પરાત્પર ગુરુ (પરમ પૂજ્ય ડૉક્ટરજી), ઉત્તરાપુત્રી (સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) તેમજ કાર્તિકપુત્રી (સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ) આ ત્રણ ગુરુદેવોને મહર્ષિએ આપ્યા વચન

 

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ
સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ
સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ
સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ

 

 

 

 

 

 

 

 

૧. ત્રણેય ગુરુઓ પ્રત્યે મનમાં શ્રદ્ધા રાખનારા સાધકોને અમે કાંઈ ઓછું પડવા દઈશું નહીં ! 

કૈલાસની યાત્રા કરનારા મનુષ્યને જો માર્ગ મળતો ન હોય, તો અમે મહર્ષિ કોઈ મનુષ્ય રૂપમાં આવીને તેને માર્ગ ચીંધીએ છીએ. પરાત્પર ગુરુ (પરમ પૂજ્ય ડૉક્ટરજી), ઉત્તરાપુત્રી (સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) તેમજ કાર્તિકપુત્રી (સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ) આ ત્રણેય પ્રત્યે જે ભક્તોના મનમાં શ્રદ્ધા હશે, અમે તેમને અધ્યાત્મનું માર્ગદર્શન કરીશું. અમે તેમનો સંગાથ ઇહલોક અને પરલોકમાં પણ છોડીશું નહીં. અમે એવા સાધકોને ફૂલોની જેમ સંભાળી લઈશું. તે સાધકો ભલે કોઈપણ પંથ, પ્રાંત અથવા દેશમાં જન્મ્યા હોય, અમે તેમની કાળજી અવશ્ય લઈશું. બ્રહ્માંડમાં જ્યાં સુધી શિવજી, સૂર્ય અને નારાયણ છે, ત્યાં સુધી આ ત્રણ ગુરુઓ પર વિશ્વાસ મૂકનારા સાધકોને અમે કાંઈપણ ઓછું પડવા દઈશું નહીં.

૨. ત્રણ ગુરુઓ જતી વેળાએ તેમની સમગ્ર કીર્તિ સાધકોને આપશે ! 

જેવી રીતે ઈશ્વરે ગાયનું દૂધ બનાવ્યું તો તે સાથે  ફીણ પણ બનાવ્યું જેથી કીટાણુઓથી તેનું રક્ષણ થઈ શકે. તેવી જ રીતે અમે મહર્ષિ સાધકો માટે નિરંતર રક્ષા-કવચ બની રહીશું. ગુરુ માટે થઈને પૃથ્વી પર જન્મેલા સર્વ સાધકો ભણી અમો મહર્ષિઓનું દિવસ-રાત્ર ધ્યાન છે. આ ત્રણેય ગુરુઓ જગત્માંથી વિદા લેતી વેળાએ તેમની સંપૂર્ણ કીર્તિ તેમના સાધકોને આપશે.

૩. ગુરુ અને ઉત્તરાપુત્રી તેમજ કાર્તિકપુત્રી માટે કીર્તિવંત સમય આવી ગયો છે ! 

શ્રીમત્ નારાયણે અમને કહ્યું છે કે  જેવી રીતે  શ્રીમત્ નારાયણ  નામ આ જગત્માં અજરામર છે, તેવી જ રીતે મારું અંશરૂપ  શ્રીજયંત  નામ આ જગત્માં અજરામર થવું જોઈએ. જ્યાં સુધી બ્રહ્માંડમાં શિવજી, સૂર્ય અને નારાયણ છે, ત્યાં સુધી  શ્રીજયંત  નામ રહેશે.  શ્રીમત્ નારાયણે કહ્યું અને અમે લખ્યું છે. હવે ગુરુ અને તેમના માટે થઈને આવેલાં ઉત્તરાપુત્રી અને કાર્તિકપુત્રી માટે કીર્તિમાન સમય આવી ગયો છે.  – મહર્ષિ, સપ્તર્ષિ જીવનાડી (પૂજ્ય ડૉ. ૐ ઉલગનાથન્ના માધ્યમ દ્વારા), ચેન્નઈ (૧.૧૧.૨૦૧૬)

Leave a Comment