કોરોના જેવા આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમીનું પૂજન

‘કોરોના’ વિષાણુના સંકટને કારણે એકત્રિત
આવીને ઉત્‍સવ ઊજવવા વિશે મર્યાદા આવતી હોવાથી
‘શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’નું પૂજન ઘરે ભક્તિભાવથી કેવી રીતે કરવું ?

પ્રતિવર્ષ ભારતમાં મંદિરો, ધાર્મિક સંસ્‍થાઓ ખાતે શ્રીકૃષ્‍ણજન્‍માષ્‍ટમીનો ઉત્‍સવ મોટા પ્રમાણમાં ઊજવવામાં આવે છે. ઉત્‍સવ ઊજવતી વેળાએ પ્રત્‍યેક પ્રાંત અનુસાર ઉત્‍સવ ઊજવવાની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. ઉત્‍સવના નિમિત્તે ઘણાં લોકો એકત્રિત આવીને ભક્તિભાવથી આ ઉત્‍સવ ઊજવે છે. આ વર્ષે કોરોના વિષાણુના સંકટને કારણે અવર-જવર પ્રતિબંધ હોવાથી ઘરની બહાર નીકળવા માટે અનેક બંધનો છે. કોરોના જેવા આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર એકત્રિત આવીને આ ઉત્‍સવ ઊજવવા વિશે મર્યાદા આવી છે. કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ થવાથી જ્‍યાં અવર-જવર પ્રતિબંધ (લૉકડાઊન) છે ત્‍યાં એકત્રિત થઈને પૂજા કરવાનું સંભવ થશે નહીં.

પરંતુ જ્‍યાં કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ ઓછો હોવાથી અવર-જવર પ્રતિબંધના નિયમો થોડા પ્રમાણમાં શિથિલ કરવામાં આવ્‍યા છે, ત્‍યાં સરકારે કોરોના સંદર્ભમાં વિશદ કરેલા માર્ગદર્શક સૂત્રોનું પાલન કરીને ઓછી સંખ્‍યામાં આ જન્‍મોત્‍સવ ઊજવવો. તેને કારણે એકત્રિત થયા વિના આપણે પોતપોતાના ઘરે જ શ્રીકૃષ્‍ણજન્‍માષ્‍ટમીની પૂજા કેવી રીતે કરી શકાય તેનો લેખમાં પ્રમુખતાથી વિચાર કરવામાં આવ્યો છે. હિંદુ ધર્મએ કહેલા ‘આપદ્ધર્મ’ના ભાગ તરીકે લેખમાં વિવેચન કરવામાં આવ્‍યું છે.

‘પ્રતિવર્ષ અનેક સ્‍થાનોએ ‘શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ આ ઉત્‍સવ મોટા પ્રમાણમાં ઊજવવામાં આવે છે. આ વર્ષે ૧૧.૮.૨૦૨૦ના દિવસે ‘શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ છે.

 

૧. શ્રીકૃષ્‍ણની પૂજા કરવાનો સમય

શ્રીકૃષ્‍ણના જન્‍મનો સમય રાત્રે ૧૨ કલાકે હોય છે. તેથી તે પહેલાં પૂજનની સિદ્ધતા (તૈયારી) કરી રાખવી. રાત્રે ૧૨ કલાકે બને તો શ્રીકૃષ્‍ણનું હાલરડું વગાડવું (ગાવું). (શ્રીકૃષ્‍ણજન્‍મનું હાલરડું નીચે જણાવેલી ‘લિંક’ પર ઉપલબ્‍ધ છે.) https://www.sanatan.org/mr/krushna

 

૨. શ્રીકૃષ્‍ણનું પૂજન

૨ અ. શ્રીકૃષ્‍ણ જન્‍મનું હાલરડું ગાઈ લીધા પછી શ્રીકૃષ્‍ણની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરવી.

૨ આ. ષોડશોપચાર પૂજન

જેઓ શ્રીકૃષ્‍ણની ષોડશોપચાર પૂજા કરી શકતા હોય, તેમણે તે પ્રમાણે પૂજા કરવી.

૨ ઇ. પંચોપચાર પૂજન

જેમને શ્રીકૃષ્‍ણની ‘ષોડશોપચાર પૂજા’ કરવાનું સંભવ નથી, તેમણે ‘પંચોપચાર પૂજા’ કરવી. પૂજન કરતી વેળાએ ‘सपरिवाराय श्रीकृष्‍णाय नमः ।’    આ નામમંત્ર બોલતાં બોલતાં એક એક ઉપચાર શ્રીકૃષ્‍ણને અર્પણ કરવો. શ્રીકૃષ્‍ણ ભગવાનને દહીં-પૌંઆ અને માખણનો નૈવેદ્ય ધરાવવો. ત્‍યાર પછી શ્રીકૃષ્‍ણ ભગવાનની આરતી ઉતારવી. (પંચોપચાર પૂજા : ચંદન, હળદર-કંકુ, પુષ્‍પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય આ ક્રમથી પૂજા કરવી.)

 

૩. શ્રીકૃષ્‍ણની માનસ પૂજા

જે કોઈ કારણસર શ્રીકૃષ્‍ણની પ્રત્‍યક્ષ પૂજા કરી શકતા નથી, તેમણે શ્રીકૃષ્‍ણની ‘માનસપૂજા’ કરવી. (‘માનસપૂજા’નો અર્થ પ્રત્‍યક્ષ પૂજા કરવાનું ન ફાવે તો પૂજનના સર્વ ઉપચાર માનસ રીતે (મનથી) શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કરવા.)

 

૪. પૂજન પછી નામજપ કરવો

પૂજન સંપન્‍ન થયા પછી થોડો સમય શ્રીકૃષ્‍ણ ભગવાનનો ‘ ॐ नमो भगवते वासुदेवाय ।’ આ નામજપ કરવો.

 

૫. ‘અર્જુન પ્રમાણે નિસ્‍સીમ ભક્તિ નિર્માણ
થાય’, એ માટે શ્રીકૃષ્‍ણ ભગવાનને મનઃપૂર્વક પ્રાર્થના કરવી

આ પછી શ્રીકૃષ્‍ણ ભગવાને શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં આપેલા ‘न मे भक्‍तः प्रणश्‍यति ।’ અર્થાત્ ‘મારા ભક્તોનો નાશ થતો નથી.’ આ વચનનું સ્‍મરણ કરીને આપણામાં ‘અર્જુન પ્રમાણે નિસ્‍સીમ ભક્તિ નિર્માણ થાય’, એ માટે શ્રીકૃષ્‍ણને મનઃપૂર્વક પ્રાર્થના કરવી.’

શ્રી. સિદ્ધેશ કરંદીકર, સનાતન પુરોહિત પાઠશાળા, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૭.૨૦૨૦)

જેમને ‘શ્રીકૃષ્‍ણજન્‍માષ્‍ટમીની પૂજા કેવી રીતે કરવી ?’, આ વિશેની વિગતવાર જાણકારી જોઈતી હોય, તેમણે ‘સનાતન સંસ્‍થા’ના સંકેતસ્‍થળ પરની આગળ જણાવેલી ‘લિંક’ની અવશ્‍ય મુલાકાત લેવી.

www.sanatan.org/gujarati/3548.html

Leave a Comment