પૂર્ણ વિચાર પછી મારી બુદ્ધિએ પરિસ્થિતિને શરણે જનારી ડરપોક વૃત્તિને હૃદયમાંથી હાંકી કાઢી છે; કારણકે પોતે અન્યાયી આચરણ કરવાં કરતાં પણ આપણા પર લાદવામાં આવેલા અન્યાયી કૃત્ય સામે ગરદન નમાવવી એ નિંદ્યતમ પાપ છે. અર્થાત્ અન્યાયનો પ્રતિકાર તો કરવો જ રહ્યો.
નેતાજી સુભાષચંદ્ર બોસને કારણે જ ભારત સ્વતંત્ર થયો !
નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્તક અગત્યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્વતંત્ર થયો હોવાનું સ્પષ્ટ થાય છે. તેથી સાવરકરના ‘રણ (યુદ્ધ) વિના સ્વતંત્રતા કોને મળી છે ?’ આમાંનું સત્ય હવે નવી પેઢીને સમજાશે.
૧. સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્વતંત્ર થયો, આ સત્ય હોવું !
૧ અ. બોસે નિર્માણ કરેલી આઝાદ હિંદ સેનાથી ડરી
જઈને બ્રિટને ભારત છોડી દીધો હોવાનું ડૉ. આંબેડકરે કહેવું
વર્ષ ૧૯૫૫માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે બીબીસીના ફ્રાન્સિસ વૉટસને લીધેલી મુલાકાતમાં કહ્યું, વર્ષ ૧૯૪૭માં બ્રિટનના વડાપ્રધાન આકસ્મિક રીતે ભારતને સ્વતંત્રતા આપવા માટે શા માટે અને કેવી રીતે સિદ્ધ થયા ?, તેનું મને ઘણું રહસ્ય લાગે છે; પણ તે ક્યારેક તો બહાર પડશે જ. બોસે નિર્માણ કરેલી આઝાદ હિંદ સેનાથી અંગ્રેજ ડરી ગયા. ગાંધીજીની અહિંસાને કારણે બ્રિટીશ ભારતીય સૈન્ય પર કાંઈ ફેર પડવાનો નહોતો. ભારત પર રહેલી સત્તા ભારતીય સેના વિના અન્ય કોઈ જ સર કરી શકે એમ નહોતું. તે કામ સુભાષચંદ્રએ કર્યું; તેથી બ્રિટને ભારત દેશમાંથી ચાલતી પકડી.
૧ આ. બોસે ભારતીય સેનાની અંગ્રેજો વિશેની રાજનિષ્ઠા
નષ્ટ કરવાથી અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા હોવાનું ઍટલીએ કહેવું !
આંબેડકર સાથે આ વાર્તાલાપ થયા પછી એકજ વર્ષ પછી વર્ષ ૧૯૪૭માં ભારતને સ્વતંત્ર કરવાનો વડાપ્રધાન તરીકે જેમણે નિર્ણય લીધો તે ક્લેમંટ ઍટલી કોલકાતા ખાતે આવ્યા હતા અને રાજભવનમાં રહ્યા હતા. રાજ્યપાલ જસ્ટિસ પી.બી. ચક્રવર્તીના તેઓ મહેમાન હતા. આ રાજ્યપાલે આગળ પોતાનું આત્મચરિત્ર લખ્યું. તેમાંનો એક પ્રસંગ ઘણો મહત્વનો છે. તેમણે ઍટલીને સીધો પ્રશ્ન પૂછ્યો, ગાંધીજીએ વર્ષ ૧૯૪૨માં ‘છોડો ભારત’ આંદોલન કર્યું અને ૫ વર્ષમાં ડરી જઈને અંગ્રેજોએ ભારત છોડ્યો. ત્યારે ઍટલીએ સ્મિત કર્યું અને કહ્યું,
‘‘અમે ભારત છોડવાનું કારણ એકજ હતું. તમારા સુભાષચંદ્ર બોસે ભારતીય સેનાની અંગ્રેજો વિશેની રાજનિષ્ઠા જ નષ્ટ કરી.’’ જસ્ટિસ ચક્રવર્તી આગળ લખે છે, ગાંધીના આંદોલનનો અંગ્રેજો પર કેટલોક પ્રભાવ હતો ?, એવું મેં ઍટલીને આગળ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું ‘‘સાવ નગણ્ય.’’
૧ ઇ. બોસે અંગ્રેજોને ૬ મહિનામાં ભારત છોડવા માટે
કહ્યું ત્યારે દબાણ લાવવું આ એક પ્રકારની હિંસા જ છે, એવું ગાંધીએ કહેવું !
સુભાષચંદ્ર બોસ આરંભના સમયગાળામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા; પણ વર્ષ ૧૯૩૦ના દસકામાં તેમાનું પોપલાપણું ધીમે ધીમે તેમને સમજાવા લાગ્યું. વર્ષ ૧૯૩૯માં તેમની ભાષા જુદી હતી. યુદ્ધ ચાલુ થયું હતું. ૬ માસમાં અંગ્રેજોએ ભારત છોડવો, એવી અંતિમ ચેતવણી (અલ્ટિમેટમ) આપવા માટે કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષચંદ્ર સિદ્ધ થયા હતા. આ રીતે અંગ્રેજો પર દબાણ લાવવું એટલે એક પ્રકારની હિંસા જ છે, એવું ગાંધીએ કહેવાનું ચાલુ કર્યું.
૧ ઈ. ગાંધી, નહેરુ અને પટેલના વર્તનને કારણે સુભાષચંદ્રએ અધ્યક્ષપદનું રાજીનામું આપવું !
સુભાષચંદ્રએ ગાંધીજીના ઉમેદવાર રહેલા સીતારામૈયાનો પરાભવ કર્યો અને ફરીવાર અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. ‘સુભાષનો વિજય અર્થાત્ મારો પરાભવ છે’, એવું પોતે ગાંધીજીએ જ માન્ય કર્યું. ત્યાર પછી ગાંધી, નહેરુ અને પટેલે જે કાંઈ રોદણાં રોવાનું નાટક કર્યું, તેનાથી કંટાળી જઈને સુભાષચંદ્રએ ત્યાગપત્ર આપ્યો. ત્યાર પછી તેઓ અદૃશ્ય થયા અને છેક બર્લિન ખાતે દેખાયા.
૧ ઉ. ‘ભારત છોડો’ આંદોલન એટલે ગાંધી અને વાઈસરૉયે કરેલું કારસ્થાન હોવું !
‘હમ ભી કુછ કમ નહીં’ એમ બતાવવા માટે ગાંધીજીએ ‘ભારત છોડો’નું નાટક કર્યું અને સર્વ કૉંગ્રેસ નેતાઓને એકસામટા કારાગૃહમાં ગોંધવાની અંગ્રેજોને તક આપી. અંતસ્થ હેતુ એમ હતો કે, જો કાલે સુભાષબાબુ આવે તો કોઈ કૉંગ્રેસીએ તેમને સહકાર્ય કરવું નહીં. વાઈસરૉય અને ગાંધીજીનું આ કારસ્થાન એક ગોરી સ્ત્રીના દૂત દ્વારા કરવામાં આવ્યું હતું. નક્કી કર્યા પ્રમાણે આ કહેવાતી ઑગસ્ટ ક્રાંતિ ૩ માસમાં બુઝાઈ ગઈ. (તેના પર આધાર રાખીને વર્ષ ૧૯૫૨ની ચૂંટણી સમયે સમાજવાદીઓએ પુષ્કળ સ્વપ્ન રચ્યા હતાં; પણ તે ચૂંટણીમાં તેમનો દારુણ પરાભવ થયો અને કૉંગ્રેસનું પૂછડું પકડીને જ પોતાનો પ્રવાસ આગળ ખેડવાનો તેમણે નિર્ણય લીધો. (મરાઠી સમાજવાદીઓને આ અક્કલ જરા વિલંબથી જ સૂઝી.)
૨. ભારતને સ્વતંત્રતા મેળવી આપવામાં સુભાષચંદ્રજીનું યોગદાન
૨ અ. આઝાદ હિંદ સેનાની સ્થાપના
વર્ષ ૧૯૪૨માં સુભાષબાબુએ અંગ્રેજોના વિરોધમાં શંખ ફૂંક્યો અને ભારતીય સૈનિક, સ્ત્રીઓ અને યુદ્ધકેદીઓમાંથી ૬૦ સહસ્ર લડવૈય્યાઓની એક મોટી સેના નિર્માણ કરી. તેમાં સ્ત્રીઓની પણ એક બટાલિયન હતી. સુભાષચંદ્ર બોસે આઝાદ હિંદ સેનાની સ્થાપના કરી હતી. તેમનું કહેવું હતું કે હવે સ્વતંત્રતા માટે ભીખ માંગવી પડશે નહીં, હવે અમે સ્વતંત્રતા ખેંચી લાવીશું !
૨ આ. આઝાદ હિંદ સેનાનું કાર્ય
સુભાષચંદ્રએ સ્થાપન કરેલી સદર સેનાએ જાપાનની સહાયતાથી પૂર્વોત્તર ભારત પર આક્રમણ કર્યું. અંદામાન, નિકોબાર ટાપુઓ આ સેનાએ જીતી લીધા. ત્યાર પછી કોહિમા અને ઇંફાલ આ ભાગ પર સેનાએ ચડાઈ કરી. વર્ષ ૧૯૪૫માં ઍટમબૉંબને કારણે જાપાનને શરણાગતિ સ્વીકારવી પડી. આઝાદ હિંદ સેનાને મળનારી જાપાની સહાયતા બંધ પડી. આઝાદ હિંદ સેના અંત સુધી લડી; પણ રંગુન ખાતે તેનો પરાભવ થયો. તેમાં આઝાદ હિંદ સેનાના ૨૬ સહસ્ર સૈનિકોનું મૃત્યુ થયું અને ૨૩ સહસ્ર યુદ્ધકેદી બન્યા. રંગુનથી સુભાષચંદ્ર નાસી છૂટ્યા. તેમના વિમાનને અકસ્માત નડ્યો અને તે આગમાં દાઝવાથી તેમનું વીરમરણ નીપજ્યું, આ વાત કેટલી સાચી હશે, એ વિશે શંકા છે.
૨ ઇ. આઝાદ હિંદ સેનાનો પરાભવ થવા છતાં પણ દેશમાં વિજય થયો હોય તેવું વાતાવરણ હોવું
સુભાષચંદ્રના મૃત્યુ પછી યુદ્ધબંદાઓ પર રાજદ્રોહ અને હત્યાના આરોપ મૂકવામાં આવ્યા અને લાલ કિલ્લામાં તેમના પર ખટલો ચાલુ થયો. નહેરુ અને અન્ય કૉંગ્રેસીઓએ યુદ્ધબંદાઓને રાજદ્રોહી ન માનવા પણ માર્ગ ભૂલેલા દેશભક્તો સમજીને તેમને ક્ષમા કરવી અને તેમને આપવામાં આવેલી શિક્ષા પાછી લેવી, એવી માગણી કરી. યુદ્ધબંદાઓ પર મૂકવામાં આવેલા આરોપોને કારણે લોકો ચિડાયા હતા. આઝાદ હિંદ સેનાના સૈનિકોને નિર્દોષ છોડી મૂકવા, એવી ચર્ચા સમગ્ર ભારતમાં ચાલુ હતી. અમારો જો એક સૈનિક મરશે, તો અમે ૧૦ અંગ્રેજ સૈનિકોને મારશું, એવા ભીંતપત્રકો (પોસ્ટર્સ) સર્વત્ર ચોડ્યા હતા. આઝાદ હિંદ સેનાનો પરાભવ ભલે થયો હોય; પણ સમગ્ર દેશમાં ઉત્સાહ જોઈએ, તો તેમનો વિજય થયો હોય, તેવું જ વાતાવરણ હતું.
૨ ઈ. બ્રિટીશ ભારતીય સેનામાંના સૈનિકોએ ઊઠાવ
કરવાથી બ્રિટને વર્ષ ૧૯૪૮ પહેલાં જ જતા રહેવાની ઘોષણા કરવી
ફેબ્રુઆરી ૧૯૪૬માં ૭૮ જહાજમાં વિખરાયેલા બ્રિટીશ ભારતીય નૌદળના ૨૦ સહસ્ર સૈનિકોએ ઊઠાવ કર્યો. તેમણે તેમના અંગ્રેજ અધિકારીઓને કેદ કર્યા અને તેમને ‘જય હિંદ’ બોલવાની ફરજ પાડી. આ સૈનિકોએ બ્રિટીશ ધ્વજ ઉતારીને તે જગ્યાએ ભારતનો તિરંગો ધ્વજ ફરકાવ્યો. આ જહાજોને લઈને નૌદળના સૈનિકો મુંબઈ બંદરે આવ્યા. આ જાણે કેમ ઓછું ન હોય તેમ વાયુદળ (એર ફોર્સ) અને જબલપુર ખાતેનું પાયદળ આ રીતે બન્ને દળોના સૈનિકોએ ઊઠાવ કર્યો. તે સમયે ભારતમાં રહેલી બ્રિટીશ સેનામાં ૪૦ સહસ્ર અંગ્રેજ સૈનિક, જ્યારે ૨૫ લાખ ભારતીય સૈનિક હતા.
અંગ્રેજ રાજકારણીઓના ધ્યાનમાં આવ્યું કે, જો સરખું વર્તન કરીશું નહીં, તો ૪૦ સહસ્ર અંગ્રેજ સૈનિકોની દશા હોળીમાંના નારિયેળ પ્રમાણે થવામાં વાર લાગશે નહીં. ઍટલીએ તેમની પાર્લામેંટને કહ્યું, આપણી સામે બે જ પર્યાય છે. ભારત છોડવાની સિદ્ધતા ચાલુ કરવી અથવા ભારતીય સૈનિકો આપણને કેવી રીતે હાંકી કાઢશે, તેની રાહ જોતા રહેવી. એવું કાંઈ થાય, તે પહેલાં જ ઍટલી સાહેબે વર્ષ ૧૯૪૭ના આરંભમાં જ ઘોષિત કર્યું કે બ્રિટન ભારતમાંથી વર્ષ ૧૯૪૮ પહેલાં જ જતો રહેશે.
૨ ઉ. નહેરુએ ભારતને મળેલી સ્વતંત્રતાનું શ્રેય
સુભાષચંદ્રની આઝાદ હિંદ સેનાને બદલે ગાંધીની ચળવળને આપવું
નહેરુએ આ શ્રેય સુભાષચંદ્રને આપવું જોઈતું હતું; પણ તે રાજકારણી હતા. રાજકારણી શ્રેય લે છે, દેતો નથી ! નહેરુએ આ શ્રેય સત્ય અને અહિંસાના આધાર પર ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડેલી (?) સ્વતંત્રતાની ચળવળને આપ્યું. તેમનો જ એકડો ભારતીય ઇતિહાસકારોએ ગત ૭૦ વર્ષ ઘૂંટ્યો.