વર્તમાનમાં કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ સમગ્ર જગત્માં થઈ રહ્યો છે.
કૌશિકપદ્ધતિ’ ગ્રંથમાં . . . .
अतिवृष्टि: अनावृष्टि: शलभा मूषका: शुका: ।
स्वचक्रं परचक्रं च सप्तैता ईतय: स्मृता: ॥’
(અર્થ : ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્ટ્ર પર) આવતા હોય છે
વર્તમાનમાં કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ સમગ્ર જગત્માં થતો હોવાથી રાષ્ટ્ર પર આવી પડેલા આ સંકટ વિશે વૈદ્યકીય ઉપચાર સાથે જ આધ્યાત્મિક તાકાત વધવા માટે કયો નામજપ કરવો, આ વાત મેં જિજ્ઞાસાથી ભગવાનને પૂછી, કોરોના વિષાણુનો પ્રભાવ પોતાના પર ન થાય અને જો થાય તે તો નષ્ટ કરવા માટે કયા દેવતાતત્વની આવશ્યકતા છે ?’ તે સમયે મારા મનમાં ઉત્તર મળ્યો, દેવી, દત્ત અને શિવ આ તત્વો આવશ્યક છે.’ કોરોના વિષાણુના વિરોધમાં પોતાનામાં પ્રતિકારક્ષમતા નિર્માણ થાય એ માટે વૈદ્યકીય સલાહ અને ઉપચાર આ સાથે જ આધ્યાત્મિક બળ વધે, એ માટે ભગવાને સૂચવેલા આ ૩ દેવતાતત્વોના પ્રમાણ અનુસાર આગળ જણાવેલો નામજપ સિદ્ધ થયો.
શ્રી દુર્ગાદેવીય નમઃ – શ્રી દુર્ગાદેવીય નમઃ – શ્રી દુર્ગાદેવીય નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી દુર્ગાદેવીય નમઃ – શ્રી દુર્ગાદેવીય નમઃ – શ્રી દુર્ગાદેવીય નમઃ – ૐ નમઃ શિવાય
આ નામજપ સહેલાઈથી ધ્યાનમાં આવે તે માટે તેનું સ્પષ્ટીકરણ આગળ જણાવ્યા પ્રમાણે કરી શકાશે – શ્રી દુર્ગાદેવીય નમઃ ૩ વાર, શ્રી ગુરુદેવ દત્ત ૧ વાર, શ્રી દુર્ગાદેવીય નમઃ ૩ વાર અને ૐ નમઃ શિવાય ૧ વાર.
આ નામજપનું પરિણામ પેઢા પર થાય છે’, એવું ધ્યાનમાં આવ્યું. આ નામજપ ૧૦૮ વાર (૧ માળા) કરવા માટે ૪૦ મિ. લાગે છે. કોરોના વિષાણુનો પ્રભાવ સમગ્ર જગત્માં હોય ત્યાં સુધી પ્રતિબંધાત્મક ઉપાય તરીકે વૈદ્યકીય ઉપચાર સાથે જ પોતાનું આધ્યાત્મિક બળ વધે એ માટે આ નામજપ પ્રતિદિન અર્ધો કલાક (૧ માળા) કરવો. કેટલાક લોકોને કોરોના વિષાણુનો ચેપ લાગ્યો હોવાના કેટલાક લક્ષણો દેખાય તો આધ્યાત્મિક બળ વધારે પ્રમાણમાં વૃદ્ધિંગત થાય; એ માટે તેમણે આ નામજપ પ્રતિદિન ૩ કલાક (૬ માળા) કરવો’, એવું ભગવાને સૂચવ્યું છે.’
(પૂ.) ડૉ. મુકુલ ગાડગીળ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા. (૨૦.૩.૨૦૨૦)
(આ લિંક પર ઑડિઓ ઑનલાઈન સાંભળી શકાશે. ઑડિઓ ડાઊનલોડ કરવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી, જેની વાચકોએ નોંધ લેવી.)
Disclaimer : At the outset, Sanatan Sanstha advises all our readers to adhere to all local and national directives to stop the spread of the coronavirus outbreak (COVID-19) in your region. Sanatan Sanstha recommends the continuation of conventional medical treatment as advised by medical authorities in your region. Spiritual remedies given in this article are not a substitute for conventional medical treatment or any preventative measures to arrest the spread of the coronavirus. Readers are advised to take up any spiritual healing remedy at their own discretion.