કોરોનાના સંકટકાળમાં ગણેશોત્‍સવ કેવી રીતે ઊજવવો ?

 

૧. આપત્‍કાલીન પરિસ્‍થિતિ માટે હિંદુ ધર્મશાસ્‍ત્રમાં કહેલો પર્યાય એટલે ‘આપદ્‌ધર્મ’ !

‘વર્તમાનમાં વિશ્‍વભરમાં કોરોનાની મહામારીને કારણે સર્વત્ર જ લોકોની અવર-જવર પર અનેક બંધનો આવ્‍યા છે. ભારતમાં પણ વિવિધ રાજ્‍યોમાં અવર-જવર પ્રતિબંધ (લૉકડાઊન) છે. કેટલાક ઠેકાણે ભલે કોરોનાનો પ્રાદુર્ભાવ ઓછો હોય, તો પણ ત્‍યાં લોકો ઘર-બહાર જાય તેના પર અનેક બંધનો છે જ. તેને કારણે હિંદુઓના વિવિધ તહેવાર, ઉત્‍સવ અને વ્રતો હંમેશાંની જેમ સામૂહિક રીતે ઊજવવા પર બંધનો આવ્‍યા છે. કોરોના જેવી આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર હિંદુ ધર્મએ ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્‌ધર્મ’ એમ કહેવાય છે. ‘આપદ્‌ધર્મ’ અર્થાત્ ‘आपदि कर्तव्‍यो धर्मः ।’  અર્થાત્ ‘આપત્‍કાળમાં ધર્મશાસ્‍ત્રને માન્‍ય રહેલી કૃતિ.’

આ કાળમાં જ શ્રી ગણેશચતુર્થીનું વ્રત અને ગણેશોત્‍સવ આવતા હોવાથી સંપત્‍કાળમાં કહેલી પદ્ધતિ અનુસાર આ વખતે ઉત્‍સવ સ્‍વરૂપમાં, અર્થાત્ સામૂહિક રૂપથી આ ઉત્‍સવ ઊજવવામાં મર્યાદા છે. આ દૃષ્‍ટિએ સદર લેખમાં ‘વર્તમાન દૃષ્‍ટિએ ધર્માચરણ તરીકે ગણેશોત્‍સવ કેવી રીતે ઊજવી શકાય ?’, તેનો વિચાર કરવામાં આવ્‍યો છે. અહીં મહત્વનું સૂત્ર એમ કે, ‘હિંદુ ધર્મએ કયા સ્‍તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે ?’, આ બાબત આના દ્વારા શીખવા મળે છે. તેમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્‍વ રેખાંકિત થાય છે.

 

૨. ગણેશચતુર્થીનું વ્રત કેવી રીતે કરવું ?

ગણેશોત્‍સવ હિંદુઓનો મોટો તહેવાર છે. શ્રી ગણેશચતુર્થીના દિવસે, તેમજ શ્રી ગણેશોત્‍સવના દિવસોમાં ગણેશતત્વ હંમેશાંની તુલનામાં પૃથ્‍વી પર ૧ સહસ્ર ગણું વધારે કાર્યરત હોય છે. વર્તમાનમાં કોરોના વિષાણુનો પ્રભાવ દિવસે-દિવસે મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. તેથી કેટલાક સ્‍થાનોએ ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. આ માટે આપદ્‌ધર્મ અને ધર્મશાસ્‍ત્રનો મેળ બેસાડીને, સજાવટ (ડેકોરેશન), રોષનાઈ ઇત્‍યાદિ કરવાને બદલે સાદી રીતે પાર્થિવ સિદ્ધિવિનાયકનું વ્રત આગળ જણાવેલી પદ્ધતિ અનુસાર કરી શકાશે.

પ્રત્‍યેક વર્ષે ઘણા ઘરોમાં ખડીમાટી, પ્‍લાસ્‍ટર ઑફ પૅરિસ ઇત્‍યાદિથી બનાવેલી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે જે વિસ્‍તારોમાં કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ ઓછો છે, અર્થાત્ જે વિસ્‍તારમાં અવર-જવર પ્રતિબંધિત નથી, આવા ઠેકાણે હંમેશાંની જેમ ગણેશમૂર્તિ લાવીને તેની પૂજા કરવી. (ધર્મશાસ્‍ત્ર અનુસાર ખડીમાટીની ગણેશમૂર્તિ શા માટે હોવી જોઈએ ?’, આ વિશેનું વિવરણ લેખના અંતિમ સૂત્રમાં આપ્‍યું છે.)

જેમને કેટલાંક કારણોસર ઘરમાંથી બહાર નીકળવું પણ સંભવ નથી, ઉદા. કોરોનાના ચેપને કારણે આજુબાજુનો વિસ્‍તાર અથવા મકાન ‘પ્રતિબંધિત ક્ષેત્ર’ તરીકે ઘોષિત થયું હોય, ત્‍યાંના લોકો ‘ગણેશતત્વનો લાભ થાય’, તે માટે પોતાના ઘરમાંની ગણેશમૂર્તિ અથવા ગણેશ ચિત્રની ષોડશોપચાર પૂજા કરી શકે છે. આ પૂજન કરતી વેળાએ ‘પૂજામાંનો ‘પ્રાણપ્રતિષ્‍ઠા’ આ વિધિ કરવો નહીં’, આ ધ્‍યાનમાં લેવાનું મહત્વનું સૂત્ર છે.

 

૩. જ્‍યેષ્‍ઠા ગૌરીનું વ્રત કેવી રીતે કરવું ?

કેટલાંક ઘરોમાં ભાદરવો સુદ પક્ષ આઠમના દિવસે જ્‍યેષ્‍ઠા ગૌરીનું પૂજન કરવામાં આવે છે. કેટલાંક ઘરોમાં નાના કાંકરા (પથ્‍થર)ના સ્‍વરૂપમાં, જ્‍યારે કેટલાંક ઘરોમાં ઊભા મુખવટા કરીને તેમની પૂજા કરવામાં આવે છે. કોરોનાના સંકટને કારણે જેમને પ્રતિવર્ષ પ્રમાણે કાંકરાના સ્‍વરૂપમાં અથવા મુખવટાના સ્‍વરૂપમાં તેમની પૂજા કરવાનું સંભવ નથી, તેઓ પોતાના ઘરમાંની દેવીની એકાદ મૂર્તિની અથવા ચિત્રની પૂજા કરી શકે છે.

વિશેષ સૂચના

ગણેશમૂર્તિ લાવતી વેળાએ, તેમજ તેનું વિસર્જન કરતી વેળાએ ઘરમાંના થોડા લોકોએ જ જવું. મૂર્તિનું વિસર્જન કરતી વેળાએ પોતાના ઘરની નજીકનું તળાવ અથવા કૂવામાં વિસર્જન કરવું. આ કાળમાં ભીડ થવાનું જોખમ વધારે હોવાથી સરકારે કોરોના સંદર્ભમાં કહેલા માર્ગદર્શક સૂત્રોનું તંતોતંત પાલન કરવું, એ આપણા સહુકોઈનું જ આદ્યકર્તવ્‍ય છે.’

– શ્રી. દામોદર વઝે, સંચાલક, સનાતન પુરોહિત પાઠશાળા, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૩.૭.૨૦૨૦)

 

૪. ‘ગણેશમૂર્તિ ખડીમાટીની શા માટે હોવી ?’, આ વિશેનો ધર્મશાસ્‍ત્રીય સંદર્ભ !

ધર્મશાસ્‍ત્ર અનુસાર ખડીમાટીની મૂર્તિની પૂજા કરવાથી તેનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર વધારેમાં વધારે લાભ થાય છે’, એવું હિંદુઓના ધર્મશાસ્‍ત્રીય ગ્રંથમાં કહ્યું છે.

‘ધર્મસિન્‍ધુ’માં ‘ગણેશચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ કેવી હોવી જોઈએ ?’, આ વિશે આગળ જણાવેલો નિયમ આપ્‍યો છે.

तत्र मृन्‍मयादिमूर्तौ प्राणप्रतिष्‍ठापूर्वकं विनायकं षोडशोपचारैः सम्‍पूज्‍य…।

– ધર્મસિન્‍ધુ, પરિચ્‍છેદ ૨

અર્થ : આ દિવસે (ભાદરવો સુદ પક્ષ ચતુર્થીના દિવસે) શ્રી ગણેશની માટી ઇત્‍યાદિથી બનાવેલી મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠાપૂર્વક સ્‍થાપના કરીને ષોડશોપચાર પૂજા કરીને….

અન્‍ય એક સંદર્ભ અનુસાર ‘સ્‍મૃતિકૌસ્‍તુભ’ નામક ધર્મગ્રંથમાં શ્રીકૃષ્‍ણએ ધર્મરાજાને સિદ્ધિવિનાયક વ્રત કરવા બાબતેનો ઉલ્‍લેખ છે. તેમાં ‘મૂર્તિ કેવી હોવી જોઈએ ?’, તેનું વિગતવાર વર્ણન છે.

स्‍वशक्‍त्‍या गणनाथस्‍य स्‍वर्णरौप्‍यमयाकृतिम् ।
अथवा मृन्‍मयी कार्या वित्तशाठ्यं न कारयेत् ॥ – સ્‍મૃતિકૌસ્‍તુભ

અર્થ

આ (સિદ્ધિવિનાયકની) પૂજા માટે પોતાની કૌવત પ્રમાણે સોનું, રૂપું (ચાંદી) અથવા માટીની મૂર્તિ બનાવવી. તેમાં કંજૂસાઈ કરવી નહીં.

‘તેમાં સોનું, ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવવી’, એવો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ હોવાથી આ ઉપરાંત કોઈપણ વસ્‍તુમાંથી મૂર્તિ બનાવવી એ શાસ્‍ત્ર અનુસાર અયોગ્‍ય છે.’

નોંધ

‘શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી ? સામગ્રી કઈ હોવી જોઈએ ?’, આ વિશે જેમને વધુ જાણકારી જોઈતી હોય, તેમણે સનાતનની ‘ગણેશ પૂજા અને આરતી’ આ ઍપ ડાઊનલોડ કરવો. આ ઍપ હિંદી, અંગ્રેજી, મરાઠી અને કન્નડ ભાષામાં ઉપલબ્ધ છે.

‘સનાતન સંસ્‍થાના’ www.Sanatan.org/gujarati/3571.html આ સંકેતસ્‍થળ પર શ્રીગણેશ વિશેની અધ્યાત્મશાસ્ત્રીય માહિતી ઉપલબ્ધ છે.

‘ગણેશ પૂજા અને આરતી’ આ ઍપ ડાઊનલોડ કરવા માટે માર્ગિકા

૧. Android App : sanatan.org/ganeshapp

૨.  Apple iOS App : sanatan.org/iosganeshapp

સૌજન્‍ય : સનાતન સંસ્‍થા

Leave a Comment