‘વર્તમાનમાં આપત્કાળની તીવ્રતા વધારે હોવાથી સાધકો પર સ્થુળમાંથી અને સૂક્ષ્મમાંથી આક્રમણો થવાની શક્યતા છે. તેથી સર્વ સાધકોએ પ્રતિદિન પોતાની સાથે ‘રક્ષાયંત્ર’ રાખવું. આ વિશેની સૂચનાઓ આગળ જણાવી છે.
રક્ષાયંત્ર
૧. કોરા કાગળ પર રક્ષાયંત્રની પ્રત કાઢવી. તેની વચ્ચે વર્તુળમાં જ્યાં ‘નામ’ લખેલું છે, ત્યાં પોતાનું નામ લખવું.
૨. આ રક્ષાયંત્રનો શરીરને નિરંતર સ્પર્શ થાય, આ દૃષ્ટિએ તે માદળિયામાં બાંધવું. તે માદળિયું લાલ અથવા કાળા રંગના દોરાથી ગળામાં અથવા હાથમાં બાંધવું.
૩. પ્રતિદિન ઉદબત્તીથી ધૂપ બતાવીને આ યંત્રની શુદ્ધિ કરવી.
૪. સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’