પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિની દૃષ્‍ટિએ કરેલું કાર્ય

 

અ. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોની ઝડપી
આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે ‘ગુરુકૃપાયોગ’ નામક સાધનામાર્ગની નિર્મિતિ કરવી

કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ ઇત્‍યાદિ કોઈપણ માર્ગથી સાધના કરીએ, તો પણ ઈશ્‍વરપ્રાપ્‍તિ થવા માટે ગુરુકૃપા વિના પર્યાય નથી. તે માટે જ કહ્યું છે, ‘गुरुकृपा हि केवलं शिष्‍यपरममङ्गलम् ।’  અર્થાત્ ‘શિષ્‍યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્‍તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્‍તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.

અ ૧. ગુરુકૃપાયોગનો સિદ્ધાંત – ‘વ્‍યક્તિ તેટલી પ્રકૃતિ, તેટલા સાધનામાર્ગ !’

સાંપ્રદાયિક અને વિવિધ પંથોમાંની સાધના સહુકોઈ માટે એકજ હોય છે; પરંતુ ગુરુકૃપાયોગ અનુસાર ‘વ્‍યક્તિ તેટલી પ્રકૃતિ, તેટલા સાધનામાર્ગ’ છે. પ્રત્‍યેક જણ જુદી જુદી પ્રકૃતિ અને યોગ્‍યતા ધરાવતો હોવાથી ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધનામાર્ગ પણ અનેક છે. પોતાની પ્રકૃતિ અને યોગ્‍યતાને અનુરૂપ એવી સાધના કરવાથી ઈશ્‍વરપ્રાપ્‍તિ વહેલી થવામાં સહાયતા મળે છે. સનાતન સંસ્‍થાના સહસ્રો સાધકો ગુરુકૃપાયોગના એકજ છત્ર નીચે પોતપોતાની જુદી જુદી સાધના કરી રહ્યા છે.

અ ૨. ગુરુકૃપાયોગનાં મુખ્‍ય તત્વો

મોટાભાગના લોકોને સાધનાનાં તત્વો જ્ઞાત હોતા નથી તેથી તેઓ ભૂલભરેલી સાધના કરવામાં આયખું વેડફી નાખે છે. તેમ થાય નહીં; તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ ગુરુકૃપાયોગમાંનાં નીચે જણાવેલાં તત્વો કહ્યા છે –

૧. રુચિ અને ક્ષમતા આ પ્રમાણે (પ્રકૃતિ અનુસાર) સાધના, ૨. અનેકમાંથી એકમાં જવું, ૩. સ્‍થૂળમાંથી સૂક્ષ્મમાં જવું ૪. સ્‍તર અનુસાર સાધના, ૫. વર્ણ અનુસાર સાધના, ૬. આશ્રમ અનુસાર સાધના, ૭. કાળ અનુસાર સાધના, ૮. સગુણ કરતાં નિર્ગુણ શ્રેષ્‍ઠ; પણ સાધના માટે નિર્ગુણ ઉપાસના કરતાં સગુણ ઉપાસના શ્રેષ્‍ઠ, ૯. તત્વ અનુસાર સાધના અને ૧૦. વ્‍યક્તિનિષ્‍ઠા હોવાને બદલે તત્વનિષ્‍ઠા જોઈએ !

અ ૩. ગુરુકૃપાયોગની વિશિષ્‍ટતાઓ

અ ૩ અ. સર્વસમાવેશક સાધનામાર્ગ

ગુરુકૃપાયોગ આ કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ ઇત્‍યાદિ સાધનામાર્ગોને સમાવી લેનારો, એવો ઈશ્‍વરપ્રાપ્‍તિનો સહજ સહેલો માર્ગ છે. ‘ગુરુકૃપાયોગમાંના’ વિવિધ યોગમાર્ગોનું પ્રમાણ નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

યોગમાર્ગ પ્રમાણ (ટકા)
૧. ભક્તિયોગ ૪0
૨. જ્ઞાનયોગ ૩0
૩. કર્મયોગ ૨0
૪. અન્‍ય ૧0
કુલ ૧00
(પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૧૬.૩.૨૦૧૭)
અ ૩ આ. ગુરુમંત્ર આપવાની પદ્ધતિ ન ધરાવનારો સાધનામાર્ગ એટલે ગુરુકૃપાયોગ !

‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના કરનારા સાધકોમાંથી કોઈને પણ મેં ગુરુમંત્ર આપ્‍યો નથી, તેમ છતાં તેઓ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરી રહ્યા છે અને કેટલાક સાધકો તો આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરીને સદ્‍ગુરુપદ સુધી પહોંચી ગયા છે. તેનાં કારણો નીચે પ્રમાણે છે.

૧. ગુરુમંત્ર મળવો, એટલે ગુરુદેવે દીક્ષા આપવી. ગુરુદીક્ષા અર્થાત્ ગુરુદેવે કહેલી સાધના. ગુરુકૃપાયોગમાં કહેલી ગુરુતત્વને કાળ અનુસાર અપેક્ષિત એવી વ્‍યષ્‍ટિ સાધના (વ્‍યક્તિગત સાધના) અને સમષ્‍ટિ સાધના (સમાજની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે કરવાની સાધના), આ એક રીતે ગુરુદેવે કહેલી સાધના જ છે અને તે કરવાથી ગુરુકૃપા થાય છે, આ બાબત અનેક સાધકોએ શબ્‍દશ: અનુભવી છે.

૨. ગુરુમંત્રમાં ‘મંત્ર’ શબ્‍દ ભલે હોય, છતાં પણ મોટાભાગે શિષ્‍યએ કયો નામજપ કરવો, આ વાત ગુરુએ કહેલી હોય છે. ગુરુકૃપાયોગ અનુસાર સાધનામાં ‘વ્‍યક્તિ તેટલી પ્રકૃતિ, તેટલા સાધનામાર્ગ’, આ સિદ્ધાંત છે અને આ સાધનાનો ‘વ્‍યક્તિગત આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ’ આ કેંદ્રબિંદુ છે. તેને કારણે સાધક તેની સાધનાને પૂરક અર્થાત્ પોતાની પ્રકૃતિ, પોતાને થનારા અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ, તેઓ કરી રહેલી સમષ્‍ટિ સાધના માટે આવશ્‍યક આધ્‍યાત્‍મિક બળ ઇત્‍યાદિ કારણો માટે આવશ્‍યક એવા જુદા જુદા જપ કરે છે. આ સર્વ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે પોષક હોવાથી જુદા ગુરુમંત્રની આવશ્‍યકતા હોતી નથી.

૩. ‘કેવળ ગુરુમંત્ર લીધેલો શિષ્‍ય બનવા કરતાં ‘જાણી લઈને શ્રી ગુરુદેવનું મનોગત’, આ રીતે ગુરુસેવા કરનારો શિષ્‍ય બનવું વધારે યોગ્‍ય હોય છે, આ વાત ગુરુકૃપાયોગ અનુસાર સાધના અંતર્ગત શીખવી હોવાથી સાધકો ગુરુમંત્રમાં અટકાઈ પડતા નથી.’

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૧૮.૩.૨૦૧૭)
અ ૩ ઇ. ગુરુકૃપાયોગના આઠ પાસાં

૧. સ્‍વભાવદોષ-નિર્મૂલન, ૨. અહમ્-નિર્મૂલન, ૩. નામજપ, ૪. સત્‍સંગ, ૫. સત્‍સેવા, ૬. સત્ માટે ત્‍યાગ, ૭. પ્રીતિ (નિરપેક્ષ પ્રેમ) અને ૮. ભક્તિભાવ જાગૃત કરવા માટે પ્રયત્ન

(વિગતવાર વિવેચન માટે વાંચો – ગ્રંથમાલિકા ‘ગુરુકૃપાયોગ’)
અ ૩ ઈ. ‘કોઈપણ યોગમાર્ગ દ્વારા સાધના યોગ્‍ય રીતે થઈને શીઘ્ર આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા માટે સહાયક બને છે ગુરુકૃપાયોગ અંતર્ગત રહેલી ‘સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન’ પદ્ધતિ.’
 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૬.૪.૨૦૧૭)

 

   આ. સાધના ભણી વ્‍યક્તિગત ધ્‍યાન આપવા માટે
વ્‍યષ્‍ટિ સાધના અને સમષ્‍ટિ સાધનાનું તારણ આપવાની પદ્ધતિ

સાધના કરતી વેળાએ સ્‍વભાવદોષ અને અહમ્‌ને કારણે સાધકો દ્વારા ભૂલો થાય છે. આ ભૂલોને કારણે સાધકોની સાધના તેમજ સેવાની પણ ફળનિષ્‍પત્તિ ઘટે છે, તેમજ ગુરુકાર્યની પણ હાનિ થઈ શકે છે. એમ થાય નહીં, તે માટે પ્રત્‍યેક સાધકે તેની વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધનાનું તારણ સામાન્‍ય રીતે પ્રત્‍યેક ૭ દિવસો પછી આપવાની પદ્ધતિ પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ લાગુ કરી છે.

તારણ આપવાના નિમિત્તે સાધકોનું પોતાની સાધના વિશે ચિંતન થાય છે. તારણ લેનારા સાધક દ્વારા સાધકોને યોગ્‍ય દૃષ્‍ટિકોણ મળીને સાધના વિશેનું આગામી દિશાદર્શન પણ થાય છે. તેથી સાધકોની સાધના સારી થવા માટે સહાયતા થાય છે. આ રીતે સાધનાનું આટલી ઝીણવટથી નિયમિત તારણ આપવાની પદ્ધતિ અન્‍ય કોઈપણ સંપ્રદાયમાં અથવા આધ્‍યાત્‍મિક સંસ્‍થામાં જોવા મળતી નથી !

 

ઇ. સાધનાની દૃષ્‍ટિએ ૧૪ વિદ્યા અને ૬૪ કળાના શિક્ષણનું બીજારોપણ કરવું

‘વ્‍યક્તિ તેટલી પ્રકૃતિ તેટલા સાધનામાર્ગ’, આ સિદ્ધાંતને અનુસરીને પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ સાધકોની વિદ્યા ગ્રહણ કરવાની ક્ષમતા અને કળાની રુચિ પ્રમાણે તેમને સાધના શીખવી. વેદોનું અધ્‍યયન કરવાની ક્ષમતા ધરાવનારા સાધકો માટે ‘સનાતન પુરોહિત પાઠશાળા’ની સ્‍થાપના કરી. આજે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે કળા’, આ ધ્‍યેય રાખીને કેટલાક સાધકો ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, નૃત્‍યકળા, નાટ્યશાસ્‍ત્ર, વાસ્‍તુવિદ્યા ઇત્‍યાદિ કળાઓના માધ્‍યમ દ્વારા સાધના કરી રહ્યા છે.

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહેલા ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ના માધ્‍યમ દ્વારા સાધનાની દૃષ્‍ટિએ ૧૪ વિદ્યા અને ૬૪ કળાનું શિક્ષણ આપવામાં આવવાનું છે.

 

ઈ. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન
અને કૃપાથી સાધકોની થઈ રહેલી ઝડપી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ !

ઘણા સંતો અને ગુરુને ત્‍યાં તેમની પરંપરા આગળ ચલાવવા માટે એક પણ શિષ્‍ય હોતો નથી. આનાથી ઊલટું પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અને કૃપાને કારણે જાન્યુઆરી ૨૦૨૦ સુધી સનાતનના ૧૦૮ સાધકો સંત થયા છે અને ૧,૦૭૩ સાધકોએ ૬૦ ટકા કરતાં વધારે આધ્‍યાત્‍મિક સ્‍તર પ્રાપ્‍ત કર્યો છે તેમજ તેઓ પણ સંત બનવાની દિશા ભણી ક્રમણ કરી રહ્યા છે.

Leave a Comment