ત્રિપુરારી પૂર્ણિમા (તિથિ : કારતક પૂર્ણિમા)

આ દિવસ મત્‍સ્‍યાવતાર જયંતી પણ છે. આ દિવસ કારતક અગિયારસથી આરંભ થયેલા તુલસીવિવાહ કરવાનો અંતિમ દિવસ છે.

 

પૌરાણિક દૃષ્‍ટિએ મહત્વ

ત્રિપુરાસુર નામક અસુરે ખડતર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્‍ન કરી લીધા, પછી તે માનવ અને દેવોને ત્રાસ આપવા લાગ્‍યો. દેવો શંકર ભગવાનની શરણમાં ગયા, ત્‍યારે શિવજીએ ત્રિપુરાસુરના ૩ નગરો બાળીને ભસ્‍મ કર્યા અને તેનો અંત આ દિવસે કર્યો હોવાથી મહાદેવ પણ ‘ત્રિપુરાંતક’ નામથી ઓળખાવા લાગ્‍યા.

૧. આ દિવસે શિવજીના તેમજ અન્‍ય બધા જ દેવસ્‍થાનોમાં દીપોત્‍સવ ઊજવવામાં આવે છે. આ દિવસ દેવ-દિવાળી તરીકે પણ ઊજવવામાં આવે છે.

૨. દીપસ્‍તંભોમાં દીપ પ્રગટાવવા, તેને જ ત્રિપુર જગવ્‍યા, કે ત્રિપુર દીપોત્‍સવ કહે છે.

૩. આ દિવસે નદીની પૂજા કરીને તેના પાત્રમાં પ્રજ્‍વલિત દીપ તરતા મૂકાય છે.

૪. આ દિવસે દુષ્‍ટોનો સંહાર થયો હોવાથી આ આનંદોત્‍સવ ઊજવવામાં આવે છે.

૫. દીપદાન, દીપ પ્રગટાવવા અને શિવજીની પૂજા, આ વ્રતનો વિધિ છે.

૬. ઉત્તરભારતમાં આ દિવસે સ્‍કંદમૂર્તિની પૂજા કરવામાં આવે છે.

૭. આ દિવસે બૌદ્ધ ધર્મીઓ આઠશીલાનું પાલન અને ઉપોસથ વ્રત કરે છે, બધા મળીને બૌદ્ધ વંદના અને ધમ્‍મ ઉપદેશ ગ્રહણ કરે છે.

૮. આ દિવસે કાર્તિકેય દર્શન, ગંગાસ્‍નાન અને દીપદાન કરવું તેવું વિધાન છે.

૯. જે જે સારું છે, તે કેળવવું અને ખરાબ તેટલું કાઢીને ફેંકી દેવું એ જ ત્રિપુરારી પૂર્ણિમાનો સંદેશ છે.

સંદર્ભ : સનાતન સંસ્થા નિર્મિત ગ્રંથ – ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત’

Leave a Comment