ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન)

૧. ભારતને સ્‍વતંત્રતા પ્રાપ્‍ત કરાવી આપનારા
ક્રાંતિકારીઓમાંથી એક એટલે મદનલાલ ધિંગ્રાનું નામ પ્રમુખતાથી લેવામાં આવવું

ભારતીય ક્રાંતિકારીઓનો ઇતિહાસ જોઈએ, તો આપણને એવું જોવા મળે છે કે, ભલે સર્વ ક્રાંતિકારીઓ સમગ્ર ભારતમાંથી આવતા હોય, તો પણ મહારાષ્‍ટ્ર, ગુજરાત,  બંગાળ અને પંજાબ આ રાજ્‍યો આ બાબતે અગ્રેસર છે. પંજાબના આદ્ય ક્રાંતિકારી તરીકે મદનલાલ ધિંગ્રાનું નામ પ્રમુખતાથી લેવામાં આવે છે.

મદનલાલના વિચાર અત્‍યંત સ્‍પષ્‍ટ હતા અને તેઓ તેટલી જ સ્‍પષ્‍ટતાથી વ્‍યક્ત કરતા હતા. તેઓ કહેતા, ‘‘પારકા શસ્‍ત્રાસ્‍ત્રોની સહાયતાથી દાસ્‍યત્‍વમાં જકડાઈ ગયેલું રાષ્‍ટ્ર એ નિરંતર જ યુદ્ધમાન રાષ્‍ટ્ર છે. નિઃશસ્‍ત્રધારીઓએ ખુલ્‍લી રીતે યુદ્ધભૂમિમાં ઉતરીને સામનો કરવો અસંભવ હોવાથી મેં કૂટનીતિથી આક્રમણ કર્યું. બંદૂક, તોફ ઇત્‍યાદિ વાપરવાની મને અનુમતિ નથી તેથી મેં પિસ્‍તોલનો ઉપયોગ કર્યો. ભારતીઓ પાસે માતૃભૂમિ માટે જો કાંઈ આપવા માટે બાકી હોય, તો તે પોતાનું લોહી જ છે.’’

 

૨. મદનલાલ ધિંગ્રાનું પૂર્વાયુષ્‍ય અને ક્રાંતિકાર્યનો આરંભ !

મદનલાલ ધિંગ્રા

મદનલાલ ધિંગ્રાનો જન્‍મ ૧૮ ફેબ્રુઆરી, ૧૮૮૩ના દિવસે પંજાબના એક ક્ષત્રિય કુળમાં થયો. તેમના પિતાજી એક સુપ્રસિદ્ધ ડૉક્‍ટર હતા અને ભાઈ બૅરિસ્‍ટર હતા. મદનલાલનું શિક્ષણ અમૃતસર ખાતે થયું. તેઓ પંજાબ વિદ્યાપીઠમાંથી બી.એ. થયા અને વર્ષ ૧૯૦૬માં ઉચ્‍ચ શિક્ષણ માટે ઇંગ્‍લેંડ ગયા. તે પહેલાં વિદ્યાર્થી હતા ત્‍યારે જ તેમના વિવાહ થયા. તેઓ આગબોટ પર કામ કરીને પોતાની કમાઈથી ઇંગ્‍લેંડ ગયા. ઇંગ્‍લેંડમાં તેમણે સ્‍થાપત્‍ય અભિયાંત્રિકીનો અભ્‍યાસ કર્યો. વર્ષ ૧૯૦૮ થી સ્‍વાતંત્ર્યવીર સાવરકર, શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ઇત્‍યાદિઓના સહવાસમાં આવ્‍યા પછી તેમના વિચારોના પ્રભાવથી પ્રેરિત થઈને મદનલાલમાંનું ક્ષાત્રતેજ અને દેશપ્રેમ જાગૃત થયો.

 

૩. સ્‍વાતંત્ર્યવીર સાવરકર દ્વારા આ રીતે પ્રભાવિત થયા મદનલાલ ધિંગ્રા !

સ્‍વાતંત્ર્યવીર સાવરકર જ્‍યારે ત્‍યાં હતા, તે સમયે તેમને એક ભોજન પ્રસંગે વર્ણદ્વેષનો અનુભવ થયો. તેમને જુદા પટલ (ટૅબલ) પર બેસવા માટે કહેવામાં આવ્‍યું. જ્‍વલંત દેશાભિમાન અને અત્‍યંત સ્‍વાભિમાની સાવરકરને આ વાત સહન થઈ નહીં અને તેઓ ત્‍યાંથી બહાર નીકળી ગયા. તે સમયે મદનલાલ અને તેમના મિત્રો ત્‍યાં ઉપસ્‍થિત હતા. મદનલાલે સાવરકરને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, આ આવી વર્તણૂક તેમણે પચાવી લેવી જોઈએ. મદનલાલ અને સાવરકરની આ પહેલી જ મુલાકાત. મદનલાલ શ્રીમંત કુળના હતા. તેમનામાં દેશભક્તિ નિર્માણ થઈ તે સાવરકરના વિચારોને કારણે !

 

૪. કર્ઝન વાયલીનો વધ !

તેમણે કર્ઝન વાયલી નામક દુષ્‍ટ, જુલમી અને ભારતદ્વેષી અધિકારીને મારી નાખવાનો નિશ્‍ચય કર્યો. લંડન ખાતે ‘નેશનલ ઇંડિયન એસોસિએશન’ની સભામાં અને કાર્યક્રમમાં કર્ઝન આવવાનો છે, આ ખાતરીલાયક સમાચાર તેમને જ્ઞાત થયા હતા. કાર્યક્રમમાં મદનલાલે ચાર વાર ગોળીબારી કરી. કર્ઝન તત્‍કાળ જગ્‍યા પર જ મરી ગયા. ૨૦મી સદીના ભારતીય સ્‍વાતંત્ર્ય ચળવળમાંની પ્રથમ ક્રાંતિકારી ઘટનામાંથી એક તરીકે આ ઘટનાનો ઉલ્‍લેખ કરવામાં આવે છે. મદનલાલની ત્‍યાં જ ધરપકડ કરવામાં આવી. લંડન ખાતે ‘પેન્‍ટેનવ્‍હિલી’ કારાગૃહમાં ૧૭ ઑગસ્‍ટ ૧૯૦૯ના દિવસે સવારે ૯ કલાકે આ ક્રાંતિવીરને ફાંસી આપવામાં આવી.

લોકો, મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્‍વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્‍નતા કરશો નહીં !

સંદર્ભ : હિંદુ જનજાગૃતિ સમિતિનું ‘HinduJagruti.org’ આ સંકેતસ્‍થળ

Leave a Comment