પુના ખાતેના શ્રી. આનંદ જોગે રાગ અનુસાર કરેલી ગંધનિર્મિતિ

‘ગંધશાસ્‍ત્ર’ અને ‘સંગીત’ આ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ
સંશોધન કરનારા અને અત્તરોના માધ્‍યમ દ્વારા ગંધોની નિર્મિતિ
કરનારા પુના ખાતેના શ્રી. આનંદનો ગંધનિર્મિતિનો પ્રવાસ ! – ભાગ ૩

 

૯. સંગીતનું અત્તર સિદ્ધ કરવાની પ્રક્રિયા

૯ અ. ‘સ્‍વરને અભિવ્‍યક્ત કરવા માટે ગંધનો પણ ઉપયોગ કરી શકાશે’, આ અત્તર
બનાવવાની સંકલ્‍પનાને ગંધશાસ્‍ત્રનું સ્‍નાકોત્તર શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓએ ટેકો આપવો

જ્‍યારે મારું સંગીતનું અત્તર સિદ્ધ થયું, ત્‍યારે મેં વાર્તાહર પરિષદ લીધી હતી. તે સમયે મને ગંધશાસ્‍ત્રનું સ્‍નાકોત્તર શિક્ષણ લઈ રહેલા કેટલાક વિદ્યાર્થીઓ મળ્યા. ‘મેં શું કર્યું છે ?’, એ જોવા માટે તેમણે મારા અત્તરોનો સંપૂર્ણ સંચ માગ્‍યો. મેં તેમને ‘તે અત્તરો કેવી રીતે બનાવ્‍યા છે’, એ કહીને ‘પ્રત્‍યેક રાગમાં તાંત્રિક દૃષ્‍ટિએ કેટલીક બાબતોનો કેવી રીતે મેળ બેસાડ્યો છે’, એ પણ બતાવ્‍યું. ત્‍યારે તેમણે કહ્યું, ‘અમને અમારા પ્રાધ્‍યાપકે જે શીખવ્‍યું છે, તે આ જ છે.’ મેં તેમને કહ્યું, ‘‘ધારોકે તમારે લિલીની સુગંધ બનાવવી હોય તો ‘તમારા માટે લિલી શું છે ? લિલીની સુગંધ લેવાથી કયા ગીતનું સ્‍મરણ થાય છે ? લિલીને તમે શાની સાથે જોડશો ?’, ઇત્‍યાદિ બાબતોનો વિચાર કરવો પડે છે. તે ઉત્તર અનુસાર તેમાં આવશ્‍યક તે પરિબળ (ingredients) નાખવા પડે છે.

એકાદ પદાર્થ બનાવતી વેળાએ તેમાં સ્‍વાદ અનુસાર પદાર્થ નાખીએ છીએ અને ‘તેમાં હજી શું ઉમેરવાથી તે વધારે સારો બનશે ?’, તે જોઈએ છીએ. ગંધનું પણ તેમજ છે અને સ્‍વરોનું અને સ્‍વરગંધનું પણ તેમજ છે. ‘જેવી રીતે સ્‍વરોને અભિવ્‍યક્ત કરવા માટે શબ્‍દોનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી રીતે સ્‍વરને અભિવ્‍યક્ત કરવા માટે ગંધનો પણ ઉપયોગ કરી શકાય છે. ‘ગંધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?’ આ વિચારો દ્વારા આ સર્વ પ્રક્રિયા નિર્માણ થઈ.’’

૯ આ. એકાદ વ્‍યક્તિમત્વ પરથી એકાદ ગંધદ્રવ્‍ય (પરફ્‍યૂમ) બનાવવામાં
આવે છે, તેવી રીતે રાગનો વિવિધ પાસાં દ્વારા અભ્‍યાસ કરીને અત્તર બનાવવામાં આવવું

દુકાનમાં જે વિદેશી ગંધદ્રવ્‍યો (પરફ્‍યૂમ્‍સ) મળે છે, તે એકાદ વ્‍યક્તિને આંખો સામે રાખીને બનાવેલા હોય છે અને તે વ્‍યક્તિનું જ નામ તે ગંધદ્રવ્‍યને આપેલું હોય છે, ઉદા. Rasasi, Amuvaj, Jivanchi, Marcoplo, Parasilton, ઇત્‍યાદિ. આ સર્વ ગંધદ્રવ્‍યોનાં (સેંટનાં) નામો છે અને આ સર્વ વ્‍યક્તિનાં પણ નામો છે અને તે ગંધદ્રવ્‍ય તે વ્‍યક્તિના વ્‍યક્તિમત્વ પરથી બનાવ્‍યું છે.

ભારતમાં શ્રી. અમિતાભ બચ્‍ચનના નામથી એક ગંધદ્રવ્‍ય ઉપલબ્‍ધ છે. તે કેવી રીતે બનાવ્‍યું ? તો શ્રી. અમિતાભ બચ્‍ચનનું વ્‍યક્તિમત્વ જોતાં ‘તેમના ગંધદ્રવ્‍યની (પરફ્‍યૂમની) વાસ કેવી હશે ? તેમની સાથે કઈ સુગંધ મેળ ખાશે ?’, તેનો વિચાર કરીને તે અનુસાર અત્તર બનાવવાની સામગ્રી લઈને તે બનાવવામાં આવે છે. તેવી જ રીતે ‘રાગની અભિવ્‍યક્તિ શું છે ? રાગનું પાત્ર કયું છે ? રાગ દ્વારા શેનો બોધ (perception) થાય છે ? પોતાના મનને રાગ કેવો ગમ્‍યો છે ? તે સાંભળ્યા પછી મારા મનને શું જણાય છે ?’, ઇત્‍યાદિ વિચાર કરીને જે આકૃતિ બને છે, તે આકૃતિ સાથે સમરસ ગંધ આપવાનો પ્રયત્ન કર્યો છે.

૯ ઇ. વિવિધ રાગ સાંભળતાં સાંભળતાં અત્તર બનાવીને તે સંગીત
ક્ષેત્રમાંના પરિચિતોને આપવા અને તેમને પ્રશ્‍ન પૂછીને અભ્‍યાસ કરવો

આ માટે મેં અત્તરના ઘણા પ્રયોગ કર્યા. સૌ પ્રથમ મેં મારા સંગીત વિષયના મિત્રને તેને જ્ઞાત રહેલા રાગનું અત્તર આપ્‍યું. તે બનાવતી વેળાએ મેં પં. ભીમસેન જોશી, કુમાર ગંધર્વ અને શ્રીમતી કિશોરીબેન આમોણકરના વિશિષ્‍ટ ધ્‍વનિમુદ્રણ (રેકૉર્ડીંગ) લીધા. પ્રયોગ કરતા કરતા મારા દ્વારા તે તે રાગ સાંભળવાનું નિરંતર ચાલુ હતું. સંગીત ક્ષેત્રમાંના મારા પરિચિતોને મેં આ અત્તરો ચકાસણી માટે આપ્‍યાં અને ‘તે રાગ સાંભળતી વેળાએ તેમને તે ગંધ સારી લાગે છે શું ? કયા સમયે સારી લાગે છે ?’ એવા વિવિધ પ્રશ્‍નો પૂછ્‍યા.

૯ ઈ. વિદ્યાવાચસ્‍પતિ શ્રી. શંકર અભ્‍યંકરે રાગોમાં થાટ (સંગીતમાં
સ્‍વરરચનાનો એક પ્રકાર)નો સમાવેશ કરવા માટે કહ્યું અને તેમણે કરેલા માર્ગદર્શન
અનુસાર વિશિષ્‍ટ રાગ લઈને તે રાગની વિશિષ્‍ટતાઓ તે સંબંધિત ગંધ દ્વારા પ્રસ્‍તુત કરવાનો પ્રયત્ન કરવો

તેનું ઉદ્‌ઘાટન વિદ્યાવાચસ્‍પતિ શ્રી. શંકર અભ્‍યંકરના હસ્‍તે થયું. શ્રી. શંકર અભ્‍યંકરને આ સંકલ્‍પના પુષ્‍કળ ગમી. તેમણે અમને ‘આમાં થાટનો સમાવેશ કરો; કારણકે જે થાટ રાગ છે, તેવી રીતે મૂળ ગંધ છે. જે મૂળ છે, તેમને જોડવાનો પ્રયત્ન કરો’, એવું માર્ગદર્શન અમને કર્યું. (નોંધ : રાગ નિર્મિતિ કરનારી સ્‍વર-રચનાને ‘થાટ’ કહ્યું છે.) ગંધશાસ્‍ત્રની મૂળ સંહિતા દ્વારા પ્રેરણા મળવી, એ માટે તેમણે અમને તે વાંચવા માટે કહ્યું. અમે તેનો અભ્‍યાસ કર્યો.

મારાં પત્ની સૌ. યોગિતા અને મેં અમે બન્‍નેએ મળીને ઉપર આપેલાં સૂત્રો પર વિચારવિનિમય કર્યો અને વિશિષ્‍ટ રાગ લઈને તે રાગની વિશિષ્‍ટતા તે ગંધ દ્વારા પ્રસ્‍તુત કરવાનો પ્રયત્ન કર્યો, ઉદા. રાગ લલત. લલત આ રાગની વિશિષ્‍ટતા એટલે ‘ભક્તિરસ’ આ તેનો ભાવ છે. તેની હજી એક વિશિષ્‍ટતા એટલે આ રાગમાં ‘શુદ્ધ’ અને ‘તીવ્ર’ આ રીતે ૨ ‘મધ્‍યમ’ સળંગ આવે છે. અન્‍ય કોઈપણ રાગમાં બે મધ્‍યમ સળંગ આવતા નથી. એક તો આરોહમાં આવે અથવા અવરોહમાં આવે અથવા ‘પ’ તોયે હોય છે અથવા તેને વક્ર પદ્ધતિથી લગાડવામાં આવે છે.

લલત રાગનુ અત્તર સાકાર કરતી વેળાએ નક્કી કર્યું કે, આમાંથી બે ગંધ સળંગ આવવી જોઈએ. સુગંધ લેતી વેળાએ બે ગંધ આવવી જોઈએ અને તે બન્‍ને ભક્તિરસની હોવી જોઈએ. તે માટે ગુલાબ અને ચંદન આ બે ગંધ ચૂંટ્યા. રાગમાં જે રીતે અન્‍ય સ્‍વર હોય છે, ઉદા. વાદી-સંવાદી, અનુવાદી, વિવાદી ઇત્‍યાદિ, તેવી રીતે પારંપારિક અષ્‍ટગંધ, કેસર અને કસ્‍તુરીનું સંયોજન કરીને સર્વ ગંધોનું મિશ્રણ કરીને તે લલત સિદ્ધ કર્યો.

નોંધ
૧. શુદ્ધ સ્‍વર

જ્‍યારે સાતેય સ્‍વર પોતાના મૂળ સ્‍થાને જ હોય, ત્‍યારે તેમને ‘શુદ્ધ સ્‍વર’ એમ કહેવાય છે.

૨. તીવ્ર સ્‍વર

જે સ્‍વર પોતાની મૂળ જગ્‍યા છોડીને વધારે ઊંચાઈ પર જાય છે; પરંતુ આગળના સ્‍વર કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે, તેને ‘તીવ્ર સ્‍વર’ એવું કહે છે. સાત સ્‍વરોમાં કેવળ ‘મ’ સ્‍વર તીવ્ર થઈ શકે છે.

૩. આરોહ

સ્‍વર ક્રમવાર ચડાવતા જવાની ક્રિયાને ‘આરોહ’ એમ કહે છે. સા રે ગ મ પ ધ ની સાં ।

૪ અવરોહ

સ્‍વર ક્રમવાર ઉતારતા આવવાની ક્રિયાને ‘અવરોહ’ એમ કહે છે.

૫. અનુવાદી સ્‍વર

વાદી અને સંવાદી સ્‍વર છોડતાં રાગમાં આવનારા અન્‍ય સ્‍વરોને ‘અનુવાદી સ્‍વર’ એમ કહે છે.

૬. વર્જ્‍ય સ્‍વર (વિવાદી સ્‍વર)

જે સ્‍વર રાગમાં આવતા નથી, તેમને ‘વર્જ્‍ય સ્‍વર અથવા વિવાદી સ્‍વર’ એમ કહે છે.

 

૧૦. રાગ અનુસાર કરેલી ગંધનિર્મિતિ
એટલે મનમાંથી ઉભરાઈ આવેલા ભાવનો આવિષ્‍કાર !

હજી સુધી અમારું ૧૮-૧૯ રાગ પર કાર્ય થયું છે. ‘આ રાગનું આ જ અત્તર’, એમ કહી શકાતું નથી; કારણકે તે તેવી સમજ છે, કલ્‍પના છે. તે મારા મનમાંના ભાવ છે. મેં તે રાગમાંના ભાવના ગંધ દ્વારા કરેલો આવિષ્‍કાર છે. આ સર્વ બાબતો પુષ્‍કળ અમૂર્ત છે, અર્થાત્ ‘આ આની ગંધ, આ આની સુવાસ’, એવું કાંઈ તેનું મૂર્ત પ્રમાણ નથી. આપણને જેવી રીતે ભક્તિ કહીએ કે, ચંદન સારું લાગે છે અથવા ચંદનની સુગંધનું સ્‍મરણ થાય છે અને ભક્તિરસ ભણી જ લઈ જનારી આધ્‍યાત્‍મિક બાબતોનું સ્‍મરણ થાય છે, તેવું વિદેશી લોકોને થતું નથી. તેથી અમે બહારના વાતાવરણમાં ઉપયોગી એવા કેટલાક ‘સૉનેટ’, ‘બૅલે’ નામક વિદેશી અત્તરો પણ બનાવ્‍યા છે.’

 

૧૧. ગંધશાસ્‍ત્ર અને સંગીતમાં રહેલું સાધર્મ્‍ય

૧૧ અ. સંગીતના સ્‍વરની જેમ સુગંધમાં પણ જુદા જુદા
સ્‍તરના ગંધ છે અને ગંધશાસ્‍ત્રમાં તેમને ‘નોટ’ કહેવામાં આવવું

અભ્‍યાસ કરતી વેળાએ મને સંગીત અને ગંધશાસ્‍ત્રમાં સાધર્મ્‍ય જણાયું. સંગીતમાં સ્‍વર હોય છે. તેમને ‘મ્‍યુઝિકલ નોટ્‌સ’ (સ્‍વર) એમ કહે છે. તેવી જ રીતે સુગંધમાં પણ જુદા જુદા સ્‍તર પરના ગંધ હોય છે. ગંધશાસ્‍ત્રમાં તેને જ દેખીતી રીતે ‘નોટ’ આ પ્રમાણે નામ આપ્‍યું છે. ભારતીય સંગીતમાં ‘આલાપ’, ‘જોડ’ અને ‘ઝાલા’ આ ત્રણ પ્રકાર છે. તે ક્રમવાર ‘વિલંબિત’, ‘મધ્‍ય’ અને દ્રુત’ આ લયમાં વગાડવામાં આવે છે. ગંધશાસ્‍ત્રમાં પણ ‘ટૉપ નોટ’, ‘મિડલ નોટ’ અને ‘બેસ નોટ’ આ રીતે ત્રણ નોટ છે.

૧૧ અ ૧. ટૉપ નોટ

અત્તરની કુપ્‍પી (કૂપી) ઉઘાડતાવેંત જ તેમાંથી વાતાવરણમાં ગંધ ફેલાય છે અને તે આપણને જણાય છે; પરંતુ કુપ્‍પી બંધ કર્યા પછી તે ગંધ આવવાનું બંધ થાય છે, એટલે આ અત્તરના ગંધની આછી; પણ તરત જ ફેલાઈ જાય તેવી લહેરો હોય છે. તેમને ‘ટૉપ નોટ’ એમ કહે છે. ‘ટૉપ નોટ’ની સુગંધ ઘણા સમય સુધી ટકનારી હોય છે.

૧૧ અ ૨. મિડલ નોટ

‘ટૉપ નોટ’ની ગંધ ગયા પછી આવનારી ગંધલહેરોને ‘મિડલ નોટ’ એવું કહે છે. ‘મિડલ નોટ’ આ અત્તરના ગંધનો એક રીતે સારાંશ છે.

૧૧ અ ૩. ‘બેસ નોટ’

ત્રીજી ગંધ, જે પછી દીર્ઘકાળ સુધી ઘોળાયા કરે છે, તેને ‘બેસ નોટ’ કહે છે.

ગંધ ભલે એકજ હોય, તો પણ ‘તેનું પ્રગટીકરણ કેવી રીતે થાય છે ?’, તેનું આ એક રીતે વિશ્‍લેષણ છે. એટલે જ સંગીતમાંના મંદ્ર, મધ્‍ય અને તાર સપ્‍તક આ રીતે શિખર સર કરનારી સ્‍વર લહેરો જેવું જ ગંધનું વર્ગીકરણ કર્યું છે.

(નોંધ : મંદ્ર, મધ્‍ય અને તાર સપ્‍તક : * સા, રે, ગ, મ, પ, ધ, ની * આ સાત સ્‍વરના સમૂહને ‘સપ્‍તક’ કહે છે. સંગીતમાંના સપ્‍તક પૂર્ણ થવા માટે તેમાં પહેલા સ્‍વરોનું બીજું રૂપ ભેળવવું પડે છે. સા, રે, ગ, મ, પ, ધ, ની અને સા આ રીતે સપ્‍તક થાય છે. આવા ત્રણ સપ્‍તકો છે, તે એટલે મંદ્ર સપ્‍તક, મધ્‍ય સપ્‍તક અને તાર સપ્‍તક.)

૧૧ આ. સંગીતમાંના રાગનું સ્‍વરૂપ બતાવનારા ‘આલાપ’, ‘જોડ’ અને ‘ઝાલા’ની જેમ ગંધનું
સ્‍વરૂપ તેના વિવિધ સ્‍તરો દ્વારા, અર્થાત્ ‘ટૉપ નોટ’, ‘મિડલ નોટ’ અને ‘બેસ નોટ’ દ્વારા દર્શાવવામાં આવવું

ગંધની ઉત્‍પત્તિ થાય છે અને થોડા સમયગાળા માટે તે ગંધ પરિપૂર્ણ સ્‍થિતિમાં રહે છે, એટલે તેની સ્‍થિતિમાં પૂર્ણ પરિપક્વ થાય છે અને ત્‍યાર પછી થોડા સમયગાળા પછી તે લય પામે છે. તેથી આ ગંધલહેરોની ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય તેની સાથે જોડી શકાય છે. ગંધના આ ત્રણ નોટ અને સંગીતમાંના (સતાર પર વગાડી શકાય તેવા) ‘આલાપ’, ‘જોડ’ અને ‘ઝાલા’માં પણ ઘણું સામ્‍ય છે. આલાપમાંથી રાગનું સ્‍વરૂપ પ્રસ્‍તુત કરવામાં આવે છે.

પૂર્ણ વિલંબિત લયમાં તે રાગનો આવિષ્‍કાર થાય છે અને દ્રુત (શીઘ્ર) લયમાં તેનું સમાપન થાય છે. રાગનું એકાદ રૂપ આલાપ દ્વારા બતાવી શકાય છે. તેવી જ રીતે ગંધશાસ્‍ત્રમાં ગંધનું સ્‍વરૂપ ‘ટૉપ નોટ’ દ્વારા સંબોધિત કરવામાં આવે છે. ત્‍યાર પછી તે અત્તરની ૧ – ૨ – ૪ અથવા ૮ કલાક જેટલી અંતિમ ક્ષમતા છે, તેટલા સમયમાં પૂર્ણ ગંધનો એક નોટ, એટલે ‘મિડલ નોટ’ જેને આપણે ‘હાર્ટ ઑફ ધ પર્ફ્‍યૂમ’ કહીએ છીએ, તે બહાર આવે છે અને અંતમાં જેના પર તે અત્તર સિદ્ધ કર્યું છે, તે તે અત્તરનો પાયો (બેસ નોટ) બહાર આવે છે. તેથી મને સંગીત અને ગંધ આ બન્‍નેમાં સમાનતા મળી. ‘સંગીત અને ગંધ એ જેવી રીતે કલાત્‍મક છે, તેવી રીતે તે શાસ્‍ત્ર પણ છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું.

વિલંબિત

એકદમ ધીમી ગતિથી ગાયન કે વાદન કરવું

મધ્‍યલય

વિલંબિત કરતાં થોડું વધારે ઝડપી ગતિથી ગાયન કે વાદન કરવું

દ્રુતલય

ઝડપી ગતિથી ગાયન કે વાદન કરવું

આલાપ

વિલંબિત ગતિમાં રાગનો સ્‍વરવિસ્‍તાર કરીને ગાયન અથવા વાદન કરવું

જોડ

સતાર પરનો મધ્‍ય લયમાં રાગ વાદનનો એક પ્રકાર

ઝાલા

સતાર પરનો દ્રુત ગતિમાં રાગ વાદનનો એક પ્રકાર)

 શ્રી. આનંદ જોગ, પુના (ડિસેમ્‍બર ૨૦૧૮)

Leave a Comment