નવરાત્રોત્સવમાં પલ્લી ભરવી વિધિ પાછળનું શાસ્ત્ર

પલ્લી ભરવી આ વિધિ પાછળનો ઇતિહાસ

પાંડવોના અજ્ઞાતવાસને સમયે તેરમા વર્ષે પાંડવો રૂપાલ નામક ગામમાં આવ્યા. તે વખતે યુધિષ્ઠિર ને માતાજીએ સ્વપ્નામાં દર્શન આપ્યાં અને પોતાની સ્થાપના કરવા માટે કહ્યું. પાંડવોએ વરખડી વૃક્ષની નીચે શ્રી વરદાયિનીમાતાની સ્થાપના કરી અને માતાને કહ્યું,  હે માતે, અમે તેરમા વર્ષે જો ગુપ્ત રહી શકયા, તો તારી પંચદીપોની એટલે કે જગદંબાવરદાયિનીબલિ, ગણેશબલિ, ભૈરવબલિ, યોગિનીબલિ, વાસ્તુબલિ સોનાની પંચબલિ બનાવીશું.

આ પંચબલિ શબ્દનો અપ્રંશ થઈને પલ્લી આ શબ્દ બન્યો. માતાએ પ્રસન્ન થઈને પાંડવોને વસ્ત્રો આપ્યાં. તે પરિધાન કરવાથી તેમનાં રૂપનું પરિવર્તન થયું. તેરમા વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવોએ રૂપાલ ગામમાં આવીને માતાની સોનાની પંચદીપોની પલ્લી બનાવી. ત્યારથી આ પલ્લીનો ઉત્સવ ઊજવાતો આવે છે. આજે પણ ગામના લોકો  ખીજડા  (શમી) લાકડાની વરખડી વૃક્ષની સોટા બાંધેલી પંચદીપની પલ્લી બનાવે છે.

 

 પલ્લી ભરવી આ વિધિ પાછળનો ઉદ્દેશ

       આ ઉત્સવ આસો સુદ નોમની રાત્રે ઊજવાય છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ નીચે પ્રમાણે છે

૧. પલ્લીનો અર્થ છે ગરબાની કોડિયાં મૂકવાની દીવી. કેટલાક ઘરોમાં પલ્લી રવી એ કુળાચાર સમજીને પાળવામાં આવે છે.

૨. ઘરમાં છોકરાંઓ માંદા હોય, દીકરીના સાસરાવાળા તેને ઘેર લઈ જતા ન હોય, પાળેલા પ્રાણીઓને સાપ કરડ્યો હોય, એ વખતે શ્રી વરદાયિની દેવીને માનેલું સવા શેર ઘી ચમત્કાર સર્જે છે. તેને લીધે સંકટ ટળે છે.

 

મંદિરમાં પલ્લી ભરવી

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રૂપાલ ગામમાં વડેચી દેવીની રથયાત્રા નીકળે છે. પલ્લીનો રથ કેવો અને કયા લાકડામાંથી બનાવવો અને તેનું માપ કેટલું લેવું, તે શ્રી વિશ્ર્વકર્મા દેવે કહ્યું છે. તે રથ ઠેકઠેકાણે ઊભો રહ્યા બાદ પંચદીપમાં લોકોએ તાવડામાં દેવીને અર્પણ કરેલું ઘી નાખવામાં આવે છે. પંચદીપમાંથી મોટી જવાળાઓ નીકળે છે; પણ ઘી નાખનારાઓ તેનાથી બળતા નથી. બધા રસ્તાઓ પરથી ઘી વહે છે. કેટલાક લોકો તે પ્રસાદ સમજીને આરોગે છે.

 

પંચબલી યંત્ર

૧. પહેલું પાત્ર : શ્રી દેવી વરદાયિનીનું ભોગપાત્ર. એમાં નાખેલું ઘી માતાજી ભક્ષણ કરે છે.

૨. અગ્નિખૂણાનું પાત્ર : શ્રીગણેશ બળિ

૩. નૈઋત્ય ખૂણાનું પાત્ર : શ્રીક્ષેત્રપાલ બળિ

૪. વાયવ્ય ખૂણાનું પાત્ર : ચોસઠ યોગિની બળિ

૫. ઈશાન્ય ખૂણાનું પાત્ર : બટુકભૈરવ બળિ

૬. દક્ષિણ દિશામાંનું પાત્ર : સર્વભૂત બળિ, સંપૂર્ણ બ્રહ્માંડમાંના બધા દેવો માટે બળિ

 

આઠમના દિવસે ઊજવાતી કુળાચાર વિધિ

૧. ઘઉં, અડદ, ચોખાનો વાપરીને પૂરી, ભાત, ભાજી વગેરેના નૈવેધ સાથે કુલડાં બનાવવામાં આવે છે.

૨. બધા દીવા લગાડીને દેવીની આરતી કરવામાં આવે છે અને પછી સ્તુતિ પર ગીત ગાવામાં આવે છે.

૩. બધા દીવા શાંત થયા પછી તે બધું અન્ન અને દીવા ગાયને ખાવા આપવામાં આવે છે.

 

 પલ્લી ભરવી આ વિધિ પાછળ અધ્યાત્મશાસ્ત્ર શું ?

ચોખા, ઘઉં અને અડદનો ઉપયોગ

ચોખા, ઘઉં અને અડદ એ સત્વ, રજ અને રજ-તમ આ ગુણોના પ્રતીક હોવાથી તેનો ભોજનમાં ઉપયોગ કરીને, તેમ જ તેના દીવા બનાવીને તેજના સ્પર્શથી ત્રાસદાયક લહેરોનો નાશ થવામાં મદદ થાય છે.

દીવો શાંત થયા પછી ગાયને ખાવા માટે આપવાથી દીવામાં કેટલાક પ્રમાણમાં ગ્રહણ કરેલા ત્રાસદાયક સ્પંદનોનો પણ ગાયના પેટમાંના સત્વગુણી દેવત્વને લીધે શમન થાય છે. આમ આ કૃતિથી કેટલાક પાપજન્યદશક કર્મોની નિર્મિતિ થઈ હોય, તો પણ તે ગાયને આપવાથી પાપોનો નાશ થવામાં મદદ થાય છે.

લેખમાં આપેલા નવીનતાપૂર્ણ અને સૂક્ષ્મ-સ્તરે રહેલું અધ્યાત્મશાસ્ત્રીય જ્ઞાનને સમજીને તે પ્રમાણે કૃતિ કરીને ધાર્મિક વિધિનો લાભ લઈએ.

(સંદર્ભ : સનાતનનો લઘુગ્રંથ  દેવીપૂજન સાથે સંબંધિત કૃતિઓનું શાસ્ત્ર )

Leave a Comment