આપત્‍કાળ પહેલાં શહેરોમાંથી ગામમાં સ્‍થળાંતરિત થતી વેળાએ એકલા રહેવાને બદલે સાધકો સાથે પોતાની નિવાસ વ્‍યવસ્‍થા કરો !

આપત્‍કાળનો સામનો કરવા માટે સાધકોને જે પૂર્વસિદ્ધતા કરવી પડશે, તેમાંનો એક મહત્વનો ભાગ એટલે મહાનગરો, તેમજ મોટા શહેરોમાં રહેવાને બદલે ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે રહેવા જવાની પર્યાયી વ્‍યવસ્‍થા કરવી ! સાથે આપેલી ચોકટમાં આપેલા નિકષો અનુસાર સાધકો સમગ્ર ભારતમાં ગમે તે ગામમાં અથવા તાલુકાના સ્‍થાને ઘર લઈ શકે છે; પણ પોતાના કુટુંબીજનો સાથે શહેરમાંથી સ્‍થળાંતરિત થતી વેળાએ તેમણે જુદા જુદા ગામોમાં એકલા રહેવાનો વિચાર કરવો નહીં. તેને બદલે સહુકોઈની સગવડ સચવાય એવા એકાદ ગામમાં સાધકો પાસે પાસે ઘરો લઈને રહી શકે છે. આવી રીતે ગામ અથવા તાલુકાના ઠેકાણે સાધકોએ એકત્રિત રહેવું, એ તેમની સાધનાની દૃષ્‍ટિએ પૂરક છે અને કાળ અનુસાર આવશ્‍યક પણ છે. આ વિશે, તેમજ ઘરના સંદર્ભમાં કેટલાંક માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્‍યા છે.

 

૧. સાધકોએ ગામમાં એક-એકલા રહેવાને
બદલે અન્‍ય સાધકો સાથે રહેવાથી થનારા લાભ !

૧ અ. સાધનાની દૃષ્‍ટિએ

૧. આપત્‍કાળમાં પ્રત્‍યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્‍યોને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર સહાયતા કરી શકે છે. તેથી સાધકોમાં સંગઠિતપણું અને કુટુંબભાવના નિર્માણ થશે.

૨. આપત્‍કાળમાં બાહ્ય પરિસ્‍થિતિ ભલે ગમે તેટલી પ્રતિકૂળ હોય, તો પણ સાધકો સાથે હોવાથી તેઓ સાધનામાં એકબીજાની સહાયતા લઈ શકશે. તેથી તેમની સાધના ઝડપી બનશે અને તેમની સાધનાવૃદ્ધિ માટે તે કાળ અનુકૂળ બનશે.

૩. સારો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવનારા સાધકો, તેમજ સાધનાના પ્રયત્નો તાલાવેલીથી કરનારા સાધકો અન્‍યોને સાધનાના સંદર્ભમાં દિશાદર્શન કરાવી શકશે. તેથી સહુકોઈની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ ઝડપથી થશે.

આપત્‍કાળમાં પણ પ્રત્‍યેક ગામમાં સાધના માટે પૂરક, તેમજ આશ્રમ જેવું સાત્વિક વાતાવરણ નિર્માણ થશે.

૧ આ. ધર્મપ્રસારના સંદર્ભમાં

૧. સાધકો દ્વારા જ્‍યાં બની શકે ત્‍યાં સંગઠિત રીતે ધર્મપ્રસારનું કાર્ય કરી શકાશે.

૨. વર્તમાનમાં હાથ ધરેલા ધર્મપ્રસારના ઉપક્રમોમાંના બની શકે તેટલાં અને કાળને અનુરૂપ ઉપક્રમો (ઉદા. નામસત્‍સંગ, ભાવસત્‍સંગ, ધર્મશિક્ષણવર્ગ, બાળસંસ્‍કાર વર્ગ) તે તે ગામોમાં હાથ ધરી શકાશે.

૧ ઇ. અન્‍ય લાભ

૧. આપત્‍કાળમાં ઘરના વિસ્‍તારમાંના કૂવાનું પાણી ઉપયોગી નિવડશે. આજુબાજુના કેટલાક સાધકો ભેગા મળીને એક કૂવો ખોદાવી શકશે.

૨. ગોપાલન કરવું, ખેતી કરવી, વનૌષધીઓનું ખેડાણ કરવું ઇત્‍યાદિ ભેગા મળીને કરી શકાશે.

૩. સાધકોએ એકબીજાની નજીક રહેવું, એ સુરક્ષાની દૃષ્‍ટિએ પણ હિતકારી છે.

૪. એકાદ સાધક માંદો હોય તો અન્‍ય સાધકો તેના પર વિવિધ ઉપચાર પદ્ધતિ અનુસાર (બિંદુદાબન, પ્રાણશક્તિવહન ઉપાય, નામજપ-ઉપાય ઇત્‍યાદિ અનુસાર) ઉપાય કરી શકશે.

૫. એકાદ સાધક પાસે વિશિષ્‍ટ (ઉદા. કડિયાકામ, સુતારકામ, વાવેતર, શિવણકામ) કુશળતા હોય, તો તે કુશળતાનો અન્‍યોને પણ લાભ થશે.

 

૨. ગામમાં ઘરો લેવાના સંદર્ભમાં સૂત્રો

ઉપરોક્ત સર્વ લાભ ધ્‍યાનમાં લઈને સાધકોએ સર્વ દૃષ્‍ટિથી સગવડભર્યા એવા એકાદ ગામમાં નજીક નજીક ઘરો લઈને અથવા બાંધીને ત્‍યાં રહેવાનો નિર્ણય લેવો. તેમાં ૨ – ૩ સાધકોએ આગેવાની લઈને યોગ્‍ય ગામ અથવા તાલુકાની પસંદગી કરવી, ત્‍યાં ઘરો શોધવા અથવા બાંધવા ઇત્‍યાદિ કરી શકાશે.

અ. આપત્‍કાળમાં પોતાની મૂળભૂત આવશ્‍યકતાઓ પૂરી પાડવા માટે ઘણો વ્‍યય (ખર્ચ) કરવો પડશે. તેથી સાધકોએ પોતાની પાસે રહેલી બચત આગળના આપત્‍કાળ માટે સાંચવી રાખવી. ગામમાં ઘર બાંધવા વિશે અથવા વેચાતુ લેતી વેળાએ ‘ન્‍યૂનતમ ખર્ચમાં ઘરની વ્‍યવસ્‍થા કેવી રીતે કરી શકાશે ?’, તેના ભણી ઝીણવટપૂર્વક ધ્‍યાન આપવું.

આ. હવે સમય ઘણો ઓછો હોવાથી ઘર બાંધવા કરતાં તૈયાર વેચાતુ લેવા માટે અગ્રક્રમ આપવો. અપેક્ષિત એવું ઘર જો મળતું ન હોય તો ઘર બાંધવાનો નિર્ણય લેવો. ગામમાં ઘર બાંધવાની પ્રક્રિયા આગામી ૫ માસમાં પૂર્ણ કરવી; પણ હમણા ત્‍યાં સ્‍થળાંતરિત થવું નહીં.

ઇ. સર્વસામાન્‍ય રીતે નવું ઘર લેતી વેળાએ ‘પોતાનું ઘર મોટું હોવું, ત્‍યાં બધી સગવડો હોવી’, એવું પ્રત્‍યેકને જ લાગે છે. આપત્‍કાળની દૃષ્‍ટિએ ગામમાં ઘરની વ્‍યવસ્‍થા કરતી વેળાએ સર્વ સુખ-સગવડો કરવાને બદલે આવશ્‍યક તેટલી જ જીવન આવશ્‍યક સુવિધાઓ ઉપલબ્‍ધ કરવા વિશે વિચાર કરવો. ‘આપણે કેવળ આપત્‍કાળની દૃષ્‍ટિએ આ ઘરની વ્‍યવસ્‍થા કરી રહ્યા છીએ’, આ વાત ધ્‍યાનમાં રાખવી.

ઈ. ગામમાં ઘર લેવાના હોય તો ઘરના વિસ્‍તારમાં થોડી ખુલ્‍લી જગ્‍યા હોવી જોઈએ. આ ખુલ્‍લી જગ્‍યામાં ઔષધી વનસ્‍પતિ, ફળો, ફૂલઝાડ, લીલા શાકભાજી ઇત્‍યાદિ જીવન માટે આવશ્‍યક વસ્‍તુઓનું ખેડાણ કરી શકાશે.

મોટા શહેરોમાંનું અસુરક્ષિત વાતાવરણ, તેમજ ત્‍યાં વધી રહેલી રજ-તમની પ્રબળતાને કારણે કુટુંબીજનો સાથે ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો અને ત્‍યાં રહેવાની વ્‍યવસ્‍થા કરી રાખો !

આ લેખ વાંચવા માટે આગળ જણાવેલી લિંક પર ક્લિક કરો

મોટા શહેરોમાં રહેનારાઓ ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો !

આપત્‍કાળ પ્રત્‍યેક દિવસે સમીપ આવતો જાય છે. કાળની ભીષણતા ધ્‍યાનમાં લેતા ભગવાન શ્રીકૃષ્‍ણ પર અનન્‍ય નિષ્‍ઠા રાખીને સર્વ પ્રક્રિયા (નવા સ્‍થાનો શોધવાં, ત્‍યાં ઘર લેવું અથવા બાંધવું ઇત્‍યાદિ) આગામી ૫ માસમાં વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો ! ગામમાં ભલે નિવાસવ્‍યવસ્‍થા કરી હોય, તો પણ હમણા ત્‍યાં સ્‍થળાંતરિત થવું નહીં.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment