૧. અંબોડો વાળવાનું મહત્વ
‘સ્ત્રીઓએ વાળનો અંબોડો વાળવાનું મહત્વ આગળ જણાવ્યા પ્રમાણે છે.
૧ અ. અંબોડો વાળવો
સ્ત્રીઓ વચમા સેંથો પાડીને વાળને ડોક પર પાછળની બાજુએ ભેગા કરીને તેમની વિશિષ્ટ રીતે ગાંઠ વાળે છે. તેને ‘અંબોડો વાળવો’ એમ કહે છે.
૧ આ. સાત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપિત કરવાની ક્ષમતા વધારે હોવી
અંબોડામાં વાયુમંડળમાંની સાત્વિક લહેરો ગ્રહણ કરવાની અને આવશ્યકતા અનુસાર તેમને પ્રક્ષેપિત કરવાની ક્ષમતા વધારે હોય છે.
૧ ઇ. ચૈતન્ય લહેરો ઘનીભૂત કરવાની ક્ષમતા હોવી
અંબોડામાં ચૈતન્ય લહેરો ઘનીભૂત કરીને તેમને આવશ્યકતા પ્રમાણે સ્પર્શના માધ્યમ દ્વારા માથાના પોલાણમાં સંક્રમિત કરવાની ક્ષમતા હોય છે. તેથી અલ્પ કાળમાં જ સ્ત્રીનો દેહ સાત્વિક સ્પંદનો ગ્રહણ કરવા માટે સંવેદનશીલ બને છે અને તેના દેહની શુદ્ધિ થાય છે.
૧ ઈ. અંબોડો આધ્યાત્મિક ઊર્જાને ભેગી કરવાનું ઉત્તમ માધ્યમ હોવો
ત્રિપુટી એટલે શરીરમાં રહેલો ચેતનાશક્તિનો પ્રવાહ ઇડા, પિંગલા અને સુષુમ્ણા આ ત્રણ પ્રમુખ નાડી ઓનું મગજનાં પોલાણમાં એકત્રિત થવાનું સ્થાન. અંબોડો વાળવાની પ્રક્રિયા દ્વારા આ ત્રિપુટીમાંથી પ્રક્ષેપિત થનારી લહેરો અંબોડાનાં કેંદ્રબિંદુના માધ્યમ દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગ્રહણ થાય છે. આ લહેરો અંબોડો લેનારી સ્ત્રીના દેહનું વાયુમંડળમાંના પ્રહાર કરનારા ત્રાસદાયક સ્પંદનો સામે રક્ષણ કરે છે. પારંપારિક પદ્ધતિથી વાળેલો અંબોડો પોતાનામાં આધ્યાત્મિક ઊર્જા સંગ્રહી રાખવાનું ઉત્તમ માધ્યમ છે.
૧ ઉ. લાંબા વાળનો અંબોડો વાળવાથી દેહની શુદ્ધિ થવી
‘આ પોતાનામાં ચૈતન્યની લહેરો ઘનીભૂત કરીને તે આવશ્યકતા પ્રમાણે તે સ્પર્શના માધ્યમ દ્વારા મસ્તિષ્ક પોલાણમાં સંક્રમિત કરે છે. તેથી ઓછા સમયગાળામાં દેહ સાત્વિક સ્પંદનો ગ્રહણ કરવામાં સંવેદનશીલ બનીને દેહની શુદ્ધિ થાય છે.
૧ ઊ. ટૂંકા વાળનો અંબોડો વાળવાનું
ફાવતું ન હોવાથી અનિષ્ટ શક્તિઓનું આક્રમણ થવું
ટૂંકા વાળનો અંબોડો વાળી શકાતો ન હોવાથી આવા પ્રકારના વાળ છૂટા રહીને વાયુમંડળમાંનાં ત્રાસદાયક સ્પંદનો ભેગા કરે છે. આ કાર્ય દેહને દૂષિત બનાવે છે અને તેને અનિષ્ટ શક્તિઓનાં આક્રમણો સામે ઓછા સમયગાળામાં બલિ ચડવાની ફરજ પાડે છે.’
૧ એ. માથાની પાછળ અંબોડો વાળવો
‘અંબોડામાં વાયુમંડળમાં રહેલી સાત્વિક લહેરો ગ્રહણ કરવાની, તેમ જ આવશ્યકતા પ્રમાણે પ્રક્ષેપિત કરવાની ક્ષમતા હોય છે. માથાની પાછળ રહેલી મસ્તિષ્ક પોલાણમાંની ત્રિપુટીને સ્પર્શ કરીને અંબોડો વાળવાથી ત્રિપુટીમાંથી વહેનારા સ્પંદનો અંબોડાના માધ્યમ દ્વારા ગ્રહણ થવાનું પ્રમાણ ડોક પર અંબોડો વાળવાની પ્રક્રિયા કરતાં વધારે હોય છે. માથાની પાછળ લીધેલો અંબોડો પોતાનામાં ઊર્જા સંગ્રહી રાખવાનું એક ઉત્તમ માધ્યમ હોવાથી તે વધારે સાત્વિક માનવામાં આવે છે.’
૧ ઐ. ડોક પર અંબોડો વાળવો
આ પ્રકારના અંબોડામાં સાત્વિક લહેરો ગ્રહણ કરીને સંઘરવા કરતાં તે તરત જ પ્રક્ષેપિત કરવાનું પ્રમાણ વધારે હોવાથી આ અંબોડાનો પ્રકાર પહેલાની તુલનામાં લાભદાયક હોવાનું પ્રમાણ અલ્પ છે.’
૧ ઓ. અંબોડો વાળવાની પદ્ધતિમાં જણાયેલો ભેદ
‘આજકાલ અંબોડો જુદી-જુદી પદ્ધતિથી લેવામાં આવે છે; પણ તેમાં ઈશ્વરી ચૈતન્ય ગ્રહણ કરવાની ક્ષમતા પારંપારિક ગાંઠ વાળીને લીધેલા અંબોડા જેટલી હોતી નથી. કેટલીક સ્ત્રીઓ આધુનિક પદ્ધતિથી અંબોડો વાળવાના ઉદ્દેશથી તેના પર રંગબેરંગી કાટા અથવા ચાપ (ક્લિપ્સ) લગાડે છે. તેમના આકાર પણ સાત્વિક હોતા નથી. પરિણામે આવા અંબોડામાં રજ-તમયુક્ત સ્પંદનો આકર્ષિત થાય છે અને સ્ત્રીની આધ્યાત્મિક દૃષ્ટિએ હાનિ થાય છે.
૨. અંબોડો વાળવાનું મહત્વ દર્શાવનારી અનુભૂતિઓ
૨ અ. વાળ વધારીને અંબોડો લેવાથી નમ્રતા અને સમજદારી વધીને પ્રગલ્ભતા આવવી
‘વર્ષ ૨૦૦૪થી હું વાળ વધારવા લાગી અને ચોટલો લેવા લાગી. ત્યારે મને મારામાં નમ્રતા અને સમજદારી વધી હોવાનું જણાયું. તેમ જ ઉચ્છૃંખલપણું પણ થોડું ઓછું થયું. અંબોડો લીધા પછી આ ગુણોમાં વૃદ્ધિ થતી હોવાનું જણાયું. બુદ્ધિથી અને વિચારોથી પ્રગલ્ભતા આવી હોય તેમ લાગ્યું.’ – કુ. ગિરિજા, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
૨ આ. અંબોડો વાળવાનો પ્રારંભ કર્યા પછી
ત્રાસ થવો અને કેટલાક દિવસો પછી વાળમાં એક વિશિષ્ટ
પ્રકારનો ધોળા રંગનો પ્રવાહ આકર્ષિત થઈને તે શિરટોપ પ્રમાણે કાર્યરત હોવાનું જણાવવું
‘હું અંબોડો લેવા લાગ્યા પછી મારું માથું દુ:ખતું અને ‘ક્યારે અંબોડો છોડીને માથું ઓળી લઉં’, તેમ મને લાગતું. ‘માથા પર ભાર છે’, એવું મને જણાતું. ઊલટી જેવું થઈને મોળ ચડતાં, તેમ છતાં અંબોડો વાળવાનું ચાલુ જ રાખ્યા પછી હવે હળવાશ જણાય છે.
જો અંબોડો છોડીને અન્ય વાળરચના કરું, તો માથું દુ:ખે છે. ‘અંબોડો ન વાળું તે દિવસે કાંઈક ભૂલી હોઉં’, તેમ લાગે છે અને મારા દ્વારા અધર્માચરણ થાય છે, તેમ લાગે છે. ‘વાળમાં એક વિશિષ્ટ પ્રકારનો ધોળા રંગનો પ્રવાહ આકર્ષિત થઈને તે શિરટોપ પ્રમાણે કાર્યરત છે’, એવું જણાય છે. પહેલાં અંબોડો લીધા પછી તે ગરદનમાં ખૂંતતો; પણ હવે પદ્ધતિ તે જ હોવા છતાં, વાળનો સ્પર્શ ફૂલ જેવો જણાય છે.’