પ્રસ્તાવના
‘સ્વતંત્ર ભારતને ‘સેક્યુલરવાદ’ના ઢોંગનું ગ્રહણ લાગ્યું છે. લઘુમતિ ધરાવનારાઓના મતો મેળવવા માટે ધર્મનિરપેક્ષતાના નામ હેઠળ બહુમતિ ધરાવનારા હિંદુઓ પર અન્યાય કરનારા ધોરણો ‘સેક્યુલર’ સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. આ સર્વ સ્થિતિમાં પણ હિંદુઓ અન્યાય સહન કરીને સરકારને કરવેરો ભરી રહ્યા છે; પરંતુ હિંદુઓની સ્થિતિમાં ફેર પડતો નથી. જેમનું સ્વપ્ન જ ભારત પર રાજ્ય કરવાનું છે, તેઓ સરકાર દ્વારા એક માગણીની પૂર્તિ થાય કે, શાંત બેસવાને બદલે બીજી માગણી કરી રહ્યા છે. તેમાં જ શરીયત આધારિત ઇસ્લામિક બૅંક ભારતમાં ચાલુ કરવાની માગણી ચાલુ થઈ; પરંતુ વડાપ્રધાન મા. નરેંદ્ર મોદીની સરકારે આ માગણી ફગાવી દીધી.
બૅંક સ્થાપન કરવા માટે સરકારી અનુમતિ જોઈએ; પણ ગ્રાહક બંધારણે આપેલી ધાર્મિક સ્વતંત્રતાનો લાભ લઈને તેમના ધર્મ અનુસાર સંમત સામગ્રી અને પદાર્થોનો આગ્રહ સેવી શકાય. તેના આધાર પર મુસલમાનો દ્વારા પદાર્થ, વસ્તુઓ ઇસ્લામ અનુસાર વૈધ અર્થાત્ ‘હલાલ’ હોવાની માગણી કરવામાં આવવા લાગી છે. તે માટે ‘હલાલ સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)’ લેવું અનિવાર્ય બન્યું. ઇસ્લામી અર્થવ્યવસ્થા, અર્થાત્ ‘હલાલ ઇકૉનૉમી’ ધાર્મિકતાના આધાર પર હોવા છતાં પણ અતિશય ચતુરાઈથી નિધર્મી ભારતમાં લાગુ કરવામાં આવી. રેલવે, એર ઇંડિયા જેવી સરકારી આસ્થાપનો (કંપનીઓ)માં પણ હલાલ અનિવાર્ય કરવામાં આવ્યું.
દેશમાં કેવળ ૧૫ ટકા લઘુમતિ ધરાવનારા મુસલમાન સમાજને ઇસ્લામ અનુસાર સંમત હલાલ માંસ ભક્ષણ કરવું છે; તેથી ઉર્વરિત ૮૫ ટકા જનતા પર પણ તે લાદવામાં આવવા લાગ્યું. હવે તો ખાદ્યપદાર્થો, સૌંદર્ય પ્રસાધનો, ઔષધો, રુગ્ણાલયો, ગૃહસંસ્થા, મૉલ આ બધા માટે પણ તે ચાલુ થયું. ઇસ્લામિક દેશોમાં નિર્યાત કરવા માટે તો ‘હલાલ સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)’ ફરજિયાત થયું છે. આ હલાલ અર્થવ્યવસ્થાએ ભારતની અર્થવ્યવસ્થા જેટલું, અર્થાત્ ૨ ટ્રિલીયન (૧ ટ્રિલીયન એટલે ૧ પર ૧૨ મીંડાં – ૧૦૦૦ અબજ) ડૉલર્સનો સ્તર પણ પ્રાપ્ત કર્યો છે. તેનું નિધર્મી ભારત પર પણ પરિણામ થવાનું છે. આ લેખ વાંચીને ભારતનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં સહાયતા કરો !
૧. હલાલ એટલે શું ?
‘હલાલ’ આ અરબી શબ્દનો અર્થ છે, ઇસ્લામ અનુસાર વૈધ, માન્યતા ધરાવતું; જ્યારે તેના વિરોધી અર્થનો શબ્દ છે, ‘હરામ’ અર્થાત્ ઇસ્લામ અનુસાર અવૈધ/નિષિદ્ધ/વર્જ્ય રહેલું. ‘હલાલ’ શબ્દ મુખ્યત્વે ખાવાના પદાર્થો અને પીણાં વિશે વાપરવામાં આવે છે.
ઇસ્લામી કાયદા અનુસાર ૫ ‘અહકામ’ (નિર્ણય અથવા આજ્ઞા) માનવામાં આવે છે. તેમાં ફર્જ (અનિવાર્ય), મુસ્તહબ (અનુશંસિત, ભલામણ), મુબાહ (તટસ્થ), મકરૂહ (નિંદાયુક્ત) અને હરામ (નિષિદ્ધ)નો સમાવેશ છે. તેમાંથી ‘હલાલ’ સંકલ્પનામાં પ્રથમ ૩ અથવા ૪ આજ્ઞાઓનો સમાવેશ હોવા વિશે ઇસ્લામી જાણકારોમાં મતભેદ છે.
‘હલાલ’ શબ્દનો મુખ્ય ઉપયોગ માંસ મેળવવા માટે પશુહત્યા કરવા બાબતે કરવામાં આવે છે.
અ. આમાં કુર્બાની કરનારો (કસાઈ) ઇસ્લામી કાયદાનું પાલન કરનારો, અર્થાત્ મુસલમાન હોવો જોઈએ.
આ. જે પ્રાણીનું હલાલ કરવાનું છે, તે નિરોગી અને સુદૃઢ હોવો જોઈએ.
ઇ. તેને ખુલ્લી હવામાં રાખવો જોઈએ.
ઈ. તેને મારતી વેળાએ ઇસ્લામી રીત અનુસાર ‘બિસ્મિલ્લાહ અલ્લાહૂ અકબર’ બોલવું જોઈએ.
ઉ. ડોક પરથી છુરી ફેરવતી વેળાએ તે પ્રાણીનું મોઢું મક્કામાંના કાબાની દિશામાં હોવું જોઈએ.
ઊ. ત્યાર પછી ધારદાર છુરીથી પ્રાણીની શ્વસન નલિકા, રુધિરાભિસરણ કરતી ધમનીઓ અને ગળાની નસો કાપીને તે પ્રાણીનું સંપૂર્ણ લોહી વહી જવું જોઈએ.
એ. પ્રાણીને વેદના થાય નહીં; તે માટે પહેલાં જ વીજળીનો ઝટકો દેવો અથવા બધિર (ખોટું) કરવું નિષિદ્ધ માનવામાં આવ્યું છે.
પશ્ચિમી દેશોમાં આને કારણે હલાલ કરનારાઓને અમાનવી માનવામાં આવે છે; પરંતુ ઇસ્લામ અનુસાર હલાલ માંસ જ ગ્રાહ્ય અને પવિત્ર માનવામાં આવે છે. તેથી આજે ગેરઇસ્લામી દેશોમાં ૭૦ થી ૮૦ ટકા માંસ હલાલ પદ્ધતિથી; અર્થાત્ ઉપર જણાવેલા નિકષોનું પાલન કરીને જ મેળવવામાં આવે છે. કેવળ માછલાં અને જળચર માટે હલાલ પદ્ધતિ આવશ્યક નથી.
૨. ‘હલાલ’માં માંસ સાથે જ સમાવેશ થનારા અન્ય પદાર્થો
અ. દૂધ (ગાય, ઘેટું, બકરી, ઊંટનું)
આ. મધ
ઇ. માછલાં
ઈ. નશો ન થાય તેવી વનસ્પતિ
ઉ. તાજા, તેમજ સૂકવેલા ફળ
ઊ. કાજુ-બદામ ઇત્યાદિ સૂકોમેવો
એ. ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ
‘હરામ’, અથાત્ ઇસ્લામ અનુસાર નિષિદ્ધ બાબતો
તેમાં મુખ્યત્વે આગળ જણાવેલી બાબતોનો સમાવેશ થાય છે.
અ. ભૂંડ, જંગલી ભૂંડ, તેમાની પ્રજાતિઓનાં પ્રાણી અને તેમના અવયવોમાંથી બનાવેલા જિલેટીન જેવા અન્ય પદાર્થો
આ. તીક્ષ્ણ નખ ધરાવતા પંજા રહેલા અને ધારદાર સૂળા (દાંત) રહેલા હિંસક અને માંસાહારી પ્રાણી-પક્ષી, ઉદા. સિંહ, વાઘ, વાનર, નાગ, ગરુડ, ગીધ ઇત્યાદિ
ઇ. જેમને મારવું ઇસ્લામ અનુસાર નિષિદ્ધ છે, ઉદા. કીડી, મધમાખી, સુઘરી પક્ષી ઇત્યાદિ
ઈ. ભૂમિ અને પાણી બન્ને પર રહેનારા ઉભયચર પ્રાણી, ઉદા. મગર, દેડકો ઇત્યાદિ
ઉ. ગધેડો અને ખચ્ચર, તેમજ સર્વ પ્રકારના ઝેરીલા પ્રાણી
ઊ. ગળું દાબીને અથવા માથા પર પ્રહાર કરીને મારેલા પ્રાણી, તેમજ નૈસર્ગિક રીતે મરેલા પ્રાણી અને તેમના અવશેષ
એ. માનવ અથવા પશુના શરીરના પોલાણમાંથી બહાર વહેનારું લોહી, મળ-મૂત્ર
ઐ. ઝેરીલી તેમજ નશો થાય તેવી વનસ્પતિ
ઓ. આલ્કોહોલનો સમાવેશ ધરાવનારાં પીણાં, ઉદા. દારૂ, સ્પિરિટ, સૉસ
ઔ. ઝેરીલા, તેમજ નશો થાય તેવા પીણાં અને તેમાંથી બનાવેલા પદાર્થો, રસાયણો
અં. ‘બિસ્મિલ્લાહ’ બોલ્યા વિના ગેરઇસ્લામી પદ્ધતિથી બલિ ચડાવેલા પશુનું માંસ
૩. હલાલના માધ્યમ દ્વારા વધતી જતી
ઇસ્લામી અર્થવ્યવસ્થાની વ્યાપકતા દર્શાવનારાં ઉદાહરણો
૧. માંસાહારથી શાકાહાર સુધીના પદાર્થો
સુપ્રસિદ્ધ ‘હલ્દીરામ’ના શુદ્ધ શાકાહારી ફરસાણ, તેમજ સૂકામેવા, મિઠાઈ, ચૉકલેટ
૨. ખાદ્યપદાર્થોથી સૌંદર્યપ્રસાધનો
અનાજ, તેલ, તેમજ સાબુ, શૅમ્પુ, ટૂથપેસ્ટ, કાજળ, નેલપૉલિશ, લિપસ્ટિક ઇત્યાદિ સૌંદર્યપ્રસાધનો
૩. ઔષધો
યુનાની, આયુર્વેદિક ઔષધો, તેમજ મધ
૪. પશ્ચિમી આંતરરાષ્ટ્રીય ખાદ્યપદાર્થો
મૅકડોનાલ્ડનો બર્ગર, ડૉમિનોઝનો પિઝ્ઝા, તેમજ ઘણુંકરીને બધા જ વિમાનોમાં ઉપલબ્ધ ભોજન
૫. હલાલ ગૃહસંકુલ
કેરળ રાજ્યના કોચી શહેરમાં શરીયતના નિયમોના આધાર પર હલાલ પ્રમાણિત ભારતમાંનું પ્રથમ ગૃહસંકુલ બની રહ્યું છે. તેમાં સ્ત્રી અને પુરુષ માટે જુદા જુદા સ્વીમીંગ પૂલ (તરવા માટેના તળાવ), જુદા જુદા પ્રાર્થનાઘરો, મક્કાના કાબાની દિશાથી દૂર રહેલાં શૌચાલયો, નમાજનો સમય બતાવનારી ઘડિયાળો, પ્રત્યેક ઘરમાં નમાજ સાંભળવાની વ્યવસ્થા એવી વિવિધ સુવિધાઓ અને શરીયતના નિયમોનો ઉલ્લેખ તેમણે કર્યો છે.
૬. હલાલ રુગ્ણાલય
ચેન્નઈ ખાતેનું ‘ગ્લોબલ હેલ્થ સિટી’ દવાખાનું હલાલ પ્રમાણિત છે. ‘ઇસ્લામમાં કહેવા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પરની ચોખ્ખાઈ અને આહાર અમે આપીએ છીએ’, એવો દાવો તેમણે કર્યો છે.
૭. ‘હલાલ ડેટિંગ વેબસાઈટ’
સંકેતસ્થળો પર યુવક-યુવતીઓનો પરિચય કરાવી આપનારા, તેમાંથી મૈત્રી, તેમજ મુલાકાત કરાવી આપનારા અનેક સંકેતસ્થળો છે. તેમાં ઇસ્લામના શરીયત પર આધારિત ‘હલાલ ડેટિંગ વેબસાઈટ’ ચાલુ થઈ છે. ‘મિંગલ’ આ એક મુખ્ય સંકેતસ્થળ છે.
૪. હલાલ દ્વારા જાગતિક સ્તર પરની બજાર પર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન !
હલાલ ઉત્પન્નની મૂળ સંકલ્પના ખેતરથી ગ્રાહક સુધી હતી. જે સમયે હલાલ અર્થવ્યવસ્થાનો વિચાર વધવા લાગ્યો, ત્યારે ‘ખેતરથી ગ્રાહક સુધી અને તેમાંથી અર્થનિયોજન’ કરવાનો વિચાર પ્રસ્તુત કરવામાં આવવા લાગ્યો. HSBC (બહુરાષ્ટ્રીય થાપણ અધિકોષ) અમાના મલેશિયાના કાર્યકારી અધિકારી રેફ હનિફે કહ્યું કે, જો આપણને હલાલ અર્થવ્યવસ્થા ભણી પગલાં ભરવા હોય, તો આપણે વ્યાપક વિચાર કરવો જોઈએ. અર્થનિયોજનથી માંડીને ઉત્પાદન સુધીની સંપૂર્ણ સાંકળી (ચેન) હલાલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હલાલ ઉત્પાદનોમાંથી લાભ મેળવવો અને તે ઇસ્લામિક બૅંક દ્વારા ઉત્પાદનોની વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવો, તેમજ ઇસ્લામિક બૅંક દ્વારા હલાલ ઉત્પાદનો બનાવનારાઓને આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવી આપવી અને જાગતિક સ્તર પર બજાર પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો. તેને કારણે સંપૂર્ણ સાંકળી પર નિયંત્રણ રહેવાથી ઇસ્લામિક બૅંકની સ્થિતિમાં લક્ષણીય ફેરફાર થયો. બૅંકની સંપત્તિમાં વર્ષ ૨૦૦૦માં ૬.૯ ટકામાંથી વર્ષ ૨૦૧૧માં ૨૨ ટકા જેટલી વૃદ્ધિ થઈ. ‘હલાલ ઇંડસ્ટ્રી’ આજે સમગ્ર જગત્માં સર્વાધિક ઝડપથી વૃદ્ધિ પામનારી વ્યવસ્થા બની ગઈ છે.
૫. ઇસ્લામિક બૅંક અને હલાલ અર્થવ્યવસ્થા
ઇસ્લામિક બૅંક અને હલાલ અર્થવ્યવસ્થામાં ભેદ નથી. બન્ને એકજ ઇસ્લામી વિચારો પર આધારિત છે. ઇસ્લામી અર્થસહાયતાના આધાર પર હલાલ ઉત્પાદનો બજારમાં લાવવામાં આવી રહ્યા છે. શરીયત કાયદા અનુસાર વ્યાજ લેવાનો પ્રતિબંધ હોવાથી તે માન્યતા અનુસાર ઇસ્લામિક બૅંકની રચના કરવામાં આવી. મલેશિયામાં વર્ષ ૧૯૮૩માં ‘ઇસ્લામિક બૅંકિંગ ઍક્ટ’ અનુસાર ‘ઇસ્લામિક બૅંકિંગ એન્ડ ફાયનાન્સ’ (IBF) આ બૅંક ચાલુ થઈ. આ બૅંક ધાર્મિક પરંપરાઓ પર આધારિત હોવાથી તેને ભારત જેવા અનેક ગેરઇસ્લામિક દેશોમાં માન્યતા મળી નહીં.
હલાલ ઉત્પાદનો પહેલેથી ઉપયોગમાં હતાં જ. વર્ષ ૨૦૧૧માં મલેશિયા સરકારે સ્થાનિક વાણિજ્ય મંત્રાલય દ્વારા ‘હલાલ પ્રૉડક્ટ ઇંડસ્ટ્રી’ (HPI) ચાલુ કરી. વર્ષ ૨૦૧૩માં ક્વાલાલંપૂર ખાતે ‘વર્લ્ડ હલાલ રિસર્ચ’ અને ‘વર્લ્ડ હલાલ ફોરમ’ના અધિવેશનમાં હલાલ અર્થવ્યવસ્થાની સંકલ્પના પ્રસ્તુત કરવામાં આવી. તેમાંથી ‘હલાલ પ્રૉડક્ટ ઇંડસ્ટ્રી’ (HPI) અને ‘ઇસ્લામિક બૅંકિંગ એન્ડ ફાયનાન્સ’ (IBF) ના સમન્વય દ્વારા તેમને બળ પુરવવાનું નક્કી કરવામાં આવ્યું. તેનો અન્યત્ર પ્રસાર કરવા માટે ખાનગી થાપણ દ્વારા ‘સોશીયલ ઍક્સેપ્ટેબલ માર્કેંટ ઇન્વેસ્ટમેંટ (SAMI) હલાલ ફૂડ ઇંડેક્સ’ ચાલુ કરવામાં આવ્યો. આવી રીતનો આ જગત્માંનો પહેલો જ પ્રયત્ન હતો. તેને મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો.
૬. હલાલ પ્રમાણપત્રની જાહેરખબર !
હલાલ પ્રમાણપત્રની હવે જાહેરખબર કરવામાં આવે છે અને આ પ્રમાણપત્ર વેચાતું લેવા માટે ઉત્પાદકને કયા કયા લાભ થશે, તેની સૂચિ આગળ જણાવ્યા પ્રમાણે છે –
અ. હલાલ પ્રમાણપત્ર લેવાથી ૨૦૦ કરોડ જેટલી પ્રચંડ જનસંખ્યા ધરાવનારા જાગતિક મુસલમાન સમુદાયમાં વેપાર કરવાની તક મળશે.
આ. મુસલમાન દેશોમાંની બજારોમાં વેપાર કરવાનું સહેલું બનશે.
ઇ. જગત્ના કોઈપણ દેશમાંના મુસલમાનો નિઃસંકોચ રીતે તમારું ઉત્પાદન વેચાતું લેશે.
ઈ. ભારતમાંની હલાલ પ્રમાણપત્ર આપનારી સંસ્થા ૧૨૦ દેશમાંના શરીયત બોર્ડ અને ૧૪૦ ઇસ્લામિક સંગઠનો સાથે સંલગ્ન હોવાથી વેપારની તક વધશે.
ઉ. હલાલ પ્રમાણપત્ર માટે લાગનારા ઓછા ખર્ચની તુલનામાં અનેક ગણો નફો મળશે.
ઊ. હલાલ પ્રમાણપત્ર લેવાથી અન્ય ધર્મીય ગ્રાહકોની સંખ્યા ઓછી થશે નહીં.
સદર જાહેરખબરમાં આપેલા કારણોને લીધે, તેમજ મુસલમાન દેશોમાં ધંધો (વેપાર) જો કરવો હોય, તો ત્યાંના હલાલના બંધનને કારણે વ્યાવસાયિકો દ્વારા હલાલ પ્રમાણપત્ર લેવાનું પ્રમાણ મોટું છે. એટલું જ નહીં જ્યારે હલાલ પ્રમાણપત્ર આપનારી મુસ્લિમ સંસ્થા અનેક વ્યાવસાયિકોને પોતે થઈને સંપર્ક કરીને હલાલ પ્રમાણપત્ર દ્વારા થનારા લાભ વિશદ કરીને આ જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે.
૭. બ્રિટન પાસેથી શીખો !
કેટલાક સમય પહેલાં ‘બ્રિટનમાંના મુસલમાન સાંસદોને ઇસ્લામિક પદ્ધતિનું માંસ આપવામાં આવશે નહીં; કારણકે અનેક ગેરમુસલમાન સાંસદોનો ‘હલાલ’ પદ્ધતિ સામે વિરોધ છે’, તેમજ ‘આ પદ્ધતિ ક્રૂર હોવાથી અમે હલાલ માંસ ભક્ષણ કરીશું નહીં’, એવું વલણ બ્રિટીશ સાંસદોએ લીધું હતું. હલાલ પદ્ધતિમાં જાનવરોની સતામણી કરીને તેમનું ગળું ચીરવામાં આવે છે. ‘પૅલેસ ઑફ વેસ્ટમિનિસ્ટર્સ’એ ત્યાંના ઉપાહારગૃહો દ્વારા હલાલ માંસ ઉપલબ્ધ કરી આપવા માટે ચોખ્ખી ના પાડી.
૮. ભારત ઇસ્લામી હલાલ દ્વારા આર્થિક જેહાદનો શિકાર થયો છે !
ભારતમાં વર્ષ ૨૦૧૩માં ‘હલાલ માન્યતા બૅંક’ ચાલુ કરવાનો પ્રયત્ન હતો; પરંતુ મોદી સરકાર આવવાથી તેમ કરવાનું ફાવ્યું નહીં. વર્તમાનમાં ભારતની જેટલી અર્થવ્યવસ્થા છે, તેટલી પૂર્ણ ઇસ્લામી ‘હલાલ સર્ટિફિકેટ’ ની જ નિર્માણ થઈ છે. એર ઇંડિયામાં પ્રાપ્ત ભોજન પણ હલાલ પ્રમાણિત છે. કેરળમાં બાંધકામ વ્યાવસાયિક હલાલ પદ્ધતિ ચાલુ થઈ છે. તેમાં મુસલમાન સમાજમાંના લોકોએ સિદ્ધ કરેલી પદ્ધતિથી જ મકાનો ચણવામાં આવી રહ્યા છે. ત્યાં વિવાહ નોંધણી સંકેતસ્થળ પણ મુસલમાનોએ તેમની જ પદ્ધતિથી સિદ્ધ કર્યું છે. ટૂંકમાં શું તો, ભારત ઇસ્લામી હલાલ દ્વારા આર્થિક જેહાદનો શિકાર બની ગયો છે અને આપણે અંધારામાં જ છીએ; કારણકે આપણે ઊંઘી રહ્યા છીએ. હિંદુ બાંધવો, ઊઠો ! આપણે જ દબાણ નિર્માણ કરવું જોઈએ. આપણા વિસ્તારમાંની દુકાનો અથવા હૉટેલોમાં ‘હલાલ સર્ટિફિકેટ’ની વસ્તુઓ જો ઉપલબ્ધ હોય, તો તેનો બહિષ્કાર કરવો જોઈએ. નિષેધ કરવો, એ આપણું દાયિત્વ છે. આનું ગાંભીર્ય હિંદુ બાંધવોને પણ ગળે ઉતારવું જોઈએ. પ્રવચનકાર અને કીર્તનકારોએ આ વિશે જનજાગૃતિ કરવી જોઈએ !
હિંદુઓ માટે હલાલ નહીં, જ્યારે ‘ઝટકા સર્ટિફિકેટ’ !
મુસલમાનોમાં જે રીતે હલાલ માંસ વૈધ માનવામાં આવે છે, તેવી જ રીતે હલાલ માંસ હિંદુ અને શીખ ધર્મીઓ માટે નિષિદ્ધ માનવામાં આવ્યું છે. હિંદુ અને શીખોમાં ‘ઝટકો’ અર્થાત્ તલવારના એકજ ઘામાં માથું જુદું કરવામાં આવેલા માંસ માટે માન્યતા છે. તેમાં ડોક પર વેગથી વાર કરીને પીઠના કણાથી માથું વાઢી નાખવામાં આવે છે. તેથી પ્રાણીને ઘણી ઓછી વેદના થાય છે. ‘ઝટિતિ’ અર્થાત્ શીઘ્ર, દ્રૂત આ મૂળ સંસ્કૃત શબ્દ દ્વારા ‘ઝટકો’ શબ્દની ઉત્પત્તિ થઈ છે. ગુરુ ગોવિંદ સિંહ આ શીખોના દસમા ગુરુએ ખાલસા પંથના નિયમમાં ઝટકા માંસને માન્યતા આપી છે. તેમણે ‘હલાલ અથવા કુથા’ માંસ વર્જ્ય કરવાનું કહ્યું છે. આ દ્વારા માંસાહાર કરનારા હિંદુઓએ હલાલને બદલે ઝટકા માંસની માગણી કરવાથી હિંદુ બાંધવોને વ્યવસાય તો ઉપલબ્ધ થશે જ, તે સાથે જ તેમનું ધન હલાલ અર્થવ્યવસ્થા માટે સહાયભૂત થશે નહીં. ઓછામાં ઓછું પોતાના ધર્મની હાનિ કરવાનું પાપકર્મ પોતાના દ્વારા થશે નહીં. દેહલી ખાતે એક સંસ્થાએ ‘ઝટકો’ સર્ટિફિકેટ આપવાનો આરંભ કર્યો છે.