શ્રીરામનો નામજપ : શ્રીરામ જય રામ જય જય રામ

ભગવાન શ્રીરામ

ભક્તિભાવ વહેલા નિર્માણ થવા માટે અને દેવતાના તત્વનો વધારેમાં વધારે લાભ થવા માટે નામનો ઉચ્‍ચાર યોગ્‍ય હોવો આવશ્‍યક છે. હવે આપણે શ્રીરામનો નામજપ કેવી રીતે કરવો, તે સમજી લઈશું.

શ્રીરામની નામજપ-પટ્ટી

 

શ્રીરામ જય રામ જય જય રામ : શ્રીરામના નામજપનો અર્થ

‘રામસે બડા રામકા નામ’, એમ કહેલું જ છે. ‘રામજીનું એક નામ વિષ્‍ણુસહસ્રનામ જેટલું  છે’, એવી રામનામની મહતી સાક્ષાત્ શિવજીએ ગાયી છે. દેવતાનો નામજપ જો ભાવપૂર્ણ થાય, તો જ તે ભગવાન સુધી વહેલો પહોંચે છે. નામજપ કરતી વેળાએ તેમાંના અર્થ ભણી ધ્‍યાન આપીને કરીએ તો તે વધારે ભાવપૂર્ણ થવામાં સહાયતા થાય છે. તે માટે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપમાંના શબ્‍દોનો અર્થ સમજી લઈએ. ‘શ્રીરામ’ એ રામજીનું આવાહન છે. ‘જય રામ’ એ સ્‍તુતિવાચક છે, જ્‍યારે ‘જય જય રામ’ એ ‘નમઃ’ની જેમ શરણાગતિનું દર્શક છે.

‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપ કરતી વેળાએ જપમાં તારક ભાવ આવવા માટે પ્રત્‍યેક શબ્‍દનો ઉચ્‍ચાર દીર્ઘ કરવો. કોઈપણ શબ્‍દ પર ભાર આપવો નહીં. પ્રત્‍યેક શબ્‍દનો ઉચ્‍ચાર કોમલ કરવો. હવે આ તત્ત્વ પ્રમાણે આપણે પણ નામજપ કરવાનો પ્રયત્ન કરીએ. દેવતાના તારક અથવા મારક રૂપ સાથે સંબંધિત નામજપ એટલે તારક અથવા મારક નામજપ. આ વિશેના વિગતવાર વિવેચન માટે અહીં જુઓ !

 

રામતત્ત્વનો વધારેમાં વધારે લાભ કરી લો !

અહીં અગત્‍યતાપૂર્વક ધ્‍યાનમાં લેવા જેવું સૂત્ર એટલે અન્‍ય દિવસો કરતાં રામનવમીના દિવસે, અર્થાત્ ચૈત્ર સુદ પક્ષ નવમીના દિવસે શ્રીરામજીનું તત્વ હંમેશાં કરતાં ૧ સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે; તેથી આ તિથિએ ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો અને રામતત્વનો લાભ કરી લેવો.

 

  સંતોના માર્ગદર્શન અનુસાર સિદ્ધ થયેલો નામજપ !

અહીં આપવામાં આવેલા નામજપની વિશિષ્‍ટતા એટલે પ.પૂ. ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર શ્રીરામ જય રામ જય જય રામ આ નામજપ સનાતનનાં સાધિકા સુશ્રી તેજલ પાત્રિકર શાસ્‍ત્રીય પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યો છે.

શ્રીરામનો તારક નામજપ

Leave a Comment