રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં (અગ્‍નિતીર્થમાં) સ્‍નાન કરવાનું મહત્વ

૧. રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં સ્‍નાન
કરવું અને મંદિરમાંના ૨૨ તીર્થકુંડોના જળથી પણ સ્‍નાન કરવું

રામેશ્વરમ્ મંદિરની નજીક રહેલા કોટિલિંગ સ્વામીજીના મઠમાં તલ હોમનું આયોજન

 ૧ અ. રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં (અગ્‍નિતીર્થમાં) સ્‍નાન કરવું

રાવણના સંહાર પછી સીતામાતાએ લંકામાંથી આવ્‍યા પછી રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રના સ્‍થાન પર ફરી એકવાર અગ્‍નિપરીક્ષા આપી. સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપી તે સ્‍થાન પર સમુદ્રમાં અગ્‍નિદેવ સ્‍વયં પ્રગટ થયા. સીતામાતા તે અગ્‍નિમાં પ્રવેશ કરતાં જ અગ્‍નિ પણ શુદ્ધ થયો; તેથી ‘અગ્‍નિતીર્થમાં શુદ્ધ મનથી સ્‍નાન કરવાથી પાપોનું પરિમાર્જન થાય છે’, એવું કહેવામા આવે છે.

૧ આ. રામેશ્‍વરમ્ ખાતેનાં ૬૪ જુદા જુદા તીર્થકુંડોનો ઇતિહાસ

વાનર, દેવતા અને જુદી જુદી નદીઓએ રામેશ્‍વરમમાં આવીને ૬૪ જુદાં જુદાં તીર્થો નિર્માણ કર્યા અને તે જળથી રામેશ્‍વરમ્ સ્‍થિત શિવલિંગને અભિષેક કર્યો. મંદિરની બહાર ૫-૬ કિ.મી.ના વિસ્‍તારમાં જુદા જુદા સ્‍થાન પર ૪૨ તીર્થકુંડ છે. બાકીના ૨૨ તીર્થકુંડ રામેશ્‍વરમ્ મંદિરમાં છે. તે ૨૨ તીર્થકુંડ નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

૧. મહાલક્ષ્મી તીર્થ, ૨. સાવિત્રી તીર્થ, ૩. ગાયત્રી તીર્થ, ૪. સરસ્‍વતી તીર્થ, ૫. શંખ તીર્થ, ૬. ચક્ર તીર્થ, ૭. સેતુમાધવ તીર્થ, ૮. નલ તીર્થ, ૯. નીલ તીર્થ, ૧૦. ગવાય તીર્થ, ૧૧. ગવાક્ષ તીર્થ, ૧૨. ગંધમાદન તીર્થ, ૧૩. બ્રહ્મહત્‍યા દોષનિવારણ તીર્થ, ૧૪. સૂર્ય તીર્થ, ૧૫. ચંદ્ર તીર્થ, ૧૬. સત્‍યામૃત તીર્થ, ૧૭. શિવ તીર્થ, ૧૮. સર્વ તીર્થ, ૧૯. ગયા તીર્થ, ૨૦. યમુના તીર્થ, ૨૧. ગંગા તીર્થ અને ૨૨. કોટિ તીર્થ.

આ ૨૨ તીર્થકુંડોના સ્‍થાન પર મંદિરના ૧ અથવા ૨ કાર્યકર્તાઓ હાથમાં ડોલ લઈને ઊભા હોય છે. તે તીર્થમાંનું જળ ઉલેચીને ભક્તો પર રેડે છે.

 

૨. રામેશ્‍વરમ્ મંદિરમાં એકાદશ રુદ્રાભિષેક કરવા

૨ અ. રામેશ્‍વરમ્ મંદિરમાંના શિવલિંગ

તલ હોમ પછી પિંડદાન કરતી વેળાએ શ્રી. વિનાયક શાનભાગ
૨ અ ૧. રેતીનું શિવલિંગ

રામેશ્‍વરમ્ સ્‍થાન એ ૧૨ જ્‍યોતિર્લિંગોમાંથી એક છે. શ્રીરામ અને સીતામાતાએ મળીને સ્‍થાપન કરેલા રામેશ્‍વરમ્ ખાતેનું શિવલિંગ રેતીનું છે. અહીં શિવજીને ‘રામનાથ’ નામથી સંબોધવામાં આવે છે અને દેવીનું નામ ‘પર્વતવર્ધિની’ છે. રામેશ્‍વરમ્‌નું પહેલાનું નામ ‘સેતુપુરી’ અથવા ‘સેતુબંધ રામેશ્‍વરમ્’ આ રીતે છે. ત્રેતાયુગમાં લંકાથી પાછા ફર્યા પછી શ્રીરામ રામેશ્‍વરમ્ આવે છે.

શ્રીરામજીએ શિવપૂજા માટે શિવલિંગ લાવવા માટે હનુમાનજીને કાશી મોકલ્‍યા. હનુમાનજીને આવતા સમય લાગવાથી અને પૂજાનો મુહૂર્ત સમીપ આવવાથી શ્રીરામ અને સીતાજીએ રેતીનું લિંગ બનાવીને તેની પૂજા કરી. આ ‘રેતીનું લિંગ’ એટલે જ રામેશ્‍વરમ્ મંદિરના ગર્ભગૃહમાં સ્‍થાપન કરેલું શિવલિંગ છે.

ગોમાતાને કેળાં અર્પણ કરતી સમયે શ્રી. વિનાયક શાનભાગ
૨ અ ૨. ‘કાશી વિશ્‍વનાથ’ નામથી પ્રતિષ્‍ઠાપિત થયેલું શિવલિંગ અને મંદિરના પૂર્વ ભણીના ગોપુર બાજુએ હનુમાનજીના મંદિરમાં રહેલું ‘આત્‍મલિંગ’

મુખ્‍ય ગર્ભગૃહની બાજુમાં એક નાનકડું મંદિર છે. હનુમાનજીએ કાશીથી શ્રીરામ માટે અને પોતાના માટે, આ રીતે બે શિવલિંગ લઈ આવ્‍યા હતા. શ્રીરામ માટે લાવેલા એક લિંગની શ્રીરામજીએ ‘કાશી વિશ્‍વનાથ’ નામથી પ્રતિષ્‍ઠાપના કરી. હનુમાનજીએ પોતાના માટે લાવેલું બીજું લિંગ રામેશ્‍વરમ્ મંદિરના પૂર્વ ગોપુર ભણી રહેલા હનુમાનજીના મંદિરમાં ‘આત્‍મલિંગ’ નામથી શ્રીરામજીએ પ્રતિષ્‍ઠાપિત કર્યું છે.

૨ અ ૩. ‘ચંદ્રમૌળીશ્‍વર’ સ્‍ફટિક લિંગ

૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્‍વર’ નામક સ્‍ફટિક લિંગ આ મંદિરમાં છે. પ્રતિદિન પરોઢિયે ૫ થી ૬ના સમયગાળામાં મંદિરના ગર્ભગૃહમાં આ સ્‍ફટિક લિંગને અભિષેક કરવામાં આવે છે અને ભક્તો તેના દર્શન લઈ શકે છે.

 શ્રી. વિનાયક શાનભાગ, રામેશ્‍વરમ્ (૧૧.૭.૨૦૧૮)

Leave a Comment