કેવળ ગુરુકૃપાથી જ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો રહેલા શાસ્ત્રીય સંગીતનું મહત્વ ધ્યાનમાં આવવું

પ્રસ્‍તાવના

શ્રી. સ્‍નેહલ રાઊત

‘પ્રત્‍યેક વ્‍યક્તિમાંનું સત્વ, રજ અને તમ આ ત્રિગુણોનું પ્રમાણ જુદું જુદું હોય છે. તેથી પ્રત્‍યેક વ્‍યક્તિની પસંદ-નાપસંદ જુદી જુદી હોય છે. સંગીતના સંદર્ભમાં પણ તેવું જ હોય છે. પ્રત્‍યેક વ્‍યક્તિ તેની પ્રકૃતિ અને પસંદ પ્રમાણે સંગીત સાંભળતી હોય છે. અધ્‍યાત્‍મશાસ્‍ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્‍યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્‍યારે સાત્વિક વ્‍યક્તિને શાસ્‍ત્રીય સંગીત વધારે ગમે છે. હજી સુધી રજ અને તમયુક્ત સંગીતની રુચિ ધરાવનારા મને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળને કારણે ભારતીય શાસ્‍ત્રીય સંગીત વિશે થોડુંઘણું સમજાઈને તેમાં રુચિ નિર્માણ થઈ. ત્‍યારે મને જણાયેલાં સૂત્રો અત્રે આપી રહ્યો છું.

 

૧. નાનપણમાં સાંભળેલું સંગીત તામસિક અને કર્કશ હોવું
અને સંગીતની રુચિ કેવળ રજ-તમયુક્ત સંગીત પૂરતી મર્યાદિત હોવી

મને નાનપણથી જ સંગીતની, અર્થાત્ ગીતો સાંભળવાની રુચિ હતી. અમે અમારા નાનપણમાં જે સંગીત સાંભળ્યું, તે તામસિક અને કર્કશ હતું. તેથી ‘સંગીત એટલે બરાબર શું ?’, ‘સંગીત સાંભળવાથી કયા લાભ થાય છે ?’, ‘ભગવાનની અનુભૂતિ થવા માટે જીવનમાં સંગીતનું મહત્વ શું છે ?’, એવા વિચાર મારા મનમાં કદીપણ આવ્‍યા નહીં. તે સમયે ‘સંગીત એટલે એવા પ્રકારનું કાંઈક હોય છે’, એવું પણ મને ક્યારેય લાગ્‍યું નહીં. તેથી સંગીતની રુચિ હોવા છતાં પણ તે કેવળ રજ-તમયુક્ત સંગીત પૂરતી જ મર્યાદિત હતી. તે સમયમાં સંગીતનો મારા મન પર એટલો પ્રભાવ હતો કે, શાસ્‍ત્રીય સંગીત સાંભળતી વેળાએ મને કંટાળો આવતો હતો અને ‘તમોગુણી સંગીત જ સૌથી સારું છે’, એવું મને લાગતું હતું.

 

૨. આધુનિક રજ-તમયુક્ત સંગીત વિશે પ્રેમ નિર્માણ થવો અને
મહાન ભારતીય સંસ્‍કૃતિ, ભારતીય સંગીત અને વાદ્યોનું ભાન પણ ન હોવું

હું મુંબઈમાં રહેતો હોવાથી ત્‍યાંનું વાતાવરણ અને મારા મિત્રોને કારણે મને બાળપણથી જ અંગ્રેજી અને હિંદી ચલચિત્ર (સિને) સંગીત સાંભળવાનો છંદ હતો. હું તે ગીતો લખીને મોઢે કરતો હતો. તે સમયે અમારા આજુબાજુના સમાજમાં આવું જ ચાલતું. તેનું પરિણામ મારા પર પણ થતું હતું. તેથી આ પ્રકારનાં ગીતો જ શ્રેષ્‍ઠ હોવાનું અમને લાગતું. મુંબઈ જેવા આધુનિક પ્રગત શહેરમાં રહેતો હોવાથી ‘આધુનિકતા એટલે જ ખરું જીવન’, એવો ગેરસમજ મારા મનમાં નિર્માણ થયો હતો અને આવા પ્રકારના સંગીતમાં રુચિ એ આધુનિક બનવાનો મારા પ્રયત્નોના એક ભાગ તરીકે જ હતું. તેથી નાનપણથી મારા મનને આપણી મહાન ભારતીય સંસ્‍કૃતિ અને ભારતીય સંગીત અથવા વાદ્યોનું ભાન પણ નહોતું.

 

૩. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળના માર્ગદર્શનને કારણે સંગીતની રુચિમાં થયેલો પાલટ

૩ અ. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સાથે દૈવી પ્રવાસના સમયગાળામાં સંગીત સાથે
સંબંધિત અમૂલ્‍ય જાણકારી અને સાહિત્‍ય જતન કરતી વેળાએ સંગીત ભણી જોવાનો દૃષ્‍ટિકોણ પલટાવો

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના સંગીત વિભાગના અભ્‍યાસક્રમ અંતર્ગત રામનાથી આશ્રમમાં સંગીત વિશેના પ્રયોગોનો આરંભ થયો. ત્‍યારે રજ-તમયુક્ત સંગીતની તુલનામાં સાત્વિક સંગીતનું આધ્‍યાત્‍મિક સ્‍તર પર થનારું પરિણામ મને ધીમે ધીમે ધ્‍યાનમાં આવવા લાગ્‍યું; પરંતુ આ બધું જોઈને પણ મારા મન પર તેનું કાંઈ જ પરિણામ થતું નહોતું. તે સમયે ‘મન પર સાત્વિકતાનું પરિણામ ન થવું, આ આધ્‍યાત્‍મિક ત્રાસનું લક્ષણ હોવું જોઈએ’, એવો વિચાર મેં કર્યો. સમયજતાં ભગવાનની કૃપાથી મને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ કરી રહેલા દૈવી પ્રવાસ પર તેમની સાથે જવાની તક મળી.

શાસ્‍ત્રીય સંગીતના અભ્‍યાસક સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

આ સેવા નિમિત્તે મને સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળનો સત્સંગ મળ્યો. વિવિધ પ્રવાસના નિમિત્તે સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળ મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય માટે સંગીત સાથે સંબંધિત અમૂલ્‍ય જાણકારી અને સામગ્રી જતન કરવાનું કાર્ય કરી રહ્યા છે. ત્‍યારે ‘સંગીત’ આ વિષય ભણી જોવાનો મારો દૃષ્‍ટિકોણ પલટાયો. ‘સાચું સંગીત કયું ?’, એ જાણી લેવાની તક મને મળી અને તેમાંથી હું આનંદ પણ અનુભવી શક્યો.

૩ આ. ભગવાનની કૃપાથી સદ્‌ગુરુ (સૌ.) અંજલી
ગાડગીળજીના સત્સંગમાં રહી શકવાથી ‘સારું સંગીત કેવું હોય છે ?’,
તે સમજાવું અને અત્‍યારસુધી સારું લાગી રહેલું સંગીત સૌથી વધારે ત્રાસદાયક હોવાનું ધ્‍યાનમાં આવવું

સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળ સાથે પ્રવાસમાં હતો ત્‍યારે મારો સાચા અર્થમાં ‘સંગીત એટલે શું ?’, તેનો થોડો થોડો અભ્‍યાસ થવા લાગ્‍યો. સંગીત સાંભળતી વેળાએ તેમાં ‘બરાબર શું સાંભળવાનું ?’, એ મને સમજાયું. ‘પ્રવાસમાંનો સમય વેડફાય નહીં’, આ ઉદ્દેશથી સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળ ગાડીમાં સંત ભક્તરાજ મહારાજજીના ભજનો, ભાવગીતો, શાસ્‍ત્રીય સંગીત, તેમજ ભાગવત ઇત્‍યાદિ લગાડવાનું કહે છે. આ બધું સાંભળતી વેળાએ તેઓ અમને ગીતોમાંના શબ્‍દોનો અથવા અમે સાંભળી રહેલી કથાઓનો આધ્‍યાત્‍મિક સ્‍તર પરનો અર્થ પણ સમજાવીને કહે છે. તેથી સાંભળેલાં ગીતોનો અભ્‍યાસ થઈને પુષ્‍કળ બાબતો શીખી શકાય છે.

૩ ઇ. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે ભારતીય સંગીતની વિશિષ્‍ટતાઓ કહીને તે વિશે જ્ઞાન પ્રદાન કરવું

ગીતો સાંભળતી વેળાએ સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળ તે ગીત અને તેના સંગીત વિશે ઘણાં સૂત્રો કહે છે. ‘ગીતમાંના શબ્‍દોનો અર્થ શું છે ?’, ‘ગીતમાં કાંઈ ખામી હોય તો તે કઈ છે ?’, ‘ગાયકનો અવાજ સાંભળીને શું જણાય છે ?’, ‘તેના અવાજમાં અહમ્ છે કે ભાવ છે ?’, ‘ગીત સાંભળતી વેળાએ ભાવજાગૃતિ થાય છે ખરી ?’, આ બધું કહીને તેઓ ‘ભારતીય સંગીતની વિશિષ્‍ટતા શું છે ?’, એ વિશે પણ જ્ઞાન આપે છે.

૩ ઈ. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે સાત્ત્વિક અને શાસ્‍ત્રીય સંગીત દ્વારા આનંદ અનુભવવા માટે શીખવવું

સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળના માર્ગદર્શનને કારણે મને ‘સંગીતમાંનું યોગ્‍ય અને અયોગ્‍ય ઓળખવાનું ફાવવા લાગીને તેની પારખ કેવી રીતે કરવી ?’, એ હું શીખી શક્યો. આજસુધી હું કેવળ તમોગુણી ચલચિત્ર સંગીત અને કર્ણકર્કશ પશ્‍ચિમી સંગીત એટલું જ સાંભળતો હોવાથી આરંભમાં મને સાત્વિક શાસ્‍ત્રીય સંગીત સાંભળવાનો કંટાળો આવતો હતો. સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળએ ‘પ્રત્‍યેક બાબતમાંથી કેવી રીતે શીખવું અને આનંદ કેવી રીતે પ્રાપ્‍ત કરવો ?’, આ વાત શીખવી. તેથી ‘હાલનું તમોગુણી ચલચિત્ર (સિને) સંગીત કેટલું ત્રાસદાયક છે ?’, આ વાત ધ્‍યાનમાં આવી, તેમજ ‘સંગીત આ કેવળ મનોરંજન માટે નથી પણ તે ઈશ્‍વરપ્રાપ્‍તિનું સાધન છે’, તેનો અનુભવ લઈ શક્યો. તેથી આરંભમાં કદી પણ ન ગમનારાં કંટાળો ઉપજાવનારાં ગીતો પણ મને સારાં લાગવા માંડ્યાં.

 

૪. સંગીતમાંનાં વાદ્યોનું મહત્વ

૪ અ. નાનપણથી જ પશ્‍ચિમી સંગીતનાં વાદ્યોમાં
રુચિ હોવાથી તે વાદ્યો જ સારાં હોવાનો ગેરસમજ મનમાં હોવો

મને નાનપણથી પશ્‍ચિમી સંગીતમાંનાં વિદેશી વાદ્યો ગમતાં હતાં. તે વાદ્યો જ સારાં હોવાનો ગેરસમજ મારા મનમાં હતો. પહેલાં મને સંગીત કહો કે, ગિટાર, ડ્રમસેટ ઇત્‍યાદિ વાદ્યો જ નજર સામે આવતાં. તબલા, પેટી (હાર્મોનિયમ) ઇત્‍યાદિ વાદ્યોનો વિચાર પણ મારા મનમાં ક્યારેય પણ આવતો નહીં.

૪ આ. મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય
અંતર્ગત થનારા પ્રવાસ નિમિત્તે ભ્રમણ કરતી વેળાએ
ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાંનાં વાદ્યોનું મહત્વ ધ્‍યાનમાં આવવું

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય અંતર્ગત થનારા પ્રવાસ નિમિત્તે ભ્રમણ કરતી વેળાએ ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાંનાં વાદ્યોનું મહત્વ ધ્‍યાનમાં આવવાં લાગ્‍યું. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળકાકીની કૃપાથી મને સંગીતનું ભાન થવા લાગ્‍યું. તેથી મારી રુચિમાં પણ પાલટ થવા લાગ્‍યો છે. પહેલાં મને આવી રહેલો ભારતીય વાદ્યોનો કંટાળો ઓછો થઈને મને વિદેશી વાદ્યોનો કંટાળો આવવા લાગ્‍યો છે.

ગુરુદેવની કૃપાથી મહાન ભારતીય સંસ્‍કૃતિમાંના સંગીતશાસ્‍ત્રનો પરિચય થઈને તે વિશે આત્‍મીયતા લાગીને કૃતજ્ઞતા લાગવા માંડી છે. મારામાં આ પાલટ કરાવી આપીને મને યોગ્‍ય દિશાદર્શન કરાવ્‍યું તે માટે શ્રીગુરુચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્‍યક્ત કરું છું.

       (વિદેશી વાદ્યોનું પરિણામ વ્‍યક્તિના દેહપૂરતું જ મર્યાદિત હોય છે. ક્યારેક તો તેમાંના ઉચ્‍ચારોનું શરીર અને મન પર વિપરિત પરિણામ થયું હોવાનું પણ સંશોધન અંતર્ગત જોવા મળ્યું છે, જ્‍યારે ભારતીય વાદ્યો સાવ પારંપારિક વાદ્યો પણ માનવીના મન અને આત્‍મા પરનું રજ-તમનું આવરણ કાઢીને તેને દેવતાના તત્ત્વનો લાભ કરાવી આપે છે. તે સાંભળતી વેળાએ મનઃશાંતિ મળે છે અને સાધનામાર્ગ પર અપેક્ષિત રહેલી ધ્‍યાનાવસ્‍થા અને સમાધિ અવસ્‍થા પ્રાપ્‍ત થવા માટે સહાયતા થાય છે, ઉદા. વીણાવાદન, શ્રીકૃષ્‍ણજીનું વાંસળીવાદન.’ – સંકલક)

 

૫. ભારતીય સંગીતને કારણે થનારા સર્વાંગીણ લાભ અને તેનું મહત્વ

૫ અ. સંગીત કેવળ ‘છંદ’ હોવાને બદલે ‘પરિપૂર્ણ ઉપચાર
પદ્ધતિ’ હોવાથી તેનો શારીરિક સ્‍તર પર વ્‍યાધિ નિવારણ માટે લાભ થવો

વર્તમાનમાં વાતાવરણ પુષ્‍કળ દૂષિત થયું છે. દૂષિત વાતાવરણને કારણે લોકોને અનેક રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યાવરણ પ્રદૂષિત થયું હોવાથી યોગ્‍ય ઔષધોપચાર મળતાં નથી અને ઉપચારના અભાવથી લોકોના આરોગ્‍યની હજી વધારે હાનિ થઈ રહી છે. આવા સમયે આપણને નૈસર્ગિક આયુર્વેદિક ઔષધિઓ અને તે સાથે જ સંગીત દ્વારા થનારા ઉપચારો જ ઉપયુક્ત હોય છે. પ્રત્‍યક્ષમાં સંગીતને કારણે અનેક રોગ અથવા બીમારીઓ દૂર થઈ શકે છે. (આરંભમાં મને જ્ઞાત નહોતું. હવે મને તેનું મહત્વ સમજાવા લાગ્‍યું છે.) તેથી સંગીત ભણી કેવળ ‘છંદ’ તરીકે જોવાને બદલે ‘પરિપૂર્ણ ઉપચાર પદ્ધતિ’ તરીકે જોવાથી તેનો ખરા અર્થમાં લાભ થશે.

       (ભારતીય સંગીતનું વ્‍યક્તિ અને પર્યાવરણ પર થનારું સકારાત્‍મક પરિણામ અને લાભ વિશે ઘણું સંશોધન થયું છે અને ભારતીય સંગીતના કેવળ શ્રવણથી વૃક્ષો, ફૂલો, પક્ષીઓ ઇત્‍યાદિ પર સકારાત્‍મક પાલટ થતો હોવાનું જોવા મળ્યું છે. સૌથી મહત્વનું છે કે આ સંગીતમાં શારીરિક અને માનસિક રોગ-નિવારણ કરવાનું સામર્થ્‍ય હોવાનું પણ હવે પ્રયોગના અંતમાં માન્‍ય કરવામાં આવ્‍યું છે. અન્‍ય ઔષધોપચાર પદ્ધતિની જેમ જ ‘સંગીત ઉપચાર પદ્ધતિ’ને પણ રોગ-નિવારણાર્થે માન્‍યતા મળી છે. સંગીતમાંના વિવિધ રાગોને કારણે રોગ પર ઉપાય થતા હોવાનું મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગમાં થનારા જુદા જુદા પ્રયોગોના અંતમાં સિદ્ધ થાય છે.’ – સંકલક)

૫ આ. સંગીત દ્વારા આત્‍માનંદની અનુભૂતિ થઈને ઈશ્‍વરપ્રાપ્‍તિ થવી

સંગીત જેવી રીતે શારીરિક અને માનસિક રોગો પર ઉપયુક્ત છે, તેવી જ રીતે તેનો આધ્‍યાત્‍મિક સ્‍તર પરનો લાભ પણ મોટો અને મહત્વનો છે. સંગીતના માધ્‍યમ દ્વારા આપણે ઈશ્‍વરપ્રાપ્‍તિ કરી શકીએ. આપણે તેમાંનાં સુરોની અનુભૂતિ અનુભવી શકીએ અને આપણને સુરોના દેવતાઓના દર્શન પણ થઈ શકે છે. સંગીત માનવીને વૈખરીમાંથી મધ્‍યમા, પશ્‍યંતી અને પરા વાણીઓમાં લઈ જનારું છે. તે તેને ‘નાદમાંથી અનાહત નાદ’ ભણી દોરી જનારું છે. તેથી સંગીત એટલે આત્‍માનંદની અનુભૂતિ કરાવનારું અને સમાધિ અવસ્‍થાની અનુભૂતિ પ્રદાન કરનારું હોવું જોઈએ. તે આનંદની લેણ-દેણ કરનારું હોવું જોઈએ.

       (‘પશ્‍ચિમી સંગીત કેવળ શરીરને ઝુલવે છે, જ્‍યારે ભારતીય શાસ્‍ત્રીય સંગીત તેની પણ પેલેપાર જઈને મનને પ્રફુલ્‍લિત કરે છે અને આત્‍માને આત્‍મરંગમાં ડુબાડે છે. તે પંચમહાભૂતોને પણ આચ્‍છાદન કરનારું હોવાથી તેમાં દીવા પ્રજ્‍વલિત થવા, મેઘ વરસવા ઇત્‍યાદિ તેજ તત્ત્વ અને આપ તત્ત્વ સાથે સંબંધિત અનુભૂતિ આપવાનું સામર્થ્‍ય છે. તેમાં કેવળ શબ્‍દોનું માધુર્ય હોવાને બદલે નાદબ્રહ્મ છે. નાદબ્રહ્મમાં પરબ્રહ્મ ભણી લઈ જવાની તેમાં ક્ષમતા છે. તેથી જ સાચો કલાકાર જ્‍યારે આ નાદબ્રહ્મના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરને આર્તતાથી પોકારે છે, ત્‍યારે કેવળ તેના જ નહીં, જ્‍યારે શ્રોતાઓના અંતર્યામીનો ભાવભક્તિનો કુંભ પણ સ્રવવા લાગે છે અને આનંદમાં તરબોળ બને છે. આ કીમિયો કેવળ અભિજાત શાસ્‍ત્રીય સંગીતમાં જ છે. – સંકલક)

૫ ઇ. સંગીતનો લાભ થવા માટે કલાકાર દોષ અને અહમ્ વિરહિત હોવો, એ મહત્વનું !

૫ ઇ ૧. સંગીતોપાસના કરનારો કલા-ઉપાસક આદર્શ અને અહમ્ વિરહિત હોય તો તેના પર સંગીતસાધનાથી ઈશ્‍વરી કૃપા થવી

આવા દૈવી સંગીતની અનુભૂતિ થવા માટે ખરો કલા-ઉપાસક જ જોઈએ. ગીતોના કેવળ મહાવરાથી સારો કલાકાર બની શકાતું નથી, જ્‍યારે તે એક સારું આદર્શ જીવન જીવનારો અને સ્‍વભાવદોષ-અહમ્ વિરહિત હોવો જોઈએ. ‘મારી કળા એ મારી નથી પણ ભગવાનની છે અને તેની પ્રાપ્‍તિ માટે જ હું આ કળાની ઉપાસના કરી રહ્યો છું’, એવો ભાવ રાખીને સંગીત-ઉપાસના કરનારો હોવો જોઈએ. આવું સંગીત અને સંગીત ઉપાસના આ નક્કી જ ઈશ્‍વરી કૃપા પ્રદાન કરનારી થશે અને ખરા અર્થમાં આ સંગીતનો વારસો ભાવિ પેઢીઓ માટે જતન કરી લેવાનું લાભદાયક થશે.

૫ ઇ ૨. અહમ્ ઓછો ધરાવનારા કલાકારને પોતાના સંગીતમાંથી આનંદ મળીને તે અન્‍યો પણ અનુભવી શકવા, તેને કારણે જ ‘અત્‍યલ્‍પ અહમ્ ધરાવનારા પૂ. કેશવ ગિંડેનું વાંસળીવાદન સાંભળતી વેળાએ આનંદની અનુભૂતિ થવી

ઘણીવાર કલાકારોમાં અહમ્‌નું પ્રમાણ વધારે હોવાનું ધ્‍યાનમાં આવે છે. આ અહમ્‌ને કારણે ઘણીવાર કલાકારો ભગવાને તેમને આપેલી કળાનો ઉપયોગ કેવળ લોકેષણાની પૂર્તિ કરવા માટે કરે છે. હમણાના કાળમાં તો અહમ્‌નું પ્રમાણ ઓછું ધરાવનારા કલાકારોની સંખ્‍યા અત્‍યલ્‍પ જ છે. અમારા ભ્રમણ દરમ્‍યાનના સમયગાળામાં અત્‍યલ્‍પ અહમ્ ધરાવનારા કલાકારને મળવાની સોનેરી તક મળી. તે કલાકારનું નામ છે, પુના ખાતેના પ્રસિદ્ધ વાંસળીવાદક પૂ. કેશવ ગિંડે. તેમના બોલવા-ચાલવામાં અહમ્‌નો અંશ પણ જણાતો નથી. તેમની પાસે રહેલી કળાનું તેમને બિલકુલ કર્તાપણું નથી.

‘તેમણે તે કલાનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર લાભ કરી લીધો’, હોવાની અનુભૂતિ તેમનું વાંસળીવાદન સાંભળતી વેળાએ અમને થઈ. પ્રત્‍યેક કળા એ માનવીને ભગવાન ભણી લઈ જવા માટેનું એક માધ્‍યમ હોય છે. પૂ. કેશવ ગિંડે એ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. ‘હું કાંઈ કરતો નથી. હું વગાડી રહેલી વાંસળી પણ મારી નથી જ્‍યારે શ્રીકૃષ્‍ણજીની છે. સર્વ ભગવાન જ કરે છે’, એવું પૂ. કેશવ ગિંડે સહેજે બોલે છે.

અત્‍યલ્‍પ અહમ્ અને ‘પોતાની કળા ભગવાન માટે છે’, એવો ભાવ રાખીને તેઓ વાંસળીવાદન કરતા હોવાથી તેમનું વાંસળીવાદન સાંભળતી વેળાએ આનંદની અનુભૂતિ થાય છે. જો કોઈપણ કળા દોષ અને અહમ્ વિરહિત હોય, તો જ તેમાંથી આનંદ માણી શકાય છે અને સામેવાળાઓને પણ તેનો અનુભવ થાય છે, આ વાત આમાંથી ધ્‍યાનમાં આવી.

૫ ઇ ૩. કલાકારની સાદી જીવનશૈલી દ્વારા જ તેને ઈશ્‍વરના આશીર્વાદ મળવા

પહેલાંના કલાકારોમાં રહેલી સાદગી પણ તેમની કલાનું મહત્વ બતાવી આપે છે. પં. વસંતરાવ દેશપાંડે સંપૂર્ણ રાત્ર સંગીતની મહેફિલો કરતા અને બીજા દિવસે નોકરી કરવા માટે કાર્યાલયમાં સમયસર ઉપસ્‍થિત રહેતા હતા. તેમની રહેણી પણ સાદી હતી. તેઓ કાર્યાલયમાં જતી વેળાએ સાદો ધોળો લેંઘો અને કુરતો પહેરીને જતા. આ રીતે સાદી અને સાત્વિક જીવનશૈલી દ્વારા આ કલાકારોએ ઈશ્‍વરના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા. ‘પોતાની સાદગી દ્વારા આનંદપ્રાપ્‍તિ કરી લેવી’, એ કલાની ખરી ઉપાસના છે.

૫ ઈ. ભારતીય સંગીત સકારાત્‍મકતા ભણી લઈ જનારું અને ઈશ્‍વર પ્રત્‍યે ભાવ વૃદ્ધિ કરનારું હોવું

આધુનિક સંગીતમાં કેવળ માયા છે. તે મનને નકારાત્‍મકતા ભણી લઈ જાય છે. તે ભાવનિકતા વધારનારું છે. આનાથી ઊલટું ભારતીય સંગીતને કારણે નિરાશા આવતી નથી; કારણકે તેમાં આધ્‍યાત્‍મિક શક્તિ હોવાથી આપણને તેનો લાભ જ થાય છે. ભારતીય સંગીતમાં વિવિધતા છે. યુવાન પેઢીએ ભાવનિકતા વધારનારા આધુનિક સંગીત કરતાં ઈશ્‍વરપ્રત્‍યેનો ભાવ વૃદ્ધિંગત કરનારા ભારતીય સંગીત ભણી વળવું જોઈએ.

૫ ઉ. ભારતીય સંગીતમાં જ દેવતાની અનુભૂતિ લેવાનું સામર્થ્‍ય હોવું

પહેલાં અમે પણ રજ-તમ ગુણી કર્ણકર્કશ અવાજમાંના સંગીત પાછળ દોડતા હતા; પણ જ્‍યારે અમને ભારતીય સંગીત અને ભારતીય વાદ્યોનું મહત્વ સમજાઈને તેનો લાભ ધ્‍યાનમાં આવ્‍યો, ત્‍યારે જણાયું, ‘ખરેખર જ આપણે ત્‍યાં સંસ્‍કૃતિની આટલી સંપન્‍નતા હોવા છતાં આપણે દરિદ્ર જ રહ્યા છીએ.’

પ્રસિદ્ધ વાંસળીવાદક પૂ. કેશવ ગિંડે જેવા કલાકારોએ વાંસળીના માધ્‍યમ દ્વારા દેવતાની અનુભૂતિ કેવી રીતે લીધી, એ જ્‍યારે અમને શીખવા મળ્યું, ત્‍યારે તેમના વાંસળીવાદન દ્વારા ‘ખરેખર જ કેવળ ભારતીય સંગીતમાં જ દેવતાની અનુભૂતિ લેવાનું સામર્થ્‍ય કેવી રીતે છે ?’, આ વાત ધ્‍યાનમાં આવી. તેમાંથી ભારતીય સંગીતનું શ્રેષ્‍ઠત્‍વ અને મહાનતા ધ્‍યાનમાં આવીને ‘મહાન એવી આપણી ભારતીય સંસ્‍કૃતિનું જતન શા માટે કરવું જોઈએ ?’, એ મને સમજાયું. આજે ભારતીય સંગીતનું જતન કરવા માટે પૂ. કેશવ ગિંડે જેવા કલાકારોની આપણને આવશ્‍યકતા છે.

 

૬. બાળકોને સાત્ત્વિક સંગીત ભણી વાળવાનું મહત્વ

આજે પણ સમાજમાં કેટલાક લોકોને ‘તેમના બાળકોએ સંગીત ક્ષેત્રમાં જવું’, એવું લાગે છે; પણ તેની પાછળ ‘બાળકોએ અર્થાર્જન કરવું અને પ્રસિદ્ધિ મળવી’, એ જ તેમનો ઉદ્દેશ હોય છે. હમણાના ગીતોમાં પોતાનામાંનું રજ-તમ વધારવા ઉપરાંત કાંઈ જ રહ્યું નથી. ‘બાળકોએ સાત્વિકતા ભણી વળવું’, એવો વિચાર વાલીઓમાં મોટાભાગે જોવા મળતો નથી; પણ સુજાણ વાલીઓએ પોતાના બાળકોને અન્‍ય કોઈપણ બાબત ભણી વાળવા કરતાં તેમને સાત્વિકતા ભણી જવાનો માર્ગ ચીંધવો યોગ્‍ય છે.

જે સાત્વિક છે, તે જ આપત્‍કાળમાં ટકશે. તેને કારણે સંગીત ક્ષેત્રમાંના કલાકારોએ સાત્વિક; અર્થાત્ જ આપણા ભારતીય શાસ્‍ત્રીય સંગીત ભણી અને તબલા, સિતાર, વાંસળી એવાં પારંપારિક ભારતીય સાત્વિક વાદ્યો વગાડવા ભણી વળવું જોઈએ. એ માટે વાલીઓએ બાળકોને પ્રોત્‍સાહન આપવાથી બાળકોનું ભવિષ્‍ય પણ નિશ્‍ચિત જ ઉજળું થશે અને તેમના જીવનનું પણ સાર્થક થશે.’

 શ્રી. સ્‍નેહલ રાઊત, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
       (‘સાધનામાં પ્રગતિ થવાથી સત્ત્વગુણ વધીને વ્‍યક્તિની પસંદ-નાપસંદમાં પણ પાલટ કેવી રીતે થાય છે’, આ વાત સ્‍નેહલ રાઊતના લેખમાંથી શીખવા મળે છે. બહિર્મુખતા વધારનારા પશ્‍ચિમી સંગીતથી અંતર્મુખતા વધારનારા ભારતીય શાસ્‍ત્રીય સંગીત ભણી થયેલો તેમનો સંગીત વિશેનો ગમતો પ્રવાસ તેમની સાધનામાં પ્રગતિ થતી હોવાનું દિશાદર્શક છે.’ – સંકલક)

Leave a Comment