ઇંદ્રને લાગેલા બ્રહ્મહત્‍યાના પાપનું નિવારણ કરનારા તામિલનાડુ ખાતે ‘પાપનાસમ્’ સ્‍થિત પાપનાસનાથ અને ત્‍યાં થયેલી અનુભૂતિઓ

અગસ્‍તિ અને લોપામુદ્રાની મૂર્તિઓ

 

૧. ‘પાપનાસમ્’ તીર્થક્ષેત્રનો ઇતિહાસ

દક્ષિણ તામિલનાડુના તિરુનેલવેલી શહેરથી ૫૦ કિ.મી. દૂર તામ્રભરણી નદીના કાંઠે ‘પાપનાસમ્’ નામક ગામ વસ્‍યું છે. ઇંદ્રએ દૈત્‍યોના ગુરુ શુક્રાચાર્યના દીકરા ધ્‍વસ્‍થ નામક અસુરનો સંહાર કર્યો. તેથી ઇંદ્રને બ્રહ્મહત્‍યાનું પાપ લાગ્‍યું. આ પાપના નિવારણ માટે ઇંદ્રએ તામ્રભરણી નદીના કાંઠે આવીને શિવપૂજા કરી. તે સ્‍થાન પર નિવાસ કરીને શિવપૂજા કરવાથી ઇંદ્રને લાગેલા પાપનું નિવારણ થયું. તેથી આ સ્‍થાનનું નામ ‘પાપનાસમ્’ પડ્યું. આ સ્‍થાન પર શિવમંદિર છે. અહીં ‘પાપનાસનાથ’ રૂપે શિવજીની પૂજા કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્‍ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્‍થાન પર ‘પુષ્‍કરયોગ’ આવ્‍યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્‍થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્‍નાન કર્યું.

અગસ્‍તિ કલ્‍યાણ તીર્થની પેલેપાર રહેલા જંગલમાં સ્‍થિત અગસ્‍તિ ઋષિની પાદુકાઓ

 

૨. અગસ્‍તિ કલ્‍યાણ તીર્થ

પાપનાસમ્ ગામ અગસ્‍તિ પર્વતની તળેટીમાં છે. અગસ્‍તિ પર્વત પર ઉગમ પામનારી તામ્રભરણી નદી પાપનાસમ્ ભણી વહેતી વેળાએ એક સ્‍થાન પર ધોધના રૂપમાં નીચે પડે છે. તે સ્‍થાનને ‘અગસ્‍તિ કલ્‍યાણ તીર્થ’ કહેવામાં આવે છે.

શિવ-પાર્વતીના વિવાહ સમયે સર્વ ઋષિ-મુનિઓ કૈલાસ પર જવાથી પૃથ્‍વીનો સમતોલ ઢળી ગયો. પૃથ્‍વીનો સમતોલ જાળવવા માટે શિવજીએ અગસ્‍તિ ઋષિ અને લોપામુદ્રાને દક્ષિણ દિશા ભણી જવા માટે કહ્યું. તેથી અગસ્‍તિ ઋષિ અને લોપામુદ્રા શિવ-પાર્વતીના વિવાહ જોઈ શક્યા નહીં. તે સમયે અગસ્‍તિ ઋષિ પાપનાસમ્ સ્‍થાન પર હતા. અગસ્‍તિ ઋષિ અને લોપામુદ્રાની મનની ઇચ્‍છા જાણી લઈને શિવ-પાર્વતી વૃષભ વાહન પર આરૂઢ થઈને વિવાહના પહેરવેશમાં તેમને દર્શન આપે છે. તે સ્‍થાન એટલે પાપનાસમ્ સ્‍થિત ‘અગસ્‍તિ કલ્‍યાણ તીર્થ.’

 

૩. તામ્રભરણી નદી

તામ્રભરણી નદી અગસ્‍તિ પર્વત પર ઉગમ પામે છે. ‘અગસ્‍તિ ઋષિ શિવપૂજા કરી શકે’, એ માટે શિવજી ગંગાજીને ત્‍યાં લઈ આવ્‍યાં. આ નદીમાં ‘તામ્ર’ ધાતુનું પ્રમાણ પુષ્‍કળ હોવાથી આ નદીનું નામ ‘તામ્રભરણી’ પડ્યું.

અગસ્‍તિ કલ્‍યાણ તીર્થના સ્‍થાન પર નામજપ કરતી વેળાએ સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

 

૪. સર્વ સિદ્ધ પુરુષો પ્રત્‍યેક અમાસ
અને પૂર્ણિમાના દિવસે શિવજીની પૂજા માટે અગસ્‍તિ
કલ્‍યાણ તીર્થ પર પધારે છે તે સમયે અહીં ચંદનનો વરસાદ વરસવો

સર્વ સિદ્ધ પુરુષો પ્રત્‍યેક અમાસ અને પૂર્ણિમાના દિવસે શિવજીની પૂજા માટે અગસ્‍તિ કલ્‍યાણ તીર્થ પર પધારે છે. ‘તે સમયે અહીં ચંદનનો વરસાદ વરસે છે’, એવું કહેવાય છે. તેની નિશાની એટલે અગસ્‍તિ કલ્‍યાણ તીર્થની ચારે બાજુએ રહેલા પથ્‍થર પર અને પથ્‍થરોમાં સંઘરાયેલા પાણીમાં ચંદનના વરસાદના ટીપાં પડેલા જોવા મળે છે.

અગસ્‍તિ પર્વત પરના ‘સેલ્‍લિમુત્તૂ અય્‍યનાર’ મંદિરમાં જતી વેળાએ સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને શ્રી. દિવાકર આગાવણે

 

૫. મૂર્તિઓનું દર્શન લેતી વેળાએ એક જણે અગસ્‍તિ પર્વત
પર સ્‍થિત ‘સેલ્‍લિમુત્તૂ અય્‍યનાર’ નામક કાર્તિકસ્‍વામીના મંદિરમાં લઈ જવા

પાપનાસમ્ સ્‍થિત અગસ્‍તિ કલ્‍યાણ તીર્થના સ્‍થાન પર અગસ્‍તિ ઋષિ અને લોપામુદ્રાની મૂર્તિઓ છે. અગસ્‍તિ-લોપામુદ્રાની મૂર્તિઓમાંથી લોપામુદ્રાની મૂર્તિનું ધડ ૬ મહિના પહેલાં કોઈકે તોડી નાખ્‍યું હોવાનું અમને કહેવામાં આવ્‍યું. અમે અગસ્‍તિ ઋષિ અને લોપામુદ્રાના દર્શન લેતી વેળાએ ત્‍યાં એક દાદાજી આવ્‍યા. તેમનું નામ ‘કૃષ્‍ણા’ હતું. તેમણે અમને ત્‍યાંની સર્વ જાણકારી આપી. ‘જાણે કેમ તે અમો સાધકો માટે જ ત્‍યાં આવ્‍યા ન હોય !’, એ રીતે તે અમારી સહાયતા કરી રહ્યા હતા. તે દાદાજી પછી અમને અગસ્‍તિ પર્વત પર સ્‍થિત ‘સેલ્‍લિમુત્તૂ અય્‍યનાર’ નામક કાર્તિકસ્‍વામીના મંદિરમાં લઈ ગયા.

 

૬. દાદાજીએ ‘સક્કરે કોલ્લિ’ અને ‘બ્રહ્મ
સંજીવની’ નામક ઔષધી વનસ્‍પતિઓ વિશે જાણકારી આપવી

ત્‍યાર પછી દાદાજીએ અમને ‘સક્કરે કોલ્લિ’ અને ‘બ્રહ્મ સંજીવની’ આ બે ઔષધી વનસ્‍પતિઓનો પરિચય કરાવ્‍યો. ‘સક્કરે કોલ્લિ’ વનસ્‍પતિ લોહીમાંની સાકરનું પ્રમાણ ઓછું કરવા માટે ઉપયુક્ત છે, જ્‍યારે ‘બ્રહ્મ સંજીવની’ આ વનસ્‍પતિ હૃદયવિકાર પર રામબાણ ઔષધ છે.

 

૭. ગુરુકૃપાથી અગસ્‍તિ ઋષિના પાદુકાઓનું દર્શન થવું

અગસ્‍તિ પર્વત પર જઈને નીચે આવતી સમયે સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળકાકીને પાદુકાઓનાં દર્શન થયાં. તે સમયે સદ્‌ગુરુ કાકીએ સાથે રહેલા દાદાજીને પૂછ્‍યું, ‘‘આ ઠેકાણે નજીકમાં ક્યાંય પણ અગસ્‍તિ ઋષિની પાદુકાઓ છે શું ?’’ ત્‍યારે દાદાજીને આશ્‍ચર્ય લાગ્‍યું અને તેમણે કહ્યું, ‘‘હા. અગસ્‍તિ કલ્‍યાણ તીર્થની પેલેપારના જંગલમાં પાદુકાઓ છે.’’ સદ્‌ગુરુ કાકીની આજ્ઞાથી દાદાજી ભ્રમણ કરી રહેલા સર્વ સાધકોને અગસ્‍તિ ઋષિના પાદુકાઓના સ્‍થાન પર લઈ ગયા. ગુરુકૃપાથી અને અગસ્‍તિ ઋષિના આશીર્વાદથી અમો સાધકોને એક ગુફામાં રહેલા અગસ્‍તિ ઋષિની પાદુકાઓનાં દર્શન થયાં.

અગસ્‍તિ ઋષિના પાદુકાઓ ધરાવતી ગુફામાં ડાબેથી સર્વશ્રી સુયોગ જાખોટિયા, સ્‍નેહલ રાઊત અને દિવાકર આગાવણે

 

૮. અગસ્‍તિ કલ્‍યાણ તીર્થમાં સોનેરી દેવમાછલી અને કાચબા જેવો દેખાતો પથ્‍થર

અગસ્‍તિ કલ્‍યાણ તીર્થમાં જુદી જુદી દેવમાછલીઓ છે. તેમાંની કેટલીક સોનેરી છે. તે માછલીઓના પણ અમો સાધકોને દર્શન થયાં. તે તીર્થમાંનો પથ્‍થર ઉપરથી જોયા પછી કાચબા જેવો દેખાય છે.

 

૯. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી વિશિષ્‍ટતાપૂર્ણ અનુભૂતિ

‘સદ્‌ગુરુ ગાડગીળકાકી અગસ્‍તિ કલ્‍યાણ તીર્થના સ્‍થાન પર બેસીને નામજપ કરી રહ્યા હતા. તે સમયે તેમને ત્રિનેત્રરૂપમાં ભગવાન શિવજીના દર્શન થયા. તેમને શિવજીની ડાબી આંખના સ્‍થાન પર બીજ-ચંદ્રમા અને જમણી આંખના સ્‍થાન પર નીલબિંદુના દર્શન થયા. નીલબિંદુ એ શ્રીવિષ્‍ણુનું પ્રતીક છે. શિવજીમાં હરિના દર્શન થવા, એટલે હરિહર દર્શન જ ! ‘શિવજીના ત્રીજા નેત્રમાંથી અનેક જ્‍યોતિઓ બહાર નીકળી રહી છે અને તે આકાશમાં વિલીન થઈ રહી છે’, એવું તેમને દેખાયું.’

 શ્રી. વિનાયક શાનભાગ, મદુરાઈ, તામિલનાડુ. (૨૨.૧.૨૦૧૯)

Leave a Comment