જગત્‌ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !

૧. ‘સ્‍વતંત્ર હિંદુ બુંદેલા રાજ્‍ય’નું પ્રથમ ઉચ્‍ચારણ કરનારા જઝારસિંહ !

બુંદેલખંડના જઝારસિંહ રાજાએ ‘સ્‍વતંત્ર હિંદુ બુંદેલા રાજ્‍ય’નું પ્રથમ ઉચ્‍ચારણ કર્યું અને તે પ્રમાણે કૃતિ કરવાનો પ્રારંભ કર્યો. તેણે શહાજહાનની મોગલ સત્તા ઉલથાવીને ત્‍યાં સ્‍વતંત્ર હિંદુ રાજ્‍યની ઘોષણા કરી; પણ વહેલા જ શહાજહાને જોરદાર મોગલ આક્રમણો કરીને જઝારસિંહનો પરાભવ કર્યો. તે સમયે મોગલો જઝારસિંહનો પીછો કરતી સમયે તે ભાગતા ભાગતા ગોંડાઓના પ્રદેશમાં ગયા; પણ ગોંડાઓએ તેમને આશ્રય આપવાને બદલે તેમને પકડીને તેમનું શિર કાપીને મોગલોને મોકલી આપ્‍યું. જઝારસિંહના પ્રકરણને કારણે ઘણાં બુંદેલા જાગીરદાર રાજાઓ મૂંગા હોવા છતાં, ઘણાંને મોગલોના વિરોધમાં વ્‍યવસ્‍થિત રીતે લડીને સ્‍વતંત્ર થવાની સ્‍ફૂર્તિ મળી.

 

૨. બુંદેલાઓને જઝારસિંહ પછી ચંપતરાયના સ્‍વરૂપે નેતૃત્‍વ મળવું !

બુંદેલાઓને જઝારસિંહ પછી એક નવા નેતૃત્‍વનો લાભ થયો. તે નેતાનું નામ હતું ‘ચંપતરાય’. ઔર્ચ્‍છાના સંસ્‍થાપક રુદ્રપ્રતાપના જ વંશમાં ચંપતરાયનો જન્‍મ થયો હતો. ચંપતરાયે મોગલ બાદશાહના વિરોધમાં રણશિંગું ફૂક્યું. મોગલોના સેનાસાગર સામે તે તેની ભાંગીતૂટી (તૂટક) સેના સાથે લડાઈ કરવા લાગ્‍યા; પણ હવે શાહજહાનની વય વધી હતી. મોગલી પરંપરા અનુસાર બાપની ગાદી મેળવવા માટે અને બાપને કેદ કરીને અથવા મારી નાખીને પોતે ગાદીએ બેસીને બાહશાહ થવા માટે સ્‍પર્ધા ચાલુ થઈ. તેમાં ચંપતરાય ઔરંગઝેબના પક્ષમાં લડ્યા. ઔરંગઝેબ બાદશાહ બન્‍યો. ત્‍યાર પછી ઔરંગઝેબે તેને જાગીર આપી. થોડા વર્ષો પછી ઔરંગઝેબે ચંપતરાયને ‘કાફીર’ ગણીને તેના વિરોધમાં યુદ્ધ ચાલુ કર્યું.

 

૩. પરાભવ પામેલા ચંપતરાય અને તેમનાં
રાણીએ ઝેર પીને હિંદુ રાષ્‍ટ્ર માટે આત્‍માહુતિ આપવી

ત્‍યાર પછી થયેલા યુદ્ધમાં ચંપતરાયનો પરાભવ થયો. તે સમયે તે એક ઠેકાણે રાણી સાથે બેઠા હતા ત્‍યારે અચાનક મોગલ સેનાએ આક્રમણ કર્યું. ‘આપણે પકડાઈ જઈશું’, એમ ધ્‍યાનમાં આવતાં જ ચંપતરાય અને તેમનાં રાણીએ ઝેર પીને હિંદુ રાષ્‍ટ્ર માટે આત્‍માહુતિ આપી.

છત્રસાલ ચંપતરાય બુંદેલાનો નાનો દીકરો હતો. છત્રસાલનું સંપૂર્ણ કુટુંબ ધ્‍વસ્‍ત થયું હતું. તે આરંભમાં સ્‍વપરાક્રમ બતાવવા માટે મિર્ઝા રાજા પાસે ગયા. મિર્ઝા રાજાએ આરંભમાં તેને ત્‍યાં સિપાહી તરીકે રાખી લીધા. ધીમે ધીમે તેમને ઉપરનો હોદ્દો મળ્યો. તેમને ૧૫૦ સિપાહીઓનો પરવાનો મળ્યો. તેમણે પુરંધરની લડાઈમાં પુષ્‍કળ પરાક્રમ ગજવ્‍યો અને દેવગઢની લડાઈમાં પણ સર્વસ્‍વી તેમનો જ પરાક્રમ હતો; પણ કોઈએ તેની દખલ લીધી નહીં. તેમને તેનો ઘણો ગુસ્‍સો આવ્‍યો. તે પુષ્‍કળ ચિડાયા. ત્‍યાર પછી ‘જે મોગલોએ આપણા કુટુંબને ધ્‍વસ્‍ત કર્યું, આપણું રાજ્‍ય જીતી લીધું, તે માટે આપણે સ્‍વકીયના વિરોધમાં શા માટે લડવું ?’, આ વિચારથી તે અસ્‍વસ્‍થ થયા.

મહારાજા છત્રસાલ બુંદેલા

 

૫. ઇતિહાસમાંનું એક સોનેરી પાનું અને અભૂતપૂર્વ
ક્ષણ : રાજા છત્રસાલ અને છત્રપતિ શિવાજી મહારાજજીની મુલાકાત !

એક દિવસ તે ‘દિલેરખાનની છાવણીમાં શિકાર કરવા માટે જાઉં છું’, કહીને સીધા જ છત્રપતિ શિવાજી મહારાજજીને મળવા ગયા. તે ઇતિહાસમાંનું સોનેરી પૃષ્‍ઠ અને સોનેરી ક્ષણ હતી. બે હિંદુ સ્‍વતંત્રવીરોની મુલાકાત થઈ. તેમણે ‘મને તમારા ચરણોમાં ચાકરી કરવા દ્યો. મને પણ સ્‍વરાજ્‍ય માટે લડવાની તક આપો’, એમ કહ્યું; પણ શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્‍મભૂમિ સ્‍વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’

 

૬. કેવળ ૨૫ પાયદળ અને ૫ અશ્‍વસ્‍વાર ધરાવનારા
છત્રસાલે બુંદેલખંડનું ભ્રમણ કરીને સ્‍વતંત્રતા માટે પ્રચાર કરવો

પ્રારંભમાં છત્રસાલ પાસે કેવળ ૨૫ પાયદળ અને ૫ અશ્‍વસ્‍વાર હતા; પણ તેમની જિદ સમુદ્ર જેવડી વિશાળ હતી. તેમણે પ્રારંભમાં પોતાના ભાઈ, તેમજ સગાંસંબંધીઓને પોતાના પક્ષમાં આવવાનું આવાહન કર્યું. કેટલાક જણ આવ્‍યા પછી તેમણે સમસ્‍ત બુંદેલખંડનું ભ્રમણ કરીને સ્‍વતંત્રતા માટે ઝંઝાવાતી પ્રચાર કર્યો. તેથી કેટલાક બુંદેલા તેમના પક્ષમાં આવ્‍યા.

 

૭. આયખાના ૬૦ વર્ષ દેશની સ્‍વતંત્રતા,
ધર્મરક્ષણ અને રાષ્‍ટ્ર માટે સમર્પિત કરનારા રાજા છત્રસાલ !

ત્‍યાર પછી છત્રસાલે પ્રારંભમાં શિવાજી મહારાજની જેમ જ્‍યાં મોગલોની વધારે કાંઈ ફોજ ન હતી, એવા થાણાઓ પર આક્રમણ કરીને તે જીતી લીધી. કેટલાક ઠેકાણે લૂંટ પણ કરી. તેમાં કેટલાક જાગીરદાર સામેલ થયા. તેમણે તરત જ પોતાની સેના સિદ્ધ કરી અને મોગલી પ્રદેશ જીતવાનો આરંભ કર્યો. ઔરંગઝેબને તેનો પગરવ સંભળાયો. તેણે પોતે આ પ્રકરણમાં માથું મારીને રહલ્‍લાખાન નામક લડવૈયાને ૨૨ મોટા સેનાધિકારીઓ સહિત મોકલ્‍યા.

છત્રસાલે પ્રથમ થયેલા આ મોટા યુદ્ધમાં રહલ્‍લાખાનનો પરાભવ કરીને તેને ભાગી જવાની ફરજ પાડી. પછી તેણે પોતાના રાજ્‍યનો વિસ્‍તાર કરવાનો પ્રારંભ કર્યો. તેણે મોગલોના શેરખાન, તવ્‍વરખાન ઇત્‍યાદિ મોટા સેનાપતિઓનો પરાભવ કર્યો. તેમણે સંપૂર્ણ બુંદેલખંડ પર ચડાઈ કરી આવેલા સર્વ મોટા મોગલ સેનાપતિઓનો પરાભવ કર્યો અને સંપૂર્ણ બુંદેલખંડ પર સત્તા સ્‍થાપન કરી. બુંદેલખંડના મોટા ભાગ પર હિંદુ રાજ્‍યસત્તા પ્રસ્‍થાપિત કરવામાં તે યશસ્‍વી થયા. મહારાજ છત્રસાલે આયખાના ૬૦ વર્ષ દેશની સ્‍વતંત્રતા, ધર્મરક્ષણ અને રાષ્‍ટ્ર માટે સમર્પિત કર્યા.

 

૮. મહારાજ છત્રસાલે તલવાર લઈને વયના ૮૦મા વર્ષે આયખાની અંતિમ લડાઈ લડવી

છત્રસાલના આયખાનો લડવાનો અંતિમ પ્રસંગ, એટલે જ્‍યારે બંગશ સરદારે તેમના પર આક્રમણ કર્યું, ત્‍યારની લડાઈ. બંગશ એટલે અફઘાનિસ્તાનથી આવેલી ડુંગર પર રહેનારી જમાત હતી. તેમાંનો મહંમદખાન બંગશ એક મોટો લડવૈયો હતો. તેણે છત્રસાલ પર આક્રમણ કર્યું. ત્‍યારે છત્રસાલની વય ૮૦ વર્ષ હતી, તો પણ તે હાથમાં શસ્‍ત્ર ધારણ કરીને લડવા ઊભા થયા. બંગશે ઘનઘોર લડાઈ કરીને છત્રસાલનો પોણાભાગનો પ્રદેશ જીતી લીધો; પણ છત્રસાલ સુદ્ધા એક મુત્‍સદ્દી રાજકારણી હતા. તેમણે તાત્‍કાલિક બાજીરાવ પેશવાની સહાયતા લીધી.

ત્‍યાર પછી બાજીરાવ પેશવાએ ચડાઈ કરીને મહંમદખાન બંગશને જૈતાપૂરના કિલ્‍લામાં કેદ કર્યો અને છત્રસાલે ચડાઈ કરીને મુસલમાની સત્તાને ઉલથાવી નાખી. ત્‍યાર પછી રાજા છત્રસાલે બંગશ પાસેથી ઉર્વરિત સર્વ પ્રદેશ આપવાનું માન્‍ય કરાવીને તેને કેવળ જૈતાપૂરમાંના કિલ્‍લામાંથી જ નહીં, જ્‍યારે બુંદેલખંડમાંથી તગેડી મૂક્યો. મહારાજ છત્રસાલે આયખાની અંતિમ લડાઈ જીતી લીધી હતી.

 

૯. મહારાજા છત્રસાલનું સ્‍થાન જગત્‌ના ટોચના રહેલા યોદ્ધાઓમાં હોવું

છત્રસાલ રાજા પોતાના સ્‍વતંત્રતા યુદ્ધમાં માત્ર લડવાને બદલે તેમણે ચિત્રકૂટ જેવાં હિંદુઓના પવિત્ર તીર્થસ્‍થાનો પણ ધર્માંધોના સકંજામાંથી છોડાવી લીધાં હતાં. તેમણે હિંદુ-સંસ્‍કૃતિ અને મંદિરોનું રક્ષણ કર્યું. આવા યોદ્ધાનું સ્‍થાન જગત્‌ના ટોચના સ્‍થાને રહેલા યોદ્ધાઓમાં ચોક્કસ જ આવશે. આયખાની અંતિમ લડાઈ પણ હાથમાં તલવાર લઈને વયના ૮૦મા વર્ષે લડનારા આ હિંદુ વીર વર્ષ ૧૬૯૪માં સ્‍વર્ગવાસી થયા.’

સંકલક : શ્રી પાર્થ લોખંડે (વય ૧૮ વર્ષ), સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

Leave a Comment