એક પેઢી શિક્ષણ લઈને ગધેડું બની અને હવે નવી પેઢી શિક્ષણ લેતી વેળાએ રેસનો ઘોડો બની રહી છે ! પરીક્ષામાં ૧૦૦ ટકા જોઈએ, કરાટે ક્લાસમાં બ્લૅક બેલ્ટ મેળવવાનો છે. તે પછી ડાન્સ ક્લાસમાં (નૃત્યકળાના વર્ગમાં) ઉપસ્થિત રહેવાનું છે, ભગવદ્દગીતાની સ્પર્ધામાં જવાનું છે. શ્લોકનો અર્થ ભલે ન સમજાય, તો પણ તે ગોખવાના છે જ; કારણકે ફર્સ્ટ પ્રાઇઝ (પ્રથમ બક્ષીસ) મેળવવું જ જોઈએ !! પછી ડ્રૉઇંગ કૉંપિટીશન (ચિત્રકળા સ્પર્ધા) હોય છે. ત્યાંથી બહાર નીકળ્યો નથી કે ચાલ્યો તબલા વગાડવા….સંગીત વિશારદ થવા !
અલ્બર્ટ આઇનસ્ટાઈન બનાવનારી બહુરાષ્ટ્રીય શાળાઓ આવી; પણ અલ્બર્ટ પોતે આઇનસ્ટાઈન (શાસ્ત્રજ્ઞ) બનવા માટે શાળામાં ગયો ન હતો. આજે એક બાળકના શિક્ષણ માટે જેટલો ખર્ચ એક વર્ષમાં થાય છે, તેટલા રૂપિયા તેના વાલીઓને સંપૂર્ણ શિક્ષણ લેવા માટે લાગ્યા ન હતા. વર્તમાન શિક્ષણ પદ્ધતિની આ પાયમાલી પર પોતાના સખત વલણયુક્ત મતો માટે પ્રસિદ્ધ રહેલા શ્રી. નાના પાટેકરે પાડેલો પ્રકાશ !
૧. બાળપણને છિન્ન-ભિન્ન કરનારો શિક્ષણનો બજાર !
હવે નિશાળો ચાલુ કરી છે વ્યાવસાયિકોએ માગણી તેવા પુરવઠાના તત્ત્વ પર ! વાલીઓ ઇચ્છે છે કે પોતાનું બાળક રેસનો એક ઘોડો બને. આ માગણીને જોતાં વધારેમાં વધારે અભ્યાસ બાળકોના માથામાં ઠૂંસવાનો પ્રારંભ કર્યો. દફતરનું અને વાલી-શિક્ષકોની અપેક્ષાઓનું ભારવહન કરનારાં આ બાળકો એટલે જીવતા-જાગતા શબ બની ગયા છે. જરા કાંઈ ભાનમાં આવે તો what is the square of 12 ? (૧૨ સંખ્યાનો વર્ગ કેટલો ?) એમ પૂછીને તેનું બાળપણ ખોરવી નાખે છે.
૨. મેદાની રમતો ન રમવી અને ફાસ્ટ ફૂડ ખાવાને કારણે બાળકોની થયેલી હાનિ !
વડાપ્રધાન મોદીએ બાળકોને એક પ્રશ્ન પૂછ્યો હતો, તમારામાંથી કેટલા જણ પરસેવે રેબઝેબ બનો ત્યાં સુધી રમો છો ? ત્યારે એકપણ બાળકે હાથ ઉપર કર્યો નહીં; કારણકે હવે છોકરાઓ વાતાનુકૂલિત ઓરડામાં જન્મે છે, વાતાનુકૂલિત ઓરડામાં ઉછરે છે. ચિપ્સ ખાય છે, ઠંડાં પીણાં પીવે છે અને ભ્રમણભાષ પર ગેમ્સ રમતા રહે છે. તડકો, વરસાદ, પવન સાથે કાંઈ લેવા-દેવા જ નથી. પડવું-વાગવું, રમતમાં હારી જવું જ્ઞાત જ નથી. સ્કૂલ બસ જો ન આવે, તો શાળા સુધી ચાલતા જવાની શક્તિ બાળકોમાં નથી. વયવર્ષ ૬ પૂરું થયું નથી અને આંખે ચશ્માં આવે છે ! હાથ-પગ દોરડી બની જાય છે અથવા ચરબી વધી જાય છે; કારણકે શારીરિક મહેનત છે જ નહીં અને Modified food starch, maltodextrin, hydrolyzed corn gluten, disodium inosinate/guanylate, yeast extract, hydrolyzed soya protein ભેળવેલા પદાર્થો ખાવાનું ચાલુ થયું. આ પરિબળોની વિશિષ્ટતા એમ છે કે તે બાળકોના પેટમાં વધારે સમય સુધી ટકી રહે છે અને પેટમાંના પોષક દ્રવ્યો શોષી લે છે. બાળકોના હૉર્મોન્સ અને જૈવિક પ્રગતિ રોકે છે. તેથી બાળકો નિર્બળ બને છે. આ પરિબળો પિઝ્ઝા-બર્ગરમાં હોય છે. તેથી ભારત વહેલા જ મધુમેહના સર્વાધિક રુગ્ણો ધરાવતો દેશ થવાનો છે.
મગફળી, ચણા, રવો, ચોખા, બાજરો, સૂકોમેવો અને ફળોમાં આ પરિબળો હોતા નથી. લાપસી, સાતૂ, શીરો, પૌઆં અથવા ઇંડાના ઘેર બનાવેલા પદાર્થો બાળકોને ઉત્તમ પોષણ પૂરું પાડે છે. તે મળતા ન હોવાથી બાળકોની શારીરિક માવજત સરખી થતી નથી. પ્રતિકાર શક્તિ ખલાસ થાય છે. પછી વ્હિટામીન, મિનરલ આપનારા પદાર્થો વેચાતા લાવી આપીને તે ખાવા માટે આપવામાં આવે છે. ખરું જોતાં, શરીર એટલે જગતમાં સૌથી મોટું કારખાનું છે. આ જ શરીરને યોગ્ય આહાર, મહેનત મળે, તો ક્યાંયે પણ તૈયાર ન થઈ શકનારું લોહી તેમાં તૈયાર થાય છે. સાદી શાકભાજીઓ અને અસલ ભારતીય ભોજન મળે તો, શરીરની યંત્રણા પોતે કામ કરે છે. તેથી તાજી શાકભાજી, રોટલો ખાનારા અને મિનરલ્સ, કૅલ્શિયમ, પ્રથિનો (પ્રોટીન્સ) જ્ઞાત પણ ન રહેલા માણસો ૧૦૦ વર્ષો સુધી જીવ્યા અને આ બાબતની માહિતી ધરાવનારાઓ કેવળ ૬૦ વર્ષો સુધી જીવે છે અને તે પણ અનેક રોગ સહન કરીને, ઔષધીઓ લઈને !!
૩. માનસિક દ્રષ્ટિ એ ખોખલું કરી નાખનારું શિક્ષણ !
રમત, વ્યાયામ, ભ્રમણ અને દરજ્જેદાર વાંચન ન કરવાથી બાળકોને માનસિક કમતરતા જણાય છે. સંઘર્ષ જ્ઞાત જ હોતો નથી અને સાંઘિક પ્રયત્નોનું મહત્ત્વ સમજાતું નથી. મિત્રો કેવળ વ્હૉટ્સ ઍપ, ફેસબુક પર મળે છે. પ્રત્યક્ષમાં નહીં. સુખ-દુ:ખની લેણ-દેણ નથી અને મિત્રો-સખીઓનો માનસિક આધાર નથી. મનમોકળાશથી હસવું અને પોક મૂકીને રડવું માનસિક આરોગ્ય માટે સારું હોય છે. આ બન્ને ક્રિયાઓ બાળકોને આવડતી નથી. આપમેળે જ જરા મનમાન્યું ન થાય, તો બાળકો આત્મહત્યા કરી લે છે. ઘણાં એકના એક લાડલાઓ અન્યો સાથે હળીમળીને રહેવાની ટેવ ન હોવાથી આગળ લગ્ન થયા પછી એક વર્ષમાં જ છૂટાછેડા લે છે. જે છોકરાઓને બહેન હોતી નથી, સારી બહેનપણી હોતી નથી, તેમનો સ્ત્રીઓ ભણી જોવાનો દૃષ્ટિકોણ સંકુચિત બને છે. આ ખામીઓનો શિક્ષણમાં વિચાર જ કર્યો નથી.
૪. મોટી પદવી પ્રાપ્ત કરશે; પણ જીવવાનો આનંદ માણી શકશે નહીં !
ભારતીય શિક્ષણ પદ્ધતિ સર્વાંગીણ નથી, એમ શિક્ષણ તજ્જ્ઞો કહી જ રહ્યા હતા, ત્યાં સુધી તો શિક્ષણનો ધંધો ચાલુ થઈ ગયો. મોટા ઉદ્યોજકો, નેતા લોકોએ શાળામાં રોકાણ કરીને શિક્ષણ સંકલ્પનાની સંકેલણી કરી નાખી. એકાદ સ્ત્રી જો ગર્ધારણ કરે, તો જન્મ પામનારા જીવની શાળાપ્રવેશની સિદ્ધતા ચાલુ થઈ જાય છે. શ્રીકૃષ્ણના જન્મ પહેલાં તેને મારવાની સિદ્ધતા તેના મામાએ કરી હતી. હવે બાળકના જન્મ પહેલાં તેને રેસનો ઘોડો બનાવવાની સિદ્ધતા ચાલુ થઈ જાય છે. હવે બાળક બોલવાનો આરંભ કરે કે, સીધું જ E=MC2 બોલવાનું જ બાકી રહે છે.
આવા બાળકો બધા ફૉર્મ્યુલા તરત જ બોલી બતાવશે; પણ પોતાનો ફૉર્મ્યુલા કદી પણ શોધી શકશે નહીં. ગિટાર વગાડવાનું શીખશે; પણ પોતાની સંગીતરચના કરી શકશે નહીં. લતા મંગેશકર, સચિન તેંડુલકરનું અનુકરણ ચોક્કસ કરશે; પણ પોતાની ઓળખાણ નિર્માણ કરી શકશે નહીં; કારણકે તેમને માત્ર અનુકરણ કરવાનું શીખવવામાં આવે છે. જીવવાની કળા, ગીત-સંગીતમાં સમાયેલો આનંદ, પ્રાકૃતિક સંપદાની ભવ્યતા, નૂતન સંકલ્પનાઓનું નિર્માણ, જૂના વિચારોનો આધાર, સાહિત્ય ઇત્યાદિને બજારમાં કિંમત ન હોવાથી જે કાંઈ વેચવામાં આવે છે, તે જ જ્ઞાન બાળકોને મળી રહ્યું છે. કેટલાક લોકોને કૅંપસમાં પ્રતિમાસ ૪ લાખ કરતાં વધારે પગારની નોકરી મળે છે;… પણ તેમાં દેશનું નહીં, જ્યારે રોકાણકારોનું હિત સાધ્ય થાય છે. આગળની પેઢી મોટી પદવી પ્રાપ્ત કરશે; પણ ન તો પોતે જીવનનો આનંદ માણી શકશે, ન તો અન્યોને જીવનમાંનો આનંદ મળવા દેશે.
૫. રમતા-ભમતા છોકરાઓની નહીં, જ્યારે પુસ્તકીયા-કીડા બનેલા છોકરાઓની ચિંતા થાય છે, એમ કહેનારા રવિંદ્રનાથ ટાગોર !
રવિંદ્રનાથ ટાગોર શું કહે છે, તેનો વિચાર કરો. ટાગોરની શાંતિનિકેતન શાળા વૃક્ષોની છાયામાં રહેતી. એકવાર ટાગોર વૃક્ષ નીચે બેઠા હતા. ચાર વિદ્યાર્થીઓ તેમની સામે પુસ્તકમાં માથું નાખીને બેઠા હતા અને ઉર્વરિત બાળકો રમતા-ભમતા હતા. કોઈ ઝાડ પર ચઢી રહ્યું હતું, કોઈ ફૂલોની સુગંધ માણતું હતું. તેટલામાં એક વાલી ત્યાં આવ્યા. શું જુએ છે ? ગુરુદેવ શાંતિથી બેઠા હતા. કેવળ ચાર બાળકો પુસ્તકમાં માથું નાખીને બેઠા હતા અને અન્ય બાળકો ખેલકૂદમાં રમમાણ હતાં. સુટ-બૂટ પહેરેલા વાલી મહોદયે ટાગોરજીને કહ્યું, આ રમતા-ભમતા છોકરાઓના ભવિષ્યની ચિંતા તમને થતી નથી ? ત્યારે ટાગોરે કહ્યું, ચિંતા થાય છે; પણ ખેલતા-કૂદતા બાળકોની નહીં, જ્યારે પુસ્તકમાં માથું નાખીને બેઠેલા છોકરાઓની ! આ બાળકો ખેલકૂદની વયમાં મોટા માણસની જેમ વર્તન કરે છે. આ બાળકો નાની વયમાં પ્રૌઢ બની ગયા છે. પ્રૌઢ તો હજી હું પણ થયો નથી. ખરું જોતાં મને પણ ઝાડ પર ચઢવાનું મન થાય છે. પક્ષીઓ સાથે બોલવાનું મન થાય છે. ઘણું રમવાનું મન થાય છે; પણ હવે મારું શરીર સાથ આપતું નથી.
ટાગોર જીવન માણવા માટે ભણાવતા હતા. હવે ભણવા માટે જીવવું પડે છે. વધારે જ્ઞાન, વધારે કળાઓનું પોટલું ઊંચકીને બાળકો દોડી રહ્યાં છે અને વાલીઓ તેમના પર પૈસો ઉછાળે છે ! પછી એક રેસ ચાલુ થઈ જાય છે અને જીવવાનું રહી જાય છે !!
– નાના પાટેકર, અભિનેતા