કાશ્‍મીરનાં ગ્રામદેવતા શ્રી શારિકાદેવી

શ્રી શારિકાદેવીનું વાત્‍સલ્‍યમય રૂપ

જમ્‍મુ-કાશ્‍મીરની વચમાં ‘હરિ પર્વત’ નામક વિશેષ ટેકડી છે. આ મહાશક્તિનું સિંહાસન છે. દિવ્‍ય માતા શારિકા ભગવતીને ‘મહાત્રિપુરસુંદરી’ અને ‘રાજરાજેશ્‍વરી’ પણ કહે છે. ૧૮ ભુજા ધરાવનારાં શ્રી શારિકાદેવી કાશ્‍મીરનાં ગ્રામદેવતા છે. દેવીને કારણે જ આ સ્‍થાનનું નામ ‘શ્રીનગર’ પડ્યું છે.

 

શ્રી શારિકાદેવીનું સ્‍વરૂપ

શ્રીયંત્ર પર રહેલું શ્રી શારિકાદેવીનું સ્‍થાન

અહીં શ્રી શારિકાદેવી ‘મહાશ્રીયંત્ર’ના રૂપમાં બિરાજે છે. આ સ્‍વયંભૂ શ્રીયંત્ર એક ઊંચા ખડક પર છે. તેમાં વર્તુળાકાર રહસ્‍યમયી છાપ અને ત્રિકોણી આકાર છે, તેમજ વચમાં બિંદુ છે.

 

શ્રી શારિકાદેવી સાથે સંબંધિત કથા

‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્‍વર તેમજ માનવી વચ્‍ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે. ઇતિહાસકારોના મત પ્રમાણે, હરિ પર્વત ટેકડી એક સમયે ‘જળોભવ’ નામક રાક્ષસને કારણે એક પ્રચંડ મોટું તળાવ બની ગઈ. ભક્તોએ સહાયતા માટે દેવી પાર્વતીને આર્તતાથી સાદ પાડ્યો. ભક્તોના રક્ષણ માટે દેવીએ અષાઢ સુદ પક્ષ નવમીના દિવસે ‘મેના’ પક્ષીનું રૂપ લીધું. આ પક્ષીએ ચાંચમાં દિવ્‍ય પથ્‍થર લઈને જળોભવ રાક્ષસ પર ફેંકીને તેનો વધ કર્યો અને શ્રીનગરને ડૂબવામાંથી તારી લીધું. ત્‍યાર પછી શ્રી શારિકાદેવીએ હરિ પર્વત પર કાયમ માટે નિવાસ કર્યો.

શારિકા જયંતીના દિવસે ભક્તગણ દેવીને ‘તેહર-ચરવન’ (હળદરની ભૂકી, તેલ, મીઠું ઇત્‍યાદિ પદાર્થો) અર્પણ કરે છે. નવરાત્રિમાં અર્થાત્ કાશ્‍મીરી પંડિતોના નવાવર્ષ દરમ્‍યાન ભક્તો નિયમિત રીતે પ્રાર્થના અને પૂજા કરવા માટે હરિ પર્વત પર જાય છે. શ્રી શારિકાદેવી, મકદૂમ સાહિબ અને ગુરુદ્વારા છતી પાદશાહી આ ધાર્મિક સ્‍થળોને કારણે કાશ્‍મીરના સર્વ લોકો આ પર્વતને અત્‍યંત પવિત્ર માને છે.

Leave a Comment