આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭

આપત્‍કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્‍થા !

અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ ૬ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ -૬

આપત્‍કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્‍તર પર જોઈતી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓ વિશે માહિતી જાણી લીધી. હવે કેટલીક નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓ માટે રહેલા પર્યાય વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

 

૩. આપત્‍કાળની દૃષ્‍ટિએ દૈનદિન (શારીરિક) સ્‍તર પર કરવાની સિદ્ધતા

૩ એ. વિવિધ નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓને રહેનારા પર્યાયનો વિચાર કરી રાખવો

આપત્‍કાળમાં બજારમાં અનેક નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે. તેમાંથી બની શકે તેટલા પર્યાય અત્‍યારથી જ કૃતિમાં લાવવાની ટેવ પાડવી.

૩ એ ૧. બજારમાં મળનારું દંતમંજન (પાવડર સ્‍વરૂપમાં) અને ‘ટૂથપેસ્‍ટ’ (દંતલેપી) માટે પર્યાય
કડવા લીમડાની ડાળી

અ. ‘કડવા લીમડાની કુણી ડાળીના આશરે ૧૫ સેં.મી. લાંબા ટુકડા કરીને તે કટકાનો (દાતણનો) ઉપયોગ દાંત ઘસવા માટે કરવો.

આ. રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ઝીણા મીઠાથી દાંત ઘસવા.’

  શ્રી. અવિનાશ જાધવ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૧.૫.૨૦૨૦)

ઇ. ‘૧૦ ભાગ ગેરુ (સોનકાવ) અને ૧ ભાગ મીઠું (સૈંધવ મીઠું હોય તો ઉત્તમ; નહીંતર ગાંગડા મીઠું ઝીણું કરીને ઉપયોગ કરી શકાય.)નું મિશ્રણ દંતમંજન તરીકે ઉપયોગમાં લેવું.

ઈ. આંબો, જમરૂખ, કડવો લીમડો, આંકડો, પીપળો, ખદિર, કરંજ અને અર્જુનસાદડો આમાંથી જેટલા બની શકે તેટલા ઝાડોના સૂકાયેલા પાન અથવા સૂકાયેલી નાની ડાળી બાળીને તેની રાખ કરવી. આ રાખ વસ્‍ત્રગાળ કરીને (કપડામાંથી ગાળી લઈને) દંતમંજન તરીકે ઉપયોગમાં લેવી.’

 (પૂ.) વૈદ્ય વિનય ભાવે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૧૨.૨૦૧૯)

ઉ. ‘બાવળિયાની સૂકાઈ ગયેલી શીંગો (પરડાં) બાળીને તેની રાખ વસ્‍ત્રગાળ કરીને દંતમંજન તરીકે ઉપયોગમાં લેવી.

ઊ. છાણમાંથી બનાવેલું દંતમંજન
છાણમાંથી બનાવેલું દંતમંજન

દંતમંજન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા છાણ બનાવતી વેળાએ તેના પર માખીઓ  બેસીને કીડા થાય નહીં; તેથી કડવા લીમડાના તાજા પાન અને ડાંગરના (ચોખાના) છોતરાં છાણમાં ભેળવીને પાતળા છાણાં થાપવા. કડવા લીમડાના પાનને કારણે માખીઓ દૂર રહે છે. ડાંગરને કારણે છાણાં વહેલા સળગવામાં સહાયતા થાય છે. છાણાં પાતળા થાપ્‍યા હોવાથી તે વહેલા સૂકાય છે. આ રીતે સિદ્ધ કરેલા છાણાંનો નાનો ઢગલો કરવો. ઢગલો કરતી વેળાએ જ ઢગલાની અંદર દીવો પ્રગટાવી શકાય એટલી જગ્‍યા રાખવી. ઢગલામાં ઘીનો દીવો કર્યા પછી છાણાં સળગવા લાગે છે.

થોડા છાણ સળગે કે ઘીનો દીવો બહાર કાઢવો. છાણાંનો ઢગલો પૂર્ણ બળી ગયા પછી લાલ દેખાવા લાગે છે. તે ઢગલો પૂર્ણ બળી ગયો હોવાની નિશ્‍ચિતિ થયા પછી તે સળગેલો હોય ત્‍યારે જ તે પૂર્ણ રીતે ઢંકાઈ જાય, એટલું મોટું તપેલું (અથવા લોઢાનું ઘમેલું) તેના પર ઊંધું મૂકવું. ઢાંકેલી તપેલીની ભૂમિને ટેકવેલી કિનાર માટીથી ઢાંકવી. (ઘણે ઠેકાણે એક નાનો ખાડો ખોદીને તેમાં છાણ બાળવા માટે રાખે છે. તે બળીને લાલ થયા પછી તેના પર પતરું ઢાંકે છે. પતરાની કિનાર માટીથી ઢાંકે છે.) તેથી તપેલાની અંદર બળી રહેલા છાણને હવામાં રહેલો  પ્રાણવાયુ ન મળવાથી તે ઓલવાઈ જાય છે. બીજા દિવસે તે તપેલું આઘુ કરીને અંદરના છાણાંનો કોલસો ચોળીને ઝીણો કરી વસ્‍ત્રગાળ કરવો.

જો છાણાના કોલસાનો ભૂકો (પાવડર) ૧૦ વાટકી હોય, તો તેમાં ૫ ચાની ચમચી (ટીસ્‍પૂન) સૈંધવ અને અર્ધી ચમચી ફટકડીનો ભૂકો (પાવડર) ભેળવીને તે મિશ્રણ એકજીવ કરવું. આ મિશ્રણનો દંતમંજન તરીકે ઉપયોગ કરવો.’

– શ્રી. અવિનાશ જાધવ (૨૧.૫.૨૦૨૦)

એ. તુષ (ડાંગરના ફોતરાં)નો ઢગલો કરીને તેના પર સળગતા કોલસા મૂકવા. તેથી તુષ બળવા લાગે છે. આ ઢગલો પૂર્ણ બળી ગયા પછી તેની રાખ બને છે. ઠંડી પડેલી રાખ વસ્‍ત્રગાળ કરી લેવી. (આ ઢગલા બહારનો કેટલોક ભાગ બળી ગયા પછી કેવળ કાળો થાય છે; પણ તેની રાખ થતી નથી. તે કાળો ભાગ હાથથી ધીમે રહીને બાજુએ મૂકીને અંદરની રાખ લેવાની હોય છે.) તે રાખ દંતમંજન તરીકે વાપરવી.’

– (પૂ.) વૈદ્ય વિનય ભાવે (૧૦.૧૨.૨૦૧૯)

ઐ. ‘નારિયેળના કાચલાં અથવા બદામની છાલ બાળીને થયેલા કોલસાનો વસ્‍ત્રગાળ કરેલો ભૂકો (પાવડર) દંતમંજન તરીકે વાપરવો.’ – શ્રી. અવિનાશ જાધવ (૨૧.૫.૨૦૨૦)

ઉપર જણાવેલા ઉપસૂત્ર ‘ઇ’થી માંડીને સર્વ દંતમંજન પ્‍લાસ્‍ટિકની થેલીમાં અથવા નાના ડબામાં હવાબંધ કરીને મૂકવાથી સામાન્‍ય રીતે એકવર્ષ ટકે છે.

૩ એ ૨. દાઢી કરવા માટે સાબુ અથવે લેપી (શેવિંગ ક્રીમ) માટે પર્યાય

અ. ‘ગાલ પર નવશેકું પાણી ચોળીને દાઢી કરી શકાય છે અથવા ઉષ્‍ણ (ગરમ) પાણીથી સ્‍નાન કર્યા પછી તરત જ દાઢી કરી શકાય છે.

આ. દાઢીને નારિયેળનું તેલ અથવા તલનું તેલ લગાડીને દાઢી કરી શકાય છે.

ઉપર જણાવેલા પર્યાયથી સામાન્‍ય (લીસી નહીં !) દાઢી થાય છે. આ પર્યાયોને કારણે દાઢી કરતી વેળાએ ત્રાસ થાય તો આ પર્યાયનો ઉપયોગ કરવો નહીં.’

– (પૂ.) વૈદ્ય વિનય ભાવે (૧૦.૧૨.૨૦૧૯)
૩ એ ૩. નહાવાના સાબુ માટે પર્યાય
મુલતાની માટી

‘નહાવા માટે સાબુ ન હોય તો ચણાની દાળ અથવા મસૂરની દાળનો લોટ, મુલતાની માટી, રાફડા પરની માટી અથવા સારી જગ્‍યા પરની ચાળેલી કોઈપણ સ્‍વચ્‍છ માટી (ઉદા. કાળી માટી, લાલ માટી) વાપરવી. આ વસ્‍તુઓ પ્રથમ થોડા પાણીમાં પલાળીને પછી ઉટવણું વાપરીએ છીએ, તે રીતે વાપરવી. (ઘણીવાર રાફડાને ઠેકાણે સ્‍થાનદેવતાનો વસવાટ હોય છે તેથી આસપાસના લોકોને પૂછીને ‘રાફડો દેવતાનો નથી ને’, તેની ખાતરી કરીને એક લાંબા લાકડાથી રાફડો ફોડવો અને તેના ઢેફાં (માટીના ઘટ્ટ થયેલા ટુકડા) એકત્રિત કરવા. આ ઢેફાં ફોડીને ઝીણા કરીને તે માટી ઝીણી ચાળણીથી ચાળી લેવી.)

ઉપર જણાવેલી કોઈપણ વસ્‍તુ ઉપલબ્‍ધ ન હોય તો નહાતી વેળાએ શરીર ખાલી હાથથી ચોળીએ, તો પણ ચાલે.’ – વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૩.૩.૨૦૧૯)

૩ એ ૪. વાળ ધોવા માટે સાબુ અને બજારમાં મળનારો દ્રવસ્‍વરૂપમાંનો સાબુ (શૅંપૂ) માટે પર્યાય
૩ એ ૪ અ. શિકાકઈનો પાવડર ઘરે બનાવવો

‘આમળાનો ભૂકો (પાવડર) ૨ ભાગ અને શિકાકઈ તેમજ અરીઠાનો ભૂકો (પાવડર) પ્રત્‍યેકી ૧ ભાગ લઈને સર્વ એકત્રિત કરવું. આમાંથી ૨ થી ૪ ચમચી ભૂકો (પાવડર) આખી રાત લોઢાની કડાઈમાં પલાળી રાખવો. (લોઢાની કડાઈ ન હોય તો આ મિશ્રણ ‘સ્‍ટીલ’ના તપેલામાં નાખીને તેમાં લોખંડના ટુકડા, ઉદા. ૪ – ૫ લોખંડના ખીલા નાખવા. બીજા દિવસે આ મિશ્રણ વાપરવા પહેલાં ખીલા કાઢી નાખવા. – સંકલક) આમળાનો લોખંડ સાથે સંયોગ થવાથી કાળો રંગ આવે છે. તેથી વાળ કાળા થવામાં સહાયતા થાય છે. સવારે નહાતા પહેલાં એક કલાક આ પલાળેલા પાવડરની પાતળી ચટણી (પેસ્‍ટ) વાળને લગાડવી અને નહાતી વેળાએ નવશેકા પાણીથી વાળ ધોવા. અઠવાડિયામાં ૧ – ૨ વાર આ રીતે કરવાથી વાળનું આરોગ્‍ય સારું રહે છે તેમજ વાળ કાળા અને મુલાયમ બને છે.’ – વૈદ્યા (સૌ.) ગાયત્રી સંદેશ ચવ્‍હાણ, કુર્લા, મુંબઈ. (૨૦.૬.૨૦૨૦)

‘ઉપર બનાવેલા ચૂર્ણમાં ૨ ભાગ મેથી, ૧ ભાગ નાગરમોથા, ૧ ભાગ જટામાંસી, તેમજ ઉપલબ્‍ધ હોય તે પ્રમાણે જાસૂદના ફૂલો, બ્રાહ્મીનાં પાન અને ભાંગરાના પાન સૂકવીને ચૂર્ણ કરીને ઉમેરી શકાય છે. આમળા, શિકાકઈ, નાગરમોથા ઇત્‍યાદિ વસ્‍તુઓ બજારમાં ઉપલબ્‍ધ હોય છે. તેનું ચૂર્ણ હવાબંધ ડબામાં ભરી રાખવાથી લગભગ ૧ વર્ષ ટકે છે. આ વસ્‍તુઓ ચૂર્ણ બનાવવાને બદલે આખા સ્‍વરૂપમાં કડક તડકામાં સરખી સૂકવીને હવાબંધ ડબામાં ભરી રાખવાથી સામાન્‍ય રીતે ૩ વર્ષ ટકે છે. હવામાં રહેલા ભેજને કારણે આ વસ્‍તુઓ જો પોચી પડી જાય તો ફરીવાર તડકામાં સૂકવીને વાપરી શકાય છે.’

– વૈદ્ય મેઘરાજ પરાડકર (૨૦.૬.૨૦૨૦)

૩ એ ૪ આ. અરીઠા

અરીઠા સૂકવી રાખવા. ૫ – ૬ અરીઠા ઉષ્‍ણ (ગરમ) પાણીમાં આખી રાત પલાળી રાખવા. સવારે નહાતી વેળાએ તે પાણી વાળને ચોળીને તેનાથી વાળ ધોવા.

૩ એ ૫. કપડાં ધોવાનો સાબુ અથવા કપડાંના પાવડર માટે પર્યાય
અરીઠાનો ભૂકો (પાવડર)
૩ એ ૫ અ. અરીઠા

‘અરીઠા કડક તાપમાં સૂકવવા. ઘણીવાર તે સૂકાઈ ગયા પછી ફૂટે છે અને તેમાંની બી આપમેળે જ બહાર આવે છે. બી જો આપમેળે જ બહાર ન આવે તો સૂકાયેલા અરીઠા ખાંડણી-દસ્‍તામાં ધીમે રહીને ખાંડીને તેમાંના બી દૂર કરવા. ફોતરા ખાંડણી-દસ્‍તામાં ઝીણા કરીને તેનો મિશ્રક (મિક્સર) અથવા ઘંટીની સહાયતાથી ભૂકો  કરવો. આ ભૂકો સાબુ તરીકે વાપરતી વેળાએ ભીનો થાય, એટલું જ પાણી તેના પર રેડવું. ભીનો થયેલો ભૂકો ૨૦ થી ૨૫ મિ. તેમજ વાસણમાં છોડી દેવો. ત્‍યાર પછી તે સાબુની જેમ ભીના કપડાં પર ચોળીને તેનો ઉપયોગ કપડાં ધોવા માટે કરવો.

૩ એ ૫ આ. કાળી માટી

આ માટીથી કપડાં ધોતી વેળાએ તે સાબુની જેમ ભીના કપડાં પર ચોળવી અને તે કપડાં વહેતા પાણીમાં ધોવા. (કપડાં ધોવા માટે લાલ માટીનો ઉપયોગ કરવો નહીં; કારણકે કપડાં પર તેના ડાઘ પડે છે.)’

– શ્રી. અવિનાશ જાધવ (મે ૨૦૨૦)

૩ એ ૫ ઇ. કેળાના પાનના દાંડાની રાખ

‘કેળાના પાનના દાંડા સૂકવવા. ત્‍યાર પછી તે બાળીને તેની રાખ કરવી. આ રાખમાં ક્ષાર હોવાથી તે રાખ સાબુની જેમ ભીના કપડાં પર ચોળીને કપડાં ધોઈ શકાય છે.’ (સંદર્ભ : ‘વેપાર ઉપયોગી વનસ્‍પતિ વર્ણન (ભાગ ૧)’ લેખક – ગણેશ રંગનાથ દિઘે, વર્ષ ૧૯૧૩)

૩ એ ૬. વાસણ ઘસવાના સાબુ, સાબુનો પાવડર ઇત્‍યાદિ માટે પર્યાય
૩ એ ૬ અ. ચૂલામાંની રાખ

‘ચૂલામાંની રાખ બહાર કાઢીને તે ઠંડી થાય ત્‍યારે તેનો ઉપયોગ વાસણ ઘસવા માટે કરવો.

૩ એ ૬ આ. માટી

રાખ જો ઉપલબ્‍ધ ન હોય, તો કોઈપણ માટીથી (ઉદા. કાળી અથવા લાલ માટીથી) વાસણ ઘસવા. માટીમાં જો પથ્‍થર હોય તો વાસણને ચીરા પડી શકે છે. તેથી વાસણ ઉટકવા માટેની માટી ચાળી લેવી.

૩ એ ૭. હાથ ધોવા માટે લાગનારો સાબુ અથવા દ્રવસાબુ (લીક્વીડ સોપ) માટે પર્યાય
૩ એ ૭ અ. ચૂલામાંની રાખ

ચૂલામાંની ઠંડી થયેલી રાખ હાથને ચોપડીને હાથ ધોવા.

૩ એ ૭ આ. માટી

કોઈપણ પ્રકારની માટી હાથને લગાડીને હાથ ધોવા.’

– શ્રી. અવિનાશ જાધવ (મે ૨૦૨૦)

૩ એ ૮. બાકસ અથવા ‘પ્રજ્‍વલક’ (લાયટર) માટે પર્યાય
બહિર્ગોળ કાચ
૩ એ ૮ અ. સૂર્યપ્રકાશ હોય ત્‍યારે અગ્‍નિ પ્રજ્‍વલિત કરવા માટે બહિર્ગોળ કાચનો ઉપયોગ કરવો

સૂર્યપ્રકાશ હોય ત્‍યારે અગ્‍નિ પ્રજ્‍વલિત કરવા માટે બહિર્ગોળ કાચ (Convex lens અથવા Magnifying lens)નો ઉપયોગ કરી શકાય છે. આ કાચ પ્રયોગશાળાની વસ્‍તુઓ મળે છે, તે દુકાનમાં મળી શકે છે. બહિર્ગોળ કાચમાંથી કેંદ્રગામી થનારા સૂર્યકિરણો કપાસ, નારિયેળના રેષા, સૂકાયેલું ખડ, સૂકાયેલા પાન અથવા કાગળની કાપલીઓ પર સામાન્‍ય રીતે ૧ થી ૫ મિ. (આ સમયગાળો સૂર્યકિરણોની તીવ્રતા પર આધારિત હોય છે.) સ્‍થિર કરવાથી શરૂઆતમાં ધુમાડો આવે છે અને પછી અગ્નિ પ્રજ્વલિત થાય છે.

૩ એ ૮ આ. ચૂલામાંના અંગારા ધગધગતા રાખવા

૧. ‘ચૂલા પર રસોઈ ઇત્‍યાદિ થયા પછી ચૂલામાંના અંગાર પર થોડી રાખ નાખવી. તેથી ચૂલામાંના અંગારા સંપૂર્ણ ઓલવાઈ જવાને બદલે ધગતાં રહે છે. તે જ અંગાર પર ૩ – ૪ કલાક પછી કાગળ અથવા સૂકાયેલા પાન નાખીને ફૂંકણીથી ફૂંકીને અગ્‍નિ ફરીથી પ્રજ્‍વલિત કરવો.’ – શ્રી. અવિનાશ જાધવ (મે ૨૦૨૦)

૨.પ્રતિદિન તાજું છાણ ઉપલબ્ધ હોય તો ૨ ચૂલા કરીને અંગારા ધગધગતા મૂકવાની પદ્ધતિ :  ‘૨ ચૂલા બાજુબાજુમાં કરવા. ચૂલા નીચે ભૂમિમાં એકેક નાનો ખાડો કરવો. (ચૂલો પેટાવવાની પદ્ધતિ સમજવામાં સહેલી પડે તે માટે પહેલાં ચૂલાને ‘ચૂલો ૧’  જ્યારે બીજા ચૂલાને ‘ચૂલો ૨’  કહીશું)

દિવસ ૧ :  ‘ચૂલો ૧’ પેટાવવો. ‘ચૂલો ૨’ના ખાડામાં એક છાણનો ગોળો મૂકીને તેના પર થોડી રાખ નાખવી.

(ખાડામાંની માટી, છાણ પર નાખેલી રાખ અને બાજુના ચૂલામાંના અગ્નિની ઉષ્ણતાને લીધે છાણનાં ગોળામાંનું પાણી શોષાઈ જાય છે.)

દિવસ ૨ :  ‘ચૂલો ૨’ પેટાવવો. ‘ચૂલો ૧’માંની રાખ બહાર કાઢીને તે ચુલામાંના ખાડામાં છાણનો ગોળો મૂકીને તેનાં પર રાખ નાખવી.

( ‘ચૂલો ૨’ માં આગલા દિવસે મૂકેલો છાણનો ગોળો હવે ઘણોખરો સૂકાઈ જવા આવ્યો હોય છે. આ ચૂલામાં સમગ્ર દિવસ અંગાર થયો હોવાથી તે વાળેલા છાણનાં ગોળામાંથી અંગારો બને છે.)

દિવસ ૩ :  ‘ચૂલો ૨’ ના ખાડામાંના છાણના અંગારાની સહાયતાથી ‘ચૂલો ૧’ પેટાવવો અને  ‘ચૂલો ૨’નાં ખાડામાં છાણનો ગોળો મૂકવો.

દિવસ ૪ :  ‘ચૂલો ૧’ના ખાડામાંના છાણના અંગારાની સહાયતાથી ‘ચૂલો ૨’  પેટાવવો અને  ‘ચૂલો ૧’નાં ખાડામાં છાણનો ગોળો મૂકવો.

આ રીતે બન્ને ચૂલા એકાંતરે ઉપયોગમાં લેવા અને જે ચૂલો ઉપયોગમાં ન હોય, તે ચૂલાનાં ખાડામાં છાણનો ગોળો મૂકવો.

– શ્રી. વિવેક નાફડે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (મે ૨૦૨૦)

 

ચકમક (પથ્‍થર)
૩ એ ૮ ઇ. ચકમકની સહાયતાથી અગ્‍નિ પ્રજ્‍વલિત કરવો

‘લિંબુ જેટલા આકારની ૨ ચકમક એકબીજા પર ઘસીને તેના તણખા કપાસ પર પાડવા. તેથી કપાસ સળગે છે.’ – શ્રી. કોંડિબા જાધવ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૭.૧.૨૦૧૯)

૩ એ ૯. મીઠા માટે પર્યાય

‘કેળાના સૂકાયેલા સાંઠા બાળીને બનેલી રાખમાં ક્ષાર હોય છે. બંગાળમાં ઘણાં નિર્ધન (ગરીબ) લોકો મીઠાને પર્યાય તરીકે આ રાખનો ઉપયોગ કરે છે.’ (સંદર્ભગ્રંથ : ‘વેપાર ઉપયોગી વનસ્‍પતિવર્ણન (ભાગ ૧)’, લેખક – ગણેશ રંગનાથ દિઘે, વર્ષ ૧૯૧૩) (મરાઠી ભાષામાં ઉપલબ્ધ)

૩ એ ૧૦. જમવાના થાળી-વાટકા માટે પર્યાય
પત્રાળા અને પડિયા

જમવા માટે કેળાના / જંગલીકેળાનાં પાન વાપરવા, તેમજ વડના પાનમાંથી બનાવેલા પત્રાળા અને પડિયાનો ઉપયોગ કરી શકાય છે.

૩ એ ૧૧. મચ્‍છરને ભગાડનારી બજારમાંની અગરબત્તી અને દ્રાવણ (લિક્વિડ) ઇત્‍યાદિ માટે પર્યાય
૩ એ ૧૧ અ. ‘મચ્‍છર પ્રતિબંધક સળી’ ઘરે બનાવવી

‘ગાયનું આશરે ૧ કિ. તાજું છાણ લેવું. તેમાં ૧ મૂઠી તેજપત્તા, ૨ મૂઠી કડવા લીમડાના પાન, અર્ધો મૂઠી ફુદિનો, અર્ધી મૂઠી તુલસીના પાન ભેગા કરીને ઝીણું વાટી લેવું. આ વાટેલા મિશ્રણમાં ૨ ચાની ચમચી (ટીસ્‍પૂન) કડવા લીમડાનું તેલ અને અર્ધો ચમચી કપૂરનો પાવડર નાખીને આ મિશ્રણ છાણમાં સરખું ભેગું કરીને એકજીવ કરવું. આ મિશ્રણને હાથથી ધૂપની સળી જેવો આકાર આપીને તે સળીઓ સૂકવી રાખવી. આવશ્યકતા પ્રમાણે આ સળીઓ ધૂપની સળીઓ પ્રમાણે પેટવીને ઓરડામાં મૂકવી. સળીમાંથી નીકળતા ધુમાડાને લીધે મચ્છર રહેતા નથી.

૩ એ ૧૧ આ. અન્‍ય પર્યાય

૧. ઓરડામાંના મચ્‍છર ભગાડવા માટે –

અ. ‘મેટ’ (મચ્‍છર પ્રતિબંધક કાગળની વડી) ગરમ કરવાના યંત્રમાં ‘મેટ’ને બદલે લસણની પાંખળી મૂકીને યંત્ર ચાલુ કરવું. એક પાંખળી ૧ – ૨ દિવસ વાપરી શકાય છે.

આ. કડવા લીમડાનું તેલ અને કોપરાનું તેલ સમ પ્રમાણમાં લઈને તેનું મિશ્રણ કરીને ઓરડામાં તેનો દીવો કરવો.

ઇ. કડવા લીમડાના પાન અંગાર પર નાખીને ધુમાડો કરવો. પાન સૂકાયેલા હોય તો થોડા ભીના કરીને અંગાર પર મૂકવા; જેથી તે તરત જ સળગશે નહીં.

ઈ. સંતરાની સૂકવેલી મૂઠી ભરીને છાલ અંગાર પર નાખીને ધુમાડો કરવો.

૨. કડવા લીમડાના પાનનો રસ અને ફુદીનાનું તેલ સમ પ્રમાણમાં લઈને તેનું કરેલું મિશ્રણ શરીરના ઉઘાડા ભાગ પર લગાડવું. આમ કરવાથી મચ્‍છર પાસે આવતા નથી.

૩. મચ્‍છરનું પ્રમાણ ઓછું કરવા માટે ઘરના ફળિયામાં ગલગોટાના રોપ વાવવા.’

– શ્રી. અવિનાશ જાધવ (૧૬.૬.૨૦૨૦)

– સંકલક : પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે
સંદર્ભ : સનાતનની ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

(પ્રસ્‍તુત લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

ભાગ ૮ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવિતરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૮

Leave a Comment