આગામી ભીષણ આપત્‍કાળમાં પોતાનું રક્ષણ થવા માટે સહુકોઈએ પ્રતિદિન કરવાનો મંત્રજપ

૧. પ.પૂ. દેવબાબાએ હિમાલયમાંના એક સિદ્ધ
પાસેથી આપત્‍કાલીન મંત્ર પ્રાપ્‍ત થવા બાબતે વિશદ કરેલાં સૂત્રો

મૂળ કર્ણાટકના અને હિમાલયવાસી ત્રિકાળ જ્ઞાની અવધૂત શ્રી નારાયણ અપ્‍પા નામક સિદ્ધ સાથે મારી એકવાર હિમાલયમાં ભેટ થઈ. ત્‍યારે તેમણે મને આ મંત્ર આપ્‍યો. તેમણે મને કહ્યું, આગળ જળપ્રલય અને ત્રીજું મહાયુદ્ધ થશે. તે સમયે પોતાનું  રક્ષણ થવા માટે આ મંત્ર લાભદાયી છે. તેમણે મને દીક્ષા દઈને આ મંત્ર શીખવ્‍યો.

પ.પૂ. દેવબાબા

 

૨. પ.પૂ. દેવબાબાએ કહેલી આપત્‍કાલીન મંત્રની વિશિષ્‍ટતા

આગામી કાળમાં આપત્‍કાળ, ત્રીજું મહાયુદ્ધ, ભૂકંપ, સુનામી, બૉંબનાં દુષ્‍પરિણામ અથવા જળપ્રલય થવાના હોવાથી હિમાલયમાંના સિદ્ધોએ મને આ મંત્ર આપ્‍યો. આ મંત્ર બોલવાથી આપત્‍કાળમાંના વિવિધ સંકટો સામે આપણું રક્ષણ થઈ શકે છે. આ મંત્રથી આરોગ્‍ય પ્રાપ્‍ત થશે.

આપત્‍કાળ આવ્‍યા પછી આ મંત્ર કરવાને બદલે તે હમણાથી જ કરવાનો છે. ગત ૨૦ વર્ષોથી આ મંત્ર હું પ્રતિદિન કરું છું. આ મંત્ર હજીસુધી મેં કોઈને પણ કહ્યો નહોતો. આ મંત્ર કેવળ સાંભળવાનો નથી, જ્‍યારે તે પોતે બોલવાનો છે. આ મંત્ર સ્‍થુળ શરીર, સૂક્ષ્મ શરીર, પ્રાણશક્તિ અને તેજોમય આત્‍મા સાથે સંબંધિત છે.

 

૩. આપત્‍કાળમાં રક્ષણ થાય એ માટે પ્રતિદિન બોલવાનો મંત્ર

 ॐ र्‍हीं क्‍लीं श्रीं नमः शिवाय परब्रह्मणे नमः ।

 

૪. મંત્ર બોલવાની પદ્ધતિ

પ્રથમ પોતાનું જમણું નસ્‍કોરું બંધ કરીને ડાબા નસ્‍કોરાથી શ્‍વાસ લેતા લેતા ૐ મનમાં બોલવો, ત્‍યાર પછી ડાબું નસ્‍કોરું બંધ કરીને મોઢાથી र्‍हीं क्‍लीं श्रीं બોલતા જમણા નસ્‍કોરાથી શ્‍વાસ છોડવો, ત્‍યાર પછી ડાબું નસ્‍કોરું બંધ રાખીને જમણા નસ્‍કોરાથી નમઃ શિવાય  મનમાં બોલતા શવાસ લેવો અને પછી જમણું નસ્‍કોરું બંધ કરીને ડાબા નસ્‍કોરાથી શ્‍વાસ છોડતાં પરબ્રહ્મણે નમઃ એવી રીતે મનમાં બોલવું.

 

૫. આ મંત્ર પ્રતિદિન ૧૦૧ વાર કરવાનો  છે.

 

૬. મંત્રજપ બોલવાનો સમય

સૂર્યોદય પહેલાં કરીએ તો સારું અથવા સવારે અથવા રાત્રે સૂવા પહેલાં ખાલી પેટે કરવો.

૭. ઉપર જણાવેલો મંત્ર બોલવાનું સંભવ ન થાય તો ગાયત્રી મંત્ર પ્રતિદિન ૧૦૮ વાર બોલવો, આ મંત્ર સવારે અથવા રાત્રે સૂવા પહેલાં ખાલી પેટે કરવો.

૮. ઉપર જણાવેલા બન્‍ને મંત્રો આપત્‍કાળની દૃષ્‍ટિએ હોવાથી સૂતક અથવા સ્‍ત્રીઓના માસિક ધર્મ માટે તેને બંધન નથી.

૯. આ મંત્ર યાંત્રિક પદ્ધતિથી કરવાને બદલે ભક્તિથી અને શરણાગતિથી કરવાથી તેનો આધ્‍યાત્‍મિક લાભ થશે.

૧૦. આ મંત્ર રાષ્‍ટ્રપ્રેમી, ધર્મપ્રેમી, સાધક અને સનાતનના સંતો માટે છે.

નોંધ : ઉપર જણાવેલા બે મંત્રોમાંથી કોઈપણ  એક મંત્ર સાધકોએ પ્રતિદિન કરવાનો છે.

Leave a Comment