પ્રાચીન કાળમાંની લાકડામાંથી બનાવેલી મૂર્તિ સિદ્ધ કરવાની અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય પદ્ધતિ

‘ભારતને ઋષિ-મુનિઓની શ્રેષ્‍ઠ પરંપરા મળી છે. ઋષિ-મુનિઓએ લખેલા વેદ, ઉપનિષદો, પુરાણો ઇત્‍યાદિ ગ્રંથો માનવીને સર્વંકષ જ્ઞાન પ્રદાન કરે છે. તેમાં માનવી માટે આચારધર્મ, ઉપાસના, સાધના, સંરક્ષણ ઇત્‍યાદિ સર્વ વિષયો છે. ઋષિ-મુનિઓને સદર જ્ઞાન તેમના તપોબળ દ્વારા, અર્થાત્ આધ્‍યાત્‍મિક સામર્થ્‍ય દ્વારા પ્રાપ્‍ત થયું હતું. સાધનામાં પૂર્ણત્‍વ આવ્‍યા પછી તેમને ઈશ્‍વર પાસેથી જ્ઞાન મળ્યું. ભારત પર નિરંતર થયેલા મોગલ, અંગ્રેજ, ડચ અને પોર્ટુગીઝોનાં આક્રમણો પછી ભારતમાંની સંપત્તિ, સમૃદ્ધિ અને વૈભવ લૂંટાઈ ગયા; પરંતુ ભારત એ દેવભૂમિ અને ધર્મભૂમિ હોવાથી આજે પણ ભારતમાં કેટલાક પ્રમાણમાં જ્ઞાનરૂપી વૈભવ ટકી રહ્યો છે.

લાખો વર્ષો પહેલાં લખેલા ગ્રંથો આજે પણ થોડા પ્રમાણમાં ટકી રહ્યા છે, એ તેમાં રહેલા શાશ્‍વત સ્‍વરૂપમાંના જ્ઞાનસામર્થ્‍ય અને ચૈતન્‍યને કારણે ! ભારતમાં પુરાતનકાળથી ચાલી આવતી નૃત્‍યકળા, નાટ્યકળા, ચિત્રકળા, આયુર્વેદ, સંરક્ષણકળા, વનસ્‍પતિશાસ્‍ત્ર, તંત્રવિદ્યા ઇત્‍યાદિ અનેક વિદ્યાઓ તેમાં અંતર્ભૂત છે.

 

૧. દેવતાની મૂર્તિ અથવા પાદુકા સિદ્ધ કરવામાટે
વૃક્ષનું પૂજન અને પ્રાર્થના કરીને થડમાં મૂર્તિ કંડારવામાં આવવી

વૃક્ષનું પૂજન કરતી સમયે તેમાં દેવતાતત્વ પ્રકાશ રૂપમાં આકર્ષિત થયું હોવાનું અને વૃક્ષમાંથી પૂજક ભણી આકર્ષિત થતું હોવાનું દેખાવું

કેરળ રાજ્‍યમાંના ત્રિશૂર ખાતે અમે એલ્.કે. ગિરીશ પાસેથી પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિ વિશે જાણકારી લેવા માટે ગયા હતા. એલ્.કે. ગિરીશ પોતે તંત્રવિદ્યાના ઉપાસક અને અભ્‍યાસક છે. તેમણે પહેલાંના કાળની લાકડામાંથી દેવતાની મૂર્તિઓ અથવા પાદુકા સિદ્ધ કરવાની પ્રક્રિયા કહી. પહેલાંના કાળમાં જે વૃક્ષ દ્વારા મૂર્તિ સિદ્ધ કરવાની હોય છે, તે વૃક્ષનું પ્રથમ પૂજન કરવામાં આવતું અને વનસ્‍પતિને પ્રાર્થના કરીને તે વનસ્‍પતિના થડમાં મૂર્તિ કંડારવામાં આવતી હતી. મૂર્તિ કંડારેલો વૃક્ષનો તેટલો જ ભાગ તે વૃક્ષમાંથી કાઢી લેવામાં આવતો અને તે કાપેલા ભાગમાં ઔષધ લગાડીને તે ભાગને કપડાથી બાંધી રાખવામાં આવતો.

ત્‍યાર પછી જો તે વૃક્ષ જીવિત રહે તો તેના દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્‍ઠાપના કરવામાં આવતી હતી. તેનું એક પ્રત્‍યક્ષ ઉદાહરણ એટલે કેરળ સ્‍થિત એર્નાકુલમ જિલ્‍લાના કોરંકોટ્ટ ખાતે સોળમી સદીના ભગવતી મંદિરના ધ્‍વજ પ્રતિષ્‍ઠાપના માટે વૃક્ષ શોધ્‍યા પછી એક શ્‍વેત પ્રકાશ વૃક્ષને બાંધેલા અને મંત્રથી ભારિત કરેલા લાલ કપડામાં આકર્ષિત થતો હોવાનું છાયાચિત્રમાં આવ્‍યું છે.

 

૨. ચરાચરમાં ઈશ્‍વરી તત્વ હોવાનો
અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય સિદ્ધાંત ઋષિ-મુનિઓએ પહેલેથી જ શીખવેલો હોવો

વર્તમાન આધુનિક જગત્‌માં વિવિધ સ્‍વાર્થ માટે મોટા પ્રમાણમાં વૃક્ષતોડ કરવામાં આવે છે; પરંતુ ભારતીય પરંપરા કેટલી પ્રગત હતી, એ આ ઉદાહરણ દ્વારા ધ્‍યાનમાં આવે છે. આ રીતે પ્રત્‍યેક જીવમાં અને ચરાચરમાં ઈશ્‍વરી તત્વ હોય છે અને તેમાં અધ્‍યાત્‍મ કેવી રીતે છે ?’, આ વાત ઋષિ-મુનિઓએ પહેલેથી જ શીખવી છે. ઋષિ-મુનિઓએ પ્રદાન કરેલા અપૂર્વ જ્ઞાનને કારણે તેમનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ તેટલી ઓછી જ છે.

 કુ. પ્રિયાંકા લોટલીકર, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૨૭.૪.૨૦૧૯)

Leave a Comment