૧. ‘કર્ણ અર્જુન કરતાં મહાન ધનુર્ધર છે સામાન્યવ્યક્તિના મનમાં તેના વિશે
સહાનુભૂતિ નિર્માણ થવી એનૈસર્ગિક જ છે’, આ વિશે પૂ.ચપળગાવકરે માર્ગદર્શન કરવું
‘મરાઠી સાહિત્યમાંના પ્રસિદ્ધ લેખક શ્રી. શિવાજી સાવંતે મહાભારતના એક પાત્ર ‘કર્ણ’ના જીવન પર આધારિત ‘મૃત્યુંજય’ નામક નવલકથા લખી છે. આ નવલકથા વાંચ્યા પછી વાચકના મનમાં કર્ણ વિશે આદર અને સન્માનનું સ્થાન નિર્માણ થાય છે. કર્ણ અર્જુન કરતાં મહાન ધનુર્ધર હતો; પરંતુ તેના દ્વારા અનેક ભૂલો થઈ, ઉદા. પરશુરામ સાથે ખોટું બોલીને દિવ્ય અસ્ત્રો મેળવવા, અધર્મી દુર્યોધનને સહાયતા કરવી, દ્રૌપદીના ચીરહરણ માટે મૂકસંમતી આપવી, અભિમન્યૂને કપટથી ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખવામાં સહભાગી થવું ઇત્યાદિ. સર્વસામાન્ય વ્યક્તિ પર તેના જેવો જ અનેક વાર અન્યાય થયેલો હોય તો તેમના મનમાં કર્ણ પ્રત્યે સહાનુભૂતિ નિર્માણ થાય છે અને કર્ણ જેવો બદલો વાળવાના વિચાર પણ જોર પકડી શકે છે.
દિનાંક ૧૯.૯.૨૦૧૮ના દિવસે મને માજી ન્યાયમૂર્તિ પૂ. સુધાકર ચપળગાવકરે ઉપર જણાવેલા વિષય પર ‘વૉટ્સ ઍપ સંદેશ’ મોકલાવ્યો અને માર્ગદર્શન કર્યું. તેમણે કરેલું માર્ગદર્શન સાધનાની દૃષ્ટિએ મનમાંના નકારાત્મક વિચારો પર માત કરવા માટે ઉપયોગી હોવાથી આગળ જણાવી રહ્યા છીએ
૨. કર્ણે પોતાના પરના અન્યાય બનાવો વિશે
શ્રીકૃષ્ણને પૂછેલા પ્રશ્નો અને તેના વિશે શ્રીકૃષ્ણે આપેલા ઉત્તર
૨ અ. કર્ણે પૂછેલા પ્રશ્નો
૧. હું અનૌરસ સંતતિ હોવાથી મારો જન્મ થયા પછી મારી માતાએ મારો ત્યાગ કર્યો. તેમાં મારી શું ભૂલ છે ?
૨. હું ક્ષત્રિય માનવામાં આવતો ન હોવાથી દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાનું નકાર્યું. ભગવાન પરશુરામે મને વિદ્યા આપી; પણ મને શાપ આપ્યો કે, તે વિદ્યા હું ભૂલી જઈશ. એવું શા માટે ?
૩. મારા બાણથી એક ગાય ભૂલથી મરી ગઈ; પણ મારી ભૂલ ન હોવા છતાં ગાયના માલિકે મને શાપ શા માટે આપ્યો ?
૪. દ્રૌપદી સ્વયંવર સમયે મારે અપમાન શા માટે સહન કરવું પડ્યું ?
૫. અંતમાં કુંતીએ તેનાં પુત્રો જીવિત રાખવા માટે મારા જન્મનું સત્ય શા માટે ઉજાગર કર્યું ?
૬. મને જે કાંઈ મળ્યું, તે દુર્યોધનના ઉપકાર તરીકે મળ્યું; તેથી મેં તેનો પક્ષ લીધો. તેમાં મારી શું ભૂલ થઈ
૨ આ. શ્રીકૃષ્ણએ આપેલા ઉત્તર
૧. હે કર્ણ, મારો જન્મ તો કારાગૃહમાં થયો. જન્મના પહેલેથી જ મૃત્યુ મારી પ્રતીક્ષામાં હતું. રાત્રે જન્મ થયા પછી તરત જ મને મારા માતા-પિતાથી જુદો કરવામાં આવ્યો.
૨. તમે તલવાર, રથ-ઘોડા, ધનુષ્ય-બાણના અવાજમાં નાના ના મોટા થયા. મને ગોશાળા અને છાણ-માટી મળ્યા. હું ચાલતા પણ શીખ્યો નહોતો ત્યારથી મારા પર જીવલેણ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. મારી પાસે ન તો કોઈ સેના હતી, કે ન તો શિક્ષણ !
૩. લોકો દ્વારા ‘હું જ અનેકોના નાશ માટે કારણીભૂત છું’, એવું મને સાંભળવા મળતું.
૪. તમારા ગુરુ તમારા પરાક્રમની વાહવા કરતા, ત્યારે મને સાદું શિક્ષણ પણ મળ્યું નહીં. સાંદિપની મુનિના ગુરુકુળમાં પ્રવેશ મળ્યો ત્યારે હું ૧૬ વર્ષનો હતો.
૫. મને મારા સર્વ સમાજબાંધવોને જરાસંધના અત્યાચારોથી બચાવવા માટે જમના નદીની પેલેપાર લઈ જઈને સમુદ્રકાંઠે ‘દ્વારકા’ નગર વસાવવું પડ્યું. મને ‘પલાયનવાદી, રણછોડદાસ’ કહેવામાં આવ્યો.
૬. દુર્યોધન જો જીતી જાય, તો તને ઘણું શ્રેય મળશે. ધર્મરાજા જો જીતી જાય, તો મને શું મળવાનું છે ? કેવળ યુદ્ધ અને નુકશાનીનો ઠપકો જ ને ?
૩. શ્રીકૃષ્ણએ કર્ણને કરેલું માર્ગદર્શન
અ. એક વાત ધ્યાનમાં લે કર્ણ, પ્રત્યેકના જીવનમાં કષ્ટ છે. આયુષ્ય કોઈના માટે ક્યારે પણ સહેલું નથી. દુર્યોધન અને યુધિષ્ઠિરના જીવનમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની; પણ કર્મ કરતી વેળાએ ધર્મ અનુસાર શું યોગ્ય છે, તે પ્રત્યેકના અંતરાત્માને સમજાય છે.
આ. આપણી સાથે ભલે ગમે તેટલી વાર અયોગ્ય, અન્યાય અથવા અપ્રિય બનાવો બને, ભલે ગમે તેટલી વાર આપણને અપમાન સહન કરવું પડે, તો પણ તે સમયે આપણે તેને કેવો પ્રતિસાદ આપીએ છીએ, તેને મહત્વ છે; તેથી કહું છું હે કર્ણ, તેથી તું કહી રહેલી ફરિયાદ રોક.
ઇ. પોતાના જીવનમાં બનેલા અપ્રિય બનાવોને કારણે તને અધર્મ કરવાનો અધિકાર મળતો નથી.
ઈ. એકાદ પર તેની ભૂલ ન હોવા છતાં અન્યાય થવો, આ વાત પ્રારબ્ધ (નસીબ) અનુસાર હોય છે. જેમણે તને સહાયતા કરી, તેને સહાયતા કેવી રીતે કરવી ? આ તારો પ્રશ્ન છે. તારે અંતરાત્માને સાક્ષી રાખીને વર્તન કરવું જોઈએ. સહાયતા કરવા માટે અધર્મ કરવાની તને સંમતી નથી. તું અન્યો સાથે અધર્મથી વર્તન કરી શકે નહીં.
ઉ. જે ધર્મ પ્રમાણે વર્તન કરે છે, તેને ‘યુદ્ધ ધર્મથી જ લડવું જોઈએ’, એવો આગ્રહ રાખવાનો અધિકાર છે. તે ઘણીવાર અન્યો પર અધર્મ, અર્થાત્ અન્યાય કરેલો છે. તેથી તું ધર્મયુદ્ધનો આગ્રહ સેવી શકે નહીં. તે અન્યો પર અન્યાય કર્યો હોય, ત્યારે તારા પર જો કોઈ અન્યાય કરે, તો ‘આ મારા પર અન્યાય કરી રહ્યો છે’, એવું તું કહી શકે નહીં.
આના પરથી શ્રીકૃષ્ણએ બોલ્યા વિના સૂચિત કર્યું છે કે, કર્ણ પર જેમણે અન્યાય કર્યો છે, તેમને જેમ કરવું હોય તેમ કરવા દો; પણ કર્ણ અન્યો પર અધર્મ (અન્યાય) કરી શકે નહીં.
૪. વેર કોનું વાળવું ? ક્યારે વાળવું ? અને
કેટલું વાળવું ? આ વાત મહાભારતમાં લખેલી હોવી
વેર કોનું વાળવું ? ક્યારે વાળવું ? અને કેટલું વાળવું ? આ વાત મહાભારતમાં લખેલી છે. મહાભારત એટલે વેરનો ઇતિહાસ છે.
આમાંથી સૌથી મહત્વ નું ઉદાહરણ એટલે ‘નરો વા કુંજરોવા !’ આ વચન અનુસાર ‘અશ્વત્થામા મરી ગયો’ એમ ખોટું કહીને વેર વાળવામાં આવ્યું. પાંડવ અને કૌરવની છાવણીઓમાં સૈનિક એકબીજાના ખબર-અંતર પૂછતાં. બન્ને પક્ષના વૈદ્ય અને ભોજન એકજ હતા. આવા સમયે અશ્વત્થામાએ પાંડવોની છાવણીમાં ઘૂસીને અનેકોને અને પાંડવોના સૂઈ ગયેલા છોકરાઓને મારી નાખ્યા. આ કાંઈ યુદ્ધ અથવા વેર વાળવાનો ભાગ હોઈ શકે નહીં. તથાપિ તે ગુરુપુત્ર હોવાથી શ્રીકૃષ્ણ તેને મારી નાખવાને બદલે તેના માથા પરનો મણિ કાઢી લે છે અને તે ઘા ને કાયમ વહેતો રાખે છે. તે ચિરંજીવી હોવા છતાં તે આ રીતે આયુષ્ય જીવે અને પરોઢિયે તેલ માગતો ફરે, આ શાપ પણ આપ્યો.
૫. સહેલાઈથી કોઈ કોઈનું વેર વાળી શકે નહીં,વેર ધર્મ પ્રમાણે વાળવા માટે
સાધના કરીને યોગ્યઅયોગ્ય,ધર્મ-અધર્મ આ વાત સમજી લેવાનું અત્યાવશ્યક હોવું
દ્રૌપદીનો જન્મ વેર વાળવા માટે થયો. ‘આમાં કર્ણ સહભાગી થઈ શકે નહીં’, આ શ્રીકૃષ્ણનું નિયોજન હતું. દ્રૌપદીએ કર્ણને વરમાળા પહેરાવી નહીં, તેનું તેને અપમાન લાગ્યું. ગમે તેટલો અન્યાય થયો હોય, તો પણ જેના દ્વારા અન્યાય થયો હોય, તેનું વેર વાળી શકાય છે; પણ તે વેર ધર્મ પ્રમાણે વાળવું જોઈએ. તે માટે સાધના કરીને યોગ્ય-અયોગ્ય, ધર્મ-અધર્મ સમજી લેવા જોઈએ. સહેલાઈથી કોઈ કોઈનું વેર વાળી શકે નહીં. ધર્મની ચોકટમાં રહીને દ્રૌપદીએ અનેક જણનું વેર વાળ્યું. વેરની મર્યાદા મહાભારતમાં આંકી આપી છે.
૬. અર્જુન અને જયદ્રથ વચ્ચેના યુદ્ધમાં
અર્જુને ધર્મની ચોકટમાં રહીને જયદ્રથનું વેર વાળવું
‘શત્રુ ઢળી પડે પછી તેની સાથે યોગ્ય તે માનથી વર્તન કરવાનું હોય છે’, આ યુદ્ધનો નિયમ છે. જયદ્રથે અર્જુન પુત્ર અભિમન્યૂના શબને લાત મારીને તેના પર અન્યાય કર્યો હતો. અર્જુન અને જયદ્રથ વચ્ચેના યુદ્ધમાં અર્જુને ધર્મની ચોકટમાં રહીને જયદ્રથનું વેર વાળ્યું.
૭. ઉપદેશ
તમારા આયુષ્યમાં આવેલા કપરા અને ખરાબ પ્રસંગોમાં તમે સારા જ વિચાર કરો ! સ્વાધ્યાયી બનો ! ભગવાનનું નામસ્મરણ કરો ! કૃતજ્ઞતા વ્યક્ત કરો ! હંમેશાં સારું વર્તન કરો અને પ્રત્યેક પ્રાણી તેમજ માનવીની સહાયતા કરો ! ક્ષમાશીલ રહો ! કોણે તમને દુઃખી કર્યા, આ વાત ભૂલી જાવ !
૮. કૃતજ્ઞતા
સાધનામાં સ્વભાવદોષ અને અહમ્ નિર્મૂલનને ૬૦ ટકા મહત્વ છે. તેમાં ‘દ્વેષ કરવો અને વેર વાળવું’, આ દોષોને કારણે સાધનાની હાનિ થાય છે. તેના પર કેવી રીતે માત કરવી, એ શ્રી. ચપળગાવકરના માધ્યમ દ્વારા શીખવા મળ્યું, તે માટે હું શ્રીકૃષ્ણજીનાં ચરણોમાં અનંત કોટિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.’