દેવતાના ‘તારક’ અને ‘મારક‘ નામજપનું મહત્વ

૧. તારક અને મારક નામજપ

દેવતાનો નામજપ કરવો, એ કળિયુગમાંની સૌથી સહેલી સાધના છે. દેવતાના ‘તારક’ અને ‘મારક’ આ રીતે બે રૂપો હોય છે. ભક્તને આશીર્વાદ આપનારું દેવતાનું રૂપ એટલે તારક રૂપ અને અસુરોનો સંહાર કરનારું રૂપ એટલે દેવતાનું મારક રૂપ. આના પરથી ધ્‍યાનમાં આવે છે કે, દેવતાના તારક રૂપ સાથે સંબંધિત નામજપ એટલે ‘તારક’ નામજપ અને દેવતાના મારક રૂપ સાથે સંબંધિત નામજપ એટલે ‘મારક’ નામજપ એમ છે.

 

૨. દેવતાના ‘તારક’ નામજપનું મહત્વ

દેવતાનો તારક નામજપ કરવાથી ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ થાય છે, તેમજ દેવતા પ્રત્‍યે સાત્વિક ભાવ પણ નિર્માણ થાય છે. અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થવા માટે દેવતાના તારક રૂપનો નામજપ આવશ્‍યક હોય છે.

 

૩. દેવતાના ‘મારક’ નામજપનું મહત્વ

મારક નામજપ કરવાથી દેવતા દ્વારા પ્રક્ષેપિત થનારી શક્તિ અને ચૈતન્‍ય ગ્રહણ થાય છે, તેમજ સૂક્ષ્મમાંની અનિષ્‍ટ શક્તિઓને દૂર કરવા માટે દેવતાના મારક રૂપનો નામજપ આવશ્‍યક હોય છે.

૪ . પોતાની પ્રકૃતિ અનુસાર દેવતાનો
‘તારક’ અથવા ‘મારક’ નામજપ કરવો મહત્વનું હોવું

પોતાની પ્રકૃતિ અનુસાર દેવતાનો તારક અથવા મારક નામજપ કરવાથી વ્‍યક્તિને દેવતાના તત્વનો વધારે લાભ થાય છે. દેવતાના તારક અને મારક આ રીતે બન્‍ને નામજપ થોડીવાર કરી જોવા અને ‘જે નામજપમાં મન વધારે પરોવાય છે’, તે નામજપ કરવો. એકાદ વ્‍યક્તિ જો નિયમિત નામજપ અથવા સાધના કરતી ન હોય, તેણે પણ તારક અને મારક આ રીતે બન્‍ને નામજપ થોડો સમય કરી જોવા અને જે નામજપ ગમે તે કરવો.

 

૫. કાળ અનુસાર દેવતાના તારક અને મારક નામજપનું મહત્વ

કોઈપણ બાબત કાળ અનુસાર કરીએ, તો તેનો વધારે લાભ મળે છે. ‘કાળ અનુસાર વર્તમાનમાં દેવતાનું તારક અને મારક તત્વ કયા પ્રકારના નામજપમાંથી વધારે મળી શકે છે’, તેનો અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ અભ્‍યાસ કરીને દેવતાના નામજપ ધ્‍વનિમુદ્રિત કર્યા છે. તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રયોગ કર્યા. તેમાંથી દેવતાના નામજપ સિદ્ધ (તૈયાર) થયા છે. તેથી આ રીતે નામજપ કરવાથી તેમાંથી કાળ અનુસાર આવશ્‍યક એવું તારક અથવા મારક તત્વ પ્રત્‍યેકને તેના ભાવ અનુસાર મળવામાં સહાયતા થશે.

સમાજમાંના નામજપ કરનારા ૯૦ ટકા લોકોનું વલણ ભાવપૂર્ણ નામજપ કરવા ભણી જ હોય છે. એમ ભલે હોય, તો પણ અન્‍ય ૧૦ ટકા વ્‍યક્તિ, જેમના માટે મારક ભાવમાંનો નામજપ ઉપયુક્ત છે, તેઓ આ નામજપથી વંચિત રહે નહીં, તે માટે પણ તે ધ્‍વનિમુદ્રિત કર્યો  છે.

– કુ. તેજલ પાત્રીકર, સંગીત વિશારદ, સંગીત સમન્‍વયક, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment