અભ્યાસ દ્વારા પ.પૂ. ડૉક્ટરજીનું મન જીતવા માટે મથામણ કરનારી ૫૧ ટકા આધ્યાત્મિક સ્તર
ધરાવતીં ઉચ્ચ સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર જન્મેલી કર્ણાવતી, ગુજરાત ખાતેનીં કુ. દુર્ગા કદ્રેકર (વય ૨૦ વર્ષ) !
વાલીઓ, આ બાબત ધ્યાનમાં લો !
જો તમારા બાળકમાં આ પ્રકારની વિશિષ્ટતાઓ હોય, તો તે ઉચ્ચ લોકમાંથી પૃથ્વી પર જન્મેલું છે , એ ધ્યાનમાં લઈને તે માયામાં અટવાય નહીં, ઊલટું તેના પર સાધના માટે પોષક એવા સંસ્કાર કેળવો. તેને કારણે તેના જન્મનું કલ્યાણ થશે અને તમારી પણ સાધના થશે. – (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે )
કર્ણાવતી (અમદાવાદ) – ગુજરાત ખાતેની સાધિકા કુ. દુર્ગા કદ્રેકર હાલમાં વાસ્તુવિશારદ શાસ્ત્રનો ( આર્કિટેક્ચરનો) અભ્યાસ કરી રહી છે. ભણતા ભણતાં જ તે જુદી જુદી સેવાઓ પણ કરી રહી છે. સાધના માટેના તેના પ્રયત્નો વિશે તેણે આપેલાં સૂત્રો અત્રે આપી રહ્યા છીએ.
૧. વ્યષ્ટિ સાધના માટેના પ્રયત્ન
કૉલેજમાં જતાં-આવતાં નામજપ કરું છું. પ.પૂ. ડૉક્ટરજીને આત્મનિવેદન કરવું, તેમના ઓરડામાં બેસીને અભ્યાસ કરી રહી છું , એવો ભાવ રાખવો, પ્રાર્થના, કૃતજ્ઞતા વ્યક્ત કરવી ઇત્યાદિ પ્રયત્નો થાય છે.
વર્તમાનમાં કરી રહેલી સેવાઓ
ગુજરાતી માસિકના બ્લૉગની પીડીએફ્ અપલોડ કરવી, ગુરુપૂર્ણિમા સ્મરણિકાની જાહેરખબરોની સંરચના કરવી, તેમજ ગુજરાતી પંચાંગની સંરચના, એવી સેવાઓ તેમજ સમય અનુસાર આંદોલનોમાં સહભાગી થવું, કેંદ્રનાં સૂત્રોનું ટંકણ કરવાની સેવા પણ કરું છે.
૩. ભાવ જાગૃતિ માટે થઈ રહેલા પ્રયત્ન
૩ અ. માનસ રીતે પ.પૂ. ડૉક્ટરજીના ઓરડામાં જવું
હું પ.પૂ. ડૉક્ટરજીના ઓરડામાં બેસીને અભ્યાસ કરી રહી છું , એવો ભાવ રાખું છું. તે સમયે હું ૩-૪ વર્ષની બાળકી બની જાઉં છું અને મારામાંના અહં, દોષ, પ્રારબ્ધ, ક્રિયમાણ ઇત્યાદિ સર્વ પ.પૂ. ડૉક્ટરજીના હાથમાં હોય છે. નાની હોવાથી મને સ્વ નું ભાન હોતું નથી. પ્રત્યેક કૃતિ નિરપેક્ષપણે અને નિરાગસ ભાવથી થાય છે. તેને કારણે મન શાંત બને છે અને આનંદ મળે છે. (કુ. દુર્ગા કદ્રેકરમાં રહેલા ઉત્કટ ભાવને કારણે તેમને આવી અનુભૂતિ થાય છે. – સંકલક)
૩ આ. મનમાં રહેલા યોગ્ય-અયોગ્ય વિચાર સૂક્ષ્મમાંથી પ.પૂ.ડૉક્ટરજીને કહેવા
પ.પૂ.ડૉક્ટરજી સર્વસ્વી મારા છે અને દુર્ગા પણ તેમની જ છે. તેઓ જ તેની સારસંભાળ લેનારા છે , એવો વિચાર કરીને હું મનમાંના યોગ્ય-અયોગ્ય વિચાર સૂક્ષ્મમાંથી પ.પૂ.ડૉક્ટરજીને કહું છું. તેને કારણે મારું મન હળવું થાય છે.
૩ ઇ. કઠિન પરિસ્થિતિ નિર્માણ થયા પછી સકારાત્મક વિચાર કરવો
એકાદ અડચણ આવે અથવા કઠિન પરિસ્થિતિ નિર્માણ થાય, તો એકલાએ કેવી રીતે સામનો કરવો ? , એવું ક્યારેક લાગે છે. તે સમયે તરત જ પ.પૂ.ડૉક્ટરજીએ મારા લાભ માટે જ આ પરિસ્થિતિ નિર્માણ કરી છે અને તેઓ જ મને તેમાંથી બહાર કાઢશે , એવો વિચાર કરવાથી મન પર આવેલો તાણ ક્ષણમાત્રમાં જ જતો રહે છે.
૩ ઈ. અભ્યાસ દ્વારા ગુરુદેવનું મન જીતવાનો પ્રયત્ન કરવો
વર્તમાનમાં હું વાસ્તુવિશારદ શાસ્ત્રનો અભ્યાસ કરી રહી છું. આ શિક્ષણ ભગવાનને અર્પણ કરી શકાય; તે માટે સર્વ પ્રયત્નો કરવાના છે , એવો વિચાર કરું છું. પ.પૂ.ડૉક્ટરજી દ્વારા સંકલ્પિત મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના વાસ્તુની એકમાત્ર ઇંટ મૂકવાની જો સેવા મને મળે, તો પણ મારા શિક્ષણનું સાર્થક થશે , એવું લાગે છે. આ માર્ગથી હું પ.પૂ.ડૉક્ટરજીનું મન જીતવાનો પ્રયત્ન કરી રહી છું.
૪. સ્વભાવદોષ અને અહંના પાસા
૪ અ. સ્વભાવદોષ
મારામાં આળસ, ટાળવું અને ગાંભીર્ય ઓછું હોવું, આ સ્વભાવદોષ છે અને તેના પર થોડા પ્રમાણમાં પ્રયત્નો થઈ રહ્યા છે.
– કુ. દુર્ગા કદ્રેકર, કર્ણાવતી, ગુજરાત. (જુન ૨૦૧૬)
આ સાથે જ બાળસાધકોમાં રહેલા વિવિધ દૈવી પાસા સહજતાથી ઉજાગર કરનારા ચલચિત્રો (વ્હિડિઓ) સ્વરૂપમાં તમે ઇંટરનેટ પર યુટ્યુબ ની https://goo.gl/06MJck માર્ગિકા (લીંક) પર જોઈ શકો.