દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ?

દિવાળીમાં પ્રતિદિન સાંજે ભગવાનને, તુલસી સામે, બારણામાં અને આંગણે એવી રીતે વિવિધ સ્થાનો પર તેલનાં દીવડા પ્રગટાવે છે. આ પણ દેવી-દેવતાઓ તેમ જ અતિથિઓનું સ્વાગત કરવાના પ્રતીક તરીકે જ છે. આજકાલ તેલને બદલે મીણનાં દીવા અથવા તો વીજળીના દીવા લગાડે છે; પણ શાસ્ત્ર પ્રમાણે તેલના દીવા પ્રગટાવવા એ જ યોગ્ય અને લાભદાયક છે.

તેલનો દીવો ૧ મીટર સુધીની સાત્વિક લહેરો ખેંચી શકે છે. આનાથી ઊલટું મીણનો દીવો કેવળ રજ-તમકણોનું જ પ્રક્ષેપણ કરે છે. વીજળીનો દીવો વૃત્તિને બહિર્મુખ બનાવે છે. તેથી ભલે દીવડા ઓછા પ્રગટાવવીએ; પણ તેલના દીવાની જ હારમાળા કરવી.

 

દિવાળીમાં મીણના દીવા (મીણબત્તીઓ) પ્રગટાવવા અયોગ્ય શા માટે ?

આજકાલ અનેક લોકો કોડિયાનું મહત્વ જાણતા ન હોવાથી લોકેષણા અને સ્પર્ધા માટે થઈને ધર્મશાસ્ત્રના વિરોધમાં વિવિધ પ્રકારના દીવડાઓ પ્રગટાવે છે. તેના દ્વારા સંભાવ્ય નુકશાન પ્રસ્તુત કરી રહ્યા છીએ.

મીણમાં ત્રાસદાયક લહેરો આકર્ષિત કરવાની ક્ષમતા હોવી

મીણના દીવામાં વાયુમંડળમાંની ત્રાસદાયક લહેરો, જ્યારે મીણની સૂક્ષ્મ-ગંધમાં અનિષ્ટ શક્તિઓને આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. મીણની જ્યોત ત્રાસદાયક પરિબળોના નિર્દાલનનું કાર્ય કરવાને બદલે તેમને આકર્ષિત કરીને સંપૂર્ણ વાયુમંડળમાં પ્રક્ષેપણ કરે છે. તેને કારણે મીણનો દીવો પ્રગટાવવાનું અયોગ્ય છે.

મીણબત્તીના વિચિત્ર આકારથી ત્રાસદાયક ઘટકો આકર્ષિત થવા

મીણના દીવાના સામાન્ય (લંબાઈ અને ગોળાકાર) તેમજ વિવિધ ખાસ આકારમાં ત્રાસદાયક પરિબળોને બહોળા પ્રમાણમાં આકર્ષિત કરવાની ક્ષમતા છે. સદર ત્રાસદાયક લહેરો અથવા પરિબળો આકારના માધ્યમ દ્વારા દીવામાં પ્રવેશ કરીને ત્યાંથી પ્રક્ષેપિત થાય છે.

 

ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો  !

આજકાલ હિંદુ દેવતા અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો અથવા તેમના નામનાં ફટાકડાઓનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. દિવાળી તેમજ અન્ય ઉત્સવોના અવસર પર ફટાકડા ફોડવાથી દેવતા અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રોનું અપમાન થાય છે તેમજ નીચે જણાવ્યા પ્રમાણે હાનિ થાય થાય છે –

૧. જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણજી ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ. તેને કારણે તે ચિત્રોનાં લીરે-લીરા ઉડી જાય છે તેમજ તે પગ નીચે રગદોળાઈ જાય છે. આ રીતના અનાદર દ્વારા દેવતાઓનું અપમાન થાય છે અને તેના દ્વારા પાપ લાગે છે.

૨. શ્રદ્ધાસ્થાનોનું આ રીતે અપમાન કરવાથી આપણા પર તેમની અવકૃપા જ થાય છે.

૩. રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો ધરાવતા ફટાકડાઓ ફોડવા, એટલે તેમણે કરેલા ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતઘ્નતા જ છે.

તેથી દેવતા અને રાષ્ટ્રપુરુષોનાં નામ અને ચિત્રો ધરાવતા ફટાકડા ન ફોડવા. આ ધર્મહાનિ પોતે રોકવી તેમજ અન્યોને જાગૃત કરવા એટલે ધર્મપાલન જ છે  !

 

દિવાળીમાં થતો દેવતાઓનો અનાદાર રોકો !

દિવાળીમાં પ્રેમનું આદાનપ્રદાન થાય તે માટે સગાંસંબંધીઓ, મિત્રોને મિઠાઈના ડબ્બા ભેટ તરીકે આપવામાં આવે છે. ક્યારેક તે ડબ્બાઓના ઢાંકણાં પર દેવતાઓનાં ચિત્ર અથવા નામ હોય છે. ઘણું કરીને આ ડબ્બાઓ ખાલી થાય ત્યારે કચરામાં ફેંકી દેવામાં આવે છે.

દિવાળીના દિવસોમાં દેવતાઓનાં ચિત્રો અથવા નામયુક્ત લૉટરીની ટિકીટોનું વેચાણ મોટા પાયે થતું હોય છે. ઘણાં લોકો સદર લૉટરીના ટિકીટોનો ઉપયોગ થયા પછી તેને ફાડીને ફેંકી દેતા હોય છે.

અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે. તેથી ઉપરોક્ત આચરણ એટલે દેવતાઓનું વિડંબન. તેનાથી દેવતાઓની અવકૃપા થાય છે. આવી રીતે રાષ્ટ્રપુરુષોનું વિડંબન થાય છે. તેથી પોતે આ પ્રકારના અધર્માચરણથી બચો !

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત’

Leave a Comment