પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના આનંદી
જીવન વ્યતીત કરનારા કુટુંબીજનો સહુકોઈ માટે આદર્શવત્ !
શુદ્ધ બીજને કારણે ફળો રસાળ અને મીઠા – (તુકારામગાથા, અભંગ ૩૭, કડવું ૧)
આ પંક્તિ પ્રમાણે પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો જન્મ ૬ મે ૧૯૪૨ (વૈશાખ વદ પક્ષ સાતમ, કળિયુગ વર્ષ ૫૦૪૪) આ દિવસે શ્રી. બાળાજી વાસુદેવ આઠવલે (વર્ષ ૧૯૦૫ થી વર્ષ ૧૯૯૫) અને સૌ. નલિની બાળાજી આઠવલે (વર્ષ ૧૯૧૬ થી વર્ષ ૨૦૦૩)ની કૂખે થયો. તેઓ બન્ને આગળ જતા સંતપદ પર બિરાજમાન થયાં.
‘પૂ. બાળાજી (ઉર્ફેં શ્રીકૃષ્ણ) વાસુદેવ આઠવલે, મારા પિતાજી. અમે તેમને દાદા કહેતા. તેમનો જન્મ ૯.૯.૧૯૦૫ના દિવસે નાશિક ખાતે થયો. તેમણે ૨૮.૧.૧૯૯૫ના દિવસે દેહત્યાગ કર્યો.
દાદા (સ્તર ૮૩ ટકા) અને તાઈ (બાને અમે તાઈ કહેતા.) (સ્તર ૭૫ ટકા)એ નાનપણથી જ અમે પાંચેય ભાઈઓ પર વ્યાવહારિક શિક્ષણ સાથે જ સાત્ત્વિકતાના અને સાધનાના સંસ્કાર કર્યા હોવાથી અમે સાધનારત થયા. બા-બાપુજીનો ઝગડો થયો હોવાનું અમે પાંચેય ભાઈઓએ સમગ્ર જીવન દરમ્યાન એકવાર પણ જોયું નથી. એટલું જ નહીં, પણ અમે પાંચેય ભાઈઓમાં કોઈનો પણ કોઈની સાથે કદી પણ ઝગડો થયો નથી. અમારો એકબીજા પર પ્રેમ જ હતો અને હજી પણ છે. અમારા બધા પર દાદા અને તાઈએ કેળવેલા સંસ્કારોને કારણે જ આ થયું. વર્ષ ૧૯૯૫ના વર્ષે દેહત્યાગ કરે ત્યાં સુધી, અર્થાત્ ૧૯૬૬ થી ૧૯૯૫ આ ૩૦ વર્ષોના સમયગાળામાં તેમણે ઘણું લેખન કર્યું. જીવનના અંતિમ ૫ વર્ષો સુધી તેઓ પથારીવશ હતા, તો પણ તેમનું અધ્યાત્મશાસ્ત્ર પરનું લેખન ચાલુ જ હતું. બાકીના સમયમાં તેમનું વાચન અને નામજપ ચાલુ રહેતો.’
(પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
કળિયુગમાંનું આદર્શ કુટુંબ !
પૂ. બાળાજી આઠવલે (પ.પૂ. ડૉ. આઠવલેજીના પિતાજી)નું કુટુંબ તેમના અલૌકિક ગુણવિશિષ્ટતાઓને કારણે સહુકોઈ માટે આદર્શ છે. અધ્યાત્મમાંના તેમના અપૂર્વ યોગદાન અને તેમણે સમષ્ટિ માટે ઉપલબ્ધ કરાવી દીધેલી અણમોલ જ્ઞાનસંપદાને કારણે અખિલ માનવજાત તેમના ચરણોમાં ઉપકૃત છે. – એક સાધક
(પૂ. બાળાજી આઠવલે, તેમનાં પત્ની પૂ. નલિની (પૂ. તાઈ) આઠવલે અને કુટુંબીજનો વિશેની વિગતવાર જાણકારી સનાતનના પ.પૂ. ડૉક્ટરજીના સર્વાંગથી આદર્શ બા-બાપુજી અને ભાઈઓ આ વિશેની ગ્રંથમાલિકામાં છે.)
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના મોટાભાઈ અને સુપ્રસિદ્ધ બાળરોગતજ્જ્ઞ વૈદ્યાચાર્ય સદગુરુ વસંત આઠવલેજી (વર્ષ ૧૯૩૩ થી વર્ષ ૨૦૧૩)એ પણ સાધના કરીને સંતપદ પ્રાપ્ત કર્યું હતું.
બીજા મોટાભાઈ પૂ. અનંત આઠવલેએ પણ સાધના કરીને સંતપદ પ્રાપ્ત કર્યું છે, જ્યારે નાના ભાઈ કૈ. ડૉ. સુહાસ આઠવલે (વર્ષ ૧૯૪૪ થી ૨૦૦૭)નો આધ્યાત્મિક સ્તર ૬૪ ટકા હતો. સૌથી નાના ભાઈ ડૉ. વિલાસ આઠવલેની પણ આધ્યાત્મિક ઉન્નતિ થઈ છે અને તે પણ સર્વત્ર જઈને સાધના વિશે માર્ગદર્શન કરે છે.
(નોંધ – આધ્યાત્મિક સ્તર : કળિયુગમાં સર્વસામાન્ય વ્યક્તિનો આધ્યાત્મિક સ્તર ૨૦ ટકા હોય છે અને મોક્ષ એટલે ૧૦૦ ટકા આધ્યાત્મિક સ્તર એમ જો ધારી લઈએ, તો ૬૦ ટકા કરતાં વધુ આધ્યાત્મિક સ્તર ધરાવનારી વ્યક્તિનું સંતત્વની દિશામાં માર્ગક્રમણ ચાલુ થાય છે અને સંતોનો આધ્યાત્મિક સ્તર ૭૦ ટકા કરતાં વધારે હોય છે.)
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું જીવનદર્શન
કરાવનારા સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલે !
આંતરરાષ્ટ્રીય ખ્યાતિના બાલરોગતજ્જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્ય થવું સ્વીકાર કર્યું. ભાવ, તીવ્ર તાલાવેલી, જિજ્ઞાસુ વૃત્તિ અને વિનમ્રતા આ ગુણોને કારણે તેઓ ૧૬ ડિસેંબર ૨૦૧૨ના દિવસે સંતપદ પર બિરાજમાન થયા. સદગુરુ ડૉ. વસંત આઠવલે (પૂ. અપ્પાકાકા)ના પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી નાના ભાઈ હોવા છતાં પણ સદગુરુ અપ્પાકાકાનો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી પ્રત્યે પુષ્કળ ભાવ છે. તેને કારણે જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી જેવા અવતારી સંતની સ્વભાવવિશિષ્ટતાઓના વિવિધ પાસાં ખોલીને સદગુરુ અપ્પાકાકાએ ઘણું લેખન કર્યું છે.
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની વિશિષ્ટતાઓ અને કાર્ય (સંક્ષિપ્ત ઓળખાણ) આ સદગુરુ અપ્પાકાકાએ (સદગુરુ વસંત આઠવલેએ) લખેલો ગ્રંથ સનાતને મારાઠી ભાષામાં પ્રકાશિત કર્યો છે. પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના અધ્યાત્મમાર્ગ પરનું પ્રવાસવર્ણન કરનારું આ ચરિત્ર છે. હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરીને સમગ્ર જગત્માં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ધ્યેય અંતરમાં રાખેલા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો સનાતન સંસ્થાની સ્થાપના પછીનું જીવનદર્શન સહેલી ભાષામાં ખોલીને બતાવ્યું છે. રંગીન છાયાચિત્રો ધરાવતો આ ચરિત્ર-ગ્રંથ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના રાષ્ટ્ર અને ધર્મ સાથે સંબંધિત અજોડ કાર્ય વિશે જિજ્ઞાસા ધરાવનારા ગમે તેને સંતોષ આપી શકે છે !
શ્રીમદ્ભગવદ્ગીતા વિશે સુગમ વિવેચન
કરનારા ‘ગીતાદર્શન’ નામક ગ્રંથ લખનારા પૂ. ભાઊકાકા !
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના મોટાભાઈ પૂ. અનંત આઠવલે (તિ. ભાઊકાકા)એ ગીતા પર ગીતાજ્ઞાનદર્શન નામક ગ્રંથ લખ્યો છે. શ્રીમદ્ભગવદ્ગીતા એટલે હિંદુ ધર્મ અને નીતિશાસ્ત્ર વિશેનો મૂળભૂત ગ્રંથ અને મહાભારતનો મુગટમણિ ! હિંદુઓના આ મહાન ધર્મગ્રંથના પ્રત્યેક અધ્યાયમાંનું તત્વજ્ઞાન, સાધના અને તેનું ફળ ગીતાજ્ઞાનદર્શન ગ્રંથમાં કહ્યું છે. આવશ્યક હોય ત્યાં વિષય સ્પષ્ટ કરનારું સુગમ વિવેચન પણ કર્યું છે. તેને કારણે સર્વસામાન્ય રીતે અઘરી લાગનારી ગીતા સમજી લેવાનું સામાન્ય માનવીને પણ સહેલું થઈ ગયું છે !
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું શિક્ષણ અને તેમણે વિદ્યાર્થીદશામાં કરેલું કાર્ય
ધોરણ ૭માં માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને પ્રતિમાસ છ રૂપિયા, આ રીતે નિરંતર ૪ વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળી હતી. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ ચાલુ હોય ત્યારે તેમણે ચિત્રકળાની એલિમેંટરી અને ઇંટરમિજિએટ આ પરીક્ષાઓ, તેમજ રાષ્ટ્રભાષા હિંદીની કોવિદ પદવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી હતી. શાળાની માધ્યમિક પરીક્ષામાં પણ તેઓ ગુણવત્તા સૂચિમાં આવ્યા હતા. વર્ષ ૧૯૬૪માં માં તેમણે એમ્.બી.બી.એસ્. આ વૈદ્યકીય પદવી પ્રાપ્ત કરી.
વિદ્યાર્થીદશામાં કરેલા કાર્યનો આગળના જીવનમાં થયેલો લાભ
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ વિદ્યાર્થીદશામાં વિવિધ સંગઠનોમાં કરેલા કાર્યના અનુભવોનો તેમને ભવિષ્યના અધ્યાત્મપ્રસારના કાર્યનું દાયિત્વ સંભાળવું; આધ્યાત્મિક ગ્રંથોનું સંકલન કરવું; સનાતન પ્રભાત નિયતકાલિકોનું સંપાદન કરવું, તેમજ હિંદુ રાષ્ટ્ર-સ્થાપના માટે રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમીઓનું સંગઠન કરવું, આ કાર્ય માટે લાભ થયો.
વિદ્યાર્થીદશામાં વિવિધ સંસ્થાઓમાં સંભાળેલો કાર્યભાર
વર્ષ | શાળા / સંગઠના | શાખા | કાર્યભાર |
૧૯૫૬-૧૯૫૭ | આર્યન એજ્યુકેશન સોસાયટીનું હાયસ્કૂલ, મુંબઈ. | આર્યસભા | વાચનાલયમંત્રી |
૧૯૫૬-૧૯૫૭ | આર્યન એજ્યુકેશન સોસાયટીનું હાયસ્કૂલ, મુંબઈ. | આર્ય સંપાદક મંડળ | સંપાદક (વિદ્યાર્થી પ્રતિનિધિ) |
૧૯૫૮-૧૯૫૯ | વિલ્સન મહાવિદ્યાલય, મુંબઈ. | જ્યુનિયર કેમેસ્ટ્રી એસોસિએશન | અધ્યક્ષ |
૧૯૫૮-૧૯૫૯ | વિલ્સન મહાવિદ્યાલય, મુંબઈ. | હિંદી વાઙ્મય મંડળ | વર્ગપ્રતિનિધિ |
૧૯૬૫ | યૂથ ફોરમ (રાજકીય પક્ષ સાથે સંબંધ ન ધરાવનારું વિદ્યાર્થીઓનું સંગઠન) | – | અધ્યક્ષ |
૧૯૬૯-૧૯૭૧ | શિવસેના | ભારતીય વિદ્યાર્થી સેના | સંગઠક |
૧૯૭૦-૧૯૭૧ | આર્યન એજ્યુકેશન સોસાયટી માજી વિદ્યાર્થી સંઘ, મુંબઈ. | – | કાર્યાધ્યક્ષ |
વિદ્યાર્થીજીવનથી માંડીને વૈદ્યકીય પદવી પ્રાપ્ત કરીને નોકરી માટે થઈને ઇંગ્લેંડમાં જાય ત્યાં સુધી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ વિવિધ સંસ્થાઓમાં દાયિત્વ સંભાળીને કાર્ય કર્યું. આ કાર્યની સંક્ષિપ્ત સૂચિ આગળ આપી છે.
વૈદ્યકીય ક્ષેત્રમાંનું સંશોધનકાર્ય
મુંબઈ ખાતે વિવિધ રુગ્ણાલયોમાં ૫ વર્ષ નોકરી કર્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ વર્ષ ૧૯૭૧ થી વર્ષ ૧૯૭૮ના સમયગાળામાં બ્રિટન ખાતે નોકરી નિમિત્ત વાસ્તવ્ય કર્યું. આ સમયગાળામાં તેમણે આગળ જણાવેલું સંશોધનકાર્ય કર્યું.
અ. મનોવિકાર પરના સંમોહન-ઉપચાર પદ્ધતિઓ વિશે સંશોધન કર્યું.
આ. વાપરીને નાખી દેવા યોગ્ય (Use & Throw) કાન તપાસણી માટેનું પ્લાસ્ટિકનું ઉપકરણ (ડિસ્પોસેબલ ઑરલ સ્પેક્યુલમ્) વૈદ્યકીય શાસ્ત્રમાં પહેલીવાર જ બનાવ્યું.
ઇ. વાપરીને નાખી દેવા યોગ્ય નાક તપાસણી માટેનું પ્લાસ્ટિકનું ઉપકરણ (ડિસ્પોસેબલ નોઝલ સ્પેક્યુલમ્) બનાવવાનો વિચાર ચાલુ હતો ત્યારે ભારતમાં પરત ફરવાનું નક્કી થવાથી આ શોધકાર્ય અધૂરૂં રહ્યું.