અ. સનાતન પંચાંગ
સમાજને ધર્મશિક્ષણ મળે, સમાજ સાધના કરવા લાગે, સમાજમાં ધર્મ અને હિંદુ રાષ્ટ્રની સ્થાપના વિશે જાગૃતિ થાય ઇત્યાદિ ઉદ્દેશ સામે રાખીને પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ વર્ષ ૨૦૦૬ થી વાર્ષિક સનાતન પંચાંગ સિદ્ધ કરવાનો આરંભ કર્યો. વર્તમાનમાં મરાઠી (૩ આવૃત્તિઓ), હિંદી, કન્નડ (૨ આવૃત્તિઓ), ગુજરાતી, અંગ્રેજી, તેલુગુ અને તામિલ આ ૮ ભાષાઓમાં પ્રકાશિત થનારું પંચાંગ સામાન્ય રીતે ૧૦ લાખ ગ્રાહકો સુધી પહોંચે છે. આ પંચાંગોમાં ૭ ભાષાઓમાંની ઍન્ડ્રૉઇડ માટે ઍપ્લીકેશન પણ વર્ષ ૨૦૧૩થી વિનામૂલ્ય પ્રકાશિત કરવામાં આવી રહી છે. પ્રતિવર્ષ ૧૦ લાખ કરતાં વધારે વાચકો તેનો લાભ લઈ રહ્યા છે.
આ. સંસ્કાર વહી
પરાત્પર ગુરુ ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૬ થી સંસ્કાર વહીની નિર્મિતિ કરવામાં આવે છે. આ વહીમાં વિદ્યાર્થીઓ પર સુસંસ્કાર કરનારું, તેમને હિંદુ સંસ્કૃતિનું પાલન કરવાનું શીખવીને તેમનું ધર્માભિમાન જગવનારું, ધર્મશિક્ષણ આપનારું અને રાષ્ટ્રપ્રેમ વધારનારું લખાણ હોય છે. કેવળ વિદ્યાર્થીઓ જ નહીં, જ્યારે સહુકોઈ માટે ઉપયુક્ત રહેલી આ વહીઓ ૪ પ્રકારમાં ઉપલબ્ધ છે.
ઇ. સનાતનનાં સાત્વિક ઉત્પાદનો
સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્યમ પ્રાપ્ત થાય, એ માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્પાદનોની નિર્મિતિનો આરંભ થયો.
ઇ ૧. મહત્વ
સનાતનનાં ઉત્પાદનો સાત્વિક હોવાથી તેનો ઉપયોગ કરવાથી સાત્વિકતા ગ્રહણ થવા સાથે જ આધ્યાત્મિક ઉપાય થવા માટે પણ સહાયતા થાય છે. ઉત્પાદનો સ્વદેશી હોવાથી તેનો ઉપયોગ કરવાથી સ્વદેશી વ્રતનો અંગીકાર પણ થાય છે. આયુર્વેદિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી એક રીતે હિંદુ સંસ્કૃતિનું જતન પણ થાય છે.
ઇ ૨. નિત્ય ઉપયોગી આયુર્વેદિક ઉત્પાદનો
દંતમંજન, ઉટાવણું, સ્નાન કરવાનો સાબુ (૭ પ્રકારમાં), શિકાકાઈ (ભૂકી) અને ત્રિફળા ચૂર્ણ.
ઇ ૩. પૂજા માટે ઉપયોગી અને અન્ય ઉત્પાદનો
ગોમૂત્ર-અર્ક, કંકુ, અષ્ટગંધ, અત્તર (૪ સુગંધોમાં), ઉદબત્તી (૯ સુગંધોમાં), કપૂર, જપમાળા, નામજપ-યંત્ર, દેવતાઓનાં ચિત્રો અને નામજપ-પટ્ટીઓ. (સનાતન પંચાંગ, સાત્ત્વિક ઉત્પાદનો ઇત્યાદિ વિશે વધારે માહિતી ધરાવનારી પુસ્તિકા સનાતનના સ્થાનિક વિતરકો પાસે ઉપલબ્ધ હોય છે.)