આ વિધિ કારતક સુદ બારસથી પૂર્ણિમા સુધી એકાદ દિવસે કરવામાં આવે છે.
પૂજન
શ્રીવિષ્ણુ ભગવાન (બાલકૃષ્ણની મૂર્તિ) ના તુલસી સાથે વિવાહ કરવા, આ તુલસી વિવાહનો વિધિ છે. પહેલાંના સમયમાં બાલવિવાહ કરવાની પદ્ધતિ હતી. વિવાહ પહેલા એક દિવસ તુલસીવૃદાંવનનું રંગરોગાન કરીને તેને સુશોભિત કરે છે. વૃદાંવનમાં શેરડીનો સાંઠો, ગલગોટાના ફૂલ મૂકે છે અને તેના મૂળિયે આંબલી અને આમળા મૂકવામાં આવે છે. આ વિવાહ સમારંભ સાંજે કરવામાં આવે છે. (તુલસી વિશેની જાણકારી માટે વાંચો : સનાતનનો ગ્રંથ અને વિષ્ણુનાં રૂપો આપી છે.)
વિશિષ્ટતાઓ
તુલસી વિવાહ થયા પછી ચાતુર્માસ દરમિયાન જે વ્રતો લીધા હોય, તે સર્વેની સમાપ્તિ કરવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન જે પદાર્થો વર્જ્ય કરેલા હોય, તે પદાર્થો બ્રાહ્મણને દાનમાં આપીને પછી પોતે સેવન કરે છે.
તુલસીના શ્રીકૃષ્ણ સાથે વિવાહ થવા, તેનો ભાવાર્થ
તુલસી પાવિત્ર્ય અને સાત્વિકતાનું પ્રતીક છે. તુલસીના શ્રીકૃષ્ણ સાથે વિવાહ થવા, તેનો અર્થ ઈશ્વરને જીવનો આ ગુણ અતિશય પ્રિય હોવો. તેના જ પ્રતીક તરીકે શ્રીકૃષ્ણ ભગવાને ગળામાં માળા ધારણ કરી છે.
મહત્વ
આ દિવસથી શુભ દિવસ, અર્થાત્ મુહૂર્તોના દિવસોનો આરંભ થાય છે. સદર વિવાહ ભારતીય સંસ્કૃતિમાંના દર્શાવનારા વિવાહ છે એવું માનવામાં આવે છે.
પદ્ધતિ
ઘરનું આંગણું છાણ-પાણીથી લીંપવું. તુલસી જો કુંડામાં હોય તો તેને ધોળો રંગ આપવો. ધોળા રંગના માધ્યમ દ્વારા ઈશ્વર પાસેથી આવનારી શક્તિ આકર્ષિત કરી લેવામાં આવે છે. તુલસી ફરતે સાત્વિક રંગોળી પૂરવી. ત્યાર પછી તેની ભાવપૂર્ણ પૂજા કરવી. પૂજા કરતી સમયે પશ્ચિમ દિશા ભણી મોઢું કરીને બેસવું.
પ્રાર્થના
હે શ્રીકૃષ્ણ અને હે તુલસીદેવી, આજે સમગ્ર દિવસ દરમિયાન તમારા દ્વારા જે શક્તિ મને પ્રાપ્ત થશે, તેનો રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે ઉપયોગ થવા દેજો. સંકટકાળમાં નિરાશ થવાને બદલે ઈશ્વર પર મારી અખંડ શ્રદ્ધા અને ભક્તિ રહેવા દેજો.
નામજપ
આ દિવસે પૃથ્વી પર કૃષ્ણતત્વ વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનનો નામજપ કરવો. પૂજા સંપન્ન થયા પછી વાતાવરણ ઘણું સાત્વિક બની જાય છે. તે સમયે પણ શ્રીકૃષ્ણજીનો જ નામજપ કરવો.
તુલસીના લાભ
તુલસી વધારે સાત્વિક હોવાથી તેનામાં ઈશ્વરી શક્તિ મોટા પ્રમાણમાં આકર્ષિત થાય છે. તુલસીના પાન પીવાના પાણીમાં નાખવાથી પાણી શુદ્ધ અને સાત્વિક બને છે તેમજ તેમાં શક્તિ આવે છે. તે પાણી દ્વારા જીવની પ્રત્યેક પેશીમાં ઈશ્વરની શક્તિ કાર્યરત થાય છે.
દેવદિવાળી
કુલસ્વામી, કુલસ્વામિની, ઇષ્ટ દેવદેવતા તે ઉપરાંત અન્ય દેવદેવતાઓનું પણ વર્ષમાં એકવાર એકાદ દિવસે પૂજન થઈને તેમને નૈવેદ્ય અર્પણ કરવો આવશ્યક હોય છે. માગશર સુદ પક્ષ એકમના દિવસે આપણા કુલદેવતા અને ઇષ્ટદેવતા તે સાથે જ સ્થાનદેવતા, વાસ્તુદેવતા, ગ્રામદેવતા અને ગામના અન્ય મુખ્ય તેમજ ઉપદેવતાઓને, તેમજ મહાપુરુષ, વેતોબા ઇત્યાદિ નિમ્ન સ્તર પરના દેવદેવતાઓને તેમના માનનો ભાગ પહોંચાડવાનું કર્તવ્ય પાર પાડવામાં આવે છે. આ દિવસે પકવાનનો મહાનૈવેદ્ય ધરાવાય છે.