આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪

આપત્‍કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્‍થા !

અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગ દર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ ૩ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં  જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩

આપત્‍કાળ વિશેની આ લેખમાલિકા દ્વારા હજીસુધી અન્‍નવિના ભૂખમરો ન થાય એ માટે શું કરવું, તેમજ અન્‍નધાનનું ખેડાણ, ગોપાલન ઇત્‍યાદિ વિશે જોયું. માનવી પાણી સિવાય જીવી શકે નહીં અને તે વીજળી વિના જીવન જીવવાની કલ્‍પના પણ કરી શકતો નથી. તે માટે પાણીની સગવડ કરવી, પાણીનો સંગ્રહ અને શુદ્ધિકરણની પદ્ધતિઓ, તેમજ વીજળીના પર્યાય વિશેની જાણકારી આ લેખમાં આપી છે.

 

૩. આપત્‍કાળની દૃષ્‍ટિએ દૈનદિન (શારીરિક) સ્‍તર પર કરવાની વિવિધ સિદ્ધતા !

૩ આ. પાણી વિના હેરાનગતિ થાય નહીં, એ માટે આ કરવું !

૩ આ ૧. આપત્‍કાળમાં પાણીની અછત ન જણાય, તે માટે કૂવો અથવા નાનો કૂવો હમણાથી જ ખોદાવી લેવો અને જો સંભવ ન હોય તો કૂપનલિકા (બોરવેલ) ખોદાવી લેવી.
કૂવો

કેટલાક ગામો, શહેરો અને મહાનગરોને પંચાયત, નગરપાલિકા ઇત્‍યાદિ દ્વારા બંધ અથવા તળાવમાંનું પાણી નળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આપત્‍કાળમાં ઘણા દિવસ વીજળી ન હોવી, અતિવૃષ્‍ટિને કારણે બંધ તૂટવો, તળાવ વિસ્‍તારમાં પૂરતો વરસાદ ન પડવો ઇત્‍યાદિ કારણોસર નળ દ્વારા કરવામાં આવતો પાણીપુરવઠો બંધ થઈ શકે છે. આવી પરિસ્‍થિતિમાં શાસન દ્વારા ઘણીવાર ‘ટૅંકર’ દ્વારા પાણીપુરવઠો કરવામાં આવે છે; પણ આપત્‍કાળમાં ઇંધનના અભાવથી ‘ટૅંકર’નો વહેવાર ખોરવાઈ શકે છે. દુકાળમાં ગામ નજીકથી વહેનારી નદી પણ સૂકાઈ જવાની સંભાવના હોય છે.

આવા પ્રકારની વિવિધ સમસ્‍યાઓ ધ્‍યાનમાં લઈને જ્‍યાં પાણી લાગી શકે, આવા ઠેકાણે ઘરની નજીક કૂવો અથવા નાનો કૂવો અને જો તે સંભવ ન હોય, તો કૂપનલિકા હમણાથી જ ખોદાવી લેવી. કૂપનલિકા કરતાં કૂવો ખોદાવી લેવો વધારે યોગ્‍ય છે; કારણકે આપત્‍કાળમાં કૂપનલિકાની દુરસ્‍તી માટે લાગનારા છૂટા ભાગ, યંત્રસુધારક (મેકૅનિક) ઇત્‍યાદિ મળવું કઠિન બને છે. કૂવો અથવા કૂપનલિકાનું ખોદકામ ચાલુ કરવા પહેલાં ‘ભૂમિમાં પાણી લાગવા’ વિશે જાણકારને પૂછી લેવું. ભૂમિમાં જો પાણી લાગવાનું હોય, તો જ ખોદકામનો વ્‍યય (ખરચો) કરવો.

જો કૂવો અથવા કૂપનલિકામાં પુષ્‍કળ પાણી લાગે તો તે પાણીનો ખેતર, બાગાયત (પાણી પાઈને કરેલી બારમાસ ખેતી) ઇત્‍યાદિ માટે પણ ઉપયોગ કરી શકાય.

૩ આ  ૧ અ. ભૂગર્ભમાંની પાણીની સપાટી વધવા માટે વિવિધ ઉપાયયોજના કરવી

વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્‍યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્‍યાદિના પાણીમાં વધારો થઈ શકે છે. આગળ જણાવ્‍યામાંથી વહેળા પર બંધ બાંધવા અને નદીતટ ખેડવો આ કૃતિઓ ગામના સ્‍તર પર સંગઠિત રીતે કરવી, તેમજ તે કરવા પહેલાં શાસનની રીતસર અનુમતિ લેવી.

૩ આ ૧ અ ૧. શાસકીય યોજનાનો લાભ લેવો

ગામવાસીઓએ વ્‍યક્તિગત રીતે અથવા એકત્રિત થઈને આવી યોજનાઓનો લાભ લેવાનો પ્રયત્ન કરવો, ઉદા. મહારાષ્‍ટ્ર સરકારે હાથ ધરેલી ‘પાણી રોકો પાણી જીરવો’ આ યોજના.

૩ આ ૧ અ ૨. વહેળા પર ઠેકઠેકાણે નાના નાના બંધ બાંધવા !
નાના બંધ
૩ આ ૧ અ ૩. ગામ નજીકથી વહેનારી નદીનું પાત્ર ખેડવું

‘પ્રતિવર્ષ ચોમાસામાં નદીમાં આવતા ડહોળા પાણીમાંના સૂક્ષ્મ કણ (ફાઈન પાર્ટીકલ્‍સ) નદીપાત્રમાંની રેતીમાં જમા થાય છે. આવું અનેક વર્ષો થતું હોવાથી તેમના પડ પર પડ જામે છે અને તેથી નદીમાંથી વહેનારું પાણી રેતીમાંથી નદીતટમાં (ભૂમિમાં) વધારે શોષાતું નથી. નદીનું પાણી નદીતટમાં ન શોષાવાથી નદીના વિસ્‍તારમાંની ભૂગર્ભમાંની પાણીની સપાટી પ્રતિવર્ષ ઓછી થતી જાય છે. તેના પર ઉપાયયોજના તરીકે નદીનું તટ ખેડવાનો એક યશસ્‍વી પ્રયોગ કેટલાક ગામડાઓમાં કરવામાં આવ્‍યો. આ વિશેની જાણકારી આગળ આપવામાં આવી છે.

૩ આ ૧ અ ૩ અ. નદીતટ ખેડીને પાણી ભૂમિમાં જીરવીને ભૂગર્ભમાંની પાણીની સપાટી વધારનારા ગોમઈ નદીકાંઠના ગ્રામવાસીઓ !

ઉપર જણાવેલી પરિસ્‍થિતિ ડાંબરખેડા, તા. શહાદા, જિલ્‍લો નંદુરબાર, મહારાષ્‍ટ્ર નામક ગામમાં હતી. આ ગામ ગોમઈ નદીના કાંઠે વસેલું છે. આ નદીમાં ૪ થી ૬ માસ (મહિના) પાણી હોય છે. એમ હોવા છતાં પણ ડાંબરખેડાના કૂવા અને કૂપનલિકાની પાણીની સપાટી ૫૦૦ થી ૭૦૦ ફૂટ ઊંડી ગઈ હતી. તેના પર માત કરવા માટે ત્‍યાંના ગામવાસીઓએ ઉનાળામાં કોરી પડેલી ગોમઈ નદી ટ્રેક્‍ટર, લાકડાનું હળ, લોઢાનું હળ ઇત્‍યાદિ સાધનો દ્વારા સાધારણ એક કિ.મી. ઊભી – આડી ખેડી નાખી. તેથી વરસાદમાં નદીમાં પાણી આવ્‍યા પછી તે મોટા પ્રમાણમાં વહી જવાને બદલે નદીના પાત્રમાં શોષાઈને બરાબર ૨૪ કલાકમાં નજીકના કૂવા અને કૂપનલિકાની જળસપાટી ૫૦૦ થી ૭૦૦ ફૂટ ઊંડાણ પરથી કેવળ ૯૦ ફૂટ પર આવી !

ખેતિયા નામક મધ્‍યપ્રદેશમાંના શહેર સુધીના અનેક ગામમાંના લોકોએ પણ પોતપોતાના ગામ પાસેથી વહેનારી ગોમઈ નદીનું ખેડાણ કર્યું અને ચોમાસામાં વહી જનારું નદીનું પાણી પાત્રમાં જીરવ્‍યું.’ (સંદર્ભ : ‘વૉટસ્‌ઍપ’ પરનું લખાણ)

૩ આ ૧ આ. કેટલીક સૂચનાઓ

૧. કૂવો અથવા કૂપનલિકા (બોરવેલ) ખોદાવી લેવાની એકાદ કુટુંબની જો આર્થિક ક્ષમતા ન હોય તો કેટલાક કુટુંબો એકત્રિત આવીને આ કરી શકાશે.

૨. કૂવા પર ગરગડી બેસાડી લેવી (રેંટ બેસાડી લેવો.). રેંટથી પાણી કાઢવાની ટેવ રાખવી. ‘રેંટની દોરી જીર્ણ થાય તો તે પાલટવી પડે છે’, એ ધ્‍યાનમાં લઈને રેંટ માટે હજી એક દોરી વેચાતી લઈ રાખવી. બને તો કૂવા પર સૌરઊર્જા પર ચાલનારો પંપ પણ બેસાડી લેવો. સૌરપંપ ભલે બેસાડ્યો હોય, તો પણ રેંટની સગવડ કરવાનું ટાળવું નહીં; કારણકે જો સમગ્ર દિવસ દરમ્‍યાન વાદળિયુ વાતાવરણ હોય, તો તે દિવસે સૌરપંપ નિરુપયોગી પુરવાર થાય છે.

૩. પહેલાં ખોદાવી લીધેલા કૂવાનું પાણી ચોમાસું ચાલુ થાય ત્‍યાં સુધી થઈ ન રહેતું હોય તો જાણકારને પૂછીને કૂવાનું ઊંડાણ વધારી લેવું, જેથી ચોમાસું ચાલુ થાય, ત્‍યાં સુધી પાણી પૂરું પડી શકે.

૪. જો એકાદ પાસે પહેલેથી કૂપનલિકા (બોરવેલ) હોય, તો તેણે કૂપનલિકા પર વીજળીથી ચાલનારા પંપની સાથે જ સૌરપંપ અને હાથપંપ પણ બેસાડી લેવો. નવી ખોદાવેલી કૂપનલિકા પર પણ આ સગવડ કરી લેવી.

૫. કૂવો અને બોરવેલમાંનું પાણી માનવી ભૂલોને કારણે દૂષિત થાય નહીં, તેનું ધ્‍યાન રાખવું.

૩ આ ૨. આપત્‍કાળમાં કુટુંબને ઓછામાં ઓછું ૧૦ થી ૧૫ દિવસ થઈ રહે, એટલું પાણી સંગ્રહી શકાય, તેવી સગવડ કરવી

આપત્‍કાળમાં સરકાર દ્વારા થનારો પાણીપુરવઠો અનિયમિત હોવો, કૂવા કે બોરવેલ પર બેસાડેલો વીજળીનો પંપ બગડવો ઇત્‍યાદિ સંભાવનાઓનો વિચાર કરીને કુટુંબને ન્‍યૂનતમ ૧૦ થી ૧૫ દિવસ થઈ રહે, એ રીતે પાણી સંઘરવાની સગવડ કરવી, ઉદા. પાણીની ટાંકીઓ બેસાડવી.

૩ આ ૩. વીજળીની અછતથી ઘરમાંનું જળશુદ્ધિકરણ યંત્ર (વૉટર પ્‍યુરીફાયર) બંધ પડવાની સંભાવના ધ્‍યાનમાં લઈને આગળ જણાવેલા પર્યાયોનો વિચાર કરવો
૩ આ ૩ અ. ‘કૅંડલ ફિલ્‍ટર’ વેચાતુ લઈ રાખવું.
૩ આ ૩ આ. પાણી સ્‍વચ્‍છ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરવો
ફટકડી

હાંડામાં અથવા મધ્‍યમ આકારના પીપમાં માટીવાળું (થોડું ડહોળું) પાણી પીવા માટે અથવા રસોઈ કરવા માટે ઉપયોગ કરવાનો વારો આવે, તો આગળ જણાવ્‍યા પ્રમાણે ફટકડીનો ઉપયોગ કરવો.

ફટકડીનો લગભગ ૩ – ૪ સેં.મી. લાંબો-પહોળો ગાંગડો (લિંબુ જેવડો) ચોખ્‍ખા ધોયેલા હાથથી હાંડા અથવા પીપમાંના પાણીના ઉપરના ભાગમાં ઘડિયાળના કાંટાની દિશામાં ૨ – ૩ વાર અને ત્‍યાર પછી વિરુદ્ધ દિશામાં ૨ – ૩ વાર ફેરવવો. આમ કરવાથી પાણીમાંની માટી લગભગ ૩ – ૪ કલાકમાં તળિયે બેસે છે. પાણી પૂર્ણ સ્‍વચ્‍છ થવા માટે એક દિવસ લાગે છે. પાણી ચોખ્‍ખું થાય ત્‍યાં સુધી હલાવવું નહીં. પાણી વચમાં હલાવવાથી પાણીમાં તળિયે બેસવા લાગેલી માટી ફરીવાર ઉપર આવે છે.

હાંડો અથવા પીપમાંના પાણીનો ઉપયોગ કરવાનો વારો આવે ત્‍યારે ઉપરનું સ્‍વચ્‍છ પાણી ધીમે રહીને અન્‍ય વાસણમાં કાઢી લેવું. હાંડો અથવા પીપમાંનું તળિયાનું ડહોળું પાણી ઝાડવાને પાવું.

૩ આ ૩ ઇ. પાણી ગાળીને અને ઉકાળીને લેવું

પીવાનું પાણી પીપમાં ભરવા પહેલાં પીપ પર એક જાડું અને ચોખ્‍ખુ ધોયેલું વસ્‍ત્ર પીપના ઉપરના ખુલ્‍લા ભાગ પર બાંધવું અને તેમાંથી પાણી ગાળી લેવું. આ પાણી રસોઈ માટે વાપરી શકાશે. પાણી ગાળવા માટે વાપરેલું વસ્‍ત્ર પછી ચોખ્‍ખું ધોઈને સૂકવીને મૂકવું. તે વસ્‍ત્ર કેવળ પાણી ગાળવા માટે જ વાપરવું.

ગાળી લીધેલા પાણીમાંથી પીવા માટે જોઈતું પાણી ઉકાળી લેવું.

૩ આ ૩ ઈ. પાણી શુદ્ધ કરનારી યંત્રણા રહેલી બાટલી વાપરવી (ઇન્‍સ્‍ટંટ પ્‍યુરીફાયર બૉટલ)

આ બાટલીમાં અશુદ્ધ પાણી ભરવાથી થોડા સમયમાં તે શુદ્ધ થઈને પીવા લાયક બને છે. આ બાટલીનો વધારે ઉપયોગ આપત્‍કાળમાં અચાનક પ્રવાસ કરવો પડે અથવા બહારગામ રહેવું પડે ત્‍યારે થશે. તેનું કારણ એટલે, ત્‍યારે પ્રત્‍યેક સમયે પીવા માટે શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્‍ધ થશે જ એમ નથી. પાણી શુદ્ધ કરનારી આવી બાટલીનું મૂલ્‍ય લગભગ રૂ. ૫૦૦ અથવા વધારે છે. આવી બાટલી ‘ઑનલાઈન’ વેચાતી મળે છે.

૩ આ ૪. વીજળીના અભાવથી પાણી ઠંડું કરનારા યંત્રો બંધ પડવાની શક્યતા ધ્‍યાનમાં લઈને પાણી ઠંડું કરવાના કેટલાક સહેલા પર્યાયોનો વિચાર કરવો.
૩ આ ૪ અ. કોઠી (મોટું માટલું) અથવા માટલું વાપરવું
કોઠી (મોટું માટલું)

‘ગામડામાંના કેટલાક ઘરોમાં પાણી ઠંડું રહે તે માટે કોઠીનો ઉપયોગ કરે છે. કોઠીની સગવડ કરવા માટે ઘરમાં એકાદ ખાડો ખોદીને તેમાં કોઠી ત્રાંસી પૂરવી. કોઠી ભૂમિથી ઉપર લગભગ ‘૧ ફૂટ’ રહે તે જોવું. કોઠી ત્રાંસી પૂરવાથી અંદરનું પાણી કાઢવું અને કોઠીની સ્‍વચ્‍છતા કરવાનું સહેલું પડે છે.

પાણી ઠંડું રહે તે માટે માટલું પણ વાપરી શકાય છે.

૩ આ ૪ આ. કાચની બાટલી, ગાગર અથવા પીપ ફરતું ભીનું કપડું કઠ્ઠણ વીંટવું

કાચની બાટલી, ગાગર અથવા પીપમાં પાણી ભરીને તેના ફરતું વસ્‍ત્ર ભીનું કરીને તે કઠ્ઠણ વીંટવું. તેથી સામાન્‍યરીતે ૩ – ૪ કલાકમાં અંદરનું પાણી ઠંડું થાય છે. વસ્‍ત્ર સૂકાય કે ફરીવાર ભીનું કરવું. આપણને જેટલા સમય માટે પાણી ઠંડું જોઈએ છે, તેટલા સમય માટે કપડું વચ્‍ચે વચ્‍ચે ભીનું કરતા રહેવું.’

 (પૂ.) વૈદ્ય વિનય ભાવે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૧૨.૨૦૧૯)
૩ આ ૫. પાણીના ઉપયોગ વિશે કેટલીક સૂચનાઓ
૩ આ ૫ અ. પાણીનો ઉપયોગ કરકસરથી કરવો

૧. મોઢું ધોવું, સ્‍નાન કરવું, લાદી લૂછવી, કપડાં ધોવાં, વાહન ધોવા જેવા કામો કરતી વેળાએ આવશ્‍યક તેટલું જ પાણી વાપરવાની ટેવ મોટાઓથી માંડીને નાનાઓ સુધી સહુકોઈએ પાડી લેવી.

૨. ઘર ફરતેની બાગ અથવા ખેતી માટે ટપક સિંચન (ડ્રીપ ઇરીગેશન) અને તુષાર સિંચન (સ્‍પ્રે ઇરીગેશન) આ પદ્ધતિઓનો ઉપયોગ કરવો.

૩. ઉનાળાના દિવસોમાં બાગમાંના વૃક્ષોના થડ ફરતે ખરેલા પાન-ડાળખાં અથવા ખડનું આચ્‍છાદન (મલ્‍ચીંગ) કરવું. તેથી વૃક્ષોને પાયેલા પાણીનું વેગથી બાષ્‍પીભવન થવાનું ટળે છે અને પાણીની બચત થાય છે તેમજ કાળાંતરે ખરેલા પાન-ડાળખાં અથવા ખડ કોહી જઈને વૃક્ષ માટે લાભદાયી બને છે.

૩ આ ૫ આ. વરસાદનું પાણી પીપમાં સંઘરવું

ચોમાસામાં ઘરના છાપરેથી પડનારા પાણી નીચે પીપ મૂકીને તેમાં પાણી સંઘરવું. આ પાણીનો ઉપયોગ ઘરમાંના અનેક કામો માટે કરી શકાય છે.

‘એક દર્શનાર્થીએ પવાલામાંનું પાણી ૧ ઘૂંટડો પીને શેષ પાણી ફેંકી દીધું. પાણી ફેંકી દેવાની શિક્ષા તરીકે શેગાવના પ.પૂ. ગજાનન મહારાજે તેને કહ્યું, ‘‘તારો આગળનો જન્‍મ જે ગામમાં પાણી નહીં હોય, એવા ગામમાં થશે !’’ (પ.પૂ.) સુશીલા આપટેદાદી, ગોવા (૧૮.૧૧.૨૦૧૮)

૩ ઇ. વીજળીનો પુરવઠો ખંડિત થાય તો નીચે આપેલા પર્યાયોનો વિચાર કરવો !

આપત્‍કાળમાં વિદ્યુત મંડળ દ્વારા થનારો વીજળીનો પુરવઠો ખંડિત થવાની સંભાવના વધારે હોય છે. વાવાઝોડા સમયે તો વીજળી પુરવઠો ઘણા દિવસો સુધી ખંડિત થાય છે. આવી સ્‍થિતિમાં વીજળીના અભાવથી દીવા, પંખા ઇત્‍યાદિ વિદ્યુત ઉપકરણો બંધ પડીને અડચણ નિર્માણ થાય નહીં, તેમજ આપણાં કામો પણ ન રોકાય, તે માટે આગળ જણાવેલા પર્યાયોનો અત્‍યારથી જ વિચાર કરવો. પર્યાય ચૂંટતી વેળાએ ‘જેના કારણે આપણને વધારે સમયગાળા માટે વીજળી ઉપલબ્‍ધ થઈ શકે’, એવો પર્યાય પસંદ કરવો હિતાવહ છે. આ પર્યાયનો લાભ આપણને આપત્‍કાળ પછી પણ, અર્થાત્ હંમેશને માટે જ થશે.

૩ ઇ ૧ અ. ઘરના છાપરા પર બેસાડવામાં આવેલી સૌરઊર્જા યંત્રણા દ્વારા (‘રૂફ ટૉપ સોલર પૅનલ’ દ્વારા) વીજળીનું નિર્માણ કરવું
સૌરઊર્જા યંત્ર

સ્‍થાનિક વિક્રેતા સૌરઊર્જા દ્વારા (‘સોલર’ દ્વારા) વીજળી નિર્માણ કરનારી યંત્રણા બેસાડી આપે છે. એ માટે અડચણ વિના સૂર્યપ્રકાશ આવનારી ન્‍યૂનતમ ૧૦૦ વર્ગફૂટની જગ્‍યા ઘરના છાપરા પર હોવી આવશ્‍યક છે. આ જગ્‍યામાં ‘સોલર પૅનલ્‍સ’ બેસાડીએ, તો સમગ્ર દિવસ વીજળીની નિર્મિતિ થતી રહે છે અને તે દ્વારા વિદ્યુત ઘટ ભારિત થાય છે. વીજળી મંડળનો વિદ્યુત પુરવઠો બંધ થાય, ત્યારે અથવા વીજળી મંડળનો વિદ્યુત પુરવઠો બંધ કરીને સદર સૌરઊર્જા પર ઘરમાંના દીવા, પંખા, શીતકબાટ (ફ્રીજ) ઇત્‍યાદિ ઉપકરણો ઉપયોગમાં લાવી શકાય છે. યોગ્‍ય ક્ષમતાની સૌરઊર્જા યંત્રણા હોય, તો ‘એલ્‌ઈડી બલ્‍બ’, ટૉર્ચ, વિદ્યુત ઘટની સહાયતાથી (‘બૅટરી’ પર) ચાલનારી સાયકલ, વિદ્યુત પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો ઇત્‍યાદિ પણ ભારિત કરી શકાય છે.

નળિયાનું છાપરું અથવા ‘સ્‍લૅબ’નું ઘર ધરાવનારાઓ સૌરઊર્જા યંત્રણા બેસાડી શકે છે. સદનિકાધારકો પણ (‘ફ્‍લૅટ’ ધરાવનારાઓ પણ) એકત્રિત રીતે મકાનના ઉપરના માળિયે (‘ટેરેસ’ પર) આવી યંત્રણા બેસાડી શકે છે. સૌરઊર્જા દ્વારા આપણને આવશ્‍યક હોય, તેના કરતાં વધુ વીજળી નિર્માણ થવાની હોય, તો તે વીજળી ‘વિદ્યુત વિતરણ કંપની’ વેચાતી લે છે. સૌરઊર્જા દ્વારા વીજળી નિર્મિતિ કરવા માટે પ્રોત્‍સાહન તરીકે શાસન દ્વારા અનુદાન (સબસીડી) મળે છે. સૌરઊર્જા યંત્રણા માટે અનુદાન અને સગવડ મળનારી યોજના ઘરો, દુકાનો ઇત્‍યાદિ માટે જ ઉપલબ્‍ધ છે. આ વિશેની વધુ જાણકારી સંબંધિત વિક્રેતા પાસેથી લેવી.

૩ ઇ ૧ આ. જનિત્ર (જનરેટર)નો ઉપયોગ કરવો
જનરેટર
૩ ઇ ૧ ઇ. હાથની સહાયતાથી ચાલનારું જનિત્ર (હૅંડ જનરેટર) વાપરવું

ભ્રમણભાષમાંના વિદ્યુત ઘટ (સેલ) ભારિત કરવા જેટલી તેની ક્ષમતા હોય છે.

૩ ઇ ૧ ઈ. ઇંધન પર ચાલનારા જનિત્રનો ઉપયોગ કરવો

આ જનિત્રો પેટ્રોલ, ડિઝલ અથવા ગૅસ પર ચાલે છે. તેની ક્ષમતા કેટલાક કિલોવૅટ (૧ કિલોવૅટ = ૧,૦૦૦ વૅટ) વીજળી નિર્માણ કરવા જેટલી હોય છે.

૩ ઇ ૧ ઉ. વીજળીનો પુરવઠો અખંડિત ચાલુ રાખી શકનારી યંત્રણા (યુ.પી.એસ્. (અનઇંટરપ્‍ટેડ પાવર સપ્‍લાય) બેસાડી લેવી
યુ.પી.એસ્

વિદ્યુત મંડળ દ્વારા જો વીજળીનો પુરવઠો ખંડિત થાય, તો આ યંત્રણા તરત જ કાર્યાન્‍વિત થાય છે અને આ યંત્રણામાં રહેલા વિદ્યુત ઘટો દ્વારા વીજળીનો પુરવઠો અખંડિત ચાલુ રહે છે. વિદ્યુત મંડળ દ્વારા થનારો વીજપુરવઠો પૂર્વવત થયા પછી આ યંત્રણા વિદ્યુત ઘટો દ્વારા વીજળીનો પુરવઠો કરવાનું કાર્ય રોકીને વચગાળામાં અભારિત (ડિસ્‍ચાર્જ) થયેલા વિદ્યુત ઘટ ફરીવાર ભારિત (ચાર્જ) કરવાનું કામ કરે છે.

વિદ્યુત મંડળ દ્વારા થનારો વીજળીનો પુરવઠો કેટલાક કલાક માટે ખંડિત થાય, તો આ યંત્રણા ઉપયુક્ત પુરવાર થાય છે.

૩ ઇ ૧ ઊ.  વીજળી પર ભારિત થનારા ‘એલ્‌ઈડી બલ્‍બ’, ટૉર્ચ (બૅટરી) ઇત્‍યાદિ ઉપકરણોનો ઉપયોગ કરવો

પૂર્ણ ભારિત કરેલો એક ‘એલ્‌ઈડી’ દીવો (બલ્‍બ), ટૉર્ચ, દંડનલિકા (ટ્યૂબલાઈટ) ઇત્‍યાદિ વસ્‍તુઓ કેટલાક કલાક પ્રકાશ આપી શકે છે.

૩ ઇ ૧ એ. અન્‍ય કેટલાક પારંપારિક પર્યાય

ઉપર ઉલ્‍લેખ કરેલા પર્યાયોને મર્યાદા છે, ઉદા. વાદળાં છવાયેલું વાતાવરણ હોય, તો સૌરઊર્જા નિર્માણ થવામાં અડચણો આવશે; આપત્‍કાળમાં જનિત્રને લાગનારા ઇંધનની અછત નિર્માણ થાય, તો જનિત્ર કામ કરી શકશે નહીં. આવા સમયે ચીમની (નાના આકારનો ફાનસ જેવો દીવો), ફાનસ, દિવટી (નાની મશાલ) ઇત્‍યાદિ પારંપારિક પર્યાય (વસ્‍તુઓ) આપણી પાસે ઉપલબ્‍ધ હોવા જોઈએ. તેને કારણે રાત્રે થોડો તોયે પ્રકાશ મળશે.

સંદર્ભ : સનાતનની  ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

ભાગ ૫ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૫

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

સંકલક  : પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે

Leave a Comment