વર્તમાનમાં કોરોનારૂપી સંકટે સમગ્ર જગત્ને પકડમાં લીધું છે. આ મહામારીનો પ્રતિદિન થઈ રહેલો ફેલાવો અને મૃત્યુના વધતા જતા આંકડાને કારણે સર્વત્ર ભયનું વાતાવરણ છે. કોરોના ચેપી રોગ છે કે માનવનિર્મિત સંકટ છે, આ બહુ કાંઈ સ્પષ્ટ સમજાયું નથી. કેટલાક દેશોના વૈજ્ઞાનિકો ઇત્યાદિ તજ્જ્ઞો આને માનવ-નિર્મિત સંકટ જ સમજે છે. માનવીને સહાયતા થાય તે માટે ઉપયોગી રહેલા વિજ્ઞાન પર આધારિત માનવસમૂહને જ નષ્ટ કરવાનું આ ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. તેનું કારણ એટલે, ‘માનવીની તમોગુણી પ્રવૃત્તિ’ છે. એકાદ આપત્તિ માનવનિર્મિત હોય કે નૈસર્ગિક, આપણને તે આપત્તિ પાછળનો દૃષ્ટિકોણ શું છે અને તે વિશે શારીરિક, માનસિક, તેમજ આધ્યાત્મિક સ્તર પર કઈ સિદ્ધતા કરી શકીએ, આ વાત સદર લેખ દ્વારા આપણે જાણી લેવાના છીએ.
આપત્તિ એટલે શું, આપત્તિ નક્કી કયા કારણસર આવે છે, તેમજ તેની પાછળના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ શું છે, તેમજ આધ્યાત્મિક દૃષ્ટિકોણ માંથી વૈશ્વિક સંકટો શા માટે આવે છે, આપત્કાળને રોકવો સંભવ છે ખરો ?, તેમજ આપત્કાળની સિદ્ધતા વિવિધ સ્તરો પર કેવી રીતે કરવી જોઈએ, આ બાબતો સદર લેખ દ્વારા સમજી લેવાનો પ્રયત્ન કરવાના છીએ.
(વાચકોને સૂચના : સદર લેખમાં કોરોના મહામારી અને તત્સમ આપત્કાલીન પરિસ્થિતિનો આધ્યાત્મિક દૃષ્ટિકોણ દ્વારા વિચાર કર્યો છે. કોરોના વ્હાયરસ (કોવિડ-19) વિષાણુનો પ્રસાર રોકવા માટે સરકાર અને પ્રશાસને આપેલા નિર્દેંશોનું વાચકોએ પાલન કરવું. સદર લેખમાં આપેલી આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિઓનો વાચકો દ્વારા વિચાર થવો જોઈએ.)
૧. વર્તમાનકાળમાંની આપત્તિ
૧ અ. જાગતિક તાપમાન વૃદ્ધિને કારણે સમગ્ર જગત્ના સમુદ્રોની જળસપાટી વધવી
જાગતિક તાપમાન વૃદ્ધિને કારણે વરસાદ પડવાના પ્રમાણમાં પાલટ થવો, ‘હિમખંડ અને ગલેશિયર’ ઓગળવો, સમુદ્રની જળસપાટીમાં વૃદ્ધિ થવા જેવા પ્રકાર બની રહ્યા છે. ‘ગ્રીન હાઊસ ગૅસ’ આ એક એવા પ્રકારનો વાયુ હોય છે, કે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરીને ત્યાંનું તાપમાન વધારે છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વાયુનું ઉત્સર્જન જો આ રીતે જ ચાલતું રહેશે, તો વર્તમાનમાં ચાલુ રહેલી ૨૧ મી સદીમાં પૃથ્વીનું તાપમાન ૩ ડિગ્રી થી ૮ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જો એમ થાય, તો તેનું પરિણામ અત્યંત ઘાતક બનશે.
જગત્નો બરફથી આચ્છાદિત ભાગ ઓગળી જશે. (અંતે તે સમુદ્રમાં સમાઈ જશે.) તેથી સમુદ્રની જળસપાટી અનેક ગણી વધશે. સમુદ્રમાંના સદર પરિવર્તનને કારણે જગત્ના કેટલાક ભાગો જળમય બની જશે, પ્રચંડ હાનિ થશે. સદર હાનિ ‘કોઈપણ વિશ્વયુદ્ધ અથવા એસ્ટેરૉઇડ’નું (લઘુગ્રહનું) પૃથ્વી સાથે અથડાવાથી થનારી હાનિ કરતાં પણ વધારે થશે. સદર ચેતવણી ગંભીરતાથી લઈને ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ વર્ષ ૨૦૧૯માં ટ્વીટ કરીને કહ્યું હતું, વર્તમાનકાળમાંની દેશની રાજધાની જકાર્તા શહેર પાણી નીચે જવાની સંભાવના હોવાથી અમારા દેશની રાજધાની બોર્નિયો દ્વિપ પર સ્થાનાંતરિત થશે.’ ધ્યાનમાં લો કે, એક દેશ પર તેની રાજધાની પાલટવાની સ્થિતિ સર્જાશે. આના પરથી આપણને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં આવશે.
૧ આ. ‘કોરોના’ના પ્રાદુર્ભાવને કારણે સમગ્ર જગત્માંની દુઃસ્થિતિ
જાગતિક તાપમાન વૃદ્ધિનું સૂત્ર ભયાવહ છે જ, તો પણ તે સંકટ એટલે માનવીના ભવિષ્ય માટે આવકારેલું સંકટ છે. વર્તમાનકાળમાં આપણે કોરોના નામક ચેપીરોગના આપત્કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચીનથી પ્રારંભ થયેલા સદર ચેપીરોગનો આરંભના 3 માસમાં જ સમગ્ર જગત્માં પ્રાદુર્ભાવ થયો. આજ સુધી તેના પ્રકોપથી લાખો લોકોનું મૃત્યુ થયું છે અને ૫૦ લાખ કરતા વધારે લોકો રોગના ચેપથી બાધિત થયા છે. હવે આ સંખ્યા ક્યાં સુધી પહોંચશે, એ આપણને ભવિષ્યમાં સમજાશે; પરંતુ આજ સુધી તોયે સદર ચેપીરોગ પર કોઈપણ ઔષધ ઉપલબ્ધ થયું નથી.’
૨. આપત્કાળ શા માટે આવે છે ?
કોરોનાની મહામારી જોતાં એકાદના મનમાં પ્રશ્ન આવે કે, મૂળમાં આપત્કાળ શા માટે આવે છે ?’ તેની પાછળ પણ કાર્યકારણ ભાવ છે શું, એવો પ્રશ્ન કોઈપણ વિચારવાન વ્યક્તિને આવી શકે. ગત એક દસકાથી સંપૂર્ણ જગત્માં નૈસર્ગિક આપત્તિની તીવ્રતા વધી રહી હોવાનું આપણે જોઈ રહ્યા છીએ. નિસર્ગનું ભયાવહ સામર્થ્ય આપણે અનુભવી રહ્યા છીએ. થોડા સમય પહેલાં દક્ષિણ-પૂર્વ એશિયા અને જાપાન ખાતે આવેલું સુનામી, તેમજ પાકિસ્તાન, હૈતી અને ચીનમાં થયેલો ધરતીકંપ, તે સાથે જ ‘કેટરિના’ અને ઉત્તર તેમજ મધ્ય અમેરિકાખાતે આવેલા અન્ય વાવાઝોડાં ઇત્યાદિ નૈસર્ગિક સંકટો આપણે જોયા છે. તેમની તીવ્રતાને કારણે સર્જાયેલા મહાભયાનક વિધ્વંસ અને જીવિતહાનિ અમારા મન પર અંકિત થઈ ચૂકી છે. નિસર્ગના કોપનું કારણ શું છે, તે આપણે પ્રથમ સમજી લેવું જોઈએ.
૨ અ. ‘મૂળતત્વવાદી (સેમેટિક)’ વિચારધારાના પંથ
પૃથ્વી પરના જે પ્રમુખ બે પંથ છે, તેમનામાં ‘પુણ્ય’ જેવી કાંઈ સંકલ્પના જ નથી. તેમના પ્રેષિતના માર્ગ પરથી ચાલવું ‘પુણ્યકારી’ માનવામાં આવ્યું છે અને તેના વિરોધમાં કૃતિ કરવી તે ‘પાપ’ માનવામાં આવ્યું છે. સદર પંથો માને છે કે, માનવી સર્વશ્રેષ્ઠ છે અને સર્વ સૃષ્ટિ કેવળ ઉપભોગ લેવા માટે જ છે. તેથી પ્રકૃતિને જુદી સમજીને તેમાં માથું મારવાની પ્રવૃત્તિ વધી છે. દુર્ભાગ્યથી ભારતમાં પણ પશ્ચિમી દેશના લોકોના પ્રભાવથી બનાવેલી શિક્ષણપદ્ધતિ પ્રચલિત છે. તેથી ભારતમાં પણ આજની પેઢીની પ્રવૃત્તિ તેવી જ બની છે. તેથી પર્યાવરણનું પ્રદૂષણ કરવું, જંગલોનો વિનાશ કરવા જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. જંગલોનો જો નાશ થાય, તો વન્યજીવો નગરી વસ્તીમાં પ્રવેશ કરશે, વરસાદ અનિયંત્રિત બનશે અને ‘ગ્લોબલ વૉર્મિંગ’માં વૃદ્ધિ થશે. આ રીતે માનવી જ આપત્તિને નિમંત્રિત કરી રહ્યો છે.
૨ આ. માનવીનો સ્વાર્થ
માનવીની પોતાના હિતને પ્રધાનતા આપવાની પ્રવૃત્તિ પણ વધી છે. પોતાના સ્વાર્થ માટે સાગર અને નદીઓના ક્ષેત્ર પર અતિક્રમણ કરવું, પશુઓની હત્યા કરવી, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો બનાવવાં, વાયુ અને જળનું પ્રદૂષણ કરનારા રસાયણો (કેમિકલ્સ) બનાવવા, ઊર્જાનો વધારે પડતો ઉપયોગ કરવો ઇત્યાદિ તેનાં ઉદાહરણો છે. આ કારણોસર પણ આપણને વિવિધ આપત્તિઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાનો ચેપીરોગ આ તેનું જ એક ઉદાહરણ છે. આ જ સ્વાર્થી પ્રવૃત્તિને કારણે આજે સાગરતટ પર ખારા પાણીમાં ઉગનારા અને સાગરતટનું નૈસર્ગિક રક્ષણ કરનારું મૅંગ્રોવ’ જંગલ નષ્ટ કરીને તે ભૂમિ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. તેથી સુનામીનો પ્રકોપ થઈને માનવીની સુરક્ષા માટે નિસર્ગએ આપેલું સંરક્ષણ કવચ પણ અમે જ નષ્ટ કરી રહ્યા છીએ. તેનું ભયંકર પરિણામ આપણે સુનામી આપત્તિ સમયે જોયું પણ છે.
૩. આધ્યાત્મિક દૃષ્ટિકોણમાંથી જાગતિક સંકટો શા માટે આવે છે ?
કોરોના જેવા ચેપીરોગની મહામારી હોય કે અન્ય નૈસર્ગિક આપત્તિ હોય, પ્રત્યેક જણ પોતપોતાની રીતે તેનાં કારણો શોધતા હોય છે. જેમ કે, વૈજ્ઞાનિક હોય, તો તે પોતાનો તર્ક પ્રસ્તુત કરે છે કે, આ આપત્તિ શા માટે આવી છે ?’, તેનું પરિણામ શું થવાનું છે ?’ પત્રકાર તેનો તર્ક પ્રસ્તુત કરે છે; પણ આપણે તો આપત્તિ પાછળનાં આધ્યાત્મિક કારણો (દૃષ્ટિકોણ) કયા છે, તે જાણી લેવું છે; કારણકે આધ્યાત્મિક દૃષ્ટિકોણ વિના આપણે આપત્તિનું ખરું કારણ સમજી જ શકીશું નહીં. આ ભાગ ધ્યાનમાં લીધો ન હોવાથી માનવી આવા સંકટો પર વહેલા માત કરવાને અપયશી પુરવાર થાય છે.
૩ અ. આધ્યાત્મિક દૃષ્ટિકોણની વિશિષ્ટતાઓ !
સૃષ્ટિનું સંચાલન કોઈપણ દેશ ની સરકાર અથવા આર્થિક મહાસત્તા દ્વારા થતું નથી. સૃષ્ટિનું સંચાલન પરમાત્મા કરે છે. જો આ સંચાલનનું વિજ્ઞાન અમે સમજી ન લઈએ, તો વૈશ્વિક આપત્તિ અને તેના પરની ઉપાયયોજના કેવી રીતે સમજી શકીશું ? આપણે સૌભાગ્યશાળી છીએ કે, આપણા પ્રાચીન હિંદુ ધર્મગ્રંથોમાં સૃષ્ટિ અને તેના સંચાલન વિશે સ્થૂળ અધ્યયનની સાથે જ સૂક્ષ્મમાંથી અને સ્પષ્ટ રીતે જાણકારી આપવામાં આવી છે. ‘કૌશિકપદ્ધતિ’ નામક ગ્રંથમાં આપત્કાળનાં કારણોનું વર્ણન છે.
૩ આ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ કાળચક્રનો નિયમ
ઉત્પત્તિ, સ્થિતિ અને લય અર્થાત્ યુગપરિવર્તન આ ઈશ્વરનિર્મિત સૃષ્ટિનો એક નિયમ છે. જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે થોડા સમય માટે ટકે છે અને અંતે તે નષ્ટ થાય છે. આ નિયમ અનુસાર વર્તમાનકાળ કાળચક્રમાંના એક પરિવર્તનનો કાળ છે. બીજા શબ્દોમાં કહીએ, તો આપત્તિને કારણે સૃષ્ટિ પોતાનું સંતુલન જાળવે છે. આનો એક માર્ગ એટલે નૈસર્ગિક આપત્તિ. આમાં સૃષ્ટિ કાર્ય કેવી રીતે કરે છે, તે જોઈએ ! જેવી રીતે ધૂળ અને ધુમાડાને કારણે સ્થૂળ સ્તર પર પ્રદૂષણ થાય છે, તેવી જ રીતે સમાજમાં સર્વત્ર ફેલાયેલો અધર્મ અને સાધનાનો અભાવ આનાં કારણે માનવીમાં, તેમજ વાતાવરણમાં પણ રજ-તમ વધ્યું છે.
જે રીતે આપણે જે ઘરમાં રહીએ છીએ, ત્યાંનો ધૂળ-કચરો (ગંદકી) સમય-સમય પર સ્થૂળરૂપથી કાઢીએે છીએ, તેવી જ રીતે સૃષ્ટિ અર્થાત્ પ્રકૃતિ પણ રજ-તમનું પ્રદૂષણ દૂર કરવા માટે અને ચોખ્ખું કરવા માટે પંચમહાભૂતોના માધ્યમો દ્વારા કાર્ય કરે છે. આ પંચમહાભૂતોના માધ્યમો દ્વારા ધરતીકંપ, પૂર, જ્વાલામુખી, વાવાઝોડું આ રીતે નૈસર્ગિક આપત્તિમાં વૃદ્ધિ થાય છે. પંચમહાભૂતોમાંથી પૃથ્વીતત્વ પ્રભાવિત થાય કે તેની પરિણતી ધરતીકંપમાં થાય છે. આપતત્વ પ્રભાવિત થવાથી પાણીની સપાટીમાં વૃદ્ધિ (પૂર આવવું કે વધારે હિમવર્ષા થવી ઇત્યાદિ) થાય છે.
૩ ઇ. માનવીનું કર્મ અને સમષ્ટિ પ્રારબ્ધ !
વર્તમાન કલિયુગમાં માનવીનું ૬૫ ટકા જીવન પ્રારબ્ધ અનુસાર અને ૩૫ ટકા ક્રિયામણ અનુસાર હોય છે. ૩૫ ટકા ક્રિયામણ દ્વારા થયેલા સારાં-નરસાં કર્મોનું ફળ પ્રારબ્ધના રૂપે માનવીને ભોગવવું પડે છે. વર્તમાનકાળમાં ધર્મશિક્ષણ અને ધર્માચરણના અભાવથી સમાજમાંના અનેક લોકોનો સ્વાર્થ અથવા તમોગુણ વધ્યો છે. તેમના ભૂલભરેલાં કર્મોને કારણે સમાજ, રાષ્ટ્ર અને ધર્મની હાનિ થઈ રહી છે. આ ભૂલભરેલાં કર્મો સંપૂર્ણ સમાજને ભોગવવા પડી રહ્યા છે. આની પાછળનું કારણ એમ કે, સંપૂર્ણ સમાજ જ તે કર્મો ભણી આંખ આડા કાન કરી રહ્યો છે. આ રીતે સમષ્ટિના દુષ્કર્મોનાં ફળો પણ તેને નૈસર્ગિક આપત્તિના રૂપમાં સહન કરવા પડી રહ્યા છે. ‘જે રીતે આગમાં સૂકા ભેગું લીલું પણ બળે’ તેવું જ આનું છે. આ રીતે જ સમાજ, રાષ્ટ્ર અને ધર્મનું પણ સમષ્ટિ પ્રારબ્ધ માનવામાં આવ્યું છે. સમાજમાં આધ્યાત્મિક અપવિત્રતા વધી ગઈ હોવાથી વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૨૩ના સમયગાળામાં મનુષ્યજાતિને સખત સમષ્ટિ પ્રારબ્ધ ભોગવવું પડશે.
૪. આપત્કાળ રોકવો સંભવ છે ખરો ?
આપણી સંસ્કૃતિ નિસર્ગની (પ્રકૃતિની) પૂજા કરનારી હતી. ગોમાતા, ગંગાનદી, વડલો, પિપળો, ગંગાસાગર, કૈલાસ પર્વત, માનસરોવર આ રીતે વૃક્ષથી માંડીને મહાસાગર સુધી નિસર્ગની પૂજા કરવામાં આવતી હતી. અમારી સંસ્કૃતિ સદર ભૂમિને પવિત્ર ભારતમાતા માનનારી, પથ્થરમાં પણ ભગવાન જોઈને તેનું પૂજન કરનારી હતી; પણ વિદેશી શિક્ષણપદ્ધતિ અને કમ્યુનિસ્ટ વિચારધારાને કારણે આપણે તેને નીચેના સ્તર પર જોવાનો આરંભ કર્યો. ગોમાતાને સંભાળતી વેળાએ અમે તેમાં નફો-નુકસાન જોવા લાગ્યા. ધીમે ધીમે અમે પશ્ચિમ ભણી આકર્ષિત થઈને આપણા ઋષિ-મુનિ અને પૂર્વજોએ જાળવી રાખેલી આચરણ પદ્ધતિને નકારી. વિદેશમાં જે થઈ રહ્યું છે, તે સારું અને અમારા વયોવૃદ્ધ વ્યક્તિ જે ધર્મનું જ્ઞાન આપે છે તે પછાત’, એવી માનસિકતા સ્વીકારી હોવાથી આપણું ઘણું નુકસાન થયું છે.
આપણા મનોભાવમાં કેવળ પરિવર્તન થવાને બદલે તે પાયમાલ બનતું ગયું છે. ‘તુલસીનું સ્થાન મનીપ્લાંટે’ લીધું. ગોમાતાનું સ્થાન કૂતરાએ લીધું. અમે હાથ જોડીને નમસ્કાર, રામ-રામ બોલવાનું છોડીને હસ્તાંદોલન (શેકહેંડ) કરવાનો આરંભ કર્યો. જન્મદિનના દિવસે આરતી (ઔક્ષણ) કરવાનું છોડીને, કેક કાપવો અને ફૂંક મારીને મીણબત્તી ઓલવવાનો આરંભ કર્યો. બહાર જઈ આવ્યા પછી હાથ-પગ ધોવાનું તો ઘણું દૂર રહ્યું, ચંપલ પહેરીને જ અમે સંપૂર્ણ ઘરમાં ફરવા લાગ્યા. શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, તેનું પણ ભાન રાખવાનું અમે છોડી દીધું. એંઠું અથવા પ્રાણીએ સૂંઘેલું ભોજન ન ખાવું, જન્મ-મૃત્યુ સમયે સૂતક પાળવું ઇત્યાદિ અમારા આચારધર્મની બાબતો અમે પછાતપણાના નામ હેઠળ નકારી છે. મંદિરમાં જવાની અમને શરમ લાગે છે. ખેદ એનો છે કે, અજ્ઞાનને કારણે અમે જે બાબતો છોડી દીધી છે, તે બાબતો આજે વિદેશમાં આત્મસાત કરવામાં આવી રહી છે.
‘સ્વાઇન ફ્લ્યુ’ અને હવે ‘કોરોના’ પછી સંપૂર્ણ જગત્ ‘નમસ્કાર’ કરી રહ્યું છે. ‘ડિસ્કવરી ચૅનલ’ શોધ કહે છે કે, જ્યારે નાના બાળકોના જન્મદિન નિમિત્તે કેક પર મૂકેલી મીણબત્તી ઓલવવામાં આવે છે, ત્યારે તે બાળકના મોઢામાંથી જિવાણુ કેક પર પડે છે. આવો કેક ખાવો તે પ્રકૃતિ માટે અયોગ્ય છે.
કોરોનાનો પ્રાદુર્ભાવ ટાળવા માટે હવે લોકો બહારથી આવ્યા પછી નહાવા લાગ્યા છે, ફરીફરીને હાથ-પગ ધોવે છે; પરંતુ આપણે ત્યાં ‘સંધ્યા’ કરતા જ હતા એ આપણે કેમ ભૂલી ગયા ? આપણે ત્યાં બહારથી આવ્યા પછી ચંપલ કાઢીને હાથ-પગ ધોઈને જ ઘરમાં પ્રવેશ કરતા હતા. ઘરમાં હોઈએ તો પણ સાંજે હાથ-પગ, મોઢું ધોવું આ એક નિત્ય-આચરણ હતું.
અમારા ધર્માચરણને કેવળ સ્વચ્છતા પૂરતું સીમિત રાખવાને બદલે સ્વચ્છતા સાથે જ પાવિત્ર્ય કેવી રીતે જાળવી શકાય, એટલું ઊંડાણપૂર્વક આપણું ચિંતન હતું. પરંતુ અમે તે બધું છોડી દીધું અને હવે તેનાં પરિણામો ભોગવી રહ્યા છીએ. હજી સમય ગયો નથી. આપણે આપણી મહાન ભારતીય સંસ્કૃતિ અને ધર્મ ભણી પાછું વળવું જ પડશે.
આપત્કાળની સિદ્ધતા (તૈયારી ) કેવી રીતે કરવી જોઈએ ?
૧. આપત્કાળની દૃષ્ટિએ ભૌતિક સિદ્ધતા
આપત્કાળમાં વાવાઝોડાં, ધરતીકંપ ઇત્યાદિને કારણે વીજળી પુરવઠો ખંડિત થાય છે. પેટ્રોલ, ડિઝેલ ઇત્યાદિની ઓછપ નિર્માણ થવાથી અવર-જવર વ્યવસ્થા પણ પડીભાંગે છે. તેથી રાંધવાનો ગૅસ, ખાવા-પીવાની વસ્તુઓ ઇત્યાદિ ઘણાં મહિનાઓ સુધી મળતી નથી અને જો મળે, તો તેનું ‘રેશનિંગ’ થાય છે. આપત્કાળમાં ડૉક્ટર, વૈદ્ય, ઔષધિઓ, રુગ્ણાલયો ઇત્યાદિની ઉપલબ્ધિ લગભગ અસંભવ જ હોય છે. આ બધું ધ્યાનમાં લઈને આપત્કાળનો સામનો કરવા માટે સહુકોઈએ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આધ્યાત્મિક ઇત્યાદિ સ્તર પર પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) કરવી આવશ્યક છે. આગળ જણાવેલાં સૂત્રોનો સરકારી નિર્દેંશ ધ્યાનમાં લઈને તારતમ્યથી પાલન કરવું !
૧ અ. શારીરિક સ્તર
૧. અનાજ સિવાય ભૂખ્યાપેટે રહેવાનો વારો ન આવે તે માટે કેટલાક મહિના કે વર્ષો સુધી થઈ રહે તેટલું અનાજ ભરી રાખવું ! રસોઈ કરતી વેળાએ યંત્રોનો (ઉદા. મિક્સરનો) ઉપયોગ કરવાનું ઓછું કરીને પારંપારિક વસ્તુઓનો, ઉદા. વાટણિયું જેવા ઓજારોનો ઉપયોગ કરવાની ટેવ અત્યારથી જ પાડી લેવી. અનાજનું વાવેતર, કંદમૂળની વાવણી, ગોપાલન ઇત્યાદિ કરવાનો વિચાર કરવો !
૨. પાણી વિના ત્રાસ ન થાય તે માટે ઘરની બાજુમાં કૂવો ન હોય, તો તે ખોદાવી લેવો. પાણી ભરી રાખવા માટે મોટી ટાંકીઓની સગવડ કરી રાખવી.
૩. ડૉક્ટર, વૈદ્ય, રુગ્ણાલયો (દવાખાના) ઇત્યાદિની થનારી અગવડ ધ્યાનમાં લઈને આરોગ્ય સારું રહે તે માટે નાના-મોટા વિકારો માટે ઔષધિઓ પર આધારિત રહેવાને બદલે ઉપવાસ કરવા, શરીર પર તડકો લેવો ઇત્યાદિ ઔષધિઓ વિનાના ઉપચારોનો ઉપયોગ અત્યારથી જ આરંભ કરવો. તેમજ ઔષધી વનસ્પતિઓનું વાવેતર કરવું. વિકાર થયા પછી ઔષધ લેવા કરતાં તે થાય જ નહીં, તેમજ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શરીર કાર્યક્ષમ રહે તે માટે હમણાથી જ નિયમિત વ્યાયામ, પ્રાણાયામ, યોગાસનો કરવા, ભૂખ લાગે પછી જ જમવું, અનાવશ્યક ન ખાવું ઇત્યાદિ પ્રયત્નો કરવા. તેથી વિકાર વહેલા મટી જઈને રોગપ્રતિકારક ક્ષમતા વધી શકશે. માર લાગવો, દાઝવું, બેભાન થવું ઇત્યાદિ પ્રસંગોમાં રુગ્ણ પર તાત્પુરતા ઉપચાર કરી શકાય, તે માટે કુટુંબમાંની એક વ્યક્તિએ તોયે પ્રથમોપચાર પ્રશિક્ષણ શીખી લેવું !
૧ આ. માનસિક સ્તર
રમખાણો, ભૂકંપ, મહાયુદ્ધ ઇત્યાદિ સમયે ઉદ્ભવનારી સ્થિતિનો સામનો કરવાની બીક લાગતી હોય, તો સંબંધિત પ્રસંગનો મહાવરો કરવા માટે સ્વયંસૂચના આપવી ! સગાંસંબંધીઓમાં ભાવનિક રીતે અટવાઈ ન પડીએ, તે માટે સ્વયંસૂચના આપવી ! આપત્કાળમાંના એકાદ પ્રસંગમાં કાંઈ જ કરવાનું જો આપણા હાથમાં ન હોય, તો તે કઠિન પ્રસંગ ભણી તત્વજ્ઞાનની ભૂમિકામાં રહીને અથવા સાક્ષીભાવથી જોઈ શકાય અને પરિસ્થિતિનો આનંદથી સ્વીકાર કરી શકાય, તે માટે સ્વયંસૂચના આપવી ! ઓછા-વત્તા સમયગાળા માટે કુટુંબીજનોનો વિયોગ સહન કરવાની સિદ્ધતા (તૈયારી) રાખવી !
૧ ઇ. આર્થિક સ્તર
વર્તમાન આવક અને હજી સુધીની કરેલી બચત કરકસરથી વાપરવી ! વર્તમાનમાં અનેક અધિકોષોના (બેંકોના) કૌભાંડો ઉજાગર થાય છે. તેથી પોતાની થાપણ સુરક્ષિત રહે, તે માટે મૂડી રોકવા માટે એકજ ઠેકાણે મૂડી રોકવા કરતાં સુરક્ષાની દૃષ્ટિએ તે મૂડી વિવિધ ઠેકાણે રોકવી.
૧ ઈ. આપત્કાળની દૃષ્ટિએ કરવાની અન્ય સિદ્ધતા (તૈયારી)
ઘરમાં રહેલી અનાવશ્યક સામગ્રી ઓછી કરવાનો આરંભ કરો ! બે જુદી જુદી કંપનીઓના સીમકાર્ડ ધરાવતો ભ્રમણભાષ (મોબાઈલ) સાથે રાખો ! સગાંસંબંધી, પાડોશી, પોલીસ થાણું, અગ્નિશમન દળ ઇત્યાદિ અતિઆવશ્યક ઠેકાણેના દૂરભાષ ક્રમાંક, સરનામાં ઇત્યાદિ એકાદ જુદી વહીમાં પણ લખી રાખો !
૧ ઉ. આપત્કાળની દૃષ્ટિએ આધ્યાત્મિક સ્તર પર કઈ વ્યવસ્થા કરવી જોઈએ ?
આગામી કાળમાં આવનારી ભીષણ આપત્તિઓ સામે રક્ષણ થવા માટે સારી સાધના કરવી અને ભગવાનના ભક્ત થવું આવશ્યક છે. તે માટે હમણાથી જ પ્રયત્નો કરવાનો આરંભ કરો. આપણાં પર દેવતાની કૃપાદૃષ્ટિ રહે તે માટે અને આપણી ચારેકોર સંરક્ષણ-કવચ બને તે માટે આગળ જણાવેલી બાબતો પ્રતિદિન કરવી. દેવપૂજા કરવી. સાંજે ભગવાન અને તુલસીક્યારે દીવો પ્રગટાવીને તેને નમસ્કાર કરવા. સાંજે દીવાબત્તી કરીને ઘરના સર્વ સભ્યોએ આરામથી બેસીને આરોગ્ય અને સંરક્ષણ-કવચ પ્રદાન કરનારા શ્લોક/સ્તોત્ર પઠણ (ઉદા. રામરક્ષાસ્તોત્ર, દેવીકવચ, હનુમાનચાલીસા, ગાયત્રીચાલીસા ઇત્યાદિ) કરવું. રાત્રે સૂતી વખતે પથારીની ચારેબાજુએ દેવતાનાં નામજપની સાત્ત્વિક પટ્ટીઓનું ચોખંડ મંડળ કરવું અને સંરક્ષણ થાય તે માટે ઉપાસ્યદેવતાને પ્રાર્થના કરવી. આગામી ત્રીજા વિશ્વયુદ્ધ સમયે છોડવામાં આવનારા પરમાણુ અસ્ત્રોના ક્ષ-કિરણોનો વાતાવરણ પર જે પ્રાણઘાતક પ્રભાવ પડશે, તેનાથી બચી જવા માટે પ્રતિદિન અગ્નિહોત્ર કરવું.