ધનતેરસ

ધનતેરસના દિવસે વિશેષ રૂપથી સુર્વણ અથવા ચાંદીના નવા નાણાં અને નવાં વસ્ત્રોની ખરીદી કરવામાં આવે છે. આથી આખુ વર્ષ ઘરમાં ધનલક્ષ્મી વાસ કરે છે.

 

ધનત્રયોદશીને દિવસે સોના અથવા
ચાંદીના નવા ઉપકરણો ખરીદવાનું શાસ્ત્રીય કારણ

ધનત્રયોદશીને દિવસે લક્ષ્મીતત્વ કાર્યરત હોય છે. આ દિવસે સોના અથવા ચાંદીના નવા ઉપકરણો ખરીદવાની કૃતિ દ્વારા શ્રી લક્ષ્મીજીના ધનરૂપી સ્વરૂપને આવાહન કરવામાં આવે છે અને કાર્યરત લક્ષ્મીતત્વને વેગ પ્રદાન કરવામાં આવે છે. જેને કારણે આપણા જીવનનું પોષણ સારી રીતે ચાલી રહ્યું છે, તે ધનની પૂજા કરાય છે. તેથી દ્રવ્યકોષ (તિજોરી)માં ધનસંચય થવામાં સહાયતા થાય છે. અહીં ધન એટલે શુદ્ધ લક્ષ્મી. શ્રીસૂક્તમાં વસુ, જળ, વાયુ, અગ્નિ અને સૂર્યને ધન જ કહેવામાં આવ્યું છે.

આ ધનને જ સાચો અર્થ છે, એ જ સાચાં લક્ષ્મી છે ! નહીંતર પછી અલક્ષ્મી (કેવળ પૈસા)ને કારણે અનર્થ થાય છે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, ધનત્રયોદશીના દિવસે પોતાની ધન-સંપત્તિનું લેખું કરીને શેષ સંપત્તિ ઈશ્વરી એટલે કે સત્કાર્યને માટે અર્પણ કરવાથી ધનલક્ષ્મી છેક સુધી વાસ કરે છે. ધન એટલે પૈસા. શાસ્ત્ર કહે છે,  આ પૈસો પરસેવાનો, પરિશ્રમનો, ધવલાંકિત, કે જે આપણે સમગ્ર વર્ષ પાઈ-પાઈ કરીને ભેગો કર્યો, તેમાંથી ઓછોમાં ઓછો ૧/૬ ભાગ પ્રભુકાર્ય માટે વ્યય કરવો જોઈએ.

આ ધન્વંતરિ જયંતીનો પણ દિવસ છે. શ્રી ધન્વંતરિ આ દેવોના વૈદ્ય છે.

શ્રી ધન્વંતરિ વિષ્ણુના ૨૪ અવતારોમાંના એક છે. તેમને શ્રીવિષ્ણુની જેમ ચાર હાથ છે. તેમના બન્ને હાથોમાં શ્રીવિષ્ણુ પ્રમાણે શંખ અને ચક્ર છે. બાકીના બે હાથમાં જ્લૌકા અને અમૃતકળશ છે. જ્લૌકાનો ઉપયોગ રક્તદબાણના વિકારમાં થાય છે.

આ દિવસે વૈદ્યો ધન્વંતરિ દેવતાનું પૂજન કરે છે.
પૂજા પછી લીમડાના પાન અને સાકરનો પ્રસાદ શા માટે આપવામાં આવે છે ?

લીમડાની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી જણાય છે, કે ધન્વંતરિ અમૃતત્વના દાતા છે. પ્રતિદિન લીમડાના પાંચ-છ પાન ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેથી રોગની શક્યતા ઓછી થાય છે. લીમડાનું એટલું મહત્વ છે. આ કારણસર આ દિવસે એ જ ધન્વંતરિના પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

 

પ્રસાદ બનાવવાની રીત

લીમડાના થોડા ફૂલ, લીમડાના ૧૦ થી ૧૨ પાન, ૪ ચમચા ચણાની ભીજાયેલી દાળ અથવા ભીજાવેલા ચણા, એક ચમચો મધ, ૧ ચમચો જીરુ, સ્વાદ માટે હિંગ એકત્ર કરવું. આ બધું વાટી લેવું અને તેમાં સ્વાદ પૂરતું મીઠું નાખવું. આ પ્રસાદ તૈયાર કરીને બધાને વહેંચવું.

 

યમદીપદાન

અપમૃત્યુ ટાળવા માટે ધનતેરસના દિવસે યમદીપદાન કરવામાં આવે છે.

અહીં પ્રથમ આચમન કરવું, ત્યાર પછી દેશકાળનો ઉચ્ચાર કરીને સંકલ્પ કરવો. ત્યાર પછી ઘઉંના લોટમાંથી બનાવેલા દીવા સિદ્ધ કરવા. તેમાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ચંદન, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ ઇત્યાદિ ઉપચાર આપીને દીવાની પૂજા કરવામાં આવે છે.

 

ધનતેરસને દિવસે યમદીપદાન કરવાનું મહત્વ શું છે ?

યમરાજનું કાર્ય છે પ્રાણોનું હરણ કરવું. કાળમૃત્યુથી કોઈ બચી શકતું નથી અને તે ટાળી પણ શકાતું નથી; પણ  કોઈનું પણ અકાળે મૃત્યુ ન થાય, એ હેતુથી ધનતેરસના દિવસે યમધર્મના ઉદ્દેશથી ઘઉંના લોટના બનાવેલા તેલયુક્ત ૧૩ દીવા સાંજે ઘરની બહાર દક્ષિણાભિમુખ કરીને પ્રગટાવવા. સામાન્ય રીતે દીવડાઓ કદી પણ દક્ષિણાભિમુખ રાખતા નથી, કેવળ આ દિવસે જ આ રીતે રાખે છે.

શ્રી યમદેવને ઉદેશીને પ્રાર્થના કરવામાં આવે છે.

मृत्युना पाशदण्डाभ्यां कालेन श्यामया सह ।
त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रीयतां मम ॥

શ્રી યમદેવને ઉદેશીને કરવામાં આવનારી પ્રાર્થનાનો અર્થ છે,

તેરસના દિવસે આ દીવો હું સૂર્યપુત્રને એટલે કે યમરાજને અપર્ણ કરું છું. તેનાથી મૃત્યુના પાશમાંથી મારો છુટકારો કરો અને મારું કલ્યાણ કરો.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત

1 thought on “ધનતેરસ”

  1. 🕉 સનાતન ધર્મ સત્ય છે. 🙏
    સનાતન ધર્મ વિષયક જાણકારી દરેક સનાતની વ્યક્તી ને હોવી જોઈએ.

    Reply

Leave a Comment