આપત્કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્થા !
અખિલ માનવજાતિને આપત્કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે !
ભાગ ૭ વાંચવા માટે જુઓ. આપત્કાળમાં જીવિતરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૭
આપત્કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્તર પર જોઈતી નિત્ય ઉપયોગી વસ્તુઓના રહેલા પર્યાયો વિશે જાણકારી લીધી. આ લેખમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈશું. ચોમાસું ચાલુ હોવાથી વેચાતા લીધેલા ધાન્ય ઇત્યાદિ પદાર્થો સૂકવી શકાશે નહીં, તેથી તે પદાર્થો ટકવા માટે અન્ય ઉપાય કરી શકાશે.
૩. આપત્કાળની દૃષ્ટિએ દૈનદિન (શારીરિક) સ્તર પર કરવાની સિદ્ધતા
૩ ઐ. અન્ન વિના ભૂખમરો ન થાય તે માટે આ કરવું !
૩ ઐ ૧. આગળના કેટલાક મહિના અથવા થોડા વર્ષ પૂરું પડે તેટલા અનાજનો સંગ્રહ કરવો
આપત્કાળમાં બજારમાં અન્નધાન ઉપલબ્ધ ભલે હોય, તો પણ તે વેચાતુ લેવા માટે ઘણી ભીડ થવાથી સર્વ અનાજ થોડા સમયમાં જ ખલાસ થઈ જાય છે. શાસન દ્વારા ભલે અનાજનો પુરવઠો થતો હોય, તો પણ તે મર્યાદિત સ્વરૂપમાં હોય છે. આવી પરિસ્થિતિમાં આપણા પર ભૂખમરાનો વારો ન આવે અથવા અનાજ માટે ફાંફાં મારવાનો વારો ન આવે, તે માટે પહેલેથી જ અનાજનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ કરવાનું આવશ્યક પુરવાર થાય છે.
૩ ઐ ૧ અ. કયા પદાર્થો સંગ્રહિત કરવા અને કયા સંગ્રહિત ન કરવા ?
અનાજ, કઠોળ, તેલ, ઘી, મસાલાનો સંગ્રહ કરવો. ચોક્કસ ઋતુમાં આવનારી શાકભાજી અને ફળોનો સંગ્રહ બને ત્યાં સુધી કરવો નહીં; કારણકે આયુર્વેદ અનુસાર તે તે ઋતુમાં થતી શાકભાજી અને ફળો આરોગવા, એવું શાસ્ત્ર છે. ‘અન્ય ઋતુમાં થનારી શાકભાજી અને ફળો મુખ્ય આહાર તરીકે અથવા વધારે પ્રમાણમાં અને પ્રતિદિન ખાવા’, આ વાત રોગનું કારણ બની શકે. ઋતુ અનુસાર શાકભાજી અને ફળો ઉપલબ્ધ થવા માટે બને તો તેનું વાવેતર કરવું.
૩ ઐ ૧ આ. અન્નધાન સંગ્રહિત કરવા પાછળનાં તત્વો
૧. સેંદ્રિય પદ્ધતિથી (‘ઑરગૅનિક’ પદ્ધતિથી – રસાયણિક ખાતર અથવા દ્રવ્યો વાપર્યા વિના) ઉગાડેલા અનાજ આરોગ્ય માટે લાભદાયક હોય છે. આવા અનાજ રસાયણિક ફુવારો કરીને ઉગાડેલા અનાજની તુલનામાં વધારે દિવસ ટકે છે.
૨. અન્નધાનનું ફૂગ, કીડા, તેમજ ઊંદર, છછૂંદર ઇત્યાદિ ઉપદ્રવી પ્રાણીઓ સામે રક્ષણ કરવું આવશ્યક હોય છે.
૩. ચોમાસામાં હવામાંનો ભેજ વધારે હોવાથી આ કાળમાં અનાજની વિશેષ કાળજી લેવી પડે છે.
૩ ઐ ૧ ઇ. અન્નધાનનો સંગ્રહ આ રીતે કરો !
‘અકોલા, મહારાષ્ટ્ર ખાતેના જ્યેષ્ઠ આયુર્વેદ તજ્જ્ઞ વૈદ્ય અરુણ રાઠી અનેક વર્ષોથી પારંપારિક પદ્ધતિથી અનાજનો સંગ્રહ કરી રહ્યા છે. આ પદ્ધતિ આગળ જણાવ્યા પ્રમાણે છે.
૩ ઐ ૧ ઇ ૧. અનાજ વેચાતુ લેવું અને તે તડકામાં સૂકવવું
અ. જેનો સંગ્રહ કરવાનો છે તે અનાજ એપ્રિલ – મે માસમાં વેચાતુ લેવું. જો સંભવ હોય તો અનાજ સીધું ખેડૂત પાસેથી વેચાતુ લાવવું.
આ. અનાજ ઘરે લાવ્યા પછી તે કડક તાપમાં બને તેટલું સુકાઈને કડક થાય એ રીતે સૂકવવું. ચોખા તડકામાં સૂકવવાથી તે બરડ (ઝટ ભાંગી જાય તેવા) થાય છે. તેથી તે તડકે સૂકવવા નહીં.
ઇ. જે વાસણમાં અનાજ ભરી રાખવાનું હોય, તે વાસણ ચોખ્ખું ધોઈને કડક તડકામાં રાખવું. જો વાસણ તડકામાં મૂકવાનું સંભવ ન હોય, તો તે થોડું ગરમ કરવું. તેમાંનું પાણી સંપૂર્ણ રીતે નીકળી જવું જોઈએ.
ઈ. ડબાને બદલે થેલી અથવા ગૂણિયાનો ઉપયોગ કરવાનો હોય, તો તે બની શકે તો નવા હોવા જોઈએ. નવા ન મળે તો તે ચોખ્ખા ધોઈને તડકામાં સૂકવીને તેમાંનો પાણીનો અંશ પૂર્ણ રીતે નીકળી ગયો હોવાની નિશ્ચિતિ કરવી.
૩ ઐ ૧ ઇ ૨. કીડા સામે પ્રતિબંધ થવા માટેનો મહત્વનો ઉપાય – ‘ધૂપન’ કરવું
અ. છાણાં, કડવા લીમડાના પાન, રાઈ, સૈંધવ મીઠું, હળદર અને ખાસ કરીને સૂકાયેલા લાલ મરચાં ભેગા કરીને કપૂરના ચોસલાની સહાયતાથી બાળીને ધુમાડો કરવો. તેના પર અનાજ ભરી રાખવાનું વાસણ ઊંધું ધરવું અને વાસણમાં ધુમાડો ભેગો થવા દેવો.
આ. વાસણમાં ધુમાડો ભરાઈ ગયા પછી વાસણનું ઢાંકણું બંધ કરીને ૧૫ થી ૨૦ મિ. બંધ કરી રાખવું. આ પ્રક્રિયાને ‘ધૂપન’ કહે છે. કોઈપણ પ્રકારના અનાજના સંગ્રહ માટે ધૂપન પુષ્કળ મહત્વનું હોય છે. ધૂપન ક્રિયામાં વાપરવામાં આવતા પદાર્થોને કારણે, ખાસ કરીને લાલ મરચાંને કારણે અનાજમાં કીડા (ધનેડા ઇ.) થતા નથી.
ઇ. જેમને સંભવ છે, તેમણે ધૂપન માટે ઉપર જણાવેલા પદાર્થોમાં થોડું ગંધક, રાળ, લોબાન (એક પ્રકારનો ધૂપ) અને વેખંડનો ઉપયોગ કરવાથી ધૂપન વધારે પરિણામકારી બને છે. આ પદાર્થો આયુર્વેદિક ઔષધીઓ બનાવવાની સામગ્રી જ્યાં મળે છે, તે દુકાનમાં મળે છે.
ઈ. જો થેલીઓમાં અનાજ ભરી રાખવું હોય, તો થેલીઓને પણ ઉપર જણાવ્યા પ્રમાણે ધૂપન કરવું.
૩ ઐ ૧ ઇ ૩. અનાજ ભરવું
ડબાના આકાર કરતાં અનાજ ઓછું હોય, તો તે પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ડબામાં મૂકવું. ડબામાં અથવા થેલીમાં અનાજ આગળ જણાવ્યા પ્રમાણે ભરવું.
અ. કડવા લીમડાના પાન કડક તાપમાં સૂકવીને તેમાંનો પાણીનો અંશ નીકળી ગયાની નિશ્ચિતિ કરવી. પાન બળવા દેવા નહીં. કડવા લીમડાના પાન ન મળે, તો આ રીતે જ નગોડના ઝાડના પાન લેવા.
આ. ડબા અથવા થેલીમાં અનાજ ભરતી વેળાએ કડવા લીમડાના સૂકાયેલા થોડા પાન તળિયે મૂકીને તેના પર કાગળ અથવા ચોખ્ખો ધોઈને સૂકવેલો સુતરાઉ કાપડનો કટકો મૂકવો. ત્યાર પછી ડબામાં અનાજ ભરવું. ભૂલથી જો ડબામાં વરાળ જાય, તો તે કાગળ અથવા સુતરાઉ કપડાને કારણે શોષાઈ જાય છે.
ઇ. અનાજ ભરતી વેળાએ એક કિલો માટે ૪ – ૫ આ પ્રમાણમાં વચમાં વચમાં તડકામાં બરાબર સૂકવેલા ભિલામા નાખવા. ભિલામા આયુર્વેદિક ઔષધીઓ બનાવવાની સામગ્રી જે દુકાનમાં મળે છે, તે દુકાનમાં મળશે. જો ભિલામા ન મળે, તો આયુર્વેદિક ‘ભીમસેની’ કપૂરના ગાંગડા જુદા જુદા કાગળમાં વીંટીને તે એક કિલો પાછળ ૧ ગાંગડો આ રીતે અનાજમાં વચ્ચે વચ્ચે રાખવો. (સનાતનનો આયુર્વેદિક ‘ભીમસેની કપૂર’ સનાતનના ઉત્પાદનોના વિતરકો પાસે મળે છે. – સંકલક)
ઈ. અનાજ ભરી લીધા પછી તેના પર ફરીવાર કાગળ અથવા સુતરાઉ કપડું ફેલાવીને તેના પર ફરીવાર કડવા લીમડાના સૂકવેલા પાનનું એક પડ કરવું.
ઉ. ડબાના ઢાંકણાને અંદરની બાજુથી ‘સેલોટેપ’ની સહાયતાથી એક કપૂરનો ગાંગડો ચોંટાડવો. કપૂરની વાસને કારણે કીડી અને અન્ય નાના કીટકોનો પ્રતિબંધ થાય છે. થેલીમાં કપૂરનો ગાંગડો મૂકવાનો થાય, તો તે કાગળમાં વીંટીને સૌથી ઉપર રાખવો અને થેલીનું મોઢું ઘટ્ટ બાંધવું.
ઊ. ડબામાં હવા જાય નહીં, એ માટે ડબાનું ઢાંકણું ઘટ્ટ લગાડવું. ઢાંકણું ઘટ્ટ લગાડવા માટે આવશ્યકતા અનુસાર કાગળ અથવા પ્લાસ્ટિકની થેલીઓનું આચ્છાદન (પૅકિંગ) નાખવું.
૩ ઐ ૧ ઇ ૪. અનાજ ભરેલા ડબા કે થેલીઓ યોગ્ય ઠેકાણે રાખવી
અ. અનાજ સંગ્રહ કરવાની ઓરડી ચોમાસામાં ભીનાશ ન આવે તેવી (કોરી) હોવી જોઈએ. ધાન્ય સંગ્રહ કરવા પહેલાં ઓરડી સ્વચ્છ વાળીને લૂછી લેવી. તે ઓરડીમાં ઉપર જણાવ્યા પ્રમાણે ‘ધૂપન’ કરવું અને ૧૫ થી ૨૦ મિનિટ ઓરડી બંધ રાખવી. આ ઓરડીની નિયમિત સ્વચ્છતા કરવી અને અઠવાડિયામાં એકવાર ધૂપન કરવું.
આ. અનાજના ડબા ભૂમિ પર રાખવાને બદલે ‘રૅક’ (વસ્તુઓ મૂકવા માટેની માંડણી) અથવા પાટલા પર મૂકવા. રૅક ભીંતને ટેકવીને રાખવાને બદલે થોડે દૂર રાખવાથી સ્વચ્છતા કરવાનું સરળ પડે છે. અનાજ સંગ્રહ કર્યું છે તે ઠેકાણે ઉંદર અથવા છંછૂદર આવે નહીં, તે માટે ઓરડીના બારણાં, તેમજ ભીંતમાં તિરાડ રહેવા દેવી નહીં.
ઈ. બને તો અનાજ સંગ્રહ કરવાના ઠેકાણેની હવા બહાર કાઢી નાખવાની (‘એક્ઝૉસ્ટ’ની) વ્યવસ્થા કરવી.’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૭.૭.૨૦૨૦)
૩ ઐ ૧ ઇ ૫. વાંદાનો પ્રતિબંધ થવા માટે કરવાના ઉપાય
આગળ જણાવ્યામાંથી કોઈપણ એક ઉપાય કરવો
૧. ‘બોરિક પાવડર’ ૩૦ ગ્રામ, ઘઉંનો લોટ ૧૦ ગ્રામ, કૉફીનો ભૂકો (પાવડર) ૧ ગ્રામ અને ઉપલબ્ધ હોય તો દૂધનો ભૂકો (પાવડર) ૧ ગ્રામ આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરવું અને આ મિશ્રણની સોપારી જેટલી ગોળી બનાવીને તડકામાં સૂકવવી. વાંદા આવવાની શક્યતા હોય તેવા ઠેકાણે, ખાસ કરીને પ્રત્યેક ખૂણામાં એક ગોળી મૂકવી. કૉફી અને દુધના ભૂકાની વાસને કારણે વાંદા આ ગોળી ભણી આકર્ષિત થાય છે અને લોટમિશ્રિત ‘બોરિક પાવડર’ ખાય છે અને તેમનું પ્રજનનતંત્ર બગડી જાય છે. તેથી નવા વંદાની ઉત્પત્તિ થતી નથી. આ ગોળીઓ ઘણા દિવસો સુધી ટકે છે, તેમ છતાં પણ આવશ્યકતા જણાય તો વર્ષમાં એકવાર આ ગોળીઓ પાલટવી (બદલવી).
૨. ઉપર કહેલું ‘બોરિક પાવડર’ ઇત્યાદિનું મિશ્રણ ભીનું હોય ત્યારે જ જ્યાં વાંદા આવી શકે, એવા ઠેકાણેના દરવાજા અધવા ભીંતની ફાટમાં થોડું થોડું ભરી રાખવું.
– ડૉ. અજય જોશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૦.૭.૨૦૨૦)
૩. ભીંતના ખૂણામાં એક ડામરની ગોળી મૂકવી. ડામરગોળીની વાસને કારણે વાંદા આવતા નથી. ડામરગોળી ખુલ્લી મૂકવાથી તે થોડા દિવસોમાં હવામાં ઓગળી જાય છે. તેથી તે ખુલ્લી મૂકવાને બદલે કાગળમાં વીંટીને રાખવી.
૩ ઐ ૧ ઇ ૬. સંગ્રહિત અનાજની લેવાની કાળજી
અ. ‘મહિનામાં એકવાર સંગ્રહિત અનાજની તપાસણી કરવી.
આ. અનાજને ભીના હાથ લાગે નહીં, તેની કાળજી લેવી.
ઈ. દિવાળી પછી વરસાદ જાય છે અને તડકો પડવા લાગે છે. તે સમયે અનાજને ફરીવાર તડકો બતાવીને પહેલાંની જેમ ધૂપન કરીને ભરી રાખવું.
૩ ઐ ૧ ઈ. અનાજને કીડ ન લાગે, તે માટે કરવાના અન્ય કેટલાક ઉપાય
ઉપરોક્ત અનાજ સંગ્રહિત કરવાની પદ્ધતિ સર્વ જ પદાર્થો માટે, ઉદા. સર્વ પ્રકારના અનાજ, કઠોળ, મસાલાના પદાર્થ, ગોળ, ખાંડ ઇત્યાદિ માટે ઉપયોગમાં લાવી શકાય છે. યોગ્ય કાળજી લઈને અનાજ ભરી રાખવાથી બને ત્યાં સુધી અનાજને કીડ લાગતી નથી; પણ હવામાં જો ભેજ વધારે હોય તેવા સમુદ્રથી નજીક રહેલા પ્રદેશોમાં (ઉદા. કોકણમાં) આવશ્યક લાગે તો ઉપર જણાવેલી પદ્ધતિ સાથે જ આગળ જણાવેલા ઉપાય પણ કરી શકાશે. આગળનો કોઈપણ ઉપાય કરવા પહેલાં ઉપર જણાવ્યા પ્રમાણે ‘ધૂપન’ કરવું ઘણું આવશ્યક છે.
૩ ઐ ૧ ઈ ૧. ધોઈને ઉપયોગમાં લઈ શકાય, તેવા અનાજ માટે ઉપાય
ચોખા અને દાળ, જે આપણે ધોઈને ઉપયોગ કરી શકીએ છીએ આવા અનાજ માટે આગળ જણાવ્યામાંથી કોઈપણ એક પર્યાય ઉપયોગમાં લાવી શકાય. અનાજ ધોઈ લેવાથી અનાજને લાગેલા કીડ પ્રતિબંધક પરિબળો નીકળી જાય છે.
અ. ‘બોરિક પાવડર’
આ અનાજમાં સરખું ભેળવી લેવું. ૧૦ કિલો માટે ૧૦ ગ્રામ ‘બોરિક પાવડર’ પૂરતું છે. અનાજ કાગળ પર ફેલાવીને થોડું થોડું ‘બોરિક પાવડર’ અનાજમાં નાખીને અનાજ હાથથી ઉપર-નીચે કરવું, જેથી ‘પાવડર’ સર્વ અનાજને લાગશે.
આ. શંખજીરું અને ચૂનાનું મિશ્રણ
૩ ભાગ શંખજીરું (હિંદી ભાષામાં સંગજીરા) અને ૧ ભાગ ચૂનાનું મિશ્રણ બોરિક પાવડરની જેમ અનાજને લગાડવું. આ પદાર્થ આયુર્વેદિક ઔષધી બનાવવા માટેની સામગ્રી જ્યાં મળે છે, તે દુકાનમાં મળશે. શંખજીરું આ એક ખનિજ છે.
ઈ. રાખ
ખાસ કરીને મગ, ચણા ઇત્યાદિ દ્વિદળ અનાજને રાખ લગાડવામાં આવે છે. સામાન્ય રીતે ૧૦ કિલો અનાજ માટે એક થી દોઢ કિલો કોરી રાખ વાપરવી. ડબામાં ભરતી વેળાએ આરંભમાં રાખનો એક થર કરીને તેના પર અનાજનો એક થર ફરીવાર રાખનો એક થર આ રીતે વારાફરતી કરવું. સૌથી છેલ્લે રાખનો એક થર આપવો.
૩ ઐ ૧ ઈ ૨. સામાન્ય રીતે ધોઈને વાપરતા નથી, એવા અનાજ માટે ઉપાય
જુવાર, બાજરો અને ઘઉંને દિવેલ લગાડવું. સામાન્ય રીતે ૨૦ કિલો અનાજ માટે અર્ધો વાટકો (૭૫ મિ.લી.) એરડિયું ચોળવું.’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૭.૭.૨૦૨૦)
૩ ઐ ૧ ઉ. રવો, તેલ, મસાલા, શાકભાજી ઇત્યાદિ પદાર્થ સંગ્રહ કરવાની કેટલીક પદ્ધતિઓ
‘આ સર્વ પદાર્થ ડબામાં ભરવા પહેલાં ડબાનું ધૂપન કરવું આવશ્યક છે. આગળ જણાવેલી પદ્ધતિનો ઉપયોગ કરવો.
૧. રવો
રવો શીતકબાટમાં (‘ફ્રીજ’માં) રાખવો. શીતકબાટમાં રાખેલો રવો ૧ વર્ષ ટકે છે. રવો જો શીતકબાટની બહાર મૂકવો હોય તો તે શેકીને હવાબંધ ડબામાં ભરી રાખવો. આ રવો સામાન્ય રીતે ૬ થી ૭ માસ ટકે છે.
૨. પૌંઆ
પૌંઆ હવાબંધ ડબામાં ભરી રાખવા.
૩. શીંગદાણા
મગફળીનો સંગ્રહ કરી રાખવો અને આવશ્યકતા અનુસાર તે ફોલીને તેમાંના શીગદાણાનો ઉપયોગ કરવો. મગફળીમાંના શીંગદાણા એક વર્ષ સારા રહે છે. બજારમાં મળનારા શીંગદાણા સામાન્ય રીતે ૨ થી ૩ માસ કરતાં વધારે ટકતા નથી.
૪. ખાંડ, ગોળ અને તેલ
એ હવાબંધ ડબામાં ભરી રાખવા. કીડીઓ ન આવે, તે માટે ડબાના ઢાંકણને અંદરની બાજુથી સેલોટેપથી કપૂરનો ગાંગડો ચોંટાડવો. સંગ્રહ કરેલું તેલ ૬ મહિનાની અંદર વાપરવું, નહીંતર તેલને વાસ આવી શકે છે.
‘પ્લાસ્ટિક’ થેલી અથવા ગૂણિયામાં સરખી રીતે ઢાંકેલી ગોળની ભેલી ૪ થી ૫ વર્ષ ટકી શકે છે. ફોડેલો ગોળ વહેલો ખરાબ થઈ શકે છે. તેથી ગોળની નાની ભેલી વેચાતી લઈ રાખવી અને તે આવશ્યકતા અનુસાર ફોડવી.
૫. મીઠું
છૂટ્ટું મીઠું ચીની માટીની બરણીમાં અથવા કાચની બરણીમાં ભરી રાખવું. બરણીને ઢાંકણું લગાડીને ઢાંકણા પર સુતરાઉ કપડું નાખીને તે બરણીના ગળા પાસે નાડીથી બાંધવું. આવું મીઠું ૪ થી ૫ વર્ષ ટકે છે. વાતાવરણમાંના ભેજને કારણે મીઠું ભીનું થતું હોય છે; તેથી તે કદીપણ ખુલ્લુ મૂકવું નહીં. મીઠું ભીનાશ પકડે તો તે તડકામાં સૂકવીને કોરી બરણીમાં ભરવું.
૬. આમલી
તેના આંબલિયાં કાઢીને તે સૂકવવી અને મીઠું લગાડીને સંગ્રહિત કરવી.
૭. મસાલાના પદાર્થ
તડકામાં સૂકવીને હવાબંધ ડબામાં ભરી રાખવા.
૮. ડુંગળી, બટાટા અને લસણ
ડુંગળી, બટાટા અને લસણ સરખી રીતે સંગ્રહિત કરવાથી સામાન્ય રીતે એક થી દોઢ વર્ષ સુધી ટકે છે. ડુંગળી, બટાટા અને લસણ પરિપક્વ હોવા જોઈએ. લસણ સૂકાવેલા હોવા જોઈએ. કાંદા અને બટાટા હવા લાગે, એ રીતે કોરી જગ્યામાં ફેલાવીને મૂકવા. ડુંગળી અને લસણ એકત્રિત મૂકવા નહીં. ડુંગળી અને લસણની માળા જો વેચાતી લીધી હોય, તો તે ટાંગી રાખવી.
૯. કેટલાક શાક અને લીલા શાકભાજી
૯ અ. સુરણ
સુરણ એક વર્ષ સુધી સારો ટકે છે. સુરણના શાક માટે આવશ્યક તેટલું કાપીને વધેલો ભાગ તેમ જ ટોપલીમાં રાખીએ, તો પણ તે એક વર્ષ સુધી સારો ટકે છે.
૯ આ. ભોપળું (કોળું)
ભોપળું ઊંચે ટાંગી રાખવું અથવા જાળી ધરાવનારા ‘રૅક’ પર મૂકવું. આ રીતે તે ૧ વર્ષ ટકે છે. ભોપળું ભૂમિ પર મૂકવાથી તે વહેલું ખરાબ થવાની શક્યતા હોય છે.
૯ ઇ. ગાજર અને કાકડી
ટુકડા કરીને મીઠું લગાડીને તડકામાં સૂકવી શકાય છે.
૯ ઈ. લીલા શાકભાજી
કોથમીર, ફુદીનો, મેથી અને પાલક સાફ કરીને, તેમજ ચણાના લીલા પાન તોડીને તડકે સૂકવવા. આ શાક હવાબંધ ડબામાં ભરી રાખવાથી ૬ માસ થી ૧ વર્ષ સુધી ટકી શકે છે. આવી શાકભાજી કુણી કે ભીની ન હોવી જોઈએ.
૯ ઉ. ટમેટા અને કાચી કેરી
ટમેટા અને કાચી કેરીના ટુકડા સૂકવીને તેનો ભૂકો (પાવડર) કરી રાખવો. આવો ભૂકો ૧ વર્ષ ટકે છે. આ ભૂકો રસોઈમાં ખટાશ લાવવા માટે ઉપયુક્ત હોય છે.’
શ્રી. અવિનાશ જાધવ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૬.૬.૨૦૨૦)
૯ ઊ. ફણસના ઠળિયા
‘એ ‘૧. ઠળિયા ધોઈને સૂકવીને તેને થોડી માટી લગાડીને ભીનાશ ન આવે, એવા ઠેકાણે ભૂમિમાં એક છીછરો ખાડો ખોદીને (બને ત્યાં સુધી ચૂલાની નજીક) રાખવાની પદ્ધતિ છે. આવા ઠળિયા ૪ થી ૬ માસ ટકે છે. આ સમયમાં ઠળિયા ખાડામાંથી કાઢીને ધોઈને બાફીને અથવા શેકીને ખાઈ શકાય છે.’
૨. ઠળિયા ધોઈને સૂકાવીને શીતકબાટમાં (રેફરિજરેટરમાં) મૂકવાથી તે ૪ થી ૬ મહિના સુધી ટકે છે.’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૭.૭.૨૦૨૦)
(સંદર્ભ : સનાતનની ગ્રંથમાલિકા ‘આપત્કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્ધ)’
ભાગ ૯ વાંચવા માટે જુઓ. આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૯
(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્કૃતિ સંસ્થા’ પાસે સંરક્ષિત છે.)