‘શિયાળામાં સર્વસામાન્ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.
૧. શરદી (Allergic Rhinitis) માટે ઉપયુક્ત હોમિઓપૅથી ઔષધી
૧ અ. લક્ષણો : શરદીની પ્રાથમિક સ્થિતિમાં
૧ અ ૧. ઔષધ : ‘ઍકોનાઈટ’ ૩૦
૧ આ. લક્ષણો : ‘નાકમાંથી પુષ્કળ પ્રમાણમાં બળતરા કરનારો સ્રાવ વહેવો, આંખોમાંથી ઠંડુ પાણી આવવું, નિરંતર છીંકો આવવી તેમજ હૂંફાળી ઓરડીમાં ત્રાસ વધવો, જ્યારે ખુલ્લી હવામાં સારું લાગવું.
૧ આ ૧. ઔષધ : ‘એલિયમ સેપા’ ૩૦ અથવા ૨૦૦
૧ ઇ. લક્ષણો : નાકમાંથી ઠંડો સ્રાવ વહેવો, આંખોમાંથી બળતરા થનારું પાણી આવવું, રાત્રે સૂઈ રહેવાથી સારું લાગવું, તેમજ દિવસે સૂકી ઉધરસ આવવી
૧ ઇ ૧. ઔષધ : ‘યુફ્રેશિયા’ ૬ અથવા ૩૦
૧ ઈ. લક્ષણો : શિયાળામાં અને ખુલ્લી હવામાં ત્રાસ વધવો. પાણી જેવો પાતળો અને બળતરા કરનારો સ્રાવ નાકમાંથી વહેવો અને તે સાથે જ થોડા પ્રમાણમાં (મંદ) માથું દુઃખવું, તેમજ નિરંતર થોડા થોડા સમયે થોડું થોડું પાણી પીવું.
૧ ઈ ૧. ઔષધ : ‘અર્સેનિક આલ્બ’ ૩૦ અથવા ૨૦૦
૧ ઉ. લક્ષણો : ઠંડી અને ભેજવાળી હવામાં જવાથી શરદી થવી, રાત્રે અને ખુલ્લી હવામાં નાક બંધ થવું, દિવસે અને હૂંફાળી ઓરડીમાં નાક વહેવું, અતિશય ઠંડી લાગવી, તેમજ જીભ ચોખ્ખી હોવી.
૧ ઉ ૧. ઔષધ : ‘નક્સવ્હૉમિકા’ ૩૦ અથવા ૨૦૦
૧ ઊ. લક્ષણો : ઠંડી હવામાં જવાથી શરદી થવી, તાવ આવવો, પરંતુ તરસ ન લાગવી, અતિશય થાક, સૂઈ રહીએ એમ લાગવું, નાકમાંથી આવનારો બળતરા કરનારો સ્રાવ, માથું ભારે થવું, જીભ પર પીળો થર હોવો, રાત્રે ત્રાસમાં વૃદ્ધિ થવી.
૧ ઊ ૧. ઔષધ : ‘જલ્સેમિયમ’ ૩૦ અથવા ૨૦૦
૧ એ. લક્ષણો : નાકમાંથી ઘાટો પીળો સ્રાવ આવવો, વાસ અને સ્વાદ ન હોવો, તરસ અને ભૂખ ઓછી થવી, જીભ પર જાડો ધોળો થર બાઝવો.
૧ એ ૧. ઔષધ : ‘પલ્સેટિલા’ ૩૦.
૧ ઐ. લક્ષણો : ઠંડી સહન ન થવી, બારી-બારણાં બંધ કરીને તાપણા પાસે બેસવું, ઠંડીના લક્ષણોમાં વૃદ્ધિ થવી
૧ ઐ ૧. ઔષધ : ‘હેપાર સલ્ફ’ ૩૦ અથવા ૨૦૦
૧ ઓ લક્ષણો : વરસાદમાં પલળવાથી શરદી થવી
૧ ઓ ૧. ઔષધ : ‘રહસટૉક્સ’ ૨૦૦
૨. બારાક્ષાર ઔષધી
હોમિઓપૅથીની જેમજ આ પણ એક ઔષધોપચાર પદ્ધતિ છે. હોમિઓપૅથીમાં ૪ સહસ્ર ઔષધી છે, જ્યારે બારાક્ષારમાં કેવળ ૧૨ જ ઔષધી છે.
૨ અ. લક્ષણો : પ્રથમાવસ્થા. કોરી શરદી, નાક બંધ, શરીરમાં કળતર, થોડો તાવ હોવો અને શરદી સાથે ઉધરસ હોવી.
૨ અ ૧. ઔષધ : ‘ફેરમ ફૉસ’
૨ આ. લક્ષણો : ‘ફેરમ ફૉસ’ પછી ‘કાલી મૂર’ આ ઉપયુક્ત ઔષધ છે. પાકેલી શરદી, સ્રાવ ધોળો, ચીકણો અને નાક બંધ હોવું, સ્રાવ બળતરા કરનારો અને પસ મિશ્રિત હોવો, કઠ્ઠણ અને ચીકણો હોવો, જીભ ધોળી અથવા રાખોડી રંગની હોવી અને ભૂખ ન લાગવી.
૨ આ ૧. ઔષધ : ‘કાલી મૂર’
૨ ઇ. લક્ષણો : સવારે ઠંડી હવામાં છીંકો આવવી. ખુલ્લી હવામાં શરદી અને છીંકોમાં વૃદ્ધિ થવી, નાકની ટોચ અને હથેળી ઠંડા હોવા, સ્રાવને દુર્ગંધી આવવી અને નાકમાં વેદના થવી.
૨ ઇ ૧. ઔષધ : ‘કલ્કેરિયા ફૉસ’
૨ ઈ. લક્ષણો : નાકનું હાડકું વધ્યું હોવાથી થનારી શરદી-સળેખમ. નાક બંધ અથવા કોરી શરદી હોવી, સ્રાવ લીલાશ પડતો ઘટ, ‘છીંક આવશે’, એમ લાગવું; પણ પ્રત્યક્ષમાં એક પણ છીંક ન આવવી, ઠંડી હવામાં ત્રાસ વધવો.
૨ ઈ ૧. ઔષધ : ‘કલ્કેરિયા ફ્લોર’
૨ ઉ. લક્ષણો : નાકમાંથી જાડો પીળો સ્રાવ વહેવો, સ્રાવ બળતરા કરનારો, પસમિશ્રિત અને ઘટ હોવો, પુષ્કળ છીંકો આવવી, સ્રાવને વાસ ન હોવો (‘સિલિશિયા’ – સ્રાવને વાસ હોય છે.) ખુલ્લી હવામાં શરદી બહાર પડવી. (‘સિલિશિયા’ – ખુલ્લી હવામાં ત્રાસ વધે છે.)
૨ ઉ ૧. ઔષધ : ‘કલ્કેરિયા સલ્ફ’
૨ ઊ. લક્ષણો : નાકમાંથી જાડો પીળો અથવા લીલાશ પડતો પીળો સ્રાવ વહે છે. સ્રાવ અને શ્વાસોચ્છ્વાસને દુર્ગંધ આવે છે. મધ્યરાત્રે પુષ્કળ મોટેથી છીંકો આવે છે. રાત્રે નાક બંધ થાય છે.
૨ ઊ ૧. ઔષધ : ‘કાલી ફૉસ’
૨ એ. લક્ષણો : નાકમાંનો સ્રાવ પાતળો, પીળો, ચીકણો, બળતરા કરનારો અને દુર્ગંધયુક્ત હોવો, હૂંફાળી જગ્યામાં બંધ ઓરડીમાં અથવા સાંજે નાક બંધ થવું, ખુલ્લી હવામાં જવાથી સ્રાવ વહી જવો, નસ્કોરાની ડાબી બાજુએ થનારી શરદી હોવી.
૨ એ ૧. ઔષધ : કાલી સલ્ફ ‘૬X’ પોટેન્સી (પાવર ધરાવતી) પ્રત્યેક ૩ કલાકે લેવી.
(‘૬X’ એટલે ૬X પાવર ધરાવતી. આ શક્તિ ૧X, ૨X . . . . આ રીતે માપન કરવામાં આવે છે. – ડૉ. મેહતા)
૨ ઐ. લક્ષણો : સ્રાવ પાણી જેવો પાતળો, પારદર્શક અને ખારો હોવો, નાક અને આંખો નિરંતર વહ્યા રાખવી, સ્રાવ પુષ્કળ વધારે અને બળાતરા કરનારો હોવો અને છીંકો સવારે આવવી, બહારથી ઘરે આવ્યા પછી છીંકો ચાલુ થવી, શરદીને કારણે વાસ ન આવવી, શરદી સાથે ઉધરસ હોવી, જીભે સ્વાદ ન હોવો.
૨ ઐ ૧. ઔષધ : ‘નેટ્રમ મૂર’
૨ ઓ. લક્ષણો : આ ચોમાસામાં અથવા કાદવવાળી જગ્યામાં થનારો શરદીનો ત્રાસ છે અને નાકમાંથી વહેનારો સ્રાવ લીલો અથવા લીલાશ પડતો પીળો હોય છે.
૨ ઓ ૧. ઔષધ : ‘નેટ્રમ સલ્ફ’
૨ ઔ. લક્ષણો : નસ્કોરા ક્યારેક ભીનાશ ધરાવે છે, તો ક્યારેક કોરા હોય છે, વાસ ધરાવતા નથી.
૨ ઔ ૧. ઔષધ : ‘મૅગ ફૉસ’
૨ અં. લક્ષણો : જૂની શરદી. શ્વાસને દુર્ગંધ હોવો, સ્રાવ જાડો અને પીળો હોવો, પુષ્કળ છીંકો આવવી, નસ્કોરા કોરા પડવા, સવારે નાક બંધ થવું અને દિવસે વહેવું, નાકમાં વેદના થવી, વાસ ન આવવી, માથા પર પરસેવો વળવો.
૨ અં ૧. ઔષધ : ‘સિલિશિયા’
૩. હોમિઓપૅથી અને બારાક્ષારી આ બન્ને માટે પરેજી
કપૂર અને અત્તરથી આ દવાઓ દૂર રાખવી અને ડુંગળી, લસણ તેમજ કૉફી વર્જ્ય કરવી.’