યું છે.

 

૯. એકદંત ગણપતિ : ધ્રાંગધ્રા (ગુજરાત)

વિશેષ : આ એકદંત ગણેશભક્તોને તુરંત ઋણમુક્ત કરે છે, એવું માનવામાં આવે છે. ઋણ ચૂકતું થાય છે. આર્થિક સમસ્‍યાઓ ઓછી થાય છે.

 

૧૦. શ્રી મહાણપતિ : (નવગણ રાજુરી)

મરાઠવાડાના બીડ જિલ્‍લામાં ‘રાજુરી’ નામનું ગામ છે અને ત્‍યાં અત્‍યંત જાગૃત એવું મહાગણપતિનું સ્‍થાન છે.

વિશેષ : કહેવામાં આવે છે કે, શ્રી ગણેશના પ્રભાવને કારણે ગામમાં ચોરીઓ થતી નથી. ઘર-બારણે સાંકળ-તાળા લગાડવાની આવશ્‍યકતા જણાતી નથી. ક્યારેક જો ચોરી થાય જ, તો તે ચોર ગામના પાદરથી આગળ જઈ શકતો નથી. તે જ ચોર આપમેળે જ આ મંદિરમાં આવે છે અને મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતો રહે છે.

મહત્ત્વનું : ઉપરોક્ત ગણેશસ્‍થાનો જાગૃત ભલે હોય, તો પણ તેમની પ્રતીતિ થવા માટે ભક્ત પણ શ્રદ્ધાવાન, નિયમિત ઉપાસના કરનારો હોવો જોઈએ, આ વાત ધ્‍યાનમાં લેવી.

Leave a Comment