મરાઠા સામ્રાજ્ય અને પોર્ટુગીઝોમાં વર્ષ ૧૭૩૯માં વસઈ ખાતે લડાઈ થઈ. તેમાં મરાઠાઓનું નેતૃત્વ જ્યેષ્ઠ બાજીરાવ પેશવાના ભાઈ ચિમાજી અપ્પાએ કર્યું હતું. તેમાં મરાઠાઓએ પોર્ટુગીઝ વસાહતકારો પર વિજય મેળવ્યો.
વર્ષ ૧૭૩૯માં મરાઠાઓએ ચિમાજી અપ્પાના નેતૃત્વ હેઠળ સીધી વસઈ પર ચડાઈ કરી. આગેકૂચ કરી રહેલી ફોજ જોઈને પોર્ટુગીઝોએ તેમની ફોજ વસઈના કિલ્લામાં ગોંધી અને મરાઠાઓ દ્વારા વસઈને ઘેરો ઘાલવાનું ચાલુ થયું. મરાઠાઓએ પૂર્ણ કિલ્લા ફરતે ઘેરો ઘાલ્યો અને પૂર્ણ નાકાબંધી કરી. અત્યંત ચિવટતાથી કરેલા ઘેરા સાથે જ તેમણે કૂટનીતિથી આક્રમણ ચાલુ રાખ્યું. એવા જ એક આક્રમણમાં પોર્ટુગીઝનો સેનાપતિ સિલ્વ્હેરા ધ મેંઝેસ મરણ પામ્યો. તો પણ પોર્ટુગીઝોએ લડાઈ ચાલુ રાખી અને મરાઠાઓ પર હાથબૉંબ, બંધૂકો અને ઊખડી તોપથી પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું.
પોતાના ઉપરવટ તંત્રજ્ઞાન અને શસ્ત્રોને કારણે પોર્ટુગીઝોએ મરાઠાઓની પુષ્કળ હાનિ કરી; પરંતુ મરાઠાઓએ તેમણે ઘાલેલો ઘેરો ઢીલો પડવા દીધો નહીં. આ બાજુ આંગ્રેના નૌકાદળે સમુદ્રી માર્ગ પણ બંધ કરી દીધો હતો અને ત્યાંથી પણ રસદ (લશ્કરની ખોરાકી કે સામ્રગી) આપવાનું બંધ કર્યું હતું.
અંતે ૧૬ મે ૧૭૩૯ના દિવસે ચિમાજી અપ્પાએ પોતે પહેલી તોપ ફોડી અને નારો શંકર દાણીના નેતૃત્વ હેઠળ ઘોડદળ અને આંગ્રેનું નૌકાદળ આ રીતે બન્ને બાજુથી પોર્ટુગીઝો પર તૂટી પડ્યા. તોપખાનાના સરદાર ગિરમાજી કાનિટકરે કિલ્લાની બાજુથી બરાબર સતામણી ચાલુ રાખી અને માનાજી આંગ્રેના શુર નાવિકોએ નાની હોડીઓ પરથી પોર્ટુગીઝ સિપાહીઓને વીણી વીણીને મારવાનું ચાલુ રાખ્યું. આ જોરદાર આક્રમણ સામે પોર્ટુગીઝો નમ્યા અને તેમણે શરણાગતિ માગી.
વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્તારમાં ખ્રિસ્તીઓનો પ્રભાવ ન્યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો. ગોવાની જેમ ખ્રિસ્તી ધર્મનો ધાક અહીંની જનતા પર મોટા પ્રમાણમાં રહ્યો નહીં. મરાઠાઓનું સૈન્ય ઉચ્ચ તંત્રજ્ઞાન ધરાવનારા પશ્ચિમીઓ સામે ટક્કર આપી શકે છે, આ વાત સ્પષ્ટ થઈ અને બાજીરાવે ચાલુ કરેલી મરાઠાઓની આગેકૂચ ક્રમણ કરવામાં સહાયતા થઈ.