આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૫

આપત્‍કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્‍થા !

અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ ૪ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં  જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪

આપત્‍કાળ વિશેની આ લેખમાલિકા દ્વારા હજીસુધી અન્‍નવિના ભૂખમરો ન થાય એ માટે શું કરવું, તેમજ અન્‍નધાનનું ખેડાણ, ગોપાલન, પાણીની સગવડ કરવી, પાણીનો સંગ્રહ અને શુદ્ધિકરણ તેમજ વીજળીના પર્યાય ઇત્‍યાદિ વિશે જોયું. આ લેખમાં પ્રવાસ અથવા વાહન-વ્યવહાર માટે ઉપયુક્ત સાધનો વિશેની જાણકારી આપી છે.

 

૩. આપત્‍કાળની દૃષ્‍ટિએ દૈનદિન (શારીરિક) સ્‍તર પર કરવાની વિવિધ સિદ્ધતા !

૩ ઉ. પેટ્રોલ જેવા ઇંધણ અથવા વીજળી ન હોય
ત્‍યારે પ્રવાસ કરવાની સગવડ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા

૩ ઉ ૧. પ્રવાસ અથવા વાહન-વ્યવહાર માટે ઉપયુક્ત પુરવાર થનારા સાધનો વેચાતા લેવા

આપત્‍કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્‍યાદિ ઇંધણની અછત જણાશે. આગળ જતાં તો ઇંધણ મળશે પણ નહીં. ત્‍યારે આવા ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરુપયોગી પુરવાર થશે. આવા સમયે પ્રવાસ કરવો, રુગ્‍ણને વૈદ્ય પાસે લઈ જવો, અનાજ કે ભારે સામાન લાવવું ઇત્‍યાદિ કારણો માટે ઉપયુક્ત સાધનોનું વિવેચન આગળ કર્યું છે.

૩ ઉ ૧ અ. સાયકલ
સાયકલ

આગળ સાયકલના વિવિધ પ્રકાર આપ્‍યા છે. આપણી આવશ્‍યકતા અને આર્થિક ક્ષમતા, તેમજ સાયકલના લાભ ધ્‍યાનમાં લઈને જે સગવડભર્યો હોય, તે પર્યાય ચૂંટવો.

૩ ઉ ૧ અ ૧. સાદી સાયકલ

આમાં ‘ટાયર-ટ્યૂબ’ ધરાવતી સાયકલ અથવા ‘ટ્યૂબલેસ (ટ્યૂબ ન ધરાવનારું) ટાયર’ ધરાવનારી સાયકલ, આ રીતે ૨ પ્રકાર છે.

૩ ઉ ૧ અ ૨. વિદ્યુત ઘટની સહાયતાથી (‘બૅટરી’ પર) ચાલનારી સાયકલ
૩ ઉ ૧ અ ૩. સાયકલ-રિક્ષા

આપત્‍કાળમાં રુગ્‍ણને વૈદ્ય પાસે લઈ જવો, સામાન લાવવા-લઈ જવા ઇત્‍યાદિ માટે સાયકલ-રિક્ષા ઉપયુક્ત છે.

૩ ઉ ૧ આ. વિદ્યુત ઘટની સહાયતાથી (‘બૅટરી’ પર) ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો

આપત્‍કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્‍યાદિની અછત હોય ત્‍યારે આ પ્રકારના વાહનો ભલે ઉપયુક્ત પુરવાર થતા હોય, તેમ છતાં પેટ્રોલ, ડિઝલ ઇત્‍યાદિ પર ચાલનારા વાહનોની તુલનામાં આ વાહનોની કેટલીક ઉણપો પણ છે. આ વિશે વાચકો વધારે જાણકારી સંબંધિત વિક્રેતા પાસેથી લઈ શકે છે.

૩ ઉ ૧ ઇ. હાથગાડી (લારી)

1. રસ્‍તા પર શાક, વડાપાવ ઇત્‍યાદિ વેચનારા વાપરે છે, તેવી હાથગાડીનો ઉપયોગ આપત્‍કાળમાં સામાન વહેવાર કરવા માટે થશે.

૩ ઉ ૧ ઈ. ગાડું (બળદગાડી) અથવા ઘોડાગાડી

ગાડા માટે બળદ પાળવા. ગાય અને બળદ જો બન્‍ને પાળીએ, તો ગાયનું દૂધ મળશે, તેમજ ગાય અને પોઠિયાની ઉત્‍પત્તિ (પેદાશ) પણ થતી રહેશે. બળદ સાધારણ ૩ વર્ષનો થયા પછી બળદગાડીએ જોતરી શકાય છે. બળદગાડીની જેમ જ ઘોડાગાડી પણ વેચાતી લઈ શકાય છે. જો કેવળ ઘોડો જ લઈએ, તો તે પ્રવાસ કરવા માટે ઉપયોગી નિવડે છે.

ગાય, બળદ અને ઘોડાને નીર-ખડ આપવું, તેમના ગમાણ-તબેલાની વ્‍યવસ્‍થા કરવી, તેમની કાળજી લેવી, તેમની બીમારી અને તેના પરના ઔષધોપચાર ઇત્‍યાદિ જાણકાર પાસેથી શીખી લેવા. ઘોડા પરથી પ્રવાસ કરવો તેમજ ઘોડાગાડી અને બળદગાડી ચલાવવાનું પણ શીખી લેવું.

૩ ઉ ૨. રાત્રે પ્રવાસ સમયે વીજળીના અભાવે માર્ગમાંના દીવા બંધ હોય તો પ્રકાશ આપનારા સાધનોનો ઉપયોગ કરવો
૩ ઉ ૨ અ. ‘ડ્રાય સેલ’ રહેલી ટૉર્ચ (બૅટરી)

આ ટોર્ચના ‘ડ્રાય સેલ’ પણ લઈ રાખવા. કેટલાક ‘ડ્રાય સેલ’ની કાલબાહ્ય થવાની દિનાંક ઉત્‍પાદનના વર્ષથી ૨ વર્ષ સુધી હોય છે, જ્‍યારે કેટલાકની કાલબાહ્ય થવાની દિનાંક ઉત્‍પાદનના વર્ષથી ૧૦ વર્ષ હોય છે. તેથી વધુ સમય સુધી સંગ્રહમાં સારી રીતે રહી શકનારા ‘ડ્રાય સેલ’ લેવા.

૩ ઉ ૨ આ. વીજળી અથવા સૌરઊર્જા પર ભારિત (ચાર્જ) કરી શકાય તેવી ટૉર્ચ (બૅટરી)

આપત્‍કાળની દૃષ્‍ટિએ એક અથવા તેના કરતાં વધારે ટૉર્ચ વેચાતી લઈ રાખવી. આવી ટૉર્ચ પ્રતિદિન ઉપયોગમાં પણ રાખવી.(ચાવી ફેરવીને ભારિત (ચાર્જ) થનારી અથવા ચાલનારી ટૉર્ચ (બૅટરી) પણ બજારમાં ઉપલબ્‍ધ છે.)

૩ ઉ ૨ ઇ. ફાનસ

ફાનસ સળગાવવા માટે ‘ઘાસલેટ (કેરોસીન)’નો ઉપયોગ કરવામાં આવે છે. ઘાસલેટ ઉપલબ્‍ધ ન હોય તો ફાનસમાં અન્ય તેલ (ઉદા. ખાદ્ય તેલ, તલનું તેલ) વાપરી શકાય. ફાનસ સિવાય ‘ઘાસલેટ’ પર પેટનારા વિવિધ પ્રકારના દીવા પણ બજારમાં મળે છે.(સૌરઊર્જા પર ચાલનારું ફાનસ બજારમાં ઉપલબ્‍ધ છે.)

ફાનસ
૩ ઉ ૨ ઈ. મશાલ

મશાલ બધે જ વેચાતી મળતી નથી; પણ તે સુતાર કે સાંધકામ કરનારા (ફૅબ્રિકેટર) પાસેથી બનાવી લઈ શકાય છે. મશાલના ઉપરના ભાગમાં મોટા વાટકા પ્રમાણે એક ધાતુનું (ઉદા. સ્‍ટીલનું, પિતળનું) વાસણ હોય છે. આ વાસણ સામાન્‍ય રીતે અર્ધો મીટર લંબાઈની લાકડીના દાંડાને જોડેલું હોય છે. દીવામાં જે રીતે દીવેટ હોય છે, તે રીતે મશાલમાં કાપડનો વીંટો દીવેટ તરીકે વાપરવામાં આવે છે.

મશાલ

મશાલ ઊભી ઝાલીને તેના ઉપરના ભાગમાંના વાસણમાં ઘટ્ટ બેસે એટલા આકારનો કાપડનો વીંટો રાખવો અને તેનો એક ખૂણો પ્રજ્‍વલિત કરવા માટે બહાર કાઢવો. વીંટો તેલથી પૂર્ણપણે ભીજાય ત્યાં સુધી વાસણમાં તેલ (ઉદા. કરંજ તેલ, સરકીનું તેલ) રેડવું. વીંટાનો બહાર કાઢેલો ખૂણો પ્રજ્‍વલિત કર્યા પછી તેનામાંનું તેલ પૂર્ણ બળે ત્‍યાં સુધી મશાલ પ્રજ્‍વલિત રહે છે. મશાલમાંનું તેલ પૂરું થઈ જાય તો વીંટો બળી જાય છે. તે માટે તેલ પૂર્ણ ખૂટવા દીધા વિના મશાલમાં આવશ્‍યકતા અનુસાર વચ્ચે વચ્ચે તેલ નાખવું. મશાલ સિદ્ધ કરવાની કૃતિ વિશે જાણકારો પાસેથી પણ શીખી લેવું.’

 શ્રી. અવિનાશ જાધવ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
મશાલમાં રહેલા વાટકામાંના ખીલા ફરતું વીંટેલું કાપડ અને તે સળગાવવા માટે બહાર કાઢેલો કાપડનો ખૂણો
૩ ઉ ૨ ઉ. કાકડો, નાની મશાલ

‘નારિયેળની ઝાવલી (તાડ-માડના પાંદડાથી ગૂંથેલી ડાખળી)ના લાંબા પાંદડામાંથી કાકડો બનાવે છે. કાકડો બનાવવા માટે એક મૂઠીમાં સમાય તેટલી ઝાવલીનાં લાંબા પાંદડાં એકત્રિત કરીને તે અન્‍ય પાન  અથવા સુતળીની સહાયતાથી વચમાં વચમાં ગઠ્ઠ બાંધવા. કાકડો જલદીથી સળગવાને બદલે ધીમે રહીને સળગે, તે માટે તે સળગાવતા પહેલાં તેના પર પાણીનું થોડું છાંટણ કરવું. ઝાવલીના લાંબા પાંદડામાં નૈસર્ગિક રીતે તેલનો અંશ હોવાથી કાકડો સળગતો રહે તે માટે જુદા ઇંધણની આવશ્‍યકતા લાગતી નથી. આપણે દીવાસળી સળગાવતી સમયે જે રીતે ત્રાંસી પકડીએ છીએ, તે રીતે ‘કાકડો સરખો સળગે’ તે માટે તે સળગાવતી વેળાએ ત્રાંસો પકડવો. સામાન્‍ય રીતે ૩ ફૂટ લંબાઈનો કાકડો ૨૦ મિનિટ પ્રકાશ આપે છે.’

શ્રી. વિવેક પ્રભાકર નાફડે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.
કાકડો (નાની મશાલ)
૩ ઉ ૩. અપરિચિત પ્રદેશમાં પ્રવાસ કરતી વેળાએ દિશા સમજાય તે માટે હોકાયંત્ર (દિશાદર્શક, ‘કંપાસ’)નો ઉપયોગ કરવો

આપત્‍કાળમાં એક પ્રદેશમાંથી બીજા અપરિચિત પ્રદેશમાં સ્‍થળાંતર કરવું પડી શકે છે. આવા સમયે રસ્‍તામાં માર્ગદર્શક ફલક હશે જ, એવું નથી અને ત્‍યાં રસ્‍તો બતાવનારા મળશે, એમ પણ નથી. માર્ગદર્શક ફલક હોય, તો પણ રાત્રિના અંધારામાં તે દેખાય નહીં.  આવા સમયે પ્રવાસ દિશાહીન થઈને આપણે ગોથા ન ખાઈએ તે માટે હોકાયંત્ર ઉપયુક્ત પુરવાર થાય છે. એ માટે ભ્રમણભાષમાં હોકાયંત્રની ‘ઍપ’ ‘ડાઊનલોડ’ કરી લેવી. તે જોઈને દિશા સમજાય છે.

હોકાયંત્ર

‘ભ્રમણભાષમાં હોકાયંત્રની ‘ઍપ’ ભલે ‘ડાઊનલોડ’ કરી હોય, તો પણ ભ્રમણભાષ અભારિત (ડિસ્‍ચાર્જ) થઈ શકે છે’, એ ધ્‍યાનમાં રાખીને હોકાયંત્ર સાથે રાખવું. હોકાયંત્રને ‘સેલ’ કે વીજળીની આવશ્‍યકતા હોતી નથી. તેમાંના કાંટા હંમેશાં ‘ઉત્તર-દક્ષિણ દિશા’ દર્શાવે છે. તેના પરથી દિશા નક્કી કરી શકાય છે.’

શ્રી. વિજય પાટીલ, જળગાવ
(સંદર્ભ : સનાતનની  ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

ભાગ ૬ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૬

Leave a Comment