અખિલ માનવજાતિને આપત્કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી !
આપત્કાળમાં જીવવા માટે કરવાની પૂર્વસિદ્ધતા
૧. ‘કોરોના’ વિષાણુરૂપી આપત્તિ એટલે, આગામી મહાભીષણ આપત્કાળની નાનકડી ઝલક !
જાન્યુઆરી ૨૦૨૦ થી ‘કોરોના’ વિષાણુએ સમગ્ર વિશ્વમાં હાહાકાર વર્તાવ્યો છે. ‘કોરોના’ના સંકટને કારણે અવર-જવર પ્રતિબંધનું (‘લૉકડાઊન’નું) પાલન કરવું પડ્યું હોવાથી અનેક ઉદ્યોગો પર વિપરિત પરિણામ થયું છે, તેમજ આર્થિક મંદી પણ આવી છે. ‘કોરોના’ને કારણે પુષ્કળ જીવિત હાનિ અને વિત્ત હાનિ થઈ રહી છે. કોરોનાના ચેપની લટકતી તલવાર માથા પર હોવાથી સર્વત્ર મુક્ત રીતે સંચાર કરવો, રુગ્ણાલયમાં જઈને ઉપચાર કરાવી લેવા ઇત્યાદિ બાબતો કઠિન થઈ બેઠી છે. સર્વત્ર એક પ્રકારનો ગભરાટ અને બીકનું વાતાવરણ નિર્માણ થયું છે. ઑક્ટોબર ૨૦૨૦માંની ઉપર આપેલી પરિસ્થિતિ પરથી ‘કોરોના’ આ મહાભીષણ આપત્કાળની એક નાનકડી ઝલક હોવાનું દેખાય છે.
૨. મહાભીષણ આપત્કાળનું ટૂંકમાં સ્વરૂપ
મહાયુદ્ધ, ભૂકંપ, મહાપૂર ઇત્યાદિના સ્વરૂપમાંનો મહાભીષણ આપત્કાળ તો હજી આવવાનો છે. ‘તે આવશે’, એ નક્કી હોવાનું અનેક નાડિભવિષ્ય ભાખિત કરનારા અને દ્રષ્ટા સાધુ-સંતોએ પહેલેથી જ કહી રાખ્યું છે. તે સંકટના ભણકારા પણ હવે વાગવા લાગ્યા છે. ‘કોરોના’ વિષાણુની આપત્તિ ચીનને કારણે જ ઉદ્ભવી છે’, એમ કહીને અમેરિકા સાથે જ કેટલાક યુરોપિયન દેશોએ ચીનના વિરોધમાં શિક્ષા આપવાનું ચાલુ કર્યું છે. ટૂંકમાં મહાયુદ્ધ હવે નજીક આવી રહ્યું છે. આ ભીષણ આપત્કાળ કેટલાક દિવસો અથવા મહિનાઓનો નહીં, જ્યારે વર્ષ ૨૦૨૩ સુધી, અર્થાત્ આજથી ૩ વર્ષોનો, એટલે જ ભારતમાં ‘હિંદુ રાષ્ટ્ર’ની (આદર્શ એવા ઈશ્વરી રાજ્યની) સ્થાપના થાય ત્યાં સુધી હશે.
આ આપત્કાળમાં વીજળીનો પુરવઠો બંધ થાય છે. પેટ્રોલ, ડિઝલ ઇત્યાદિની અછત નિર્માણ થવાથી વાહન-વ્યવહાર ખોરવાઈ જાય છે. તેથી શાસન યંત્રણા સર્વત્ર સહાયતા માટે પહોંચી શકતી નથી. શાસન કરી રહેલા સહાયતાકાર્યમાં અડચણો પણ આવે છે. તેથી રસોઈનો ‘ગૅસ’, ખાવા-પીવાની વસ્તુઓ ઇત્યાદિ ઘણા મહિનાઓ સુધી મળશે નહીં અને જો મળે, તો પણ તેનું ‘રેશનિંગ’ થશે. ડૉક્ટર, વૈદ્ય, ઔષધીઓ, રુગ્ણાલયો ઇત્યાદિ સહેલાઈથી ઉપલબ્ધ થવા કઠિન હોય છે. આ બધું ધ્યાનમાં લઈને આ આપત્કાળનો સામનો કરવા માટે સહુકોઈએ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આધ્યાત્મિક સ્તર પર પૂર્વસિદ્ધતા કરવી આવશ્યક બન્યું છે.
૩. દૈનદિન (શારીરિક) સ્તર પરની પૂર્વસિદ્ધતા
‘અન્ન’ એ જીવિત રહેવા માટેની એક મૂળભૂત આવશ્કતા છે. આપત્કાળમાં આપણા પર ઉપવાસ કરવાનો વારો ન આવે, તે માટે પહેલેથી જ અનાજ-ધાન્યની પૂરતી ખરીદી કરી રાખવી આવશ્યક છે. હમણાની પેઢીને વિવિધ પ્રકારના અનાજ સંગ્રહી રાખવા અને તે દીર્ઘકાળ માટે ટકાવી રાખવાની પદ્ધતિઓ જ્ઞાત હોતી નથી. એ માટે અમે કેટલુંક વિવેચન સદર લેખમાલિકામાં કર્યું છે.
અનાજનો સંગ્રહ ગમે તેટલો કરી રાખીએ, તો પણ ધીમે ધીમે તે ખૂટતો જાય છે. આવા સમયે અન્નાન્ન દશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર કરવું પણ આવશ્યક છે. ચોખા, કઠોળ જેવા અનાજનું વાવેતર કાંઈ બધા કરી શકે નહીં; પણ કંદમૂળ, થોડા પાણીમાં બારેમાસ થતી શાકભાજી અને બહુપયોગી ફળઝાડનું વાવેતર ઘરના ફળિયામાં અને સદનિકાની (ફ્લેટની) અગાશીમાં પણ કરી શકાશે. આ વાવેતર વિશેનું ઉપયુક્ત વિવેચન સદર લેખમાલિકામાં કર્યું છે.
આપત્કાળમાં અનાજ રાંધવા માટે ‘ગૅસ’ ઇત્યાદિ ઉપલબ્ધ ન થાય તો ચૂલો, ‘સોલાર કુકર’ ઇત્યાદિનો ઉપયોગ કરવા વિશે કહ્યું છે. આપત્કાળમાં હંમેશ પ્રમાણે સર્વ ખોરાક બનાવવાનું ફાવશે જ, એમ નથી. આ દૃષ્ટિએ કયા ટકી શકે તેવા ખાદ્યપદાર્થો સંગ્રહી રાખવા અને તે વધારે કાળ માટે ટકે, તે માટે ઉપયુક્ત સૂચનાઓ વિશે વિશદ કર્યું છે. કુટુંબ માટે જોઈતી નિત્ય ઉપયોગી, તેમજ પ્રસંગે લાગનારી વસ્તુઓની સૂચિ પણ આપી છે. તેથી વાચકોને સર્વ પ્રકારની વસ્તુઓની ખરીદી કરવાનું સહેલું પડશે. માનવી પાણી વિના જીવી શકે નહીં અને તે વિજળી વિના જીવવાની કલ્પના પણ કરી શકતો નથી. તે માટે પાણીની સગવડ કરવી, પાણીનો સંગ્રહ અને શુદ્ધિકરણની પદ્ધતિઓ, તેમજ વીજળીના પર્યાય તરીકેની વસ્તુઓ પણ સદર લેખમાલિકામાં વિશદ કરી છે.
લેખમાલિકામાં એકજ વિષય વિશે વિવિધ પ્રકારની સિદ્ધતા કહેવામાં આવી છે. પ્રત્યેકે પોતાની આવશ્યકતા, જગ્યાની ઉપલબ્ધતા, આર્થિક પરિસ્થિતિ, આપણે રહીએ છીએ, તે ઠેકાણેની આબોહવા અને ભૌગોલિક સ્થિતિ ઇત્યાદિનો વિચાર કરીને પોતાને સગવડભર્યું લાગે તેવી સિદ્ધતા કરી રાખવી. જ્યાં સિદ્ધાંત વિશે કૃતિના સ્તર પર કહેવાની મર્યાદાઓ આવે છે, ત્યાં કેવળ નિર્દેંશ કર્યો છે, ઉદા. ‘આપત્કાળમાં પાણીની અછત ન રહે તે માટે કૂવો ખોદાવી લેવો’, એમ કહ્યું છે; પણ તે માટે ‘ચોક્કસ રીતે શું શું કરવું જોઈએ’, એ કહ્યું નથી. આવી કૃતિઓ વિશે વાચકોએ જાણકારોને પૂછવું અથવા તે વિશેના સંદર્ભગ્રંથ જોવા.
૪. માનસિક સ્તર પરની પૂર્વસિદ્ધતા
આપત્કાળમાં અનેક જણને મન અસ્થિર થવું, ચિંતા થવી, નિરાશા આવવી, ડર લાગવો ઇત્યાદિ ત્રાસ થાય છે. આ ત્રાસ થાય નહીં, એટલે જ કે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો ધીરજથી કરી શકાય, તે માટે પહેલેથી જ ‘મનને કઈ સ્વયંસૂચનાઓ આપવી’, તેનું માર્ગદર્શન કર્યું છે. વધુ જાણકારી માટે વાંચો . . . . પ્રતિકૂળ પરિસ્થિતિમાં ડરી જવાને બદલે આગળ જણાવેલી સ્વયંસૂચનાઓ આપીને આત્મબળ વધારો !
૫. આધ્યાત્મિક સ્તર પરની પૂર્વસિદ્ધતા
આપત્કાળમાં રક્ષણ થવા માટે વ્યક્તિ પોતાના બળ પર સિદ્ધતા ભલે ગમે તેટલી કરે, તો પણ મહાભીષણ આપત્તિમાંથી બચી જવા માટે અંતે તો બધો ભાર ભગવાન પર જ મૂકવો પડે છે. વ્યક્તિ સાધના કરીને ભગવાનની કૃપા જો પ્રાપ્ત કરે, તો ભગવાન તે વ્યક્તિનું કોઈપણ સંકટમાં રક્ષણ કરે જ છે. સાધના કરવા વિશેનું ગાંભીર્ય પણ આ લેખમાળા વાંચ્યા પછી નિર્માણ થશે.
૬. વાચકો, સિદ્ધતાનો શીઘ્ર આરંભ કરો !
જો વાચકો લેખમાલિકા અનુસાર હમણાથી જ કાર્યવાહીનો આરંભ કરે તો તેમને આપત્કાળ સુસહ્ય લાગી શકે છે. વાચકોએ આ વિશે સમાજના ભાઈ-બહેનોમાં પણ જાગૃતિ કરવી. આ વિશેની ગ્રંથમાલિકા પણ પ્રકાશિત થઈ છે.
૭. પ્રાર્થના
‘આપત્કાળમાં કેવળ ટકી રહેવા માટે જ નહીં, જ્યારે જીવનમાં સાધનાના દૃષ્ટિકોણનો અંગીકાર કરીને આનંદી રહેવા માટે આ લેખમાલિકાનો ઉપયોગ થાય’, એ શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના !
આપત્કાળમાં સર્વ માનવ જીવિત
રહે એ માટે અને સૃષ્ટિના કલ્યાણ માટે કૃતિશીલ રહેલા
સમગ્ર જગત્માંના એકમાત્ર દ્રષ્ટા પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી !
‘હિરણ્યાક્ષ નામક અસુરે પૃથ્વીને ભગાડી જઈને મહાસાગરમાં સંતાડી રાખી ત્યારે શ્રીવિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીનું રક્ષણ કર્યું. સૃષ્ટિનું સંતુલન સદૈવ ટકી રહે તે માટે ભગવાન શિવજી અખંડ ધ્યાનાવસ્થામાં હોય છે. પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે પણ અનેક દૈવી ગુણોથી યુક્ત છે અને તે દેવતા સમાન હોવાની અનેક અનુભૂતિઓ સાધકોને થઈ છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીને પણ દેવતાઓની જેમ અખિલ માનવજાતિના રક્ષણની અને કલ્યાણની, તેમજ સૃષ્ટિની પણ ચિંતા છે.
આપત્કાળમાં પૂર, ભૂકંપ જેવી નૈસર્ગિક આપત્તિ અને મહાયુદ્ધ જેવી માનવ-નિર્મિત આપત્તિઓ આવવાની છે. અખિલ માનવજાતિને આ આપત્તિઓનો સમર્થ રીતે સામનો કરી શકવા માટે માર્ગદર્શન મળે, એ માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ વર્ષ ૨૦૧૩ થી ‘આપત્કાળમાંની સંજીવની’ નામક ગ્રંથમાલિકાની નિર્મિતિનો આરંભ કર્યો. તેમાં ડૉક્ટર, ઔષધીઓ ઇત્યાદિ ન હોય ત્યારે પોતે પોતાના પર ઉપચાર કરી શકાય એવી વિવિધ ઉપચારપદ્ધતિઓ પરના ગ્રંથો છે. આ અંતર્ગત ‘પ્રાણશક્તિવહન ઉપાય’, અને ‘ખાલી ખોખાંના ઉપાય’ આ સહેલી અને પ્રભાવી ઉપચારપદ્ધતિઓની શોધ પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ પોતે કરી છે.
આશ્ચર્યની બાબત એમ છે કે, પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ વર્ષ ૧૯૮૦ થી જ મુંબઈ ખાતેના તેમના વસવાટ દરમ્યાન જ આયુર્વેદ, બિંદુદબાણ, રેકી જેવી ઉપચારપદ્ધતિઓ વિશેની સેંકડો કાપલીઓ સંગ્રહિત કરી રાખી હતી. આ કાપલીઓનો ઉપયોગ પણ હવે ગ્રંથની રચના કરવામાં થઈ રહ્યો છે. તેમાંથી પરાત્પર ગુરુ ડૉક્ટરજીનું દ્રષ્ટાપણું વિદિત થાય છે.
આપત્કાળમાં ઘરગથ્થુ ઔષધીઓ સહેલાઈથી ઉપલબ્ધ થાય, એ માટે દેશ-વિદેશના માનવોને તેમના ઘરની આગાશીમાં, ફળિયામાં અથવા ઘરના પરિસરમાં સહેજતાથી વાવેતર કરી શકાય એવી ઔષધી વનસ્પતિઓનો અભ્યાસ તેઓ સાધકો દ્વારા કરાવી લઈને આ વનસ્પતિનું વાવેતર સર્વત્ર થાય તે ભણી પણ ધ્યાન આપી રહ્યા છે. તેમણે ઔષધી વનસ્પતિના ખેડાણ વિશેના ગ્રંથ પણ સિદ્ધ કરાવી લીધા છે.
આપત્કાળમાં માનવીને જીવિત રહેવા માટે કેવળ ઉપચારપદ્ધતિઓ જ્ઞાત હોવી પૂરતું નથી, જ્યારે અન્નધાન્ય, પાણી, ઇંધન, વીજળી જેવી અનેક જીવન-આવશ્યક બાબતોની માનવીને અતિશય આવશ્યકતા હોય છે. આ સર્વ ધ્યાનમાં લઈને આપત્કાળનો સામનો કરવા માટે સહુએ શારીરિક સ્તર પર; એટલું જ નહીં, જ્યારે માનસિક, કૌટુંબિક, આર્થિક અને આધ્યાત્મિક સ્તર પર પણ પૂર્વસિદ્ધતા કરવી આવશ્યક હોય છે. આ દૃષ્ટિએ ‘પ્રત્યેકે વ્યક્તિગત રીતે, તેમજ સમાજબાંધવોએ ભેગા મળીને શું કરવું જોઈએ’, એ કહેનારા પરાત્પર ગુરુ ડૉક્ટર એકમાત્ર જ છે. તેમણે ‘ આપત્કાળમાં જીવિત રહેવા માટે કરવાની સિદ્ધતા’ આ વિશેના લેખ નિયતકાલિકો અને સંકેતસ્થળ પર પ્રસિદ્ધ કર્યા છે અને આ વિશેની ગ્રંથમાલિકા પણ પ્રકાશિત થઈ છે.
આપત્કાળમાં રક્ષણ થવા માટે વ્યક્તિ પોતાના બળ પર ભલે ગમે તેટલી સિદ્ધતા કરે, તો પણ ભૂકંપ, સુનામી જેવી મહાભીષણ આપત્તિમાંથી બચવા માટે અંતે ભાર તો ભગવાન પર જ મૂકવો પડે છે. વ્યક્તિ જો સાધના કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે, તો ભગવાન વ્યક્તિનું કોઈપણ સંકટમાં રક્ષણ કરે છે જ. ભક્ત પ્રહ્લાદ, પાંડવો જેવાં અનેક ઉદાહરણો પરથી આ વાત સિદ્ધ થઈ છે. તે માટે જ પરાત્પર ગુરુ ડૉક્ટર થોડા વર્ષોથી ગ્રંથ, નિયતકાલિકો, સંકેતસ્થળો ઇત્યાદિના માધ્યમ દ્વારા અખિલ માનવજાતિને આર્તતાથી કહે છે, ‘હવે જીવિત રહેવા માટે તોયે સાધના કરો !’
‘ધર્માચરણની પાયમાલી સર્જાઈને અધર્મ બળાપો કાઢે કે, પૃથ્વી પર સંકટો આવે છે’, એવું હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે. સમાજ જો ધર્માચરણી અને સાધક બને, તેમજ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં ધર્મનું અધિષ્ઠાન હોય, તો પૃથ્વી પર સંકટો આવતા નથી અને સૃષ્ટિનું સંતુલન સ્થિર રહેવા માટે સહાયતા થાય છે. તે માટે જ પરાત્પર ગુરુ ડૉક્ટર કેવળ ભારતમાં જ નહીં, જ્યારે સંપૂર્ણ પૃથ્વી પર ધર્મનું અધિષ્ઠાન રહેલું ‘ઈશ્વરી રાજ્ય’ સ્થાપન કરવા માટે આધ્યાત્મિક સ્તર પર માર્ગદર્શન કરે છે અને તે માટે સંત, સંપ્રદાય, સાધક, હિંદુત્વવાદી, ધર્મપ્રેમી અને રાષ્ટ્રભક્તોનું સંગઠન પણ કરે છે.
ગત કેટલાક વર્ષોથી પરાત્પર ગુરુ ડૉક્ટરજીની પ્રાણશક્તિ અત્યંત ઓછી છે, એટલે માંડમાંડ જીવતા રહેવા પૂરતી જ છે અને તેઓ અનેક વ્યાધિથી ગ્રસ્ત છે. તે પોતે બ્રહ્મલીન અવસ્થામાં છે અને જો મનમાં લાવે, તો ગમે ત્યારે સાનંદ દેહત્યાગ કરી શકે છે. એમ હોવા છતાં પણ અખિલ માનવજાતિનું આપત્કાળ સામે રક્ષણ થાય અને અખિલ માનવજાતિ સાત્વિક થઈને સર્વત્ર ઈશ્વરી રાજ્ય આવે તેમજ સકળ સૃષ્ટિનું કલ્યાણ થાય, એ માટે પ્રતિદિન દેહમાં પ્રાણ પૂરીને ૧૫-૧૬ કલાક કાર્યરત હોય છે !
આવા ધર્મસંસ્થાપક, જગદોદ્ધારક, સૃષ્ટિના પાલનહાર અને યુગપ્રવર્તક પરમ કૃપાળુ ગુરુમાવડીનાં ચરણોમાં શિરસાષ્ટાંગ નમન !’
(પૂ.) શ્રી. સંદીપ આળશી, (૧૧.૧૧.૨૦૧૯)
૨૦૨૩ સુધી, અર્થાત્ ભારતમાં ‘હિંદુ રાષ્ટ્ર’ની (આદર્શ
એવા ઈશ્વરી રાજ્યની) સ્થાપના થાય ત્યાં સુધી આપત્કાળ રહેવાનો !
‘વર્તમાનમાં ભૂકંપ, મહાપૂર, કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ ઇત્યાદિના માધ્યમો દ્વારા આપત્કાળનો આરંભ થયો જ છે. વર્ષ ૨૦૨૧ થી આપત્કાળની તીવ્રતા પુષ્કળ વધશે. વર્ષ ૨૦૨૩ સુધી અર્થાત્ ભારતમાં ‘હિંદુ રાષ્ટ્ર’ની (આદર્શ એવા ઈશ્વરી રાજ્યની) સ્થાપના થાય ત્યાં સુધી આપત્કાળ રહેવાનો.’ – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે
૧. આપત્કાળનો કેટલાક પ્રમાણમાં આરંભ થયો હોવાનું
દર્શાવનારી કેટલીક નૈસર્ગિક આપત્તિ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
૧ અ. કેટલીક નૈસર્ગિક આપત્તિ
ગત કેટલાક વર્ષોથી સંપૂર્ણ જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે. હમણાંના જ કેટલાંક ઉદાહરણો જોઈએ. વર્ષ ૨૦૧૩માં કેદારનાથ ખાતે જળપ્રલય થઈને ૬૦ ગામોની હાનિ થઈ, જ્યારે ૧ સહસ્ર કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા. વર્ષ ૨૦૧૮માં કેરળ ખાતે આવેલા મહાપુરમાં ૩ લાખ લોકોને વિસ્થાપિત થવું પડ્યું, જ્યારે ૩૭૫ કરતાં વધારે લોકોને પ્રાણ ગુમાવવા પડ્યા. ડિસેંબર ૨૦૧૮માં ઇંડોનેશિયામાંના સમુદ્રમાં જ્વાળામુખીનો સ્ફોટ થઈને આવેલા સુનામીમાં લગભગ ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા. કૅલિફોર્નિયા (અમેરિકા) ખાતે જંગલમાં ગત થોડા વર્ષોમાં ૨ વાર મોટા દાવાનળ સળગીને સેંકડો એકર ભૂમિ પરની નૈસર્ગિક સંપતિની હાનિ થઈ.
૧ આ. ત્રીજા મહાયુદ્ધને કારણભૂત પુરવાર થનારી કેટલીક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
પાકિસ્તાન નિરંતર ભારત પર કરી રહેલાં અડપલાં અને આતંકવાદીઓના માધ્યમ દ્વારા ભારત સાથે કરી રહેલું છૂપું યુદ્ધ, ચીન દ્વારા ભારતમાં વારંવાર થતી ઘૂસખોરી, ઉત્તર કોરિયા પાસે રહેલા અણુ-અસ્ત્રો નષ્ટ કરવા બાબતે થયેલો ઉત્તર કોરિયા-અમેરિકા સંઘર્ષ, મહાસત્તા બનવાની ચીનની મહત્ત્વાકાંક્ષાને કારણે ચાલુ રહેલો ચીન-અમેરિકા સંઘર્ષ, અમેરિકા અને રશિયામાં ફરી ચાલુ થયેલું શીતયુદ્ધ, ‘કોરોના’ વિષાણુની આપત્તિ ચીનને કારણે જ ઉદ્ભવી છે’, એમ કહીને અમેરિકા સહિત કેટલાક યુરોપિયન દેશોએ ચીનના વિરોધમાં શિક્ષા ઠોકવાનો કરેલો આરંભ ઇત્યાદિ બનાવોનો વિચાર કરીએ તો ભારતસહ જગત્ના અનેક દેશ ત્રીજા મહાયુદ્ધના ખાડામાં ગમે ત્યારે ધકેલાઈ જઈ શકે છે.
૨. ‘આપત્કાળમાં પરિસ્થિતિ કેટલી ભયાવહ હોય છે’, એ દર્શાવનારાં કેટલાંક ઉદાહરણો
૨ અ. બીજા મહાયુદ્ધના સમયની સ્થિતિ
બીજા મહાયુદ્ધ સમયે જર્મનીએ બ્રીટનના વિરોધમાં યુદ્ધ પોકાર્યું. તેથી બ્રિટનને પ્રથમ ચાર દિવસોમાં જ ૧૩ લાખ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. યુદ્ધકાળમાં પ્રકાશ-પ્રતિબંધ પણ ચાલુ થયો. રાત્રે રસ્તા પર ઘનઘોર અંધારું રહેતું. જો બારી-બારણામાંથી જરા જેટલો પ્રકાશ બહાર આવે તો દંડ થતો ! આટલી કડક પ્રકાશ-બંધી ૧-૨ દિવસ કે માસ નહીં પણ ૫ વર્ષ સુધી હતી ! બીજા મહાયુદ્ધ સમયે જર્મનીએ રશિયાને પણ ઘેરી લીધું હતું. તે સમયગાળામાં રશિયન લોકો પર ડાળી-પાંદડાં, લાકડાનો ભૂક્કો નાખેલા ‘કેક’ જેવા પદાર્થો ખાઈને પેટ ભરવાનો વારો આવ્યો હતો !
૨ આ. વર્ષ ૨૦૧૫માં નેપાળ ખાતે થયેલા ધરતીકંપ પછી ત્યાં
નિર્માણ થયેલી પરિસ્થિતિ અને તેને કારણે જનતાએ અનુભવેલી સકડામણ
૨ આ ૧. રસોઈના ‘ગૅસ’ની અછત થવાથી જનતાને કરવો પડેલો કઠિનાઈઓનો સામનો
૨ આ ૧ અ. ‘ગૅસ સિલિંડર’નો કાળાબજાર થવો
‘૧ સહસ્ર ૫૦૦ રૂપિયા કિંમત ધરાવતા એક સિલિંડર માટે કાળા બજારમાં ૮ સહસ્ર રૂપિયા ગણવા પડતા હતા.
૨ આ ૧ આ. ભૂકંપમાં પડેલા ઘરમાંના લાકડાનો ઉપયોગ ‘બળતણ’ તરીકે કરવો પડવો
લોકોને આગળના ૭ માસ સુધી ‘ગૅસ સિલિંડર’ મળતો નહોતો. તેથી લોકોએ ભૂકંપમાં પડી ગયેલા ઘરોના લાકડાનો ઉપયોગ ‘બળતણ’ તરીકે કર્યો. થોડા મહિના પછી સરકારે લાકડું ઉપલબ્ધ કરી આપ્યું; પણ તે લાકડાની કિંમત ‘૨૦ રૂપિયા પ્રતિ કિલો’ એટલી મોંઘી હતી.
૨ આ ૧ ઇ. ‘બળતણ’ તરીકે લાકડાનો ઉપયોગ કરતી વેળાએ ઉદ્ભવેલી સમસ્યાઓ
૧. લાકડા વેચનારા ભીના લાકડા પણ વેચતા, ભીના લાકડા વહેલા બળતા ન હોવાને કારણે મહિલાઓને ચૂલો સળગાવવામાં અગવડ થતી.
૨. અનેક લોકો પાસે લાકડું ફોડવા માટે કૂહાડી ન હોવાથી અને ઘણાને ‘કૂહાડીથી લાકડા કેવી રીતે ફોડવા ?’, તેની જાણ ન હોવાથી તેમને તે લાકડા અન્યો દ્વારા ફોડાવી લેવા પડતા હતા.
૩. ભાડાના ઘરમાં રહેનારા લોકોને ઘરધણી ચૂલા પર રસોઈ કરવા દેતા નહોતા. ‘ચૂલાના ધુમાડાને કારણે ઘરની ભીંતો કાળી થશે’, એવું ઘરધણીઓનું કહેવું હતું.
૨ આ ૧ ઈ. અનેક સપ્તાહોની પ્રતીક્ષા પછી મળેલો ‘ગૅસ સિલિંડર’ વાહનના અભાવથી ઘર સુધી લઈ જવાનું કઠિન થવું
અનેક સપ્તાહોની પ્રતીક્ષા પછી ગૅસના કેટલાક સિલિંડરોનું વિતરણ થતું હતું; પણ ઇંધનની અછતને કારણે વાહનો ઉપલબ્ધ ન હોવાથી તે સિલિંડર પોતાના ઘર સુધી લઈ જવાનું કઠિન થતું હતું.
૨ આ ૨. કરિયાણા સામગ્રીની અછત હોવી
તે કાળમાં કરિયાણાની દુકાનોમાં ઘણી સામગ્રી ઉપલબ્ધ નહોતી. ઉપલબ્ધ હોય તે સામાન પણ હંમેશાં કરતાં ચાર ગણું મોંઘું વેચાતુ લેવું પડતું, ઉદા. હંમેશાં ‘એક લિટરના ૧૦૦ થી ૧૮૦ રૂપિયામાં વેચાતુ ખાવાનું તેલ’ ‘૫૦૦ રૂપિયા પ્રતિ લિટર’ થઈ ગયું હતું.
૨ આ ૩. ઔષધીઓના અભાવથી થોડીક અમસ્તી બીમારીથી પણ રુગ્ણનું મૃત્યુ થવું
રુગ્ણાલયોમાં ઔષધીઓ જ ઉપલબ્ધ ન હોવાથી કેટલાક લોકોનું નજીવી બિમારીથી પણ મૃત્યુ થયું.
૨ આ ૪. વીજળીના અપૂરતા પુરવઠાને કારણે ઉદ્ભવેલી સમસ્યાઓ
કાઠમાંડૂ શહેરમાં કાયદેસર દિવસના ૧૪ કલાક વીજળી-પુરવઠો બંધ હતો. એમ હોવા છતાં ઘણીવાર વીજળી-પુરવઠો સમગ્ર દિવસમાં કેવળ ૨-૩ કલાક જ રહેતો. વીજળીનો પુરવઠો ચાલુ થયા પછી ઘરે ઘરે લોકો પાણીનો ‘પંપ’ ચાલુ કરવો, વીજળીના ઉપકરણો પર રાંધવું ઇત્યાદિ કૃતિઓ કરતા હતા. તે ‘લોડ’ને કારણે ટ્રાન્સફૉર્મર (વીજળીનું દબાણ કે ‘વૉલ્ટેજ ઓછુંવત્તુ કરવાનું યંત્ર’) બળી જતા. આવા ટ્રાન્સફૉર્મર દુરુસ્ત કરવા માટે શાસકીય કર્મચારીઓ ૪-૫ દિવસ લગાડતા.
૨ આ ૫. પેટ્રોલ અને ડિઝલની અછતને કારણે નિર્માણ થયેલી સમસ્યાઓ
અ. પેટ્રોલ અને ડિઝલની અછતને કારણે વાહનો ઉપલબ્ધ થતા નહોતા. તેથી શાળા અને ઉદ્યોગો બંધ હતા.
આ. કેટલીક વાર સરકાર દ્વારા ઇંધનનું વિતરણ થતું હતું; પણ તે મેળવવા માટે ૪-૫ કલાક હરોળમાં ઊભા રહેવું પડતું હતું. અનેક લોકોનો ક્રમાંક (નંબર) આવે ત્યાં સુધી ઇંધન ખૂટી જતું હોવાથી તેમને ઘણાં અઠવાડિયા સુધી પાછી રાહ જોવી પડતી હતી. સરકાર દ્વારા ‘ઇંધનનું આગળનું વિતરણ ક્યારે થશે ?’ આ વિશે કાંઈ જ જાણકારી મળતી ન હતી. તેથી લોકો ઘણા દિવસ તેમના વાહનો રસ્તા પર જ હરોળમાં મૂકીને જતા રહેતા.
ઇ. અમસ્તુ ૧૦૦ થી ૧૩૦ રૂપિયા પ્રતિ લિટર મળનારું પેટ્રોલ કાળા બજારમાં ૫૦૦ રૂપિયા પ્રતિ લિટર વેચવામાં આવતુંં અને ૮૦ થી ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર રહેલું ડિઝલ ૨૫૦ થી ૩૦૦ રૂપિયા પ્રતિ લિટર વેચવામાં આવતુંં.
ઈ. ઇંધનની અછતને કારણે સાયકલ ચલાવનારાઓની સંખ્યા વધી. તેથી તે કાળમાં સસ્તી રહેલી સાયકલનું મૂલ્ય પણ ૧૦ સહસ્ર રૂપિયા થઈ ગયું હતું.
૨ આ ૬. વીજળી, તેમજ પેટ્રોલ અને ડિઝલના અભાવથી ‘ઇંટરનેટ’ બંધ રહેવું
વિવિધ કાર્યાલયોનો વીજળી પુરવઠો બંધ થાય ત્યારે જનિત્રોની (જનરેટરની) મહાયતાથી વીજળી પુરવઠો ચાલુ રાખવામાં આવતો હતો; પણ ભૂકંપ પછી વીજળી તેમજ પેટ્રોલ અને ડિઝલની અછત થઈને આ જનિત્રો નિરુપયોગી બની ગયા. પરિણામે ‘ઇંટરનેટ’ દ્વારા થનારું કામકાજ બંધ પડી ગયુુંં.
૨ આ ૭. ઉદ્યોગધંધા બંધ પડવાથી અનેક લોકોને નોકરી ગુમાવવી પડવી
તે કાળમાં આશરે ૨ સહસ્ર ઉદ્યોગધંધા બંધ પડ્યા હતા અને લગભગ ૧ લાખ લોકોને નોકરી ગુમાવવી પડી હતી.’
‘એસ્.એસ્.આર્.એફ્.’નાં સાધિકા કુ. સાનૂ થાપા, નેપાળ (૨૪.૪.૨૦૧૬)
ઉપર જણાવેલાં ઉદાહરણો એ આપત્કાળના ભીષણતાની એક ઝલક છે. આપત્કાળમાં સમસ્યાઓનો કેટલો મોટો પહાડ હશે, તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ‘જો આપણે આવી સમસ્યાઓનો સક્ષમ રહીને સામનો કરવો હોય, તો આપત્કાળની સિદ્ધતા પણ તેટલી જ સક્ષમતાથી કર્યા વિના પર્યાય નથી’, એ ધ્યાનમાં લો !
૩. આપત્કાળની દૃષ્ટિએ શારીરિક સ્તર પર કરવાની વિવિધ સિદ્ધતા !
૩ અ. અન્નવિના ઉપવાસ ન થાય એ માટે આ કરવું !
૩ અ ૧. રસોઈનો ‘ગૅસ’, ‘પ્રાયમસ માટે લાગનારું કેરોસીન ઇત્યાદિની અછત અથવા અનુપલબ્ધતા ધ્યાનમાં લઈને આગળ જણાવ્યામાંથી આવશ્યક તે કરવું
૩ અ ૧ અ. ઘરમાં ચૂલાની વ્યવસ્થા કરવી
૧. ઘરે ચૂલો ન હોય તો બજારમાંથી માટીનો, સીમેંટનો અથવા ‘બીડ’ ધાતુમાંથી બનાવેલો ચૂલો વેચાતો લાવી રાખવો. કેટલાક ઉત્પાદકો પારંપારિક ચૂલાની તુલનામાં ઇંધન ઓછું જોઈએ, ધુમાડો ઓછો થાય, ચૂલો આવશ્યકતા અનુસાર બીજે લઈ જઈ શકાય ઇત્યાદિ લાભ આપનારો લોખંડનો ચૂલો બનાવે છે, ઉદા. ભોપાળ, મધ્યપ્રદેશ ખાતે ‘દત્તુ ચૂલ્હા’ (ભ્ર.ક્ર. ૯૪૨૫૦ ૦૯૧૧૩). કેટલાક ઉત્પાદકોએ બનાવેલા ચૂલાને ધુમાડો ઉપર જવા માટે ચીમનીની સગવડ હોય છે. આવા આધુનિક ચૂલાનો અભ્યાસ કરીને પણ આપણી આવશ્યકતા અનુસાર ચૂલો વેચાતો લઈ શકાય છે. (પ્રસંગે ત્રણ પથ્થર વિશિષ્ટ પદ્ધતિથી ગોઠવીને પણ ચૂલો સિદ્ધ કરી શકવાનું ફાવવું જોઈએ.)
૨. ચૂલો સળગાવવો, પ્રતિદિન તેની સ્વચ્છતા કરવી ઇત્યાદિ કૃતિ પણ શીખી લેવી.
૩. ચૂલા માટે બળતણ તરીકે લાકડા, કોલસા, છાણા, ‘બાયોમાસ બ્રિકેટ’ (શેરડીનો કૂચો, લાકડાનો ભૂક્કો, મગફળીના ફોતરાં, સૂરજમુખીના ફૂલ કાઢી લીધા પછીનો ભાગ ઇત્યાદિ પર વિશિષ્ટ દબાણ પ્રક્રિયા કરીને તેના એકજીવ બનાવેલા નાના નાના ટુકડા) ઇત્યાદિનો પૂરતો સંગ્રહ કરી રાખવો. ‘બાયોમાસ બ્રિકેટ’ મોટા શહેરોની દુકાનમાં તેમજ ‘ઑનલાઈન’ વેચાતા મળે છે.
૪. ચૂલા પર રાંધતા શીખવું. તેમાં ‘પ્રેશર કુકર’નો ઉપયોગ કરવાને બદલે તપેલામાં અથવા અન્ય વાસણમાં ભાત બનાવવા, દાળ બનાવવા માટે દાળ ચડાવવી, રોટલો તાવડી પર શેકીને તે નિખારા પર ફૂલાવવો ઇત્યાદિ કૃતિઓનો સમાવેશ હોવો જોઈએે . ચૂલા પર રસોઈ શીખતી વેળાએ ‘ઓટલા પર રસોઈ કરવાની ટેવ’ પણ ઓછી કરવાનો પ્રયત્ન કરવો.
૩ અ ૧ આ. રસોઈ માટે સહાયક સૌરઊર્જા પર ચાલનારા ઉપકરણો વેચાતા લેવા
૧. જેમના ઘરે સૌરઊર્જા દ્વારા (‘સોલર’ દ્વારા) વીજળી નિર્મિતિ કરનારી યંત્રણા નથી, તેમણે ‘સોલર કુકર’ જેવા ઉપકરણો વસાવી રાખવા.
૨. જેમના ઘરે સૌરઊર્જા દ્વારા વીજળી નિર્મિતિ કરનારી યંત્રણા છે, આવા લોકોએ વીજળીની સહાયતાથી રાંધવા માટે ‘ઇંડક્શન સગડી’ અને તે સગડી માટે ઉપયુક્ત રહેલા રસોઈના વાસણ લઈ રાખવા. (વાદળી-વાતાવરણ હોય ત્યારે સૌરઊર્જા મળવાને મર્યાદા આવે છે.)
૩ અ ૧ ઇ. પૂરતા પ્રમાણમાં ભીનો કચરો (ભાજીપાલાના ડીંટિંયા, વાસીદું, ખરાબ થનારા અન્ન પદાર્થ ઇત્યાદિ) ઉપલબ્ધ થતા હોય તેવા લોકોએ ‘બાયો-ગૅસ સંયંત્ર’ બાંધવું આ સંયંત્રમાં છાણનો ઉપયોગ પણ કરી શકાય છે, તેમજ આ યંત્ર સાથે શૌચાલય જોડી શકાય છે. કેટલાક રાજ્યોમાં સરકાર ‘બાયો-ગૅસ સંયંત્ર’ની ઉભારણી માટે સંપૂર્ણ વ્યય (ખર્ચ) આપે છે, જ્યારે કેટલાંક રાજ્યોમાં સરકાર આવા સંયંત્રોની જોડણી માટે કેટલાક પ્રમાણમાં અનુદાન આપે છે.
૩ અ ૧ ઈ. ગાય, બળદ ઇત્યાદિ પ્રાણી પાળનારાઓએ ‘ગોબર-ગૅસ સંયંત્ર’ બાંધવું આ સંયંત્રને શૌચાલય જોડી શકાય છે. આ સંયંત્ર બાંધવા માટે ખેડૂતને રાજ્ય સરકાર તરફથી વિશિષ્ટ નિયમો અનુસાર અનુદાન મળી શકે.
૩ અ ૨. રસોઈ કરતી વેળાએ યંત્રોનો (ઉદા. ‘મિક્સર’નો) ઉપયોગ ટાળીને પારંપારિક વસ્તુઓનો ઉપયોગ કરવાની ટેવ અત્યારથી જ પાડવી
અ. યાંત્રિક રવઈથી છાસ બનાવવી જેવી કૃતિ ઓછી કરીને સાદી રવઈથી છાસ વલોવવી.
આ. ‘મિક્સર’ને બદલે ચટણી બનાવવા માટે છાપર-ઉપરવટો, જ્યારે મગફળીનો ભૂકો કરવા માટે ખાંડણી-દસ્તાનો ઉપયોગ કરવો.
ઇ. અન્ય પારંપારિક વસ્તુઓ (ઉદા. દળવા માટે ઘંટી, સૂકા મરચાંનો ભૂકો કરવા માટે ખાંડણી)નો ઉપયોગ કરવાની પણ ટેવ પાડવી.
આપત્કાળમાં સરકાર પર આધારિત રહેવાની
ભૂલ કરવાને બદલે પ્રત્યેકે વિવિધ સ્તર પર સિદ્ધ રહેવું આવશ્યક !
આપત્કાળમાં વાહન-વહેવાર ખોરવાઈ જાય છે. તેને કારણે સરકારી-યંત્રણા સર્વત્ર સહાયતા માટે પહોંચી શકતી નથી. શાસન કરી રહેલી સહાયતામાં અડચણો આવી શકે છે. રસોઈનો ગૅસ, ખાવા-પીવાની વસ્તુઓની અછત વર્તાવા લાગે છે. તેનો ગેરલાભ લઈને વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર થવાની સંભાવના ઘેરી થાય છે. શાસન કેટલીક વસ્તુઓનું શીધાકરણ (રેશનિંગ) ચાલુ કરીને અથવા ‘ઔષધ વિતરણ કેંદ્રો’ ખોલીને નાગરિકોને દિલાસો દેવાનો પ્રયત્ન કરે છે; પણ સરકાર દ્વારા થતી સહાયતાને પણ મર્યાદા આવે છે. આ બધું ધ્યાનમાં લઈને આપત્કાળમાં જીવિત રહેવા માટે સહુકોઈએ શારીરિક, માનસિક, આધ્યાત્મિક ઇત્યાદિ સ્તર પર પૂર્વસિદ્ધતા કરવી અત્યાવશ્યક પુરવાર થાય છે.
આપત્કાળમાં ‘જેમ થવાનું છે તેમ થશે’, આવી માનસિકતા ન રાખશો !
આપત્કાળ વિશે ગાંભીર્ય નિર્માણ થવાની દૃષ્ટિએ કેટલાકને કહીએ, કે તેઓ કહે છે, ‘આપત્કાળમાં બધાયનું જે થશે તે જ અમારું પણ થશે. આપત્કાળમાં જેમ થવાનું છે, તેમ થશે. આગળ આગળ જોયું જશે.’ આ સંદર્ભમાં આગળ જણાવેલો દૃષ્ટિકોણ ધ્યાનમાં લેવો.આપત્કાળમાં જે થવાનું છે તે, અર્થાત્ વિનાશ થવાનો જ છે. ઘરમાં ઘરડા માણસો અને નાના છોકરા પણ હોય છે. વયોવૃદ્ધ માણસો પરાવલંબી અને અસહાય હોય છે, જ્યારે નાના છોકરાઓ અણસમજુ હોય છે. તેમને સંભાળવાનું અને તેમનું રક્ષણ કરવાનું દાયિત્વ કુટુંબ-પ્રમુખને માથેે હોય છે. જો કુટુંબ-પ્રમુખ આપત્કાળમાંની સિદ્ધતા ભણી દુર્લક્ષ કરે, તો આગળ આપત્કાળનો જે દાવાનળ સળગશે, તેમાં વયોવૃદ્ધ અને નાના બાળકોને દાહ લાગશે, તેનું પાપ કુટુંબમાંના કર્તા લોકોને નક્કી જ લાગશે, એ તેમણે ધ્યાનમાં રાખવું.
આ લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્કૃતિ સંસ્થા’ પાસે સંરક્ષિત છે.