આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૬

આપત્‍કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્‍થા !

અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ  ૫ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં  જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ –  ૫

આપત્‍કાળ વિશેની લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક સ્‍તર પર લાગનારી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓ વિશે જાણી લેવાના છીએ. આ વસ્‍તુઓ કઈ છે, ઋતુ પ્રમાણે લાગનારી વસ્‍તુઓ, સંરક્ષણ માટે લાગનારી વસ્‍તુઓ ઇત્‍યાદિ વિશે આ લેખમાં જાણકારી આપવામાં આવી છે.

 

૩. આપત્‍કાળની દૃષ્‍ટિએ દૈનદિન (શારીરિક) સ્‍તર પર કરવાની વિવિધ સિદ્ધતા !

૩ ઊ. કુટુંબ માટે જોઈતી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની,
તેમજ પ્રસંગે જોઈતી વસ્‍તુઓની ખરીદી હમણાથી જ કરવી !

વર્ષ ૨૦૨૦માં સર્વ જગતે ‘કોરોના’ના રૂપમાં આપત્કાળની ઝલક અનુભવી. વર્તમાનમાં ચાલુ થયેલું ઇઝરાયલ-હમાસનું યુદ્ધ (વર્ષ ૨૦૨૩માં) તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ (વર્ષ ૨૦૨૨માં), તુર્કીયે અને સિરિયા દેશોમાં થયેલો મોટો ભૂકંપ (વર્ષ ૨૦૨૩માં), જગત્ના તપમાનમાં દિન-પ્રતિદિન થતો વધારો, અમેરિકા અને યુરોપ ખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગ (વર્ષ ૨૦૨૩માં) ઇત્યાદિ ઘટનાઓ આપણી આંખો સામે જ છે. અનેક સંતમહાત્માઓ, ભવિષ્યવેત્તાઓએ ‘આગામી આપત્કાળ પુષ્કળ ભીષણ હશે’, એવું વારંવાર કહ્યું જ છે. ઘણીવાર સમષ્ટિ પ્રારબ્ધ, સૂક્ષ્મ જગત્ની અનિષ્ટ શક્તિઓની બદલાઈ રહેલી કૂટનીતિ, કાળચક્ર ઇત્યાદિને કારણે આપત્કાળનો સમયગાળો ભલે આઘો-પાછો થતો હોય, તો પણ આપત્કાળનો સામનો કરવા માટે સહુકોઈએ હંમેશાં જ તૈયાર રહેવું પડશે. આપત્કાળમાં અનાજ, પાણી, ઔષધિઓ, ઇંધન ઇત્યાદિ સમયસર ઉપલબ્ધ થવું કઠિન હોય છે. આપત્કાળમાં કુટુંબ માટે જોઈતી નિત્ય ઉપયોગી વસ્તુઓની, તેમજ પ્રસંગે જોઈતી વસ્તુઓની ખરીદી કરવી સહેલું પડે તે માટે નીચે વિવિધ વસ્તુઓની યાદી આપવામાં આવી છે. કુટુંબમાંની સદસ્‍ય સંખ્‍યા, તેમની વય અને ઘરમાંના ઓરડાઓની સંખ્‍યા અનુસાર તેમાંથી આવશ્‍યક તે વસ્‍તુઓ યોગ્‍ય પ્રમાણમાં વેચાતી લાવી રાખવી. આગળ જણાવેલી વસ્‍તુઓ કરતાં કાંઈ જુદી વસ્‍તુઓ સૂઝે, તો તે પણ વેચાતી લઈ રાખવી.

૩ ઊ ૧.  નિયમિત લાગનારી વસ્‍તુઓ

દંતમંજન, દાઢી કરવાની સામગ્રી, કેશકર્તનની સામગ્રી, નહાવાનો અને કપડાં ધોવાનો સાબુ, કપડાં, માથાને લગાડવાનું તેલ (કેશતેલ), કંકુ, અરીસો, કાંસકી દાંતિયો, ‘નેલ કટર’ (નખ કાપવા માટેનું ઉપકરણ), ઉપનેત્ર એટલે ચશ્‍મા (હંમેશાંના ઉપયોગમાં લેવાતા ચશ્‍મા ફૂટી શકે છે.), ઇસ્‍ત્રી (બને ત્‍યાં સુધી કોલસા પર ચાલી શકે તેવી), પથારી, ઓઢવાનું, સાવરણી, પ્રસાધનગૃહની સ્‍વચ્‍છતા માટે લાગનારું સાહિત્‍ય, લેખણી (પેન, પેન્‍સિલ), ચંપલ ઇત્‍યાદિ

(દંતમંજન, નહાવાનો સાબુ (૭ સુગંધમાં), કેશતેલ અને કંકુ આ સનાતનનાં સાત્વિક  ઉત્‍પાદનો ઉપલબ્‍ધ છે. – સંકલક)

૩ ઊ ૨. રસોડા સાથે સંબંધિત વસ્‍તુઓ

પકડ ,ચિપીયો (વપરાશમાં રહેલી પકડ  અથવા ચિપીયો તૂટી શકે છે.), ખાંડણી-દસ્‍તો, વિળી (શાક ચીરવાનું પાટડા ઉપર જડાયેલું ઓજાર)ને ધાર કાઢવાનો પથ્‍થર ઇત્‍યાદિ

૩ ઊ ૩. ઋતુ અનુસાર જોઈતી વસ્‍તુઓ
અ. ઉનાળામાં જોઈતી વસ્‍તુઓ

હવા માટે હાથપંખો, કાળા ચસ્‍મા (ગૉગલ), તડકામાં ફરતી વેળાએ મોઢું (ચહેરો) અને ગળુ ઢાંકવા માટે બાંધવાનો મોટો રૂમાલ (સ્‍કાર્ફ), ટોપી ઇત્‍યાદિ

આ. ચોમાસામાં લાગનારી વસ્‍તુઓ
છત્રી, ‘રેનકોટ’ ચોમાસા માટેના ચંપલ ઇત્‍યાદિ
ઇ. શિયાળામાં લાગનારી વસ્‍તુઓ

‘સ્‍વેટર’, હાથના મોજાં, પગના મોજાં, કાનટોપી, શાલ, મફલર, કાંબળો (બ્‍લૅંકેટ) ઇત્‍યાદિ

૩ ઊ ૪. ઘરમાં લાગનારી વસ્‍તુઓ
અ. ઘરમાં નાની દુરસ્‍તી માટે ઉપયોગી વસ્‍તુઓ

ચૂક (નાની ખીલી, ચામડાની ચંપલનો અંગૂઠો તૂટે, તો લગાડવા માટે નાની ખીલી વાપરે છે), ખીલી, ખીલા, હથોડી, પાનો, પકડ, ‘સ્‍ક્રૂ ડ્રાયવર’, ‘કટર’, નાનું લાકડું વહેરવા માટે કરવત, પાટિયાની કિનાર ઘસવા માટે ‘પૉલીશ પેપર’, કાતર, ‘મીટર ટેપ’ ઇત્‍યાદિ

આ. શિવણકામની વસ્‍તુઓ

સોય-દોરો, બટન, કાતર, ‘મેજરીંગ ટેપ’ (કાપડ માપવા માટે), શિવણ યંત્ર ઇત્‍યાદિ

ઇ. ઉપદ્રવી પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટેની વસ્‍તુઓ

મચ્‍છર, ઊંદર, માકડ, કીડી, જૂ, લીખો ઇત્‍યાદિનો પ્રતિબંધ કરનારી ઔષધીઓ; ઊંદર પકડવા માટેનું પીંજરું, મચ્‍છરદાની ઇત્‍યાદિ

ઈ. ઘરમાં વધારાની જોઈએ, તેવી વસ્‍તુઓ

નહાવાની ડોલ અને પાણી રેડવા માટે ‘મગ’, કપડાં પલાળવા માટેની બાલદી, ‘ટબ’, કપડાં ધોવાનો ‘બ્રશ’, વીજળી સાથે સંબંધિત વસ્‍તુઓ (ઉદા.વિદ્યુત દીવા, દંડદીપ (ટ્યુબ્‍સ), વીજળીની જોડણી કરનારી ‘ટુપીન’, ‘થ્રીપીન’ પ્‍લગ (ભીંત પર રહેલા વિદ્યુત ‘સ્વીચ બોર્ડ’માં ઇસ્ત્રી માટે અથવા અન્ય કારણસર ત્રણ કાણાં પાડેલું એક સ્થાન રાખેલું હોય છે. ત્યાં ‘થ્રીપિન’ લગાડે છે. ત્યાંથી નવા ઠેકાણે વિદ્યુતપ્રવાહ લઈ જઈ શકાય છે.) અને ‘હોલ્ડર’ (આમાં વિદ્યુત દિવો, અર્થાત ‘બલ્બ’ લગાડી શકાય છે), પગમાં પહેરવાની સ્‍લીપરના પટ્ટા ઇત્‍યાદિ

ઉ. અન્‍ય વસ્‍તુઓ

આકાશવાણી પરથી આપવામાં આવતી શાસકીય સૂચનાઓ સાંભળવા માટે નાનો રેડિઓ (ટ્રાન્‍ઝિસ્‍ટર) અથવા રેડિઓ, ચાવી પર ચાલતી ઘડિયાળ, ઉત્‍પાદનની દિનાંક પછી આગળ અનેક વર્ષ સુધી ચાલનારું સ્‍વયંચલિત (ઑટોમેટિક) કાંડા ઘડિયાળ,(આવા કાંડા ઘડિયાળ ૫૦ વર્ષો સુધી પણ સારા ચાલે છે. હાથની હિલચાલને કારણે તે ચાલતા હોય છે. હાથ પરથી કાઢી રાખવાથી તે સાધારણ ૩ દિવસ ચાલે છે.), સૌરઊર્જા પર ચાલનારી ઘડિયાળ, ભ્રમણભાષ પ્રભારિત કરવા માટે ‘પોર્ટેંબલ સોલર ચાર્જર’, ‘ગૅસ લાયટર’, હવાથી બુઝાઈ ન જનારો ‘લાયટર’, (વિંડપ્રૂફલાયટર), મીણબત્તી,  સુતળી, સીંદરી, કપડાં સૂકવવાની દોરી, સાયકલમાં હવા ભરવાનો ‘પંપ’, વીજળીનો પ્રવાહ તપાસવા માટે ‘ટેસ્‍ટર’ ઇત્‍યાદિ

૩ ઊ ૫. રુગ્‍ણો માટે ઉપયુક્ત વસ્‍તુઓ

તાવમાપક (થર્મોમીટર), શરીરને શેક આપવા માટે પાણીની ર‍બરની થેલી, આયુર્વેદિક ગોળીઓનું ચૂર્ણ બનાવવા માટે નાનો ખાંડણી-દસ્‍તો, ‘કમોડ’ ધરાવનારી ખુરશી, ડાયપર (મળ-મૂત્ર શોષી લેનારું વસ્‍ત્ર) ઇત્‍યાદિ

૩ ઊ ૬. સ્‍વસંરક્ષણ માટે ઉપયોગી વસ્‍તુઓ

આપત્‍કાળમાં અરાજક જેવી સ્‍થિતિ અથવા રમખાણો જેવી સમસ્‍યા ઉદ્‌ભવી શકે છે. આવા સમયે સમાજકંટકો સામે રક્ષણ થવા માટે આ વસ્‍તુઓનો ઉપયોગ થશે – ‘પૅપર સ્‍પ્રે (મરચાંનો અર્ક ભરેલો નાનો ફુવારો)’, લાઠી, દંડસાંકળી ઇત્‍યાદિ.

૩ ઊ ૭. આધ્‍યાત્‍મિક ઉપાયો માટેનાં સાત્વિક ઉત્‍પાદનો

સનાતન-નિર્મિત કંકુ, અત્તર, ગોમૂત્ર-અર્ક, ઉદબત્તી, કપૂર, દેવતાઓનાં ચિત્રો, દેવતાઓની નામજપ પટ્ટીઓ ઇત્‍યાદિ

૩ ઊ ૮. થોડા સમયગાળા માટે ઘર છોડીને અન્‍યત્ર સ્‍થળાંતર કરવું પડે તો ઉપયોગી નિવડે, તેવી વસ્‍તુઓ

પૂર જેવા પ્રસંગમાં શાસકીય સૂચના મળ્યા પછી થોડા સમયમાં જ ઘર છોડવું પડે છે. આવા સમયે કઈ વસ્‍તુઓ સાથે હોવી, તેની સર્વસામાન્‍ય સૂચિ આગળ જણાવી છે. તેથી સાવ છેવટની ઘડીએ દોડાદોડી થશે નહીં અને ‘ઘર બહાર જતી વેળાએ મહત્વની સામગ્રી ઘરમાં જ રહી ગઈ’, એવું પણ બનશે નહીં.

અ. સર્વ વસ્‍તુ ભરવા માટે મજબૂત અને ઉપાડવા માટે સહેલી એવી મોટી થેલી અને પીઠ પર લઈ જઈ શકાય તેવી થેલી (સૅક)

આ. દંતમંજન, દાઢીની સામગ્રી, સાબુ, નાનો અરીસો, દાંતિયો, હંમેશાંના વાપરવાનાં કપડાં, ઓઢવાનું-પાથરવાનું અને હંમેશાં જોઈતી દવાઓ

ઇ. સામાન્‍ય રીતે ત્રણ દિવસ ચાલે તેટલો સૂકો નાશ્‍તો અને પીવાનું પાણી

ઈ. ભ્રમણભાષ અને તેનો પ્રભારક (ચાર્જર), વિદ્યુત પેઢી (પાવર બૅંક) અને ભ્રમણભાષ ક્રમાંક લખેલી વહી

ઉ. ‘સેલ’ પર ચાલનારી ટૉર્ચ અને મોટો પ્રકાશઝોત રહેલી અને વિદ્યુત ભારિત ટૉર્ચ

ઉ. મીણબત્તી અને વાતાવરણ ભેજવાળું હોય તો પણ અથવા પાણી લાગે તો પણ સળગે તેવા બાકસ

એ. મહત્વના દસ્‍તાવેજોની (ઉદા. શિધાપત્રક ‘રેશનકાર્ડ’, આધારકાર્ડ, અધિકોશની ‘પાસબુક’ની) છાયાપ્રતિઓ અથવા મૂળ પ્રતિઓ અને ‘એટીએમ કાર્ડ’

ઐ. પ્રથમોપચારની સામગ્રી, તેમજ નાક અને મોઢું ઢાંકવા માટે ‘માસ્‍ક’

ઓ. જાડી દોરી, હોકાયંત્ર અને બધાયને સતર્ક કરવા માટે સિસોટી

ઔ. આકાશવાણી પરથી આપવામાં આવનારી શાસકીય સૂચનાઓ, વૃત્તો ઇત્‍યાદિ સાંભળવા માટે ‘નાનો રેડિઓ (ટ્રાન્‍ઝિસ્‍ટર)’

અં. આધ્‍યાત્‍મિક ઉપાયોની સામગ્રી

૩ ઊ ૯. ભૂકંપ, પૂર ઇત્‍યાદિ આપત્‍કાળ માટે ઉપયોગી નિવડે તેવી વસ્‍તુઓ
અ. તંબુ, મોટા તાડપત્રી અને પ્‍લાસ્‍ટિકનો મોટો જાડો કાગળ

ક્યારેક તાત્‍પૂરતા નિવારા તરીકે તંબુ ઉપયોગી નિવડે છે. ઘર બહાર કાઢી રાખેલી સામગ્રી પલળે નહીં, તે માટે તાડપત્રી, પ્‍લાસ્‍ટિકના જાડા કાગળનો ઉપયોગ થાય છે.

આ. જીવરક્ષક-કવચ (લાઈફ જૅકેટ) અને નાની નૌકા (ડિંઘી બોટ)

પૂરસ્‍થિતિ ઉદભવી શકે તે ઠેકાણે રહેતી વ્‍યક્તિઓ માટે આ વસ્‍તુઓ ઉપયોગી છે. આ વસ્‍તુઓ ‘ઑનલાઈન’ વેચાતી મળે છે. નાની નૌકા વેચાતી લીધા પછી તે ચલાવતા પણ શીખી લેવું.

ઇ. ‘ગૅસ માસ્‍ક’ (Gas Mask) અને ‘પોર્ટેંબલ ઑક્સિજન માસ્‍ક ટૅંક’ (Portable Oxygen Mask Tank)

ઝેરી વાયુની ગળતી થાય તો ‘ગૅસ માસ્‍ક’ ઉપયોગી નિવડે છે. તેનો ઉપયોગ કરીને વ્‍યક્તિને સુરક્ષિત સ્‍થાન પર જવાનો પ્રયત્ન થઈ શકે છે. ‘પોર્ટેંબલ ઑક્સિજન માસ્‍ક ટૅંક’નો ઉપયોગ રુગ્‍ણને કટોકટીમાં પ્રાણવાયુ આપી શકવાથી તેના પ્રાણનું રક્ષણ થઈ શકે છે. ‘ગૅસ માસ્‍ક’ અને ‘પોર્ટેંબલ ઑક્સિજન માસ્‍ક ટૅંક’ ‘ઑનલાઈન’ વેચાતા મળે છે.

ઈ. ‘વૉકી-ટૉકી’ (Walkie Talkie) અને ‘હૅમ રેડિઓ’ (Ham Radio)

આ તાર વિનાની યંત્રણાઓ છે. દૂરભાષ અને ભ્રમણભાષ યંત્રણાઓ બંધ પડી જાય તો પ્રશાસનની પરવાનગી લઈને ‘વૉકી-ટૉકી’ અને ‘હૅમ રેડિઓ’નો ઉપયોગ કરી શકાય છે. ‘વૉકી-ટૉકી’ અને ‘હૅમ રેડિઓ’ વિશેની વધુ માહિતી જાણકાર પાસેથી લેવી.

ઉ. અન્‍ય વસ્‍તુઓ

કપાળ પર લગાડવાની ટૉર્ચ (આને કારણે બન્‍ને હાથ છૂટા રહે છે.), નાની દુરબીન, ‘સિગ્‍નલિંગ મિરર’ (આ નાના અરીસાના ઝબકારાને કારણે આપણે અટવાઈ ગયા હોવાનું દૂર પરના લોકોને ધ્‍યાનમાં આવી શકે છે.), ‘પૅરા કૉર્ડ’ (Para Cord – વધારે વજન ઉપાડી શકે તેવી ક્ષમતા ધરાવતી દોરી), ‘રેન પૉંચો’ (Rain Poncho – ટોપી ધરાવનારો મોટો ‘રેનકોટ’), વ્‍યક્તિ સંકટમાં સપડાઈ હોય ત્‍યારે (ઉદા. ભૂકંપને કારણે ઢગલા નીચે અટવાઈ ગયી હોય) અન્‍યોનું ધ્‍યાન દોરી લેતી મોટો અવાજ કરનારી યંત્રણા (Emergency Personal Alarm) અને ‘થર્મલ બ્‍લૅંકેટ’ (કડકડતી ઠંડી રહેલા પ્રદેશોમાં ઉપયુક્ત)

૩ ઊ ૧૦. લેખ માલિકામાં અન્‍યત્ર સૂચવેલી વસ્‍તુઓ

આપત્‍કાળનો વિચાર કરતા અન્‍નધાન, પાણી, વીજળી, પ્રવાસ ઇત્‍યાદિ સંબંધિત વસ્‍તુઓ પણ (ઉદા. ધાન્‍ય સંરક્ષક ઔષધીઓ, પાણીની ટાંકી) વેચાતી લઈ રાખવી પડે છે. આવી વસ્‍તુઓનાં નામો લેખાંક ૫ માં આપ્‍યાં છે. આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૫

૩ ઊ ૧૧. ઘરમાંની વસ્‍તુઓ, ઉપકરણો ઇત્‍યાદિની દુરસ્‍તી માટે લાગનારા છૂટા ભાગ લઈ રાખવા, તેમજ જાણકાર પાસેથી તે વસ્‍તુઓ, ઉપકરણો ઇત્‍યાદિની દુરસ્‍તી પણ શીખી લેવી

આપત્‍કાળમાં ઘરમાંના પંખા, નળ મિશ્રક (મિક્સર) જેવી વસ્‍તુઓ બગડી શકે છે. તેમની દુરસ્‍તી માટે લાગનારા છૂટા ભાગ આપત્‍કાળમાં બજારમાં મળવાનું કઠિન થશે અને દુરસ્‍તી કરનારો યંત્રજ્ઞ (મેકૅનિક) ઉપલબ્‍ધ થવાનું પણ કઠિન થશે. આ માટે આવી વસ્‍તુઓના છૂટા ભાગ પહેલેથી જ વેચાતા લઈ રાખવા, તેમજ તે વસ્‍તુઓની બને તેટલી દુરસ્‍તી પણ શીખી લેવી.

ઘરમાંની કેટલીક વસ્‍તુઓના છૂટા ભાગ, તેમજ તે વસ્‍તુઓની ‘દુરસ્‍તી વિશે શું શીખવું ?’, આ બાબત આગળ કેટલાક સ્‍થાનોએ આપી છે.

૩ ઊ ૧૧ અ. રસોડા સાથે સંબંધિત વસ્‍તુઓના છૂટા ભાગ

‘પ્રેશર કુકર’ની સીટી અને ‘ગૅસ્‍કેટ (પ્રેશર કુકરનું ઢાંકણું ઘટ્ટ બેસે એટલા માટે લગાડવાની રબ્‍બરની ચકતી)’, મિશ્રક માટે (‘મિક્સર’ માટે) લાગનારો ‘કાર્બન બ્રશ’ (મિશ્રકના ‘મોટર’માંનો વિદ્યુત પ્રવાહનો વાહક), રસોઈના ‘ગૅસ’ની નળી (પાઈપ) ઇત્‍યાદિ

૩ ઊ ૧૧ આ. પ્રકાશ આપનારા પારંપારિક સાધનોના છૂટા ભાગ

ચીમની (નાનું ફાનસ) અને ફાનસની કાંચ, દીવેટ, ચાવી (ચીમની અને ફાનસની જ્‍યોત નાની-મોટી કરવાની ચાવી) ઇત્‍યાદિ

૩ ઊ ૧૧ ઇ. વિદ્યુત જોડણી સાથે સંબંધિત વસ્‍તુઓના છૂટા ભાગ

દંડદીપનું (‘ટ્યુબલાઈટ’નું) ‘સ્‍ટાર્ટર’, ‘ઇન્‍સુલેશન ટેપ (ચીકણી પટ્ટી)’, ‘ફ્‍યુજ વાયર અને ફ્‍યુજ’, વીજળીના બટનો, ‘એક્સટેન્‍શન વાયર’, સાદી ‘વાયર’, છાપરાના પંખાનો ‘રેગ્‍યુલેટર’ ઇત્‍યાદિ.

દંડદીપનો ‘સ્‍ટાર્ટર’ વીજળીના બટન ઇત્‍યાદિ બાબતો બદલવાનું; ‘ફ્‍યુજ વાયર’ નાખવી ઇત્‍યાદિ બાબતો શીખી લેવી.

૩ ઊ ૧૧ ઈ. નળજોડણી સાથે સંબંધિત છૂટા ભાગ

નળ, ‘વૉશર’, ‘ટેફલૉન ટેપ’, નળદુરસ્‍તી માટે આવશ્‍યક રહેલા પાના, ‘એમ્-સીલ (M-Seal)’, ‘ગ્‍લૂ સ્‍ટિક’ (આ પ્‍લાસ્‍ટિકની સળી ઓગાળીને પાણીના પ્‍લાસ્‍ટિકની નળીને પડેલા છિદ્ર પર લગાડવાથી તે છિદ્ર (લિકેજ) બંધ થઈ શકે છે.), સાયકલની જૂની ‘ટ્યૂબ’ની કાપેલી પટ્ટીઓ (તેનો ઉપયોગ પાણીની ગળતી રોકવા માટે કરી શકાય છે.), પાણીની નળીઓ (પાઈપ) ઇત્‍યાદિ

૩ ઊ ૧૧ ઉ. વાહનો સાથે સંબંધિત છૂટા ભાગ

આપણી પાસે રહેલી સાયકલ, સાયકલ-રિક્ષા, દ્વિચક્રી, ચારચક્રી, બળદગાડી, ઘોડાગાડી ઇત્‍યાદિ વાહનોના કેટલાક છૂટા ભાગ લાવીને મૂકી શકાય છે, ઉદા. સાયકલ હોય, તો ટાયર, ટ્યૂબ, ‘પંક્‍ચર’ કાઢવાની સામગ્રી ઇત્‍યાદિ.

આપણી પાસે રહેલા વાહનોની દેખભાળ અને દુરસ્‍તી કરવાનું શીખી લેવું, ઉદા. સાયકલ હોય, તો તેનું ‘પંક્‍ચર’ કાઢવાનું શીખી લેવું.

સંકલક : પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે
(સંદર્ભ : સનાતનની ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

આપત્‍કાળમાં  જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

Leave a Comment